રાજા મોભ ની ભલપ ની વાત Joshi Ramesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા મોભ ની ભલપ ની વાત

રાજા મોભ ની ભલપ ની વાત

(આહિરાત ની ઓળખાણ)

હવે વાત જાણે ઇમ છે કે સંવત ૧૯૫૬માં ભારતભરમાં ભયંકર દુષ્કાળ પડયો. એ દુકાળને છ્પ્પનિયાને નામે જાણીતો છે. છપ્પનિયાના દુકાળ પછી ઝાલાવાડ સિવાય ગુજરાતમાં ભલસરા થઈ. છપ્પનિયાની કળ હજી વળી નહોતી ત્યાં બીજોય દુકાળ ખાબકતાં ઝાલાવાડની પ્રજાને માથે અસહ્ય યાતનાનો બીજો આવી પડયો. માણસો અને માવતાનાં ચીંથરા ઉડી ગયા , છોતરા નીકળી ગયા . માણસ તો ક્યાંક માગી ભીખીને ય પૂરું કરે, પણ મૂંગા ઢોરો નું શુ ? એમને તો ને મંકોડા ચરવાનો વારો આવ્યો.

આ દુષ્કાળમાં ઉચ્ચ વર્ણનો મરો થયો એનાથી સડકે કામવા જવાય નહી અનેં કામ્યા વિના પેટ ભરાય નહી . જાવું તો જાવું ચા ? ઝાલાવાડના પાંચાળ પંથકમાં આવેલ રામગઢના કવિ જાસદાનનું કુટુંબ આ દુકાળમાં બેંહાલ બની ગયું. ઘરમાં જુવારનીં બરો ખૂટી ત્યારે કળકળતી આંતરડીએ કવિનાં પત્નીએ કવિને કહ્યું કેઃ

“કવિરાજ! ઘરમાં બરીય ખૂટી. કાં તો થોડું અનાજ લાવી આપી, નહીંતર પાશેર સોમલખાર લઈ આવો એટલે બધાં કાં તો જીવીએ તે કાં તો મરીએં.”

‘ચારણ્ય સોમલખાર તો દાણા કરતાં ઘણો મોંઘો પડે એમ છે એટલે દાણાકે સોમલખારનો જોગ થાય એમ નથી. કોઈ બીજો ઉપાય બતાવ્ય.’

‘કવિરાજ તમે દેવીપૂતર છો. સરસ્વતી માતાનો તમારી જીભ ઉપર વાસ છે. કોઈ ગામધણી ડે શ્રીમંતને જાચો એટલે કાળનું વરસ ઊતરી જાય.’

‘ચારણ્ય તારા કહેવા પહેલાં હુ બે-ચાર ગામધણીને ન્યા જઈ જાચી આયો . પણ કોઈએ પાલી ઘાન બંધાવ્યુ નય .’

‘કવિરાજ.’ ઝાલાવાડમાં દુકાળ પડયો છે, ગોહિલવાડમાં પડયો નથી . તો ગોહિલવાડ જાવ, અને ત્યા કવિની કદર કરે એવા ગામ છે ન્યા જાચવા જાવ . ! ‘

“ચારણ્ય! તારી વાત બરોબર છે. કાલ સવારે જ ગોહિલવાડ તરફ નીકળી જઈશ.”

ગોંહિલવાડમાં પહોંચ્યા પછી કવિ જાસદાને બે-ચાર ગામધણીઓને પોતાની કવિત્વ્ શક્તિનો પરચો બતાવ્યો, પણ અજાણ્યા કવિની કોઈએ ખાસ કદર કરો નહી. નિરાશ થઈ કવિ જાસદાન પાંચાળ તરફ પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા ’તેવાયાં તેને એક્ ચારણનો ભેટો થઈ ગયો.‘ એણે કવિ જાસદાનને કહ્યું કે ગોહિલવાડને દખણાદૈ છેડે આવેલ તળાજા શહેરનો ઓલી કોર્ય લાકડીયા નામે ગામ આવેલ છે. ઈ ગામનો આહિર મુખી કવિની કદર કરે એવો છે. ’

ચારણની વાત ને માથે ચડાવી કવિ જાસદાન લાકડિંયાં તરફ જવા નીકળ્યા. એના પગ ચાલીને સૂણીને થાંભલા જેવા થઈ ગ્યા તા. પણ ગળે એનું કુટુંબ વળગ્યુ’તું એટલે કવિ ધીરે ધીરે હાલનો લાકડિયાની સીમ સુધી પૂગી ગ્યો. બે દિવસથી અનાજનો દાણો ભાળ્યો નહોતો. એણે લાકડિયાની સીમમાં વહેતો સજીવન વોંકળો જોયો. ર્વોકળાને કાંઠે વીરડો ગાળો કવિ પાણીથી પેટ ભરવા બેઠો. એવામાં એની નજર વોકળાની હૈઠયાસમાં નહાતા એક ફુરૂપ આદમી પર પડી. એણે ઘણા કુરૂપ જોયા હતા, પણ આ આદમીની કુરૂપતાએ તો ગઢનાં કાંગરા તોડી નાંખ્યા હતા .ને પણ એણે તો કુરુપતાનો આડો આંક વાળ્યો’તો.

