હીરા ઉદ્યોગ ખતરામાં Nilesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીરા ઉદ્યોગ ખતરામાં

હીરાઉધોગ ને વિદેશ મા જતો અટકાવો નહીંતર આપણે ભૂખે મરવા નો વારો આવશે

આપણા હીરાઉધોગ મા અંદાજે 25 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આડકતરી રીતે હીરાઉધોગ સાથે એક કરોડ લોકો સંકળાયેલા છે

હીરાઉધોગ મા અભણ અને શિક્ષિત બંને પ્રકાર ના રત્નકલાકારો સ્વમાન ભેર રોજગારી મેળવે છે અને હીરાઉધોગ આપણા માટે વર્ષો થી જીવાદોરી સમાન રહ્યો છે

હીરાઉધોગ થકી જ આપણી છબી આંતરરાષ્ટ્રીય લેવલે ચમકદાર બની છે અને હીરાઉધોગ વર્ષે કરોડો ડોલર વિદેશી હૂંડિયામણ પણ સરકાર ને રળી આપે છે અને હીરાઉધોગ વર્ષો થી આત્મ નિર્ભર છે

ગુજરાત મા રોકાણ આવે એના માટે સરકાર વાયબ્રન્ટ સમીટ નુ આયોજન કરે છે ત્યારે આ સ્વદેશી ઉધોગ ને અને રત્નકલાકારો ને બચાવવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારે આગળ આવવુ જોઈએ

અત્યારે હીરાઉધોગ મા રત્નકલાકારો ની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ત્યારે રત્નકલાકારો ને આર્થિક મદદ કરવી જોઈએ બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવી જોઈએ

હીરાઉધોગ ને વિદેશીઓ ના હાથ મા જતો અટકાવવા માટે અમે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ને એક વર્ષ પહેલા રજુઆત કરી હતી ત્યારે તેને ગંભીરતા થી લેવામા નહોતી આવી મિત્રો .

*******