ભાગ્ય ના ખેલ - 26 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 26

આપણે આગળ જોયું કે મનુભાઈ ધામમાં જતા જસુબેન ઘરે એકલા પડી જાય છે જોકે બંને છોકરાઓ છે એટલે કોઈ વાંધો ન હતો પણ છોકરાઓ ને દુકાને જવુ પડે એટલે જસુબેન એકલા પડી જાય જોકે છોકરાઓ એ એવી ગોઠવણી કરી હતી કે એક ભાઈ ઘરે રહે અને એક ભાઈ દુકાને જાય પણ વારાફરતી અદલા બદલી કરવામાં જસુબેન ને એકાદ કલાક માટે તો એલા રહેવું પડે તેમ જ છોકરાઓ બહારગામ જાય ત્યારે પણ એકલા રહેવા નુ આમ જસુબેન એકલા એકલા વિચારે ચડી જાય અને વીચાર વાયુ જસુબેન ની તબીયત ઉપર અસર કરે પણ શું કરવું જોકે છોકરાઓ બહાર ગામ જવાનું ઓછું રાખતા પણ જરૂરી હોય ત્યાં જવું પડે જોકે છોકરાઓ વહેલા પાછા આવી જતા પણ દુકાને તો
જવુ પડે એમાં તો કોઈ ફેરફાર ન થઈ સકે ધંધો તો કરવો પડે આમ
જસુબેન નુ જીવન પસાર થઇ રહ્યું હતું
એક દિવસ મહાનગરપાલિકા ના અધીકારીઓ દુકાને આવે છે અને પાન બીડી નો ધંધો બંધ કરવા ની નોટિસ આપી જાય છે દુકાન ની સોમેજ સ્કુલ હોય છે અને સ્કુલ ના સો મીટરના એરીયામાં પાન બીડી ની દુકાન ચલાવી ન સકાય એવો સરકારી નિયમ હોય છે એટલે હવે ધંધો સંકેલવો પડશે એવું છોકરાઓ ને લાગતું હતું પણ જોઈએ ચાલે એટલું ચલાવી એ પણ થોડા દિવસ પછી પાછા મહાનગરપાલિકા ના અધીકારીઓ બીજી નોટિસ આપી જાય છે એટલે હવે ધંધો બંધ કરવો પડશે એવું લાગતા છોકરાઓ પાન બીડી નો ધંધો બંધ કરવાનો નિર્ણય કરે છે અને પાન બીડી નો ધંધો બંધ કરી દે છે આ વાત જસુબેન ને ખબર પડતા જસુબેન ટેન્સન મા આવી જાય છે અને ચિંતા કરવા લાગે છે એટલે છોકરાઓ જસુબેન ને આશ્વાસન આપે છે અને કહે છે કે આપણે બીજો ધંધો શરૂ કરી છું તમે ચિંતા ન કરો બધું થઈ રહેશે જોયું ને ભાગ્ય કેવા ખેલ ખેલે છે
હવે છોકરાઓ આઈસ્ક્રીમ નો ધંધો શરૂ કરવા નુ નક્કી કરે છે અને દુકાન ને રિનોવેટ કરી નવા રંગ રૂપથી આઈસ્ક્રીમ નો ધંધો શરૂ કરી દે છે અને ધંધો સારો ચાલવા મંડે છે પણ આ જસુબહેન ને મનુભાઈ ધામમાં જતા અને છોકરાઓ ને પાન નો ધંધો બંધ કરવા નુ થતાં જસુબેન ચિંતા વધારે કરતાં હોય છે અને તેની અસર તેમની તબીયત ઉપર થાય છે અને એક દિવસ જસુબેન ની તબીયત ખરાબ થાય છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે
ડોકટરો જસુબેન ના રિપોર્ટ કરાવે છે રીપોર્ટ આવતા રીપોર્ટ
મા યુરોપિયન મા ઈનફેકસન અને કીડની મા તકલીફ થતાં હવે ડાયાલીસીસ કરવા પડશે એવું ડોકટરો જણાવે છે અને નરેન અને મુનો ટેન્સન મા આવી જાય છે પણ પણ ડાયાલિસિસ કરવુ ફરજિયાત હોય ડાયાલિસિસ કરાવવા નો નિણૅય કરે છે અને ડોક્ટર જસુબહેન ને ડાયાલિસિસ કરવાનું સરૂ કરી દે છે હવે આમ જસુબહેન ને ત્રણ ડાયાલિસિસ પુરા થાય છે સાથે ઈનફેકસન ની સારવાર ચાલુ હોય છે આમને આમ જસુબેન ને હોસ્પિટલમાં ચાર દિવસ થયા છતાં પણ કોઈ સુધારો ન થતાં મુનો સમીર નાયક ની હોસ્પિટલે સમીર નાયક ને મળવા માંટે આવે છે અને સમીર સર ને વાત કરે છે કે મમ્મી ને ડાયાલિસિસ સરૂ કર્યા છે પણ સુધારો કઈ નથી અને હોસ્પિટલનુ બીલ પણ વધારે આવે છે એટલે સમીર સર મુના ને કહે છે કે હવે તુ એક કામ કર હોસ્પિટલ બદલાવી નાખ હૂ તને દોશી હોસ્પિટલમાં ફોન કરી ભલામણ કરી આપુ છું તુ મમ્મી ને
લઈ ત્યા જતો રહે અને સિનરજી હોસ્પિટલમાં પણ ફોન કરી આપુ છું ત્યાંથી તને રજા આપીદેશે
દોશી હોસ્પિટલમાં જવાનું મોટું કારણ જણાવતા સમીર સર કહે છે કે ત્યા કીડની સ્પેસયલીષ્ટ ડો. ગજજર સાહેબ વીજીટ મા
આવતા હોય છે અને તેમની સુચના અનુસાર ડાયાલિસિસ થતુ હોય છે એટલે સમીર સર કહે છે કે તુ દોશી હોસ્પિટલમાં જ મમ્મી ને દાખલ કરી દે અને પછી જસુબહેન ને દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર સરૂ થાય છે (કૃમશઃ)