Prem Thai Gyo - Season 2 - Part 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 3

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 3

અત્યાર સુધી આપડે જોયું કે જે છોકરો આટલા દિવસ થી રાહી ને આ રીતે જોતો હતો એ બસ તેની પાસે રહેલી બુક વાંચવા માટે અને ઘરે આવ્યા પછી સોહમ તેને જબરજસ્તી તેની સાથે કેફે માં લઈને જાય છે જ્યાં આરતી તેના એક ફ્રેન્ડ સાથે બેઠી હોય છે...

જયારે રાહી તે લોકો ની જોડ જવા જાય છે તો સોહમ તેનો હાથ પકડી લે છે...

"શું છે હવે તારે...?"
રાહી ચિડાઈ ને બોલે છે...

"ત્યાં કેમ જાય છે..."
સોહમ બોલે છે...

"હા તું અહીંયા જ રે હું જાઉં છું એની પાસે..."
રાહી આટલું બોલી ને જ્યાં તે બન્ને બેઠા હતા ત્યાં જાય છે...

"અરે રાહી તું અહીંયા..."
જય બોલે છે...

"હા કેમ ના આવી શકે..."
એની પાછળ થી આવતો સોહમ બોલે છે...

"અરે હું એવું નતો કેતો..."
જય બોલે છે...

"અહીંયા શું કરો છો તમે બન્ને..."
આરતી બોલે છે...

"આ સોહમ ને કોફી પીવી હતી તો આમે બન્ને અહીંયા આવ્યા..."
રાહી બોલે છે...

"હા તો બેસી જાઓ આમારી સાથે..."
જય બોલે છે અને રાહી તેમની સાથે બેસી જાય છે અને સાથે સોહમ ને પણ બેસવાનો ઇસારો કરે છે તો એ પણ તેમની સાથે જ બેસી જાય છે...

પેલા તો જય તે બન્ને માટે કોફી નો ઓડૅર આપી દે છે અને પછી સોહમ ક્યાં નો રાહી ને બોલાવતો હોય છે...

"રાહી એમને પૂછ તો અહીંયા શું કરે છે બન્ને...."
સોહમ ધીમે થી રાહી ને કે છે...

"હા..."
રાહી તેને ગુસ્સા માં જોતા બોલે છે...

"તમે બન્ને અહીંયા અને મને કીધું પણ નઈ..."
રાહી બોલે છે...

"અરે તારો આ લાઇબેરી જવાનો સમય હતો અને મારી મમ્મી નો જન્મ દિવસ આવે છે તો એના માટે મને મદદ જોતી હતી..."
જય બોલે છે...

"હા તો મળી ગઈ હશે મદદ..."
સોહમ બોલ છે...

"હા મળી ગઈ છે..."
જય પણ જબરજસ્તી ની સ્માઈલ આપીને બોલે છે...

ત્યારે જ ત્યાં તેમની કોફી આવી જાય છે અને પછી એના પછી તે બધા એમની વાતો માં હોય છે પણ સોહમ નું દયાન બસ આરતી ને જોવા માં જ હોય છે...

જય આ વસ્તુ જોતો હતો કે સોહમ બસ આરતી ને જ જોઈ રહ્યો છે...

"ચાલ આરતી તને ઘરે મુકતો જાઉં..."
જય બોલે છે...

"ના એ અમારી સાથે જ આવશે..."
સોહમ બોલે છે...

"અહીંયા પોલીસ વાળા હશે તો તમે ૩ લોકો ને..."
જય બોલે છે પણ તેની વાત પુરી કરતા પેલા જ રાહી બોલે છે...

"અરે મારે ઘરે કામ છે આ બન્ને અહીંયા ભલે રહ્યા મને ઘરે મૂકી જાને..."
રાહી બોલે છે અને તેની સાથે ઘરે જવા માટે નીકળી જાય છે...

સોહમ અને આરતી ત્યાં બેસે છે થોડી વાર સોહમ બસ મન માં વિચારતો હોય છે કે શું એના મન ની વાત તે આરતી ને કઈ દે પણ એના માં એટલી હિંમત નથી હોતી કે તે બોલી શકે...

"અરે એ બન્ને તો જતા રહ્યા પણ આપડે કેમ અહીંયા બેઠા છીએ તારે કોઈ કામ છે..."
આરતી બોલે છે...

"ના પણ થોડી વાર બેસ પછી જઈએ..."
સોહમ બોલે છે...

તે બન્ને બીજી કોફી લાવે છે અને ત્યાં બન્ને એમજ ચુપચાપ બેઠા રે છે પણ સોહમ કાય બોલતો જ નથી...

"મને બધું સમજાય છે કે તું અહીંયા શું કામ આવ્યો છે..."
આરતી એના મન માં બોલતી હોય છે...

