સથવારો.....સંબંધો ભાગ્યનાં - 17 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 17

સથવારો...સંબંધો ભાગ્યનાં 17

જિંદગીનાં અજાણ્યાં રસ્તાઓ
●●●●○○○○○●●●●●○○○○○●●●●
અશ્ર્વિનીબહેન બહાર આવ્યાં ત્યારે એમનાં ચહેરા પર આંશિક રાહત હતી.યતિનભાઈ વ્યાકુળતાથી એમની રાહ જોતાં હતાં,આજે પહેલીવાર એમનાં ચહેરા પર સવાલો હતાં. અશ્ર્વિનીબહેને એમને ટુંકમાં કહ્યું આ આપણી અમોઘાનું મોસાળ છે.

પાછાં વળતાં રીક્ષાનાં અરીસામાં પોતાનું સ્મિત જોઈ અશ્ર્વિનીબહેને મનને ટપાર્યું."એને ખબર પડશે કે અત્યારે એ મહેમાનની જેમ મોસાળમાં જઈ શકશે ,પરંતું એ લોકો
હમણાં એને સ્વીકારશે નહીં તો એ કેવી દુઃખી થશે? એને સમજાશે આ વાત?"એ તો અમોઘા પોતાની પાસે જ રહેશે એ વાતથી ખુશ હતાં.

પહોંચ્યા ત્યારે સાકરમા અને અમોઘા બંને તેની રાહ જોતાં હતાં.એમનાં પર સવાલોની ઝડી વરસી પડી,એમણે અગાઉ વિચારી રાખેલું તેમ કહ્યું," અમોઘા તારા નાનાનું ઘર શોધવાં ગયેલી આટલાં મોટાં અને અજાણ્યાં શહેરમાં
શોધતાં વાર તો લાગે જ ને!,એ લોકો બહાર છે,અઠવાડિયાં પછી આવશે,ત્યાં સુધી આપણે આજુબાજુ ફરી લઈએ".એકશ્ર્વાસે એકધારું બોલ્યાં પછી એમને સમજાયું કે થોડી વધારે જ ઉતાવળ થઈ ગઈ .

અમોઘાનું બાળમન પ્રવાસ માટે પણ એટલું જ ઉત્સાહી હતું,મૈસૂર પેલેસ ,વૃંદાવન ગાર્ડન વગેરે સ્થળોનાં વર્ણનો સાંભળ્યાં હતાં હવે જવાનું હતું,એનાં ઉત્સાહે વાતાવરણ હળવું કરી દીધું.

બીજા દિવસે સવારે યતિનભાઈ અમોઘાને લઈ બહાર ગયાં એટલે સાકરમા તરત જ બોલી પડ્યાં,"તારું મોઢું જોઈને આ ફેર કાંઈ કળાતું નથ વાત શું છ.અશ્ર્વિનીબહેન બોલ્યાં "એનાં નાના નથી ઈચ્છતા કે અમોઘા અત્યારે એમની સાથે રહે.એ લોકો એ અમોઘાની મા અમેરીકા રહેતી અને ત્યાં માંદગીમાં મૃત્યું થયું એમ જાહેર કર્યું છે.અમોઘા અઢાર વર્ષની થાય પછી અહીં લાવવાની જેથી,"જેથી એમનાં જુઠમાં સાથ આપે ,હામાં હા કયરાં કરે.."સાકરમા વચ્ચે જ બોલી પડ્યાં. " એમનાં વર્તુળમાં એમણે આવી વાત કરી છે,છોને આપણી દિકરી આપણાં ભેગી રહેશે ,એ પછી કદાચ વિદેશ પણ મોકલી દે,તોય સારું મારી એ જ ઈચ્છા હતી.જો કે જાણીતાં લોકોની આવી વાતો છાની ન રહે." વળી સાકરમાએ
ઉભરો ઠાલવ્યો" હા ઈ તો સિંહને કોણ કે તારું મોં ગંધાય".

