પ્રકરણ 16 તારા વિનાની અધૂરપ..!!
વિજયને રસ્તા વચ્ચે આ રીતે બૂમો પાડતાં જોઈને કોફી શોપની દરેક ક્ષણ અટકી જાય છે. ત્યાં હાજર લોકોની નજર વિજય પર જ અટકી જાય છે. પણ વિજયની આવી હાલત જોઈને કોફી શોપમાં હાજર લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે. તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગે છે.....આટલામાં જ અચાનક એક અવાજ સંભળાય છે....અને એ લોકોનું ટોળું વિખાવા લાગે છે.......
"અરે ....અરે ....ભૂત ....આ રીતે શું કરે છે અહિયાં.....!??"
વિજયની નજર એકાએક ઉપર તરફ જાય છે. વિજય એ ચહેરો જોઈને સફાળો ઊભો થઈ જાય છે. અને એના બંને ખભા પકડી બોલવા લાગે છે.....
"રશું .....રશું ....ક્યાં જતી રહી'તી ....એ પણ કઈ કહ્યા વગર ......તને ખબર છે તારા વગર મારી હાલત શું છે ....?.....રશું ....તને ભાન છે .....આવું કેમ કર્યું ...at least કહીને તો જવાય ને .....?!"
વિજયની આવી હાલત જોઈને રશ્મિકાની નખરાળી smile વિખાય જાય છે
"અરે ભૂત .....શું થયું ...???......તું કેમ આટલો બધો ગુસ્સો કરે છે .....?"
"તું હજુ પણ પૂછે છે ...?કે શું થયું ...??"
વિજય આટલું બોલી રડતાં ચહેરે ત્યાથી નીકળી જાય છે ....વિજય બાઇક લઈને ત્યાંથી નીકળી જાય છે....અને રશ્મિકા ત્યાં જ ઉભી ઉભી થોડી ઉદાસી સાથે વિજય ને જોતી રહે છે ......થોડી ક્ષણ પણ પછી રશ્મિકા પણ ત્યાંથી નીકળી જાય છે ....
વિજય રડતા ચહેરે રશ્મિકાના વિચારો સાથે ખુબ ઝડપથી બાઈક ચલાવે છે.....રશ્મીકાને જોયા પછી એ હાશકારો અનુભવે કે પછી આટલો સમય પોતાનાથી દૂર રહી એ પણ કઈ કહ્યા વગર , એનું દુઃખ અનુભવે ..??? વિજયના મનમાં આવતા ઝડપી વિચારો એને મુંઝવણમાં મૂકી દે છે ....વિજયના મુખ પર ગુસ્સો પણ દેખાઈ છે અને નારાજગી પણ .....!!....આખરે વિજય પોતાના ઘરે પહોંચી જાય છે ...દરવાજો આમ જ ખુલ્લો મૂકી વિજય પોતાના બેડરૂમ તરફ જાય છે ...પણ એ તરફ જતી વખતે વિજય પોતાના બાઈકની ચાવી હાથમાંથી ફેંકી દે છે .....અને બેડરૂમમાં જઈ પોતાના બેડ પર ઊંધો સુઈ જાય છે અને જોરથી ચીસ પાડી રડવા લાગે છે ....
****************
જયારે આ બાજુ રશ્મિકા ઓફીસ પર પહોંચે છે .....વિજયની કેબિનમાં જ પહોંચી જાય છે પણ ત્યાં વિજય નથી એટલે સીધી જ હર્ષદભાઈની કેબિનમાં જાય છે .....અને હર્ષદભાઈની નજર પણ રશ્મિકા સામે જાય છે ....
" અરે ...બેટા ...આવી ગઈ તું ?"
" હા ...પણ પપ્પા ...વિજય નથી ..?"
" ના ...પણ તારે શું કામ છે ?"
" પપ્પા ....તમને ખબર છે એ ક્યાં છે ...?"
" ના ...પણ તારે કામ શું છે ? એ તો કહે "
"એ પછી કહું પપ્પા ..."
