TU ANE TAARI VAATO..!! - 6 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 6

તું અને તારી વાતો...!!!

પ્રકરણ-૬ તું, વાતો અને યાદો...!!!

વહેલી સવારમાં સૂર્યના આછા કિરણો ધીમા પવનની લહેરો સાથે રશ્મિકાના બેડરૂમમાં પ્રવેશી રહ્યા છે અને અનેક વિચારો સાથે રશ્મિકા પોતાની બેગ પેક કરી રહી છે જેમા સવિતાબેન એમની મદદ કરી રહ્યા છે. નીચે હર્ષદભાઈ સોફા પર બેસીને TV પર ન્યુઝ જોઈ રહ્યા હોય છે અને રોહન સોફા પર ફોન લઈને બેઠો હોય છે, ત્યારે અચાનક એની નજર દરવાજા પરથી આવી રહેલા પ્રેમ પર પડે છે એટલે તે સફાળો બેઠો થઇ જાય છે ને ખુશ થઈને કહે છે.


“આવો આવો જીજુ, કેમ છો ? મજામાં ?”

રોહન ઉભા થતા થતા આટલુ પુછીને પાણી લેવા માટે જાય છે. જેના પ્રતિઉત્તરમાં પ્રેમ કહે છે...

“બસ એકદમ મજામાં...”

પ્રેમનો અવાજ સાંભળી હર્ષદભાઈની નજર TVમાંથી બહાર આવે છે અને પ્રેમ પર પડે છે અને સોફા પરથી ઉભા થઈને સ્મિત સાથે પ્રેમને હાથ મિલાવતા મિલાવતા કહે છે....,-

“આવો આવો કુમાર, કેમ છો?”

“બસ એકદમ મજામાં... તમારી તબિયત કેમ છે હવે ?”

પ્રેમે સોફા પર બેસતા બેસતા પૂછ્યુ...

“હવે સારી છે, તમારો બિઝનેસ કેવો ચાલે છે?”

“સારો ચાલે છે, હમણા એક નવો પ્લાન્ટ શરુ કર્યો છે.”

હર્ષદભાઈ કંઈ બોલે એ પહેલા સવિતાબેન રૂમમાંથી હોલમાં આવીને બોલ્યા....

“આવો કુમાર કેમ છો ?”

બેગ લઈને આવતી રશ્મિકાને જોઇને પ્રેમે કહ્યું,

“બસ ફીટ એન્ડ ફાઈન, રશ્મિકા ચાલો હવે રજા લઇએ.”

2 વર્ષબાદ ઘરે આવેલા જમાઈને જોઈ હરખઘેલા બનેલા સવિતાબેન પ્રેમને રોકવા માટે કહે છે,

“હજુ તો આવ્યા છો ત્યાં જવાની વાત કરો છો.!!? જમીને જવાનુ છે.”

“ના, ફરી ક્યારેક જમીશું, આજે થોડુ મોડુ થાય છે.”

“એ ફરી ક્યારેય થતુ જ નથી, કેમ ?”

“પ્રેમ....મમ્મી કેછે તો રોકાઈ જઈએને !!....પછી જઈશું ...plz ...મને પણ ગમશે.”

“હા, રશ્મિકા ...પણ મારે ખાસ meeting છે તો જવું પડશે..”

“હા, ચાલો મમ્મી-પપ્પા અમે નીકળીએ છીએ. આવજો.”

રશ્મિકા ફર્શ પર પડેલી બેગને ઉઠાવતા જોઇને રોહન બોલ્યો.

“દીદી બેગ મને આપો.... ચાલો હું ગેટ સુધી મુકવા આવુ છુ.”

રોહન આટલુ બોલ્યો અને બેગ લઈને ચાલવા લાગ્યો એમની સાથે પ્રેમ, રશ્મિકા, સવિતાબેન અને હર્ષદભાઈ પણ બહારના દરવાજા સુધી ચાલવા લાગ્યા. બધા બહાર પાર્ક કરેલી કાર સુધી આગળ તરફ વધે છે અને એ જ સમયે વિજય બહારથી ગેટમાં પ્રવેશ કરે છે ત્યારે બંનેની આંખોનુ મિલન થાય છે એટલે રશ્મિકા મનમાં બોલે છે...