"ચાલ હજુ કેટલો સમય આમજ બેઠું રેવું છું..."
આરતી ચિડાઈ ને બોલે છે...

"હા ચાલ ઘરે..."
સોહમ બોલે છે અને તે બન્ને ઘરે જવા માટે નીકળી જાય છે...

*****

રાતે રાહી તેના રૂમ માં સૂતી હોય છે અને તે આજ ના દિવસ વિશે વિચારતી હોય છે કે તે કોણ છે અને એ બસ બુક માટે થઈને જ તેને આમ જોઈ રહ્યો હતો કે કોઈ બીજી વાત હશે અને આ બધું વિચારતા વિચારતા રાહી સુઈ જાય છે...

*****

બીજા દિવસે જયારે રાહી લાઇબેરી માં જાય છે ત્યારે આદિ બેઠો હોય છે અને જે બુક એને કાલે આપી હતી એ જ બુક એ વાંચી રહ્યો હતો...

"મને પુરી વાંચવા પણ ના દીધી અને આજે પોતે વાંચવા બેઠો છે..."
રાહી મોઢું બગાડી ને મન માં જ બોલે છે અને જઈને પોતાની જગ્યા પર બેસી જાય છે...

જયારે રાહી એની જગ્યા પર બેસી ને આદિ સામે જોવે છે તો તે ત્યાં નથી બેઠો હોતો અને તેને ત્યાં ના જોઈ ને તે આમ તેમ જોવા લાગે છે...

"હમણાં તો અહીંયા જ હતો..."
રાહી એના મન માં વિચારતી જ હોય છે અને અચાનક તેની સામે આદિ આવી જાય છે....

"અરે હું અહીંયા જ છું ચિંતા ના કર..."
આદિ હસી ને આટલું બોલે છે અને તેની સામે બેસી જાય છે...
રાહી હવે તેને ગુસ્સે થી જોવા લાગે છે...

"અરે બસ હવે આટલો ગુસ્સો કોણ કરે, તું ફેસ જો લાલ થઇ ગયું છે..."
આદિ બોલે છે...

આ સાંભળી ને રાહી ને વધારે ગુસ્સો આવે છે અને તે કાય બોલ્યા વગર પોતાના ફેસ આગળ બુક રાખી ને વાંચવા લાગે છે...
"તારું નામ તો મને કઈ શકે છે તું...."
આદિ ફરી બોલે છે...
પણ રાહી તેની સામે જોતી જ નથી...
ત્યારે જ ત્યાં તેની એક ફ્રેન્ડ આવે છે...

"રાહી મને થોડી મદદ જોઈએ છે તો આવ ને સાથે..."
તે છોકરી બોલે છે અને રાહી તેની સાથે જતી રે છે...

"રાહી...."
આદિ ધીમે થી બોલે છે અને ત્યાં જ બેઠો રે છે તે કેટલા સમય સુધી રાહી ના આવાની રાહ જોતો હોય છે પણ તેને ગણો સમય લાગી જાય છે અને આસી ત્યાં જ બેઠો બેઠો સુઈ જાય છે...

ત્યારે ત્યાં ચોકીદાર આવે છે...

"હવે લાઇબેરી બંધ કરવા ની છે..."
ચોકીદાર બોલે છે...

ત્યારે આદિ ને સમજાય છે કે ત્યાં બેઠા બેઠા જ તેને કેટલો સમય થઇ ગયો છે અને તે ઘરે જવા માટે નીકળી જાય છે...
તે ઘરે જતો જ હોય છે ત્યારે તેના ફોન પર એક ફોન આવે છે અને જ્યારે આદિ ફોન માં જોવે છે તો તેમાં પપ્પા લખ્યું હોય છે...

"હા બોલો પપ્પા..."
આદિ બોલે છે...

"હવે રાત થઇ ગઈ છે ઘરે ક્યારે આવીશ..."
તેના પપ્પા બોલે છે

"બસ આવું જ છું થોડી વાર માં..."

આદિ બોલે છે અને તે થોડી વાર માં તેના ઘરે પોચી જાય છે...

*****

રાહી જે એના રૂમ માં બેસી ને લેપટોપ માં મોવી જોતી હો છે ત્યારે જ તેને એવું લાગે છે કે કોઈ એનું નામ બોલે છે તો તે પોતાના કામ માં થી હેંડફોન નીકળે છે પણ તેને કોઈ નો આવાજ નથી સંભળાતો અને ફરી તે મોવી જોવા લાગે છે...


"રાહી....રાહી...."
આરતી તેના ઘર માં આવતા જ બોલવા લાગે છે અને જયારે રાહી નથી સાંભળતી તો તે જોર જોર થી તેનો દરવાજો પણ ખખડાવા લાગે છે...

રાહી અને આદિ ની સ્ટોરી માં હવે શું થશે....
તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...
પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED