ૐ નમઃ શિવાય
Part - 1
આ કહાની છે દિયા ની, જેનું આજે જ બ્રેકઅપ થયું છે. તો એના લીધે તે કોઈ જોડે વાત નથી કરતી, અને રૂમ બંધ કરી ને બેઠી હોય છે. એના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમય ને યાદ કરતી હોય છે, તેને એવું લાગે છે કે હવે એના જીવનમાં કાય બાકી નથી, બસ તે એના વિચારો માં ખોવાયેલી હોય છે, ત્યાં જ એના ફોન ની રિંગ વાગે છે, તે તના વિચારો માં થી બારે આવે છે, અને તે તેના ફોન પર જોવે, તો ત્યાં ભાવિકા લખ્યું હોય છે, ભાવિકા તેની કોલેજ ની ફ્રેન્ડ હોય છે...
ફોન ની રિંગ બસ એમજ વાગ્યા રાખે છે, પણ એ દિયા પાછી એના વિચારો માં ખોવાઈ જાય છે...ભાવિકા તેને ૪-૫ કોલ કરે છે, પણ પછી કોલ અવાના બંધ થઇ જાય છે...
ત્યાં એની મમ્મી રૂમ નોક કરે છે, દિયા રૂમ ખોલે છે...
"બેટા, ભાવિકા નો કોલ આવ્યો છે..."
સુનિતાબેન તેમનો ફોન દિયા ના હાથ માં આપતા બોલે છે...
"હા, બોલ ભાવિકા..."
દિયા ફોન લે છે અને ભાવિકા સાથે વાત કરે છે , તેના મમ્મી રૂમ ની બારે જાય છે...
"તું આજે કેમ કોલેજ ના આવી...?"
ભાવિકા બોલે છે...
ત્યાં દિયા એને બધી વાત કરે છે, ત્યારે ભાવિકા એને સમજાવે છે...
"જે થયું એ ભૂલી ને હવે પરીક્ષા આવા ની છે, તો કોલેજ આવું પડશે..."
એમ કઈ ને ભાવિકા તેને બીજા દિવસે આવા માટે મનાવે છે, અને પછી ફોન મૂકે છે, પછી દિયા પાછી પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે, પહેલા દિવસે તે કઈ રીતે તેને મળી તી, કઈ રીતે એક બીજા ને દિલ ની વાત કહી હતી. આ બધું વિચારતાં વિચારતાં તે સૂઇ જાય છે...
*****
આમ જ થોડા દિવસો પસાર થાય છે, પણ દિયા ના મન માં હજુ બધી વાતો હોય છે, તે કોલેજ પણ નથી જતી...
દિયા કોલેજ નથી જતી તેના લીધે ભાવિકા તેના ઘરે આવે છે...
"દિયા, જો તું સમજ હવે આપડી પરીક્ષા ને એક જ અડવાડિયું બાકી છે, તું આમ જીદ કરીશ તો શું તે પાછો આવી જશે..."
ભાવિકા ...દિયા ને સમજાવતા બોલે છે...
તે દિયા ને મુશ્કેલ થી સમજાવી ને તેની સાથે લઇ જાય છે...
( એવું કેમ થાય છે, કે એક વ્યક્તિ પોતાનું આંખુ જીવન કોઈ ને સમજે છે, અને બીજી બાજુ તે વ્યક્તિ ને તેની કદર નથી હોતી...)
*****
કોલેજ થી ઘરે આવ્યા પછી તે એમજ ચૂપ-ચાપ બેઠી હોય છે, હાથમાં બુક તો હોય છે, પણ તે પોતાના વિચારો માં ખોવાઈલી હોય છે, તેને બસ એવું જ લાગે છે, તેના માંજ કંઈક કમી હતી, એટલે જ તે એને છોડી ને જતો રહ્યો, તે તેના વિચારો માં હતી...
"દિયા બેટા , જલ્દી આવ તારા ભાઈ નો ફોન આવ્યો છે... "
સુનિતા બેન તેને બોલાવે છે...
આ સાંભળીને જલ્દી નીચે જાય છે, અને તેના ભાઈ સાથે વાતો કરે છે...
દિયા નો ભાઈ સોહમ જે પાંચ વર્ષ થી બહાર જ રહેતો હોય છે, તે ત્યાં નોકરી કરતો હોય છે...
"ભાઈ, તમે ઘરે ક્યારે આવના છો...?
દિયા તેના ભાઈ ને પૂછે છે...
"હા, હું જલ્દી જ આવીશ..."
સોહમ બોલે છે ...
દિયા તેના ભાઈ સાથે વાત કર્યા પછી તે ખુશ થઈ જાય છે, તે થોડા સમય માટે બધું ભૂલી જાય છે, પાછી પોતાના રૂમ માં આવી જાય છે...
*****
દિયા ની પરીક્ષા શરૂ થઈ ગઈ હોય છે, હવે તેનું પૂરું ધ્યાંન તેની પરીક્ષામાં જતું રે છે...
હવે ધીમે ધીમે દિયા બધું ભૂલવા લાગે છે...
જોતા જોતા પરીક્ષા પણ પૂરી થઈ જાય છે, હવે રજાઓ પડી જાય છે...
એના ફોનમાં એક મેસેજ આવે છે, તે મેસેજ જોઈ દિયા ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે ...
હવે આ મેસેજ કોનો હશે , તેના બોય ફ્રેન્ડ નો, શું તેનું વિચારવું સાચું હતું...? કે એ પાછો તેના જીવન માં આવશે...
તે જાણવા જોડાયા રહો પ્રેમ થઇ થયો ...