ના નિહાળ આ નજરે કે,

હું મદહોશ થઇ જાઉં ,

નીકળું છું શોધવા તને ,

ને હું પોતે જ ખોવાઈ જાઉં


વિજય પણ રશ્મિકાની આંખોમાં જોઈ તેનું મન વાંચી તે પણ મનમાં બોલી ઉઠે છે...


આપણો સંબંધ ભલે,

દોસ્તીનો હોય કે પ્રેમનો,

મારા માટે એ મહત્ત્વનું છે કે,

તું મારી સાથે રહે...


હર્ષદભાઈ અને સવિતાબેન એ બંને વિજયની આગળ આવીને ઉભા રહી જાય છે, રોહન કારની ડીકીમાં બેગ રાખે છે.. એ સમયે રશ્મિકા કારમા બેસતા બેસતા એમના મમ્મી-પપ્પાને બાય કહે છે ને કાર ધીમે ધીમે આગળ વધે છે. રશ્મિકા અને પ્રેમ એમના ઘરે જાય છે



*********************


પ્રેમ અને રશ્મિકા ગાડીમાંથી ઉતરી ઘરમાં દાખલ થાય છે. પ્રેમ ચાવી અને ફોન ટેબલ પર મૂકી અંદર જતો રહે છે, રશ્મિકા બેગ લઈને પાછળ જાય છે... રશ્મિકા બેગ લઈને અંદર જઈને બેગ નીચે મુકે છે કે, તરત જ પ્રેમ અંદરથી બોલતા બોલતા જ આવે છે....

“રશ્મિકા ... મારે meeting છે ..જવું પડશે ...”

“અરે ...પણ હું નાસ્તો બનાવી આપુ ... થોડોક નાસ્તો...”

રશ્મિકાની વાતને ત્યાં જ અટકાવતા પ્રેમ ઉતાવળે બોલે છે....

“ના... તુ બેગ લઈ આવને... જવું છે મારે....”

“હા”

રશ્મિકા બેગ લઈને આવે છે.

“આ ...લો ...ક્યારે આવશો ?”

“આજે થોડું કામ વધારે છે ...તો કઈ નક્કી ના કહી શકાય ...પણ હું જાઉં છું ...late થાય છે...”

પ્રેમ બોલતાં બોલતાં જાય છે અને રશ્મિકાના ચહેરા પર દુઃખદ ભાવ જણાય છે એટલે પ્રેમને ઉતાવળે જતા જોઈ રશ્મિકા થોડી ક્ષણ સુધી ત્યાં જ ઉભી રહી પ્રેમને પાછળથી જોઈ રહે છે અને ફરી અનેક વિચારો સાથે એકલતાભર્યા સમગ્ર ઘરમાં નજર ફેરવે છે...


************


વિજય કમ્પ્યુટરમાં work કરતા કરતા વિચારે છે અને કામમાં મન જ નથી લાગતું ...એટલે વિજય રશ્મિકા સાથેની યાદોમાં જ ખોવાઈ જાય છે ...અને મનમાં એની યાદોને વાગોળવા લાગે છે .....



બસ તારી યાદો....

બસ તારી યાદોથી જ ભરપૂર છે આ ઓફીસ

આ ફાઈલો, કમ્પ્યુટર, ટેબલ,

બસ બધું જ હવે ગમવા લાગ્યું છે.

અને હા, ખાસ કરીને આ door અને ત્યાં ટકોરા મારીને આવતી

તું અને તારી શાંત અદાઓ,

રશું તને ખબર છે ત્યાંથી આવીને તું જયારે આ chair પર બેસે છે ને

બસ પછી દુનિયા ભુલાઈ જાય છે અને

યાદ રહી જાય છે માત્ર તું અને તારી વાતો...

***


જયારે આ બાજુ રશ્મિકા પણ શાંત બનીને પોતાની બેગ ખાલી કરી અને કબાટમાં કપડાં અને બધો સામાન ગોઠવતાં ગોઠવતાં બસ પોતાના વિજય સાથે વાતો કરતી હોય એમ મનમાં જ બોલી રહી છે.....



લાગણીઓ છોડી દીધી, પણ ખેંચી જાય છે તું

હારી ગયા પછી પણ હસાવી જાય છે તું

બસ, તારા વગર આ કપડાંની જેમ

હવે જિંદગી સંકેલાતી હોય તેવું લાગે છે.

બસ આમ જ આ દુનિયામાં ક્યાંક ખોવાઈ જતી હોય તેવું લાