2.
દક્ષિણમાં ગોદાવરી નામની એક મોટી નદી છે. તેને કાંઠે પીપળાનું એક મોટું ઝાડ હતું. તેના પર અનેક પક્ષીઓ રહેતાં હતાં. વૃક્ષની ડાળ પર તેમણે અનેક માળાઓ બાંધેલા હતા. આખી રાત પક્ષીઓ વિશ્રામ કરતાં અને સવાર પડતાં દાણા વીણવા ઉડી જતાં. એક સવારે બધા પક્ષીઓ માળો છોડી ઉડી ગયાં પણ એક કાગડો વહેલો ઉડી જઈ પોતાને જરૂરી કીડા મકોડા જેવો ખોરાક મેળવી પાછો આવી ગયો એટલે તેના માળા પર ચડીને બેસી ગયો. તેની નજર નીચે ઉભેલા એક માણસ પર પડી. તેણે ધ્યાનથી જોયું તો તેની પાસે જાળ હતી. એ સમજી ગયો કે આ શિકારી છે. પક્ષીઓને પકડવા આવ્યો છે. આજે સવારના પહોરમાં એ અહીં ક્યાંથી? તેણે પોતાના સાથી કબૂતરો, પોપટો વગેરેને ચેતવી દીધા. પક્ષીઓએ જોયું કે તે માણસ મુઠ્ઠી અને મુઠ્ઠીએ દાણા નાખતો હતો. આટલા બધા દાણાથી તો દિવસોના દિવસોની ભૂખ શમી જાય. કબૂતરોની નજર પહેલા વેરાયેલા અનાજના દાણા પર પડી. બધાને મોંમાંથી પાણી છૂટ્યું. 'આ..હા, કેટલા બધા દાણા!' બધાને મનમાં વિચાર આવ્યો. પણ કાગડાએ તેમને વાર્યા. કાગડાએ કહ્યું, 'બધાને કકડીને ભૂખ લાગી છે પણ તમે વિચારો, અહીં કોઈ શહેર તો છે નહીં, નથી કોઈ ખેતર. તો આ દાણા આવ્યા ક્યાંથી? અમને તો દાળમાં ગઈ કાળું લાગે છે. પક્ષીઓ કે તું આ શું કહે છે? અમારી ભૂખનો તો વિચાર કર? વધારે ઉડવાની અમારી શક્તિ નથી. ખૂબ જ ભૂખ લાગી છે. કબુતર નો રાજા બોલ્યો "જુઓ ભાઈઓ, મારે તમારા જીવનો પણ વિચાર કરવો પડે. આપણે ભોળા છીએ. ઉપરથી જેવું દેખાય છે એ જ સાચું માની લઈએ છીએ. પરંતુ અંદરની હકીકત બીજી હોઈ શકે છે તેની આપણે દરકાર કરતા નથી. પક્ષીઓ કહે મહારાજ, ચોખા અને ચણાના દાણામાં કોઈ શું છેતરપિંડી કરે? અમને કોઈ ખતરો દેખાતો નથી. ભૂખ લાગી છે. ભોજન સામે પડ્યું છે. ઉડીને માંડ માંડ થોડા દાણા લાવવા તે કરતા નજીકમાં ખાવાનું મળે તો શા માટે દૂર જવું? કબૂતરો વ્યાકુળ થઈ બોલી ઉઠયાં.
"હું સમજું છું કે આપણે ક્યારના નીકળ્યા છીએ પણ ભોજન મેળવવું આટલું સહેલું નથી હોતું. આ બધું સરળ દેખાય છે પરંતુ ચેતીને ચાલવું. જે હંમેશા હોતું નથી તેથી અલગ વસ્તુ દેખાય તો ચિંતા કરવી કે આવું કેમ થયું? કોઈ લાલચ માં તો નથી ફસાતા? ફસાઈએ તો આપણી હાલત બૂરી થાય.
કુમારો કહે કેવી બૂરી?
ગુરુજી કહે એક યાત્રીની કરુણ કથા જેવી. દુનિયામાં જે પીળું દેખાય એ સોનું નથી હોતું. ચાલાક લોકો વેશ બદલીને વર્તન બદલીને ઘણાને કેવી રીતે છેતરે છે તેની આપણે આ વાર્તા જાણીશું.