કોઈ માણસની કુરૂપતા ઉપર હસવું એ સમજુ માણસ માટે યોગ્ય ન ગણાય. પણ પેલા કુરૂપ માણસ તરફ નજર કરતાં જ કવિને હસવું આવી ગયું. કુરૂપ આદમી પોતાને હસતાં ન જોઈ જાય તે માટે કવિએ પોતાનું મીઠું આડું ફેરવ્યુ અને વીરડાનું પાણી પીવા માંડ્યું. પાણી પીતાં પીતાંય એને પેલા કુરૂપ માનવીની કુરુપતા જોવાનું મન ચઈ ગયું.

યુવાન લોહી કુતૂહલપ્રિય હોય છે. એટલે કવિ જાસદાને પેલા કુરૂપ માણસ તરફ કુતૂહલને ખાતર બીજી વખત નજર નાખી અને તેને જોતાં જ કવિને હસવુ આવી ગયું. હસવું ખાળવા કવિએ આડું જોઇ ગયા . થોડું હસી લીધા પછી કવિની નજર ફરી પેલા ફુરૂપ માણસ ઉપર ગઈ અને તેને ફરીથી હસવુ આવ્યું . આમ ચાર -પાંચ વખત થિયું .

નદીમાં નહાતો માણસ કુરૂપ હતો, પણ સાથો સાથ બુદ્ધિમાન હતો. એ માણસ કવિની હિલચાલ જોઈ રહ્યો હતો. કવિએ પાંચમી વાર કુરૂપ માણસ તરફ નજર નાખી, એટલે તેણે કહ્યું કે, : ‘જુવાન! દૈવીપૂતર દેખાવ છો ! ‘

કવિને આશ્ચર્ય થયું. તેણે પેલા માનવીને કહ્યું કે: હું કવિ છું એમ આપે ક્યાંથી જાણ્યું?’

“ભાઈ! આપની વાત સાચી હશે. આપે મારી સામે જોઈ શા ઉપરથી અનુમાન કર્યુ કે હું કવિ છું ? ‘

“કવિરાજ! તમને મારું ફુરૂપ શરીર જોઇ હસવુ આવ્યું. મારી કૃરૂપત્તા તરફ જોઈ હસવું આવતાં મને ખોટું ન લાગે એ માટે તમે મોઢૂં આડું ફેરવી હસી લીધું. આમ તમે ચાર-પાંચ વખત કર્યું. એ વાત ઉપરયી મને લાગ્યું કે જુવાનીનો તાપ જીરવી ફુતૂહલને કાબુમાં રાખી બીજાને ખોટું ન લાગે એવુ વર્તન કવિ સિવાય બીજુ કોઈં કરી શકે નહિ. ‘

‘ભાઈ! તમારું અનુમાન સાચું છે. મારા વર્તન બદલ હું દુ:ખી છું. તમારે ર્મોએ વિદ્વત્તાભયાં વચનો સાંભળ્યા પછી હું તમારી માફી માંગું છું. ’

“દેવીપૂતર! તમારે મારી માફી માગવાની જરાય જરૂર નથી. મારુ આ ચીબુનાક, ભેરવા જેવી આંખો, વાંહામાં મોટી ખૂંધ , ચાંપલા પગ , એકલહાટા વાણિયા જૈવી ફાંદ અને ઈ બધાંને ટપી જાય એવો મારો કાળો વાન જોઈ ઇષ્ટ મિત્રોને તો શુ પણ ક્યારેક મારા ઘરયાળાં નેય હસવુ આવી જાય છે.”

ભાઈ ! ભલે તમે ફુરૂપ રહ્યા. પણ કુરૂપ ખોળિયામાં બેઠેલૌ આતમરામ માધવાનળને ય ચડી જાય તેવો છે. તમે વિદ્વાન છો, ડાહ્યા છો, ઠરેલ છો, લખમીને જીરવી શકો એવા છો. એટલે જ તમારા જેવા વિદ્વાન માણસને જોઈ મને હસવું આવ્યું તે બદલ માફી માગું છું,’

‘કવિરાજ! માફી માગવાનો’જરાય જરૂરં નથી. મનુષ્ય-સ્વભાવમાં વાંદરવૅડાની જડ રહેલી છે, એટલે ક્યારેક મરજી વિરુદ્ધ પણ માણસ વાંદરવેડા કરો બેસે છે.’

‘કવિરાજ! વાત… વાતમાં હું આપ ક્યાંથી આવો છો ઈ પૂછયાનું ભૂલી ગ્યો.’

‘ભાઈ! હું પાંચાળના રામગઢ ગામેથી આવું છું અને મારે લાકડીએ જાવુ છે.’

‘ભાઈ! મારે લાકડીઆ ગામના આહિર મોભી એવા રાજા મોભ પાંહે જાચવા જાવું છે. ઈ સ્વભાવના કેવા છે અને ગામમાં કેણી કોર્ય રહે છે?’

‘કવિરાજ! એના સ્વભાવનીં મને ઝાઝી ખબર નથી. પણ ગામ વચ્ચે આવેલી ઊંચા ઓટલાવાળી ખડકીમાં રહે છે એટલું જાણું છું.’

પ્રસંગ સ્થળે થી કવિરાજ રવાના થયા અને ગામ મા પહોંચ્યા,

‘પઘારો પધારો! આ બાજુ હાલ્યા આવો આ જ રાજા મોભનુ ઘર, આપને કોનું કામ છે!’ કવિરાજ ને રાજા મોભ ને ઘરે પહોંચતા આવકારો મળ્યો

‘ભાઈ! મારે રાજા મોભને મળવું છે.’

‘કવિરાજ! તમે સામી મેડીએ ઉતારી કરો હાથપગ ધોઈ થોડો આરામ કરો. એટલીવારમાં રોટલા તૈયાર યઈ જાહૈં. જમ્યા પછી એકાદ પોર પડખા ઢાળો ત્યાં રોંઢો થઈ જાય્. રોંઢા ના ડાયરમાં આપને રાજા મોભ મળશે. હમણાં તો બાર ગયા છે આવતા હશે

ઘણાં દિવસે કવિને મનભાવતું ભોજન જમી કવિ ઉતારે આડા પડ્યા. થોડી વારમાં નીદર આવી ગઈ. રોંઢો થાતા રાજા મોભ આવી પહોંચ્યો.

રાજા મોભને જોઈ કવિના મોતિયા મરી ગયાં, આજ સવારે જે કુરૂપ આદમીને જોઈ કવિને હસવું આવ્યું હતું એ આદમી જ રાજા મોભ હતો”ઘડીભર કવિને થયું કે શરમના માર્યા સામે બેસવુ તે કરતા ભાગી જવુ, પણ આંખ્ર્યું નીચી ઢાળી કવિએ મન ઉપર કાબૂ મેળવી એક દુહો ઉપાડયો …

પગમાં રાઠોડી મૉજડી, ને ગળે એકાવળ હાર,

રાજા તુને નીરખિયો, બીજો કુબેર અવતાર.

દૃહો સાંભળી રાજા મોભે કહ્યું કે: ‘કવિરાજ કુબેર પણ ફુરૂપ હતો ઈ વાત તો કોક જ જાણે એટલે અહિ બેઠેલ સૌ મારી કુરૂપતાનાં વખાણ સાંભળી શકે એવો દુહો બોલો.

કવિ વડીભર વિચારમાં પડી ગયા. રાજા મોભ વિદ્વાન હતો. વિદ્વાનને છેતરી શકાય તેમ ન હોવું એટલે કવિએ રાજા મોભના કુરૂપ શરીરના વખાણનો દૃહો વળી ઉપાડયો.

કાળા નગર ન નીપજૈ, કાળાનો ખાણ્ર્યું નો‘ય,

પણ કાળા કરમે નીપજે, જો પાપ પરભવનાં હોંય.

કાળા જોયા કોયલા, ને કાળી જોઈ કોલ;

પણ કાળાઈમાં ઈથી વધ્યો, કાળા તારો મોલ.

કુંરૂપ જાણ્યો કુંભને. તે જાણી કૂબજા નાર,

પણ ઈથીય કુરૂપાઈમાં, સજો વધે દસ વાર.

ચોથો દુહોં પૂરો થતાં થતાં તો આહિર માંથી પાંચ-સાત જુવાન ઊભા થઈ ગયા અને કવિને કહ્યું: ‘કવિરાજ! હવે બસ કરો‘

જુવાનોની વાત સાંભળી કવિએ કહ્યું: ‘જુવાનો! તમે અથર્યા થાવ માં. હવે મારે આગળ બોંલેલ દુહાનું ચરણ વાળવુ છે.

તન કાળા, મન ઊજળાં. જેનો ઉજળો આતમરામ,

કાળાશ બધી ધોવાઈ જાય ઊજળાં જેના કામ.

નરને અંણહાર્ય ઓળખીએ નારીને ઓળખીએ હાલ્ય ,

કવિને બોલી પરખીએ માઢૂંને પરખીએ વહાલ.

કવિનો છેલ્લો દુહો સાંભળ્યા પછી ખુશ થયેલ રાજા મોભે કવિને એક્ ગાડું બાજરો અને ૧૦૧ રૂપિયા રોકડા ગણી આપ્યા ને એ લઈ કવિરાજ પાંચાળ કોર ઘેર જાવા રવાના થઈ ગયા.