" ઈ વિદેસ(વિદેશ )જાહે તો ગોઠસે તો નય,પણ મને એણે જિંદગીનો એટલો સંતોષ આપ્યો છે, છેલ્લાં બે ચાર વરહ કાઢવા પડે તો કાઢી લેહું એનાં વિનાં. આયાં રહે તો ઈની ઈચ્છા નય હોય તોય જુનું બધુંય ખોતરાયાં કરશે ની એને જેનું દુઃખ નથ અત્યારે ઈ ઉભું થાહે." અશ્ર્વિનીબહેન થોડાં ઝાંખા પડી ગયાં"ભલે એને લાગતું હોય કે મમ્મીને વહાલ નથી,પણ એનાં વિના જીવવું વસમું છે,એને ખોવાનાં ડરથી કાયમ બેચેની રે.દુર જાય તો શું થાય?

અમોઘા આવી એટલે વાત ત્યાં જ અટકી પછીનું અઠવાડિયું મન ભરીને જીવ્યાં ત્રણેય.પહેલીવાર સાથે ફરવા નીકળ્યાં હતાં એ અઠવાડિયું વર્તમાનનું જ હતું.અતિતની યાદો કે ભવિષ્યનાં ડર કંઈ ન હતું,અમોઘાએ એક એક ક્ષણ કેદ કરી .

અઠવાડિયાં પછી યતિનભાઈને વતન પરત મોકલી દીધાં અને ત્રણેય જણ ઉપડ્યાં નાથમ નિવાસ.અમોઘાને ઉત્સાહ હતો,સાથે મનમાં સવાલ પણ હતો કે મારાથી અલગ થવાની ચિંતા કેમ કોઈનાં મોંઢા પર દેખાતી નથી!

એ ભવ્ય મકાન જોઈ અમોઘા તો દંગ જ રહી ગઈ,તો સાકરમાને ત્યાં પગ મુકતા જ મનમાં ઉગ્યું કે આ સુખ બધું ઉપરછલ્લું .અમોઘાની ધારણા બહાર ત્યાં સાવ ફિક્કો આવકાર હતો એને જોઈ ને નાની ભેટવા આગળ વધ્યાં પણ નાનાની આંખોની કરડાકીએ ત્યાં જ રોકી દીધાં.જે ઘરને પોતાનું માનીને આવી હતી તે સાવ અજાણ્યું લાગ્યું,એક અવ્યક્ત જાકારો હતો એ દિવાલોમાં.

ઔપચારિક ખબર-અંતર પુછાયાં પછી વડીલો વચ્ચે કંઈ સંતલસ થઈ અને નક્કી થયું કે અમોઘા હમણાં ત્યાં જ રહેશે ,પછી વિદેશ. એને અંગ્રેજીની તાલિમ મળી રહે એવી વ્યવસ્થા કરવાની જવાબદારી અશ્ર્વિનીબહેનની અત્યારે સમાજમાં જાણ ન હોવાથી અમોઘા રોકાઈ શકે નહીં,પરંતું નાની અમૃતાનાં આશુઓ અને અદમ્ય ઈચ્છા પછી નક્કી થયું કે વેકેશન પુરતું અમોઘા અહીં નાથમ નિવાસમાં રહે..

અમોઘાને સાકરમાએ પુછ્યું " થોડા દી' તારે અહીં રે'વું છે? અમોઘા તરત જ રાજી થઈ ગઈ.માએ સલાહ આપી " પે'લાં તેલ જોવાય તેલની ધાર જોવાય(જોવાઈ ).બધું જોજે વિચારજે ઉતાવળે ધારી ન લેતી કંઈ,ને બધું જાણી લેવાની ઉતાવળેય ન કરતી,જાયણું એટલું દુઃખ.બાકી ઉપરવાળા પર".આટલાં વર્ષોનો સહવાસ આ ગુઢ વાતો સમજવા માટે પુરતો હતો.અને ઉછેર પણ એવો હતો કે ખુદ પર અને ભગવાન પર અખુટ શ્રદ્ધા.

એકાદ કલાક પછી બંને માએ ભારે હૈયે વિદાય લીધી.અમોઘાની ઈચ્છા હતી કે એક દિવસ બંને રોકાઈ જાય,પરંતું રોકવાનો અધિકાર ક્યાં હતો.રોજ વાત કરવાનાં વાયદાઓ થયાં ને પહેલીવાર એ સાકરમાથી છુટી પડી..

આ જુદાઈ કાયમી ન બની જાય તેવી દુઆ કરતાં તેઓએ કર્ણાટક છોડ્યું.
@ ડો.ચાંદની અગ્રાવત