ભાગ્ય ના ખેલ - 25 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 25

મનુભાઈ રાજકોટ રહેવા આવ્યા ને પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો હોય છે જોત જોતા મનુભાઈ ને રાજકોટ માં પાંચ વર્ષ પસાર થઇ જાય છે પણ હવે ભાગ્ય જસુબહેન ના જીવનમાં કેવા ખેલ ખેલવા નુ હતુ ઈ જસુબહેન ને કયાં ખબર હતી એકે દીવસ નરેન અને મુનો ગામડે મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ મા ગયા હોય છે અને સાંજે પાછા ફરે છે
મોડું થઈ ગયું હોય નરેન અને મુનો દુકાન હવે કાલે જ ખોલવા નુ નક્કી કરે છે એટલે બધા ઘરે બેઠા વાતો કરતા હોય છે સાંજે સાત
વાગ્યે આરતી પુરી થતાં મનુભાઈ જમવા બેશે છે દરરોજ મનુભાઈ આરતી મા જતા હોય છે પણ કોણ જાણે આજે જ આરતી મા નથી ગયા હોતા મનુભાઈ ને આરતી પુરી કરી જમવાનનો ટાઈમ હોય છે નરેન અને મુનો કાયમ દુકાને હોય મનુભાઈ દરરોજ સાત વાગે જમી લતા હોય છે આજે નરેન અને મુનો ઘરે જ હતા તેઓ ગામડે મોડા જમયા હોય અને કાયમ દુકાને થી આવી નેજ જમતા હોય એટલે તેવો જમવા પછી બેસસે પણ મનુભાઈ ને તો સાત વાગે જમીજ લેવા નુ આ મનુભાઈ નો નીતયકૃમ હતો એટલે મનુભાઈ જમવા બેસી જાય છે મનુભાઈ જમીને ઉભા થાય છે અને પાણી પીને સેટીએ બેસવા માટે આવે છે ત્યારે મનુભાઈ ને એટેક આવે છે એટલે મુનો તરત ૧૦૮ ને ફોન📱📲 કરી ને બોલાવે છે અને હોસ્પિટલ લઈ જાય છે
હોસ્પિટલમાં ડોકટરો મનુભાઈ ની સારવાર ચાલુ કરે છે પરંતુ ડોકટરો મનુભાઈ ને બચાવી નથી સકતા ડોકટરો મનુભાઈ ને મૃત જાહેર કરે છે જોયું ને ભાગ્ય કેવો ખેલ ખેલી ગયું જસુબહેન સાથે આને કહેવાય ભાગ્ય ના ખેલ હવે મનુભાઈ ધામ જતા બધા ને જાણ કરવામાં આવે છે અને સવારે સમસાન યાત્રા કાઢવા નું નકકી કરેછે સવારે સગાવહાલા અને ગામડેથી બધા સંબંધીઓ આવી જતા સમસાન યાત્રા નીકળે છે અને સમસાન વીધી પુણૅ થતાં બધા ઘરે પાછા આવે છે અને બધા મહેમાન પોતાના ઘરે જતાં રહે છે જોકે થોડા મહેમાન રોકણા હોય છે હવે સોળ દીવસે મનુભાઈ ની સોળમા ની વીધી હોય છે વીધી મા બધા સગા વહાલા તથા ગામડેથી સંબંધીઓ આવે છે પણ મુંબઈ વાળા લક્ષ્મી દાસ કે પ્રફુલ્લ ના ઘરમાં થી કોઈ આવ્યુ નહિ સગા ભાઇ નુ મૃત્યુ થાય તોય ન આવે કેટલા નીચ માણસો કહેવાય જોકે મનુભાઈ ના છોકરાઓ જાણતા હતા કે આ ભેડીયાઓ નઆવે એટલે કાઈ દુખ લાગવાનો સવાલ ન હતો પણ આ ભેડીયાઓ એ મરણ નો મલાજો પણ ન જાળવી જાણયો આવા ને ભાઈ કેમ ગણવા મનુભાઈ ના સોળમાની વીધી તથા જમણા વાર પુણૅ થતાં બધા પોતાના ઘરે પાછા ફરે છે પણ જસુબહેન ના મોટા બહેન લલતા બહેન એક મહીનો રોકાવવાના હોય છે કારણ મનુભાઈ ધામમાં જતા હવે છોકરાઓ દુકાને જતા રહે જસુબહેન ઘરે એકલા થઈ જાય એટલે જસુબહેન ના મોટા બહેન રોકાવવાના હોય છે જસુબહેન થોડા સ્ટબલ થાય ત્યાં સુધી
રોકવવુ જરૂરી હોય છે એટલે લલતા બહેન રોકાય છે આખરે માની જણી બહેન છે આ એજ લલતા બહેન છે જયારે જસુબહેન અને મનુભાઈ ને લક્ષ્મી દાસે ધક્કો મારી કાઢી મુકયા ત્યારે પણ જસુબહેન અને મનુભાઈ ને ગામડે ધંધો શરૂ કરાવી આપેલો જોકે લલતા બહેન અત્યારે ભાવનગર રહેતા હતા આમ જસુબહેન ને લલતા બહેને ખુબજ સપોર્ટ આપ્યો છે.
સમય જતાં જસુબહેન થોડા સ્ટેબલ થતાં લલતા બહેન હવે
ભાવનગર જવા ની રજા માંગે છે અને લલતા બહેન ભાવનગર જવા રવાના થયા છે અને અહીં જસુબહેન એકલા પડી જાય છે જોકે હવે છોકરાઓ વાર ફરતી ઘરે રહેતા હોય છે પણ કયારે ક છોકરાઓ ને કયાંક જવાનું થાય ત્યારે જસુબહેન એકલા પડી જાય પણ છે પણ શું કરવું છોકરાઓ ને ધંધો કરવો પણ જરૂરી હોય એટલે જસુબહેન પરીસ્થિતિ સ્વીકારી મજબુત તો થઈ જાય છે જ્યારે જસુબહેન ઘરે એકલા પડે ત્યારે વિચારે ચડી જતા હોય છે આ વિચાર વાયુ કયારેક જસુબહેન ની તબિયત ઉપર અસર કરે છે ઈ ચિંતા છોકરાઓ ને હોય છે હવે આગળ જતાં ભાગ્ય કેવા જસુબહેન સાથે ખેલ ખેલશે ઈ આપણે જોશુ નવા એપિસોડ
મા...........