The stone pillar bowed down for the sake of the sister books and stories free download online pdf in Gujarati

બહેન ખાતર નમી ગયો પથ્થરનો પાળીયો

બહેન ખાતર નમી ગયો પથ્થરનો પાળીયો
સત્ય ઘટના

જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ મામા હું ને તમે બન્ને ભેગા છીએ એટલે આ રાજ ચાલે છે બાકી તમારાં એકલાથી કંઈના થાય તમારાં વખાણ જુનાગઢને લઇ ને બાકી તમારી કંઈ તાકત કે તમને આખો સોરઠ દેશ ઓળખે છે ?? તમારી પાસે શું હતું એકલાથી માણસથી કંઈ ના થાય તમે ગમે તેવાં વીર સાહસિક હોવ પણ બધું નકામું એક હાથે તાળી ન પડે ..ઉગાવાળા બોલ્યાં હું ખરો મરદ એને માનું છું જે એકલે હાથે તાળી પાડે સૈનિકો ને લશકર સતા વડે સૌ જીત કરે એકલા કરે તો માનું..હહહ ભાણુભા ગો રાખીશમા એતો સારો પ્રતાપ જુનાગઢનો કે તું રમીજમીને મોટો થયો સોરઠમાં નામનાં પ્રાપ્ત કરી એ જુનાગઢને લઇ ને ..ઉગાવાળો રા કવાટ તરફથી અપમાન પામી વીલે મોંઢે ઊભેલાં ચારણનો હાથ પકડી બોલ્યો લ્યો મામા રામ રામ હવે જ્યાં સુધી એક હાથે તાળી પાડીને ન દેખાડુ ત્યાં લગી જુનાગઢનુ પાણી હરામ છે કહીં કચેરીની બહાર નીકળી ગયો પછી તો કવાટે ઊગાના ઉતારે જઈ ખુબ મનાવ્યા પણ એકનો બે ન થયો
....આમ દિવસો વીતતા શીયળબેટના રાજવી અનંતસેન ચાવડાએ જુનાગઢ સર કરી લેવાં પેંતરો શરૂ કર્યો રા કવાટને ભોજન માટે સોમનાથ બંદરે આમત્રણ આપી અહીં અનંતસેને કપટકરી કવાટને લાકડાનાં પીંજરામાં કેદ કરી બંદિવાન કર્યો શીયળબેટ લઇ ગયાં. હવે સંકટ સમયે ભાણેજ ઉગાવાળાને યાદ કરી ગુપ્ત સંદેશો મોકલી દીધો ને મદદ કરવા વિનંતી કરી. ચારણે સંદેશો આપ્યો પધારો કવિરાજ ઉગાજી આજ હું ગુણગાન ગાવા નથીં આવ્યો મામાનો સંદેશો છે કે ઉગાવાળા તુ કહેતો હતો કે એક હાથે તાળી પાડીને બતાવીશ આજ એકલા હાથે આકરી તાળી પાડવાનો વખત છે માટે પાડી દેખાડ. જુનું ભૂલીને મામા પ્રત્યે સહાનુભૂતિ થઇ ઉગાવાળાએ હાકલ કરી ૫૦૦ના રાસલા સાથે શિયળબેટ પર ચડાઇ કરી તલવારની તાળી પડી ખરાખરીનું યુધ્ધ થયું અને રા કવાટ અને બીજા રાજાઓને મુક્ત કર્યા ને તાળી પાડી એકલા.પણ પીંજરને તોડતાં પાટું કવાટને વાગી ને કવાટને અવળું સમજાયું કે વાળા અપમાન કર્યુ છે પણ ભુલથી વાગી છે.છતાં તમને લાગતું હોય તો મેદાને મળશુ .આમ કહીં ઉગાવાળા તળાજા ઊપડયા થોડાં સમય પછી એક સૈનિક તળાજા આવી ઊગાને સંદેશો આપ્યો તમારાં મામા તમારી સાથે ધીંગાણું રમવા જુનાગઢથી ફોજ લઈને નીકળી ગયાં છે.ઉગાવાળા પ્રસન્ન થઈ બોલી ઊઠ્યા ભલે આવતાં ઊગાવાળાનો હાથ આખો મલક જાણે છે. આમ મામા ભાણેજ વચ્ચે યુદ્ધ થયું કવાટ ઉગાના હાથમાં આવે છે પણ કવાટ મારવાની ના કહે છે ભાણેજ રહેવા દે ઊગાએ તલવાર નાંખી દિધી પણ બે ભાગેલા સૈનિકે પાછળ થી ઘા કર્યો ને ઊગો પડ્યો ને કવાટે બદલો લેવા માટે ઊગાને ઘા કર્યો ને ઉગાનુ પ્રાણ પંખીડું ઉડી ગયું પછી ઊગાના ઉપકાર યાદ આવ્યાં લાશને બથ ભરી રોયો પણ થવાનું થઇ ગયું. ઉગાવાળા ના કુંવર શેલાઇત વાળાએ ચિત્રાસરના પાદરે ઊગાવાળાનો પાળીયો ઊભો કરાવ્યો.
એક દિવસ ઉગાવાળાના બહેન તેનાં ભાઇને યાદ કરી ખાંભીએ આવે છે પણ અહીં બે ત્રણ ખાંભી જોતાં કંઈ ખાંભી તેનાં ભાઇની છે? તે ન જાણવાં સંકલ્પ કર્યો
.
પાળીયા અપરંપાર ઊગો ઓળખાય નહી
નમ મોભી સરદાર વ્હાલા વીરને ઓળખું

...હે વીર ઉગા આમાં તારો પાળીયો હોય એ જરા નમે તો હું તને સિંધુર ચડાવુ ને જુહારુ પણ જરાક નમીજા વીર..
ને લોકવાયકા પ્રમાણે ઊગાનો પાળીયો નમ્યો બેને કુંમકુમ તીલક કર્યું

હાલમાં પણ આ ખાંભી તમને જે નમેલી દેખાઇ છે તે જ વીર ઉગાવાળા ની છે જે ચિત્રાસરની સીમમાં છે જે આ વાતનો સાક્ષી છે ..જોકે ત્યાં જેતે સમયે પાળીયા ઘણા હશે પણ સમય સાથે પરીવર્તન કદરવીના પાળીયા લુપ્ત થઈ ગયાં પણ આપણા ઊગાવાળાનો પાળીયો અડીખમ છે.....

બીજા રસપ્રદ વિકલ્પો