હવે જસુબેન રાજકોટ રહેવા માટે આવી જતા નરેન અને મુના ને જમવા બાબત ની મોટી રાહત મળે છે ઘરનું જમવાનું મળી
જાય અને બહાર જમવા જવા નો ટાઇમ બગડતો ઈ ટાઈમ બચે ઈ અલગ હવે જસુબેન ને રાજકોટ ના ડોકટર ની દવા સરૂ થાય છે અને જસુબેન ની તબીયત સારી રહેતી હોય છે સમય જતાં જસુબેન ને કમર મા દુખાવો થાય છે ડોકટર ને બતાવતા ડોકટર
MRI કરવાનું સુચન કરે છે અને જસુબેન ને મુનો MRI કરાવવા માટે લઈ જાય છે અને MRI થઈ જાય છે અને ડોકટર ને બતાવે છે પછી ડોકટર કહે છે કે જસુબેન ને ઓથોૉપેડીક ડોકટર ને બતાવો અને પછી મુનો અને જસુબેન ડો. રાજા સાહેબ ને બતાવા જાય છે રાજા સાહેબ MRI જોઈ ને કહે છે કે જસુબેન ને મણકા ની ગાદી ખસી ગઈ છે એટલે દુખાવો થાય છે થોડી દવા💊 લખી આપુ છું સાથે એકસરસાઈઝ લખી આપુ છું આટલું કરવાથી સારી
એવી રાહત થઈ જશે અને જસુબેન ને રાહત પણ થાય છે જસુબેન ને એકબાજુ ડાયાબિટીસ તથા બીપી ની દવા ચાલુ અને હવે આ નવી દવા ખાવા ની સમય જતાં દવા આંખો પર અસર કરે છે એટલે આંખો મા તકલીફ થાય છે .
હવે જસુબેન ને મુનો આંખો ના ડો. ગદરે સાહેબ ને બતાવવા માટે લઈ જાય છે એટલે ગદરે સાહેબ કહે છે કે જસુબેન ને આંખ
ના પડદા ખરાબ થયા છે એટલે જોવા મા તકલીફ પડે છે અને પછી ગદરે સાહેબ થોડી દવા લખી આપે છે અને MD ની લખેલી એક દવા પણ બદલાવે છે અને કહે છે કે તમે પાછા MD ને મળી ને સુગર ઘટાડવા નુ કહે છે પછી મુનો ફાઈલ લઈને MD મળવા માંટે જાય છે અને MD એક દવા💊 વધારી આપે છે ઈ દવા જમવા ટાણે કોળીયા ભેગી ખાવાની હોય છે અને જસુબેન ઈ દવા સરૂ કરે છે પણ દવા ખાવા થી જસુબેન ને ઉલટી થયા કરે છે એટલે મુનો પાછો MD ને મળે છે પણ MD અને કહે છે કે આ દવા ખાવા થી ઉલટી થાય છે એટલે આ દવા💊 બંધ કરો એટલે
MD દવા બંધ કરવા ની ના કહે છે કે હવે આ દવા💊 બંધ ન કરાય સુગર કંટ્રોલ માટે આ દવા💊 જરૂરી છે એટલે આ દવા💊
ચાલું રાખો પણ દવા💊 ખાત જસુબેન ને ઉલટી થાય છે તો કેમ ચાલુ રાખવી એટલે મુનો MD પાસે થી પાછો આવીને MD ડોકટર
બદલ વાનુ વિચારે છે આખરે મુનો MD ડોકટર સમીરે નાયક ઉપર
પસંદગી ઉતારે છે અને જસુબેન ને લઇ ને સમીરે નાયક ને મળવા
જાય છે અને સમીર નાયક ને બધી ફાઈલ બતાવે છે જસુબેન ને
સુગર બીપી તથા લોઈ પાતળુ કરવા ની દવા ચાલુ હોય છે કુલ મળીને છ સાત ગોળી💊 ચાલુ હોય છે સમીર નાયક બધી દવા💊 બંધ કરી ને બધી નવી દવા સરૂ કરે છે અને નવી દવા💊 દસ દિવસ ની લખે છે કારણ કે આ એક ટ્રાયલ કહેવાય એટલે દસ દિવસ પછી પાછા બતાવવા માટે કહે છે વળી દસ દિવસ પછી મુનો જસુબેન ને બતાવવા માટે લઈ જાય છે અને સમીર નાયક વીસ દિવસ ની દવા લખી આપે છે વીસ દિવસ પછી પાછ બતાવવા જતા સમીર નાયક ને દવા💊 બધી સેટ થઈ એવુલાગતા
બે મહિના ની દવા લખી આપે છે અને કહે છે કે હવે તમે પહેલા
MD ને બે મહિને બતાવતા ઈ રીતેજ સુગર નો રીપોર્ટ કરાવી ને રેગ્યુલર બતાવતા રહેજો અને જસુબેન ને સમીર નાયક ની દવા અને ડોકટર નો સભાવ મેચ થતાં તબીયત સારી રહેતી હોય છે પણ ઈલોપેથી દવા💊 ની સાઈડ ઈફેક્ટ તો થવાની જ સાથે જસુબેન ચિંતા કયાૅ કરે એટલે દદૅ તો વધેજ અને ચિંતા કરવાથ
જસુબેન ને ઈનસોલીન ચાલુ કરવા પડે છે સમય જતાં જસુબેન ની તબીયત ખરાબ થતા દાખલ કરવા પડે છે સમીર નાયક ની હોસ્પિટલમાં ચાર દિવસ પછી જસુબેન ને રજા આપે છે અને ઘરે
આવે છે આવી રીતે વષેૅ એકાદ વાર તો જસુબેન ને દાખલ કરવા તો પડે છે હવે સમીર નાયક જસુબેન ને એનજીઓ ગ્રાફી કરવાનું
કહે છે એનજીઓ ગ્રાફી કરાવતા જસુબેન ને નળીઓ બ્લોક આવતા વધારાની દવા💊 ચાલુ થાય છે પણ સમીર નાયક ની દવા થી બધુ સારી રીતે મેન્ટન રહેતુ હોય છે અને જસુબેન ને દવા રેગ્યુલર લેવા થી સારૂ રહે છે હવે આ બાજુ મનુભાઈ ગામડે એકલા જ રહેતા હોય બધુ કામ હાથે કરવુ પડે છે અને એક વાર મનુભાઈ ને તાવ આવી જાય છે એટલે ગામવાસીઓ ડોકટર ને બોલાવી દે છે ડોકટર દવા આપતા તાવ ઊતરી જાય છે અહી રાજકોટ નરેન અને મુના ને જણ થતા મનુભાઈ ને રાજકોટ રહેવા
બોલાવી લે છે અને આખરે મનુભાઈ રાજકોટ રહેવા માટે આવી જાય છે અને મનુભાઈ અને જસુબેન નો આખો પરીવાર ભેગો થઈ જાય છે અને આનંદ થી રહે છે ઘરની બાજુ માજ મહાદેવ નું મંદિર
હોય મનુભાઈ ને પુજા કરવા જવાનું નજીક હોય મજા આવી જાય છે અને મહાદેવ ની ભક્તિ કરે છે અને સમય પસાર થતો જાય છે
મનુભાઈ રાજકોટ આવી જતા જસુબેન ને એક ચિંતા ઓછી થાય છે પણ બીજી ચિંતાઓ કયારે ઓછી થાય એ કેમ ખબર પડે જસુબેન ના જીવન માં ચિંતા અને મુસીબત કયારે આવી જાય એનુ કાઈ નક્કી ન કહેવાય કારણ કે જસુબેન સાથે ભાગ્ય કેવા કેવા ખેલ ખેલે છે ઈતો આપણે જાણીએ છીએ (કૃમશઃ)