Prem Thai Gyo - Season 2 - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 2

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 2

અત્યાર સુધી આપદે જોયું કે રાહી જેની આજ જ પરીક્ષા પુરી થઇ છે તે ઘરે આવી ને પછી તેના સમય પર લાઇબેરી જવા માટે નીકળી જાય છે. ત્યાં બેસી ને તે બુક વાંચતી હોય છે ત્યારે તેને એવું લાગે છે કે કોઈ તેને જોઈ રહ્યું છે...

આજુ બાજુ જોતા પણ જ્યારે તેને કોઈ એવું નથી દેખાતું જે તેની તરફ જોતું હોય તો તે ડરી તેની બુક માં ખોવાઈ જાય છે અને જેવા 6 વાગે છે તે ઘરે જવા માટે નીકળી જાય છે...

બીજા દિવસે જયારે તે આવી ને બેસે છે તો તેને ફરી એવું લાગે છે કે કોઈ તેને જોઈ રહ્યું છે જયારે તે આજુ બાજુ જોવે છે તો તેની નજર એક છોકરા ઉપર જાય છે જે તેને જ જોઈ રહ્યો હોય છે...

પણ જેવું રાહી તે તરફ જોવે છે તો તે પોતાની નજારો ફેરવી લે છે અને જાણે તે કઈ વિચારતો હોય...

રાહી ને સમજાઈ જાય છે કે તે છોકરો તેને જોઈ રહ્યો હતો પણ તે વાત પર દયાન આપ્યા વગર તે ફરી તેની બુક વાંચવા લાગે છે...

જેવા 6 વાગે છે તે ઘરે જવા માટે નીકળી જાય છે અને ૨ કે 3 દિવસ થી તેને એવું લાગે છે કે કોઈ તેને જોઈ રયુ છે અને જયારે તે જોવે તો એ જ છોકરો તેને જોતો હોય છે પણ આ વાત ને જતી કરી ને તે તેની બુક વાંચવા માં વધારે દયાન આપે છે...

જયારે તેની નજર તેની છોકરા તરફ જાય ત્યારે તે છોકરો ફરી તેની નજર ફેરવી લે અને એ રીતે આજુ બાજુ જોવા લાગે જાણે તે કઈ વિચારી રહ્યો છે...

બીજા દિવસે રાહી લાઇબેરી માં આવે છે અને આજે જયારે તે અંદર જોવે છે તો લાઇબેરી માં તે છોકરા સિવાય બીજું કોઈ નથી હોતું અને આ જોઈને રાહી ને થોડો ડર તો લાગે છે પણ તે વધારે વિચારતી નથી અને તેની રોજ ની જગ્યા પર જઈને બેસી જાય છે....

રાહી ત્યાં બેસી ને તેની બુક વાંચવા લાગે છે ત્યારે જ જે છોકરો તેને જોતો હતો તે આવી ને તેની સામે બેસી જાય છે અને જયારે રાહી ન ખબર પડે છે કે તે છોકરો હવે તેની સામે બેઠો છે તેના થી રાહી ડરી જાય છે અને તેની સામે જોતી જ નથી અને બુક માં જ જોતી હોય છે...

તે છોકરો તેની બુક વાંચતો હોય છે અને રાહી પોતાની તીરછી નજરો થી તેને જોવે છે તો તેનું દયાન બુક માં ઓછું અને રાહી ને જોવા માં વધારે હોય છે આ રીતે તેને જોતા જોઈ ને રાહી ને અજીબ લાગે છે પણ ત્યારે જ બીજા ૨ લોકો ત્યાં આવે છે અને આવી ને અંદર બેસી જાય છે...

જે બન્ને છોકરીઓ આવી હોય છે તેમને રાહી ઓળખતી હોય છે અને તેમને જોઈ ને તેને શાંતિ થાય છે પછી તે ત્યાં થી ઉભી થઇ ને તે બન્ને છોકરીઓ સાથે જઈને બેસી જાય છે...

બીજા દિવસે જયારે રાહી આવે છે ત્યારે તો તે પેલા જોવે છે કે છોકરો છે કે નહિ અને જયારે તે છોકરો તેને નથી દેખાતો તો તે પોતાની જગ્યા પર બેસી જાય છે ત્યારે જ તે છોકરો આવે છે અને અંદર આવી ને સીધો રાહી પાસે જઈને ઉભો રઈ જાય છે...

"Hi હું આદિ ...."
આદિ બોલે છે અને રાહી સામે જ જોવે છે...

