ઓટલો અને રોટલો Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ઓટલો અને રોટલો

આ બંને વગર જીવન અશક્ય છે. જો તેનો સુમેળ હોય તો જીવન ભર્યું ભર્યું લાગે. ઓટલો હોય અને રોટલો ન હોય તો કેવી દશા થાય ? રોટલો મળે પણ સુવા નો ઓટલો ન હોય તેના હાલ પૂછી જો જો. રોટલા પર ભલે ઘી ન હોય, છતાં પણ ભૂખ ભાંગી શકે.

ઓટલો, સૂવા માટે ગાદલું ન હોય, શેતરંજીથી પણ ચલાવી શકાય.

તમે જાણતા હશો માનવી આખી જિંદગી રોટલા અને ઓટલા પાછળ ગાંડાની જેમ દોડે છે. ઘણીવાર એ દોડમાં તબિયતનું ધ્યાન રાખવું વિસરી જાય છે. જ્યારે બંને મળે ત્યારે ભોગવવાનો સમય હાથમાંથી સરી ગયો હોય છે.

“અબ પછતાયે ક્યા હુઆ જબ ચિડિયા ચુગ ગઈ ખેત ” !

ગામમાં હતા ત્યારે રસ્તે જતા આવતા નો વિસામો હતો ઓટલો. હવે શહેરમાં આવ્યા. પૈસા રળવા અજાણ્યાને પોતાની ચાલીમાં ઉભા પણ ન રહેવા દે. જો કોઈ સગાને ત્યાં આશરો લો તો, રોટલો આપે અને સૂવાને ચાલીમાં શેતરંજી ! ઘરમાં જગ્યા હોય તો તમને સુવાડે ને ?

અમીરોને ત્યાં જશો તો કૂતરાને સરસ મજાનો ખાટલો દેશે. સગાને નહી.! સગાનો શો ભરોસો ? વખત આવે આશરો આપેલો સગો તમને દગો દેશે. કૂતરો તો વફાદાર પ્રાણી છે !

મજૂરી કે કોઈ પણ નાના મોટા કામ કરશો તો શહેરમાં રોટલો તો પામશો. કંઈ નહીં તો ૧૦ રુપિયાનો પાંઉ અને ૧૦ રુપિયાની ચાથી પેટ ભરાશે. પણ સુવા ક્યાં જશો?

એક વાત કહ્યા વગર નથી રહી શકતી, બાળપણમાં સાચું માર્ગદર્શન પામ્યા હોય ને ચોટલી બાંધીને ભણ્યા હોત તો? આ દિવસ જોવા ન મળે ! એક સુંદર કહેવત છે, ‘જ્ઞાન એ અપાર શક્તિ છે.’ ભણતર, ડિગ્રી એ બધું ખાલી બોલવાની વાત નથી. આજે ઝાડુવાળાના  દીકરો કે દીકરી મોટી મોટી નોકરી કરતા ભાળ્યા છે.

અમીરોના બાળકો પહેલેથી બધું મળ્યું હોય એટલે ભણતર પ્રત્યે બેદરકારી બતાવે છે. પૈસો હોવો અને સાચવવો એ કુશળતા માગે છે.

“ઓટલો માગો તો કદાચ મળશે રોટલો શહેરમાં, બંને મેળવવા ખૂબ મહેનત કરવી પડે. “

નાતાલના દિવસ નજીક આવી રહ્યા છે. પૈસાની રેલમછેલ વાળા રોટલો અને ઓટલો બંને આપવા સક્ષમ છે. તેમના અંતરને ઢંઢોળવાની જરૂર છે. શું બધું બાળકોને આપી જશો ? જેમને જરૂરિયાત છે તેની આંતરડી જરૂર ઠારશો.

યાદ રહે બાળકો આળસુ બનશે, ગેરરસ્તે ચડી જશે. તેને મહેનત કરવા દો. પેટની ભૂખનું દુઃખ કેવું છે જાણવા દો !

તમે ભણ્યા, તમારા બાળકો ભણેલા, જરૂરિયાતમંદ લોકોના બાળકોને આગળ લાવો. આખરે તમારે જીવનમાં શેની કમી છે ? “જરા હટકે” વિચારો. તહેવારના દિવસોમાં દિલ અને દિમાગ પ્રસન્ન થઈ જશે.

આ બંને શબ્દો ખૂબ નાજુક છે. તેની મહત્વતા તેને સમજાય જે વંચિત છે. માનવીના જીવનમાં પહેલો ધર્મ જ રોટલો છે. કદાચ ઓટલા માટે મંદિરની પરસાળ, પણ મળી રહે. ખોટા કાર્ય કરવા તે જ પ્રેરાય જેને ‘ભૂખ’ સતાવતી હોય. એના જેવું અસહ્ય દુઃખ આ જગે બીજું કોઈ નથી.

તમે મુંબઈના હો અને ગરીબને ચા પીતા જોયા છે? પાંચ રૂપિયામાં એક ઘૂંટડો ચા આપે છે. આંખમાંથી આંસુ સરી ગયા, આટલી બધી લાચારી ! એક પ્યાલો ચા ખરીદીને પીવડાવવાનો નિત્ય ક્રમ જેવું બીજું કોઈ સત્કાર્ય નથી.

આ વિષય ખૂબ નાજુક છે. જેણે જીવનમાં બેમાંથી એકની પણ કમી અનુભવી ન હોય એ આ વિષયને કઈ રીતે ન્યાય આપી શકે ? બસ એક સાદો અને સરળ ઉપાય છે. જો ઈશ્વર શક્તિ આપે અને સત્કર્મ કરવા પ્રેરાવ તે ” ભૂખ્યાને રોટલો અને બેઘરને ઓટલો’ મળે તેવી વ્યવસ્થા જરૂર કરવી.

એમાં લાખો રૂપિયાની આવશ્યકતા નથી. માત્ર પ્રયાસ પૂરતો છે.

********