હર્ષદભાઈ કઈ બોલે એ પહેલા જ રશ્મિકા ઉતાવળમાં ત્યાંથી નીકળી જાય છે અને પોતે હર્ષદભાઈની જ કાર લઈને વિજયના ઘર તરફ નીકળી જાય છે .....ત્યાં પહોંચી ને ઘરની બહાર વિજયની બાઈક જોઈને રશ્મિકા થોડી રાહત અનુભવે છે થોડી ક્ષણ બાઈકની સામે જોઈ રશ્મિકા ઘર તરફ જાય છે ....રશ્મિકા દરવાજો ખુલ્લો જોઈને દુઃખી થઇ જાય છે અને અંદર જઈ આખા ઘરમાં નજર ફેરવે છે પણ કોઈ દેખાતું નથી .....રશ્મિકા દરવાજો બંધ કરી થોડું ચાલી ધીમેથી બૂમ પાડે છે ...
" વિજય .....વિજય .....ભૂત ....ભૂત....."
રશ્મિકા કિચન તરફ જાય છે પણ ત્યાં વિજય નથી એટલે એ બેડરૂમ તરફ જાય છે ...ત્યાં વિજયને આ રીતે બેડ પર જોઈને રશ્મિકા દુઃખી થાય છે અને ત્યાંની લાઇટ્સ ઓન કરી વિજય પાસે જાય છે .....
" ઓય ...ભૂત ....કેમ આમ સુતા છો ....?"
રશ્મિકા બાજુમાં બેસી ખભા પર હાથ મૂકે છે પણ વિજય કઈ પણ બોલ્યા વગર જ માથું નીચે રાખી સુઈ રહે છે ....
" સોરી ....ભૂત ...પ્લીઝ ...આમ નહિ રહો ને ....i am sorry ...યાર ...પ્લીઝ સામે જુઓને .....પ્લીઝ ..."
વિજય ગુસ્સામાં ઉભો થઇ જાય છે ....અને રશ્મિકા સામે જોઈ અને પછી બારી પાસે જઈ ઉભો રહી જાય છે અને પોતાના આંસુ લૂછી નાખે છે ....રશ્મિકા વિજયને પાછળથી જ hug કરી લે છે ....વિજય રશ્મિકાની સામે ફરી અને એની આંખોમાં જોઈ પૂછી ઉઠે છે ...
" રશું ....હવે તો બોલ, આટલો સમય ક્યાં જતી રહી હતી ..? અને એ પણ કઈ કહ્યા વગર જ .."
"હું ....!!!"
" હા...રશું .....બોલ ને ..!!"
" ભૂત ...તારા માટે surprise હતી ....એના માટે જ ગઈ હતી ...but late થઇ ગયું .."
" surprise ...??? "
" hmm "
" પણ શેની surprise ?"
" છે એ ભૂત ....પણ મારે late થઇ ગયું ....so sorry યાર .."
" it's ok ...રશું પણ surprise શું છે ...?"
" અહીંયા નથી ....પછી આપીશ .."
" એ બધું ઠીક ...યાર રશું પણ plz next time જ્યાં પણ જાય તો કહી ને જ જજે ....રશું કેટલું બધું ટેન્શન થઇ ગયું હતું ....રશું ટેન્શનમાં તારા પપ્પા ને પણ કેટલું બધું કહી દીધું ...."
" પપ્પા ને ..????"
" હા યાર .."
વિજય રશ્મીકાને બેડ પર બેસાડીને તેના ખોળામાં સુઈ જાય છે ....અને રશ્મીકાને એના ગયા પછીની બધી જ વાતો કરે છે .
રશ્મિકાના ખોળામાં સૂતેલો વિજય રશ્મિકાનો હાથ પકડી લે છે..........
" રશું ....,"
"hmm "
" રશું .....તું promise કર....ત next time મને એકલો મૂકીને આ રીતે ક્યાંય નહિ જાય ..."
"ભૂત ....પહેલી વાત તો તમે એકલા નથી ....and promise dear .....next time જ્યાં પણ જઈશ તમને કહીને જ જઈશ ...."
" ok વાંદરી ...."
"ભૂત.....સાંજ પડી ગઈ છે and અંધારુ પણ થઇ ગયું છે ....પપ્પા પણ ઘરે જતા રહ્યા હશે ...અને કાર પણ મારી પાસે છે .....હુ પપ્પાને ફોન કરી જોઉં ..."
" hmm "
રશ્મિકા હર્ષદભાઈને ફોન કરે છે ....થોડી ક્ષણમાં હર્ષદભાઈ ફોન receive કરે છે ...
"hello ...."
"હેલો ...હા ...રશું બેટા ...તું ક્યાં છે ..? હું just ઘરે પહોંચ્યો છું .."
" પણ પપ્પા કાર તો મારી પાસે છે .."
" હા ...એ રોહન આ બાજુ આવ્યો હતો ....બાઈક લઈને...તો એની સાથે જ આવી ગયો ...."
" ok પપ્પા ...હું પણ નીકળું જ છું .."
" ok ...બેટા"
વિજય ઉભો થઇ જાય છે ...અને રશ્મીકાને પૂછે છે ....
" શું કીધું પપ્પા એ ...?"
" બસ ઘરે પહોંચી ગયા છે ...અને મારે પણ જવું પડશે...late થઇ ગયું છે .."
" હા હું મૂકી જાઉં છું .."
" but હું કાર લઈને જ આવી છું .."
" તો શું થયું ...હું return ચાલીને આવી જઈશ "
" આટલું બધું ..?"
" હા ...તારા માટે તો કઈ પણ ..."
" બસ હું આવું છું એટલે આવું છું .."
" ok ...આ કાર ની key "
વિજય રશ્મીકાના હાથમાંથી key લઇ લે છે અને વાળ સરખા કરતા કરતા ત્યાંથી નીકળી જાય છે ...સાથે રશ્મિકા પણ નીકળે છે ...વિજય ઘરને lock કરે છે અને બંને કારમાં બેસી નીકળી જાય છે ....વિજય કાર ચલાવે છે અને રશ્મિકા બાજુની સીટમાં બેસી જાય છે ...
" રશું ...હવે તો બોલ surprise શું છે ...?"
" પાગલ ...એ surprise માટે wait કરો હો ..."
બંને વચ્ચે surprise વિશે વાતચીત ચાલે છે એટલામાં રશ્મિકાનું ઘર આવી જાય છે વિજય કાર પાર્ક કરે છ અને key રશ્મિકાને આપે છે ...
" surprise ..?"
" કાલે ....."
" વાંદરી ..."
"ભૂત ....શાંતિથી જજો ..પહોંચીને મેસેજ કરજો ...and પાગલ bye ...take care .."
" ok ...bye take care ...and waiting for surprise ....love you વાંદરી ..."
" byy ભૂત "
રશ્મિકા તરત જ શરમાળ હાસ્ય સાથે અંદર જતી રહે છે ...અને વિજય ત્યાંથી નીકળી જાય છે ....
તારી આંખની અદાઓ
અને હોઠની હરકતો,
મારા હ્ર્દયને હંફાવે છે યાર,
બસ, હવે કાબુમાં રાખને
તારી નખરાળી અદાઓ ,
કેમ કે યાદ આવે છે મને,
તું અને તારી વાતો ....!!
to be continue...
#hemali gohil "Ruh"
@rashu
શું હશે રશ્મીકાની surprise જેના માટે રશ્મિકા આટલો સમય વિજયથી દૂર રહી...?શું રશ્મીકાના આ કાર્યથી હર્ષદભાઈ અને સવિતાબેન એમને કોઈ પ્રશ્ન કરશે ..? શું રશ્મિકા એમના પ્રશ્નોનો જવાબ આપી શકશે ....? જુઓ આવતા અંકે ....