આ રીતે આચાનક તેની બાજુ માં આદિ ના આવના લીધે રાહી ડરી જાય છે પણ થોડી હિંમત કરી ને તેની સામું જોવે છે...

"હા તો તમે મને કેમ કો છો, તમે મને ઓળખો છો ..?"
રાહી તેને ગુસ્સા માં કે છે...

"અરે તમે યો ગુસ્સો કરવા લાગ્યા અને હું તમને ઓળખતો તો નથી પણ તમે ૩ કે 4 દિવસ થી આ આ બુક વાંચો છો એ મારે પણ વાંચવી છે અને એના માટે જ હું રાહ જોતો હતો..."

આદિ બધી વાત જલ્દી જલ્દી રાહી ને કે છે અને પછી રાહી કાય બોલે તે પેલા આદિ ત્યાં જ તેની બાજુ માં બેસી જાય છે...

આ સાંભળી ને રાહી ને રાહત થાય છે અને ખબર નઈ તેને તો શું એ વિચારી લીધું હતું...

"હા આ બુક મારી આજે જ પુરી થઇ જશે તો હું તમને આપી દઈશ..."
રાહી બોલે છે...

"હા તો તમે એક બુક વાંચો ને આટલી બધી બુક સાથે લઈને બેસી જાઓ છો..."
આદિ બોલે છે...

"હા તો લો આ બુક ને વાંચી લો..."
રાહી ગુસ્સા માં આટલું બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

"કેવો છોકરો છે મેં એને કીધું કે હું બુક આપતી જઈશ તો પણ મને કેવું કે છે હું ચાહું એટલી બુક લઈને બેસું એને શું વાંધો છે..."
રાહી ગુસ્સા માં બોલતી બોલતી તેના ઘરે જાય છે...

રાહી ઘરે જઈને હજુ બેઠી જ હોય છે ત્યારે જ ત્યાં સોહમ આવે છે...

"અરે મારી સાથે ચાલ મારે કામ છે તારું..."
સોહમ બોલે છે...

"પણ હું હમણાં જ લાઇબેસી માં થી આવી છું તો આપડે પછી વાત કરીએ..."

રાહી બોલે છે પણ જાણે સોહમ તેની વાત સાંભળી જ ના હોય એ રીતે રાહી જોડે આવી ને તેનો હાથ પકડી ને તેની સાથે લઇ જાય છે...

સોહમ તેને તેની બાઈક ની પાછળ બેસવાનો ઈસરો કરે છે અને રાહી ને ખબર હતી કે સોહમ કેટલો જિદ્દી છે એટલે તે બેસી જાય છે ણ હજુ રાહી આદિ થી ગુસ્સે હતી એટલે કાય બોલ્યા વગર બેસી ગઈ...

સોહમ ની બાઈક એક કેફે સામે જઈને ઉભી રાખે છે...

"હવે ઉતરી જા..."
સોહમ બોલે છે...

"આપડે અહીંયા શું કામ આવ્યા છીએ..."
રાહી બાઈક પર થી નીચે ઉતરી ને બોલે છે...

"તું પેલા અંદર આવ પછી સમજાઇ જશે તને બધું..."
સોહમ બોલે છે અને તે બન્ને અંદર જાય છે...

ત્યારે સોહમ તેને એક બાજુ ઈસરો કરે છે અને જયારે રાહી તે બાજુ જોવે છે તો તેને ત્યાં આરતી દેખાય છે અને તેને જોઈ ને તે સોહમ સામે જોવે છે...

"હા આરતી છે તો..."
રાહી બોલે છે...

"હા તો જો એની સાથે કોણ બેઠું છે..."
સોહમ બોલે છે અને જયારે રાહી જોવે છે તો ત્યાં જય બેઠો હોય છે અને તેને જોઈ ને રાહી તેના માથા ઉપર હાથ મૂકે છે...
"અરે એ જય છે અને એ અમારો ફ્રેન્ડ છે તો શું થયું..."
રાહી બોલે છે...

"હા તો એ તારો પણ ફ્રેન્ડ છે ને તો તને કેમ જોડે ના બોલાવી અને એ એકલી જ આવી..."
સોહમ મોઢું બગાડતા બોલ્યો...

"આ જય કોણ છે...?"
"સોહામ કેમ આ રીતે રાહી ને અહીંયા લઈને આવ્યો...?"

"રાહી નો આદિ માટે ગુસ્સો ઓછો થશે...?"

તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...
પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED