The Author Jagruti Pandya અનુસરો Current Read ચોમાસાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ? By Jagruti Pandya ગુજરાતી બાળ વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books રાય કરણ ઘેલો - ભાગ 12 ૧૨ રાણીની વાવ મહારાણી ઉદયમતીની વાવ એ વાવ તો હતી, પણ વ... ફરે તે ફરફરે - 63 ફરે તે ફરફરે - ૬૩ આઝાદીના લડવૈયા બાપુજી ગાંઘી બાપાના... ભાગવત રહસ્ય - 170 ભાગવત રહસ્ય-૧૭૦ હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. ૧૧ અ... એક હતો કાગડો. પ્રાણીઓમાં શિયાળ અને પક્ષીઓમાં કાગડો, આ બંને ખુબ લુચ્ચા. બ... ઉર્મિલા - ભાગ 12 વિધિ ની શરૂઆત કરી ઉર્મિલા શાંતિથી મંત્રનો ઉચ્ચારણ કરી રહ્યા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો ચોમાસાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ? (1) 1.5k 4.3k 2 ચોમાસાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે ચોમાસુ બરાબર શરૂ થઈ ગયું છે એ જ રીતે શાળાઓમાં ભણવાનું પણ શરૂ થઈ ગયું છે. ચોમાસામાં બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. જો તમે ચોમાસામાં ખાવા પીવામાં ધ્યાન ન આપો અથવા આવા ભેજવાળા વાતાવરણમાં કાળજી ન રાખો બિમાર પડાય અને શાળામાં રજા પડે. રજા પડવાથી અભ્યાસ બગડે છે. તો ચાલો, આજે જાણીએ કે ચોમાસામાં બાળકોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ? સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો: વરસાદની સિઝનમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. દરરોજ સ્નાન (bath) કરો. . સ્નાન કરતા પહેલા શક્ય હોય તો તેલથી માલિશ કરો. આ ઋતુમાં સ્નાન કરવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. સ્વચ્છ અને સૂકા કપડા પહેરો જેથી કરીને ઠંડી લાગે નહીં અને બિમાર પડાય નહીં. ભીના કપડામાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. બહારથી રમીને આવો કે શાળાએથી આવો ત્યારે ડેટોલ વાળા પાણીથી હાથ પગ ધુવો. જમતાં પહેલાં સાબુથી બરાબર ઘસીને હાથ ધૂઓ.આહાર આયોજન કરો : ચોમાસાની ઋતુમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ ઋતુમાં પાચનશક્તિ મંદ પડી જાય છે. માટે શક્ય હોય ત્યાં સુધી હલકો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. ગરમ અને તાજો બનાવેલો ખોરાક લેવો જોઈએ. વાસી અને ઠંડો ખોરાક લેવાથી પાચનક્રિયા મંદ પડે છે, તેનાથી કેટલીકવાર ડાયેરિયા પણ થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં અપચો અને અજીર્ણ થાય છે. ઝાડા ઊલટીનાં કેસો ખૂબ વધે છે. જંક ફૂડ બીમાર નોંતરે છે. આ સીઝન માં તળેલી ચીજવસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વરસાદની ઋતુમાં જંક ફૂડને ટાળીને તમે બિમાર થવાથી બચાવી શકો છો. આહારમાં લીલા શાકભાજી, ફળો, દાળ, ખીચડી ઉપરાંત તાજી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ.જીવજંતુઓથી સજાગ રહો : ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં જીવજંતુઓનો પ્રકોપ વધી જાય છે. જ્યાં ત્યાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વધે છે. મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. પાણી ભરાઈ રહેવાથી ડેન્ગ્યુ મચ્છર થાય છે જે કરડવાથી ડેન્ગ્યુ થાય છે. આ ઉપરાંત માખી, મંકોડા અને પાંખોવાળા જીવડાં, વગેરે પણ ખુલ્લા ખોરાક પર બેસવાથી કે ખોરાકમાં ભળવાથી બિમાર પડાય છે. ચોમાસામાં ચૂડવેલ, અડસિયાં, વીંછી, સાપ અને અન્ય ઝેરી અને બિનઝેરી જીવોથી સાચવીને રહેવું જોઈએ.તમારાં રૂમને સાફ રાખો. આ ઋતુમાં જંતુઓ, બેક્ટેરિયા, વંદો, મેલેરિયા અને ડેન્ગ્યુ વહન કરતા મચ્છરો ગંભીર રીતે બીમાર કરી શકે છે, તેથી ઘરને સાફ રાખો. જો તમે તમારા રૂમમાં કુલરનો (cooler) ઉપયોગ કરો છો તો તેનું પાણી સાફ કરો નહીંતર મચ્છર ઉત્પત્તિનું જોખમ વધી શકે છે.કપડાં કેવાં પહેરવાં : તમારે આખી બાંયના સુતરાઉ કપડા પહેરવા જોઈએ. આ ઋતુમાં મચ્છર કરડવાનો ભય વધુ રહે છે તેથી બાળકના શરીરને કપડાંથી ઢાંકીને રાખો. આખી બાંયના કપડાં પહેરો. આ સિઝનમાં ખૂબ પરસેવો થાય છે, તેથી સિન્થેટીક કપડાં ટાળો અને સુતરાઉ કપડાં પહેરો. વધુ વરસાદ પડે ત્યારે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય છે. આપણને ઠંડી લાગે છે. માટે આવા સમયે જાડા કપડાં પહેરો. રાત્રે સૂતી વખતે જરૂર જણાય તો ગરમ કપડાં પહેરો. વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ગયું હોય તો પાંખો કે એ. સી. બંધ રાખો નહીંતર ગળું પકડાઈ જશે અને શરદી સળેખમ તાવ આવી જશે. બહાર નીકળતી વખતે કાદવ અને ગંદકીમાં ચાલવું પડે છે તેવા સમયે નવાં કે સફેદ ( લાઈટ રંગના ) કપડાં પહેરવાનું ટાળો. ખ્યાલ રાખવા જેવી અન્ય બાબતો : ઘરમાં જો કોઈ દીવાલોમાંથી પાણી ઉતરતું હોય અને તે પાણી સ્વીચ બોર્ડ માં જતું હોય ત્યારે શોટ સર્કિટનો ભય રહે છે. આવા સમયે ઇલેક્ટ્રિશિયન બોલાવીને ચેક કરાવી વ્યવસ્થિત કરી લેવું. સાંજના સમયે કે રજાના દિવસે બહાર રમવા જાઓ ત્યારે વીજળીના થાંભલાને અડકવું નહીં. ગમે ત્યાં પાણી ભરાયેલું હોય તેમાં પગ બોળીને જવું નહીં. અજાણ્યા સ્થળે ભરાયેલાં પાણીમાં પડવું નહીં. ફ્લૂથી બચો. ફ્લૂથી બચવા માટે, તમારે ઈન્ફલ્યુએન્ઝા રસી (influenza vaccine) અપાવવી, આ વાત તમારાં માબાપ જો નિરક્ષર હોય તો તેઓને જાણ કરવી. ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેનાથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. તમે ઘરની આસપાસ જ્યા પણ પાણી ભરાતું હોય તેવી જગ્યાઓને ખાલી કરી દેવી અથવા તો તેવી જગ્યાઓ પુરી દેવી,વધારાનું ભંગાર ઘરની આસપાસ ભેવું ન કરવું,આમ કરવાથી તમારા ઘરની આસપાસ સ્વચ્છતા જળવાશે.ઘરને ભેજથી બચાવવા માટે જ્યા લીકેજ થઈ રહ્યુ હોય તેની મરામત કરાવી લેવી,અનેકવાર દીવાલોમાં નમી થવાથી ઘરમાં કીડા થઈ જાય છે.ઘરની દરેક એંટ્રેસ ગેટ પર ફ્લોર મેટ લવાવો. તેનાથી કીચડ ઘરમાં ન આવી શકે.રસોડામાં કીડી ઓ ન આવે એ માટે સોડાથી બે ત્રણ વાર વાઈપ કરો. રાત્રે પેસ્ટિસાઈડ્સ નાખો.જેનાથી કૉકરોચ ઘરની અંદર સ્થાન નહી બનાવી શકે.ખાસ કરીને તમે ઘરની આસપાસ જ્યા પણ પાણી ભરાતું હોય તેવી જગ્યાઓને ખાલી કરી દેવી અથવા તો તેવી જગ્યાઓ પુરી દેવી,વધારાનું ભંગાર ઘરની આસપાસ ભેવું ન કરવું,આમ કરવાથી તમારા ઘરની આસપાસ સ્વચ્છતા જળવાશે.ઈનડોરગેમ રમો : બાળકો ખુબ જ જલ્દી બીમાર પડતા હોય છે, નાના બાળકોને ચોમાસામાં પલળવાનો ખુબ જ ડર રહે છે. તેથી બાળકોને ઈનહાઉસ ગેમ્સ રમવાનુ કહો. બહાર વરસાદમાં ભીના થઈ રમવા જવાય નહીં રોજે રોજ આ રીતે પલળવાથી બિમાર પડાય છે. માટે ઘરમાં રમો. ઘરની અંદર રમી શકાય તેવી રમતો રમો. ઘરમાં મમ્મીને કામમાં મદદ કરો. ઘરમાં નાના ભાઈ બહેન સાથે કે મમ્મી પપ્પા સાથે રમો. ઘરમાં રહીને નવાં નવાં કામ શીખો. પુસ્તકો વાંચો કે મનપસંદ સંગીત સાંભળો. તો જોયુને બાળકો !!! ચોમાસાની ઋતુ દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી ? ચોમાસા દમિયાન જો તમે આટલી કાળજી રાકશો તો તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહેશે અને બીમારી ઘરમાં પ્રવેશી શકશે નહી. તો છો ને તૈયાર !!! તો ચાલો આ વર્ષે સંકલ્પ લઈએ કે, આ ચોમાસાની ઋતુમાં અમે શરીરનું ખાસ ધ્યાન રાખીશું. બિમાર પડીશું નહીં. શાળામાં રજા પાડીશું નહીં. Download Our App