હિતોપદેશની વાર્તાઓ - 10 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 10

10.

તો હવે ઉંદરે પોતાના ભૂતકાળની વાત કહેવાની શરૂઆત કરી.

નજીકના ગામમાં એક સાધુ રહેતો હતો. એ આખો દિવસ ભિક્ષા માગી રાત્રે દાનમાંથી ભગવાનનું પૂજન કરતો અને વધે તે ભીંત ઉપર ની એક ખીંટી પર પોટલું વાળી લટકાવી રાખતો. એક દિવસ એને એક મિત્ર મળવા આવ્યો. સાધુએ તેનો સત્કાર કર્યો. વાતચીત કરી. એ મહેમાન એને પોતાના વીતેલા દિવસોની વાત કહેવા લાગ્યો. વાત કરતાં કરતાં એની નજર યજમાન તરફ ગઈ. યજમાનનું ધ્યાન વારંવાર કોઈ દંડ પર જતું હતું. એ દંડ જમીન પર પછાડ્યા કરતો હતો. મિત્રોનું આવું વર્તન જોઈ મહેમાનને ખોટું લાગ્યું. એણે કહ્યું "ભાઈ, હું પરગામ થી તને મળવા આવ્યો છું. મહેમાન છું. વાત કરી રહ્યો છું પણ તું તો બીજે ધ્યાન આપી રહ્યો છે! આ જમીન પર વારંવાર દંડ શા માટે પછાડ્યા કરે છે? "

"અરે ભાઈ, મારું ધ્યાન તારી તરફ જ છે. પણ શું કરું? હું એક ઉંદરને ભગાડવા માટે દંડ ઠોક્યા કરું છું. એ ઉંદર ખીંટીએ લટકાવેલું મારું ભિક્ષાનું ખાવાનું ખાઈ જાય છે." મહેમાન બુદ્ધિશાળી હતો. એણે વિચાર્યું કે ખૂંટી તો ભીંત માં કેટલે ઉંચે છે? એમાંથી ઉંદર કેવી રીતે ખાઈ શકે? એનામાં એટલી તાકાત ન હોય કે આટલી ઊંચી છલાંગ લગાવી પોટલીમાં ભરેલું ખાવાનું ખાઈ જાય. આમાં કોઈ ભેદ છે.

ઘણો વિચાર કર્યા પછી એને લાગ્યું કે વધારે પડતા ધનના જોડે જ ઉંદર આટલું કૂદી શકે.

યોગ્યતા કરતાં વધારે જેની પાસે આવી જાય એ એને પચાવી શકતો નથી. ઉછળકુદમાં પોતે હેરાન થાય છે, બીજાને પણ હેરાન કરે છે. ધનની ગરમી એને શાંતિથી બેસવા દેતી નથી."

બસ, સાધુને મારા ખજાનો ભેટ મળી ગયો. એણે મારું દર ખોદવા માંડ્યું. ખોદતાં ખોદતાં તે મારા ખજાના સુધી પહોંચી ગયો. બધો ખજાનો એણે કાઢી લીધો અને મને લાકડી મારી ત્યાંથી ભગાડી મૂક્યો.

હું ભાગતો ભાગતો પાછો મારા સગા ઉંદરો પાસે આવ્યો.

હવે જેની પાસે ધન હોય તેને માન મળે છે. સગા વહાલા, મિત્રો એની આગળ પાછળ ફરે છે પણ નિર્ધનની હાલત ઉનાળામાં સુકી નદી જેવી હોય છે. ધનવાનને ભલભલા માણસો આદરથી બોલાવે છે. હું ધનવાન હતો ત્યારે જેમણે મને માન આપેલું તેઓએ હવે મને ધુત્કારી કાઢી મુક્યો. મેં મારી પાસે ધન નથી એ વાત બધાને કરી દીધી એ મારી ભૂલ હતી. કહ્યું છે કે ધન ગુમાવી દીધું હોય, મનનું દુઃખ હોય, અપમાન થયું હોય, ઘર પરિવારનું દુઃખ હોય - આ બધી વાતો કોઈને કહેવી નહીં. આ વાતો છુપાયેલી રહે એમાં જ લાભ છે.

હું ભિખારી બની ગયો પણ ભિક્ષાવૃત્તિ પ્રત્યે મને નફરત હતી. એના કરતાં તો આગમાં કૂદી બળી જવું સારું. પેલા સાધુની પોટલીમાં મારો જીવ ગયો અને મેળવવાની લાલચમાં મારું બધું ગુમાવ્યું. એને બદલે હું મારી પાસે હતું એમાં જ સંતોષ માનતો હોત તો સુખી હોત.

એટલે જ કહેવાયુ છે કે સંતોષી નર સદા સુખી.

તો હું સગા સંબંધીઓ પાસે પહોંચ્યો પણ મને નિર્ધન ગણી હડધૂત જ કર્યો. મને થયું કે આવી રીતે જીવવા કરતાં તો મરવું સારું.

એટલે હું જંગલમાં પહોંચી ગયો. ત્યાં ઊલટો મને આનંદ આવ્યો. ઝાડ પરના ફળ ફૂલ ખાવાં, નદીનું પાણી પીવું અને મસ્ત થઈ ઘાસની પથારી પર સૂવું. નહીં કોઈ રોકટોક કે નહીં કોઈ ખટપટ.

ત્યાં મને સારા મિત્રો મળ્યા એમાં છેલ્લો મિત્ર તે આ કાગડાભાઈ. એની સાથે દિવસો ખૂબ જ આનંદમાં વીતે છે. અને એટલે જ આજે એને તમારી પાસે લઈ આવ્યો. એક વાત યાદ રાખો કે સારા લોકો સાથે સંબંધ બાંધવો એ સુખ દેનારી બાબત છે. સારા લોકો સાથે રહેવું ખૂબ સુખદાયક છે.

કાચબાએ ઉંદરની વાત સાંભળી કહ્યું , "સત્સંગ અને ભક્તિ સુખ આપનાર છે. બાકી ધન વૈભવ તો રસ્તાની ધૂળ સમાન છે. આ સંસારમાં ધર્મકાર્ય કરી લેવાનું. એ જો ઓછું કરો તો ઘડપણમાં પસ્તાઓ છો.

હવે તારો જ દાખલો લે. તેં ઘણો સમય ધન એકઠું કરાવવામાં ગુમાવ્યો. ફળ શું મળ્યું? કંજૂસ જમીન નીચે ધન ભેગું કરે એ ખરેખર પોતાની માટે કરે છે તો એ ભૂલ કરે છે. એને માટે સ્વર્ગમાં ધન સાથે નથી આવતું. જેઓ જિંદગીમાં ખાલી ધન કમાવામાં જોડાએલા રહે છે એની હાલત ગધેડા જેવી રહે છે, જે પીઠ પર બોજો લઈ ફર્યા કરે છે. બુદ્ધિમાન માણસો ઘનનો ઉપયોગ પોતાની માટે કરે છે, દાન માટે પણ કરે છે. બાકી ધન નો બીજો શું ઉપયોગ? એ માટે મને લાલચુ શિયાળની વાત યાદ આવી ગઈ. એ તમને કહું. આમ કરી કાચબાએ શિયાળની વાર્તા સંભળાવવી શરૂ કરી.