Prem Thai Gyo - Season 2 - Part 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 4

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 4

અત્યાર સુધી જોયું કે રાહી તેની રૂમ માં બેઠી હોય છે અને આરતી આવી ને તેના રૂમ નો દરવાજો જોર જોર થી ખખડાવા લાગે છે...

"દરવાજો ખુલ્લો જ છે, તું આવી જા..."
રાહી બોલે છે...

આરતી તેના રૂમ માં જલ્દી થી જાય છે અને ત્યાં જઈને તેની બાજુ માં બેસી જાય છે...

"રાહી તું આ સોહમ ને સમજાવ ને એન મારા ફોન થી જય ને બ્લોક કરી દીધો છે..."
આરતી બોલે છે...

"અરે તને ખબર છે એ આવું કેમ કરે છે..."
રાહી બોલે છે...

"હા પણ ક્યાં સુધી તે મને સામે આવી ને નઈ કે ત્યાં સુધી હું નઈ માનું...."
આરતી બોલે છે...

"તમારા બન્ને ને જે કરવું હોય એ કરો મને વચ્ચે લાવો અને મને મારી મોવી જોવા દો..."
રાહી બોલે છે અને તે પોતાના હેડ ફોન પેરી લે છે...

"તું પણ આવું જ કર..."
આરતી ગુસ્સા માં બોલે છે અને તેનું લેપટોપ અને હેડફોન લઇ લે છે...

"રાહી ...રાહી..."
સોહમ બોલતો બોલતો તેની રૂમ માં આવી જાય છે...

"તું અહીંયા શું કરે છે..."
સોહમ તેની સામે આરતી ને જોઈ ને બોલે છે...

"મારી ફ્રેન્ડ નું ઘર છે તું અહીંયા શું કામ આવ્યો છે..."
આરતી ગુસ્સા માં બોલે છે અને બસ બને નો જગડો ચાલુ થઇ ગયો....

"તમે બન્ને હવે બંધ થાઓ..."
રાહી ગુસ્સા માં બોલે છે પણ તે બન્ને ક્યાં શાંત થવા ના હતા અને હજુ પણ એક બીજા થી જગાડવા માં જ લાગ્યા હતા...

"તમને બન્ને ને છેલ્લી વાર કાઉ છું..."

રાહી ગુસ્સા માં બોલે છે અને આ સાંભળી ને બન્ને શાંત થઇ જાય છે...

"જોવો તમારે બન્ને ને જે પણ કરવું હોય એ કરો પણ હવે મને સુવા દો..."

રાહી બોલે છે અને તે બન્ને ને રૂમ ની બારે નીકાળી દે છે અને તે બન્ને રાહી ની રૂમ ની બારે ઉભા રઈ ને એક બીજા ને જોવે છે અને મોઢું બગાડી ને ત્યાં થી નીકળી જાય છે...

"આ બન્ને ને હું ક્યારે નઈ સમજાઈ શકું...."
રાહી બોલે છે અને સુઈ જાય છે...


*****

આ રીતે રોજ દિવસો જતા હતા અમે રોજ આદિ વેલા આવી જતો અને રાહી સાથે વાત કરવા ની કોશિશ કરતો પણ રાહી તેના થી કોઈ વાત જ ના કરતી...


આજે તો આદિ એ વિચારી જ લીધું હતું કે કાય પણ થઇ જાય તે રાહી થી વાત કરીને જ રેશે....
તે બસ રાહી ની જ રાહ જોઈ ને બેઠો હોય છે અને જેવી રાહી આવી ને બેસે છે તે પણ આવી ને તેની બાજુ માં બેસી જાય છે...

"મને કોઈ સારી બુક કેને જે હું વાંચી શકું..."
આદિ તેની સામે જોઈ ને બોલે છે...

"તને કેવી બુક વાંચી ગમે છે..."
રાહી બોલે છે...

"જેમાં કોઈ છોકરી સાથે કઈ રીતે વાત કરવી તે શીખવાડે..."
આદિ બોલે છે...

આ સાંભળી ને રાહી તેની સામે ગુસ્સે થી જોવે છે પણ આદિ એટલું માસુમ ફેસ કરીને બેઠો હોય છે કે રાહી ને હસી આવી જાય છે...

"એમાં કેમ હશે છે તું..."
આદિ ફરી થી બોલે છે...

"તને જોઈને કોઈ પણ હસવા લાગે..."

રાહી બોલે છે...

"તું કેવા શું માંગે છે કે હું જોકર જેવો લાગુ છું..."

આદિ ગુસ્સે હોય એ રીતે બોલે છે...

"અરે ના ના... હું તો બસ મસ્તી કરતી હતી..."

