હિતોપદેશની વાર્તાઓ - 27 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 27

27.

એક સરોવરમાં એક કાચબો રહેતો હતો. એને કિનારે રહેતા હંસના એક જોડા સાથે ગાઢ દોસ્તી હતી. ત્રણે મિત્રો મોજથી રહેતા હતા. ખાઈ પી ને આનંદ કરતા હતા. એવામાં દુકાળ પડ્યો. સરોવર સુકાવા માંડ્યું. હંસનું જોડું બીજા કોઈ સરોવરના કિનારે જવાનું વિચારવા લાગ્યું. હંસે દૂર જઈને મોટું સરોવર શોધી કાઢ્યું અને ત્યાં રહેવા જવા નક્કી કર્યું. એણે પોતાના મિત્ર કાચબાને આ વાત કરી. કાચબો કહે વરસાદ નથી અને વસમો કાળ આવ્યો છે. થોડા સમયમાં સરોવર સુકાઈ જશે. તમે એમ કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ નહી તો હું ભૂખ્યો રહી મરી જઈશ.

હંસ કહે "પણ ભાઈ, આ સરોવર તો બહુ દૂર છે.  તો તું ત્યાં કેવી રીતે આવી શકે? તને ઊંચકીને તો આટલું બધું દૂર ન લઈ શકું." હંસે કહ્યું.

"એક કામ કરો. તમે બંને મને લઈને ઉડો."

" એ કેવી રીતે?"

" એક નાની મજબૂત લાકડી તમે બંને ચાંચમાં પકડી લેજો. હું વચમાંથી લાકડી પકડી લઈશ. પછી તમે લાકડી લઈ ઉડજો. હું તમારી સાથે મોંમાં થી લાકડી છોડીશ નહીં "

"વાહ, તારો વિચાર તો સારો છે. પણ તારો સ્વભાવ ગમે ત્યારે અવાજ કરવાનો છે એટલે તું ચૂપ નહીં બેસી શકે. જેવો તું બોલ્યો કે તરત મોમાંથી લાકડી છટકી જશે અને તું પડીશ."

" કંઈ વાંધો નહીં.હું નહીં બોલું."

" તો અમને વાંધો નથી. ચાલ થઈ જા તૈયાર." કહી હંસ ના જોડાંએ પોતાની વચ્ચે એક લાકડી રાખી અને ત્રણેયની સફળ શરૂ થઈ બંને ચાંચમાં લાકડી પકડી વચ્ચેથી કાચબા એ લાકડી મોં માં પકડી લીધી અને ત્રણેય જણ ઉડવા લાગ્યાં. ઉડતાં ઉડતાં તેઓ એક ગામ પરથી પસાર થયાં.ગામના લોકોએ આ ત્રિપુટી ઉડતી જોઈ અને તેમને કૌતુક થયું. બધા ટોળે વળી એ ત્રણને જોવા લાગ્યા. કાચબાને મજા પડી. તે વિચારવા લાગ્યો "વાહ, મારી બુદ્ધિ કેટલી તેજ છે, કે લોકો અમારી સામે આશ્ચર્યથી જુએ છે?"

"વાહ વાહ મારી બુદ્ધિ" મનમાં કહેતાં એણે હંસ સામે જોયું તો બંને એક ધ્યાનથી ઉડતાં હતાં. એમનું ધ્યાન લોકો તરફ નહોતું. બંનેને પેલા સરોવર એ પહોંચવાની ઉતાવળ હતી. કાચબાથી રહેવાયું નહીં. એને થયું હંસોને પણ આ બતાવવું જોઈએ. એણે ઇશારો કરવાની કોશિશ કરી પણ હંસ નું ધ્યાન ખેંચાયું નહીં. કાચબાએ તાનમાં બૂમ મારી "અરે જુઓ, નીચે કેટલા બધા માણસો..." જેવું મો ખુલ્લું થયું કે લાકડી છૂટી ગઈ અને કાચબો સીધો જમીન પર પડ્યો પડતા જ મરી ગયો.

હવે ગુરુજીએ કહ્યું

"જો હરખાયા વગર કાચબાએ લાકડી પકડવા તરફ જ ધ્યાન રાખ્યું હોત તો તે પડ્યો ન હોત અને નદીએ પહોંચી ગયો હોત. બંને હંસો પોતાના કામ વખતે સંપૂર્ણ ધ્યાન તેમાં રાખી કામ કરતા હતા.

આમ બેદરકારી અને ધ્યાન ભટકાવવું નુકસાનકારક બની શકે છે. બંને હંસો કાચબો પડી ન જાય એ માટે લાકડી બરાબર ચાંચમાં પકડી એક ધ્યાનથી ઉડે જતા હતા પણ કાચબો બોલવા ગયો એટલે પડ્યો."