શુરવીર બડુ દાદા
બલિદાન વિક્રમ સંવત ૧૬૮૩ ભાદરવી અમાસ
મહુવા તાબા ના તરેડ ગામ માં એક ભૂદેવ નું મોભા નું ઘર !
મુસ્લિમ શાસન ના સૈનિકો મહુવા ભાંગવા ના ઇરાદા થી નીકળેલા પણ સંજોગો એવા બન્યાં કે તે ટુંકા પડ્યા અને તરેડ ના માર્ગે થી પાલીતાણા જવાં ઉપડ્યા લગભગ મધ્યાહન નો ખરો ટાઈમ તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપીનાથ ના મેળે ગયેલું ગામ મા વૃદ્ધો બાળકો અને મહિલા સિવાય કોઈ ના મળે. મોકા નો ફાયદો ઉઠાવી અને મહુવા નું વેર વાળવા વિધર્મી સૈનિકો એ તરેડ ગામ ના ગોંદરે બેઠેલું ગાયો નું ધણ ભાલા ની અણી પર ઉપાડ્યુ !
અહીં ૐ ત્રંબકમ્ યજ્જા મહે સુનગાંધીમ પુષ્ટિવર્ધનમ કહેતો એક ૧૮ વરસનો વિપ્ર યુવાન ભોળાનાથ ને જળ ચડાવી રહ્યો અને બહાર થી અવાજ આવ્યો એક આહિર મહિલાએ કહ્યું કે બડુરાજ ગામ ની ગાયો મુસલમાનો વાળી ગયા છે !
સાંભળતા જ
લોચન લાલ ચટક લાલ
ત્રિપુંડ સહ ભ્રકુટ વિશાલ
ખડક, ઢાલ શ્વાન, સાથ
અશ્વ પર વાળી પલાણ
જય મા કમળાઈ , હર હર મહાદેવ કહી શંકર ના ઓટલે થી ઠેકડો મારી ઘોડા ને ઠાન આપી જાણે કોઈ પરશુરામ ધરમ ની લાજ રાખવા રણમેદાને ચડ્યો !
લગભગ ૩૫ કિલોમીટર ના અંતરે તે મુસ્લિમ ફોજ ના ૨૫૦ જેટલા કાફરો ને આડફળુ બાંધી અને પડકાર ફેંક્યો કે
ખબરદાર જો એક પણ ગાય ને ઉજરડો કર્યો છે !
શિવ ના સોંગંધ આમાથી એક ને પણ જીવતો નહી છોડું !
ફોજ મા થી જમાદાર નો અવાજ આવ્યો દેખાવ મા ભુદેવ લાગે છે જવાન તુ રહેવા દે તારી બે ચાર ગાયો જોઈતી હોય તો લઈ જા. પણ બધી ગાયો ની વાત રહેવા દે !
બે ચાર ગાયો પાછી વાળવા નથી આવ્યો કાફર ! આખુ ધણ પાછું વાળવા નું છે. નહીં તો ધીંગાણા માટે તૈયાર થઈ જાવ !
સરદાર : તારી ૧૮ વર્ષ ની બાલિશ ઉમર છે ભુદેવ ધીંગાણું ખેલવુ તે તારું કામ નહીં !
સાંભળતા જ રોમ રોમ મા ક્રોધ ના ઘોડા વછુટયા અને સાવધાન કહી તલવાર ઉગામી અને જાણે વીરભદ્ર સડસડાટ ફોજ સામે ઘસમસતો હર હર હર કહી તલવાર નો ઘા કરે અને એક ઝાટકે દુશ્મન નું માથું હેઠુ નાખે હર હર મહાદેવ કહી ઝાટકો મારે અને જનોય વઢ ધડ ના કટકા કરે !
સામા પક્ષે મુસ્લિમો અને મુંજણા લગભગ ૨૫૦ ને આ રીતે કાપી નાખ્યા. બડુરાજ આજે જાણે કે શિવ તાંડવ કરતાં હોય અને પ્રલય ના ભણકારા વાગતા હોય તેમ માતરી ની નાળ મા હકોટા પડકારા અને ઝાકા ઝીક બોલી રહી હતી. બડુરાજ નો શ્વાન અને ઘોડો પણ જાણે દેવમુનિ હતા દુશ્મન ના નિશાનો ને ચૂકવાડી દેતા !
એવા મા ૨૦ જેટલા બેલમો એ એક કારસો કર્યો , આ ભુદેવ ને જો રોકશું નહીં તો આપણી લાશું પણ સરદાર ને નહીં આપે. માતરી ની નાળ મા એક ભેખડ ની આડશ લઈ સંતાયા બડુરાજ રાજગોર તે ભેખડ પાસે થી પસાર થયા અને તે જાલીમોએ બડુરાજ ના ઘોડા ને તલવાર પર તલવાર ના વાર કરી ઘોડો વીંધી નાખ્યો. ઘોડો પડતાં ની સાથે ભુદેવ ભેખડ મા તેનું સંતુલન ગુમાવે છે અને પડી જાય છે. મોકા નો ફાયદો ઉઠાવી બેલમો એ બડુરાજ ના મસ્તક પર પ્રહાર કરી ધડ અલગ કર્યુ !
પણ આ તો ધર્મ યુદ્ધ હતુ અને યોદ્ધા પણ વીર હતો. હવે ધડ વગર નું મસ્તક ઊભું થયું તલવાર લઈ વાયુવેગે દુશ્મન સમી દોટ મારી અને માતરી ની નાળ થી વિરપુર ના પાદર સુધી દોઢ કિલોમીટર નું અંતર માથાં વગર કાપી દુશ્મન ને આંબી લે છે અને બધા ને ખતમ કરી દે છે !
વિરપુર ના પાદરમાં આ વીરપુરુષ વીર પથારી મા સદાય ને માટે પોઢી જાય છે !
બડુરાજ ના બલિદાન ના સમાચાર વાયુવેગે પ્રસરે છે લગભગ મધરાતે એ ગોપીનાથ ના મેળે થી આવેલા ગામ ના વડીલો ने સમાચાર મળે છે કે ગામ ના ધણ માટે ગામ નો ગોર યુવાન બડૂરાજ આજ ધીંગાણા મા કા'મ આવી ગયો !
આ સમાચાર મળતાં બડુરાજ ના બહેન અને બીજી જીભ ની માનેલી બહેન આહીર ની દીકરી બંને બહેનો સતી થવાની જીદ કરે છે કે પેલા અમારી ચિતા સળગે અને પછી બડુ ભાઈ ની !
બધા વિરપુર થી તરેડ આવે છે અ1ને તે દિવસે તરેડ મા ચિત્તા સળગી હતી !
આજે પણ મહુવા (ભાવનગર) તાબા મા તરેડ અને , જેસર (પાલીતાણા) તાબા મા વિરપુર અને માતરી નાળ મા બડૂદાદા અને સતીઆઇ મા ના સ્મારક, થાપા અને મંદિરો છે.
શત શત નમન જય બડુ દાદા જય માતાજી