રાહી બોલે છે અને અમુક સારી બુક એને કે છે અને તે બુક લઈને આદિ તેની બાજુ માં જ વાંચવા બેસી જાય છે...

બસ આ રીતે જ બન્ને ની વાતો ચાલુ થઇ જાય છે અને હવે તો બન્ને સાથે જ બેસવા લાગ્યા હતા અને એક બીજા વિશે જાણવા પણ લાગ્યા હતા...

*****

આજે આદિ ને આવા માં થોડું મોડું થઇ ગયું હોય છે...

"આજે તો રાહી મારા પર ગુસ્સો જ કરવાની છે..."

આદિ મન મ વિચારતો હોય છે અને જલ્દી થી લાઇબેરી માં જાય છે...

ત્યારે તે અંદર જઈને જોવે છે તો ત્યાં રાહી નથી હોતી...

"સારું થયું હજુ સુધી આ નથી આવી અને હું એની પેલા આવી ગયો..."
આદિ બોલે છે અને ત્યાં જઈને બેસી જાય છે...

ગણો સમય થઇ જાય પણ હજુ રાહી નથી આવી હોતી...

"આજે રાહી આવશે કે નહિ..."

આદિ મન માં વિચારતો હોય છે...

આદિ જે આજે કેટલા સમય થી રાહ જોઈને બેઠો હોય છે અને આ બાજુ રાહી જે સોહમ ના જન્મદિવસ ની તૈયારી કરવા માં લાગી હોય છે...

આરતી અને રાહી બન્ને સોહમ ના જન્મ દિવસ કઈ રીત કરવું એ વાત કરતા હોય છે ત્યારે જ સોહમ ત્યાં આવે છે...


"આજે કંઈક છે ને...?"
સોહમ કે છે......

"હા આજે તો મારે સાંજે તો મારે જય જોડે બારે જવાનું છે..."
આરતી બોલે છે...

આ સાંભળી ને સોહમ ને ગુસ્સો આવે છે અને ત્યાં થી જતો રે છે...

"અરે તે એવું કેમ કીધું કે તું જય સાથે જાય છે તને પણ ખબર છે કે સોહમ ને જય નથી ગમતો..."
રાહી બોલે છે...

"મને ખબર હતી કે એના નામ થી કાય પૂછશે નહિ..."
આરતી બોલે છે...

"હા ચાલ હવે આપડે જઈએ..."
રાહી બોલે છે...

તે બન્ને એ મળી ને એક નાની સરખી પાર્ટી સોહમ માટે રાહી ના ઘરે રાખી હોય છે...


રાતે 8 વાગે.....

રાહી તેનો ફોન લઇ આવે છે, અને સોહમ ને કોલ કરે છે....

"સોહમ, તું જલ્દી થી મારા ઘરે આવી જા , આરતી ના મમ્મી ઘરે આવ્યા છે અને હજુ આરતી ઘરે નથી આવી એમ કે છે..."

આટલું બોલી ને રાહી ફોન મૂકી દે છે અને સોહમ જલ્દી થી રાહી ના ઘરે આવા માટે નીકળી જાય છે
રાહી તેને ઘર ની બારે જ ઉભી દેખાય છે...

"શું થયું અને કેમ આરતી હજુ ઘરે નથી આવી....?"
સોહમ સીધો રાહી પાસે આવી ને બોલે છે...

"તું પેલા અંદર ચાલ..."
રાહી બોલે છે અને સોહમ અંદર જાય છે ત્યારે જ એ જેવો દરવાજો ખોલે છે...

Surprise........Happy Birthday to you
Happy Birthday to you
Happy Birthday dear Soham
Happy Birthday to you...

બધા એક સાથે આ ગીત ગાવા લાગે છે અને આ જોઈ ને સોહમ ખુશ થઇ જાય છે પછી એની નજર રાહી અને આરતી સામે પડે છે તે બન્ને ને હસતા જોઈ ને એ સમજી જાય છે...

"એટલે તમે બન્ને ને મારો જન્મદિવસ યાદ હતો..."

સોહમ બોલે છે...

"અરે અમે થોડી ભૂલીએ તારો જન્મદિવસ..."

રાહી બોલે છે અને બન્ને સોહમ ના ગળે લાગી જાય છે...

સોહમ ખુશ થઇ જાય છે કે તે બન્ને ને તેનો જન્મદિવસ યાદ હતો...

"શું રાહી ના લાઇબેરી ના જવા થી આદિ ગુસ્સે થશે...?"
"આરતી અને સોહમ શું એક બીજા ને તેમના મન ની વાત કેસે...?"


રાહી અને આદિ ની સ્ટોરી માં હવે શું થશે....
તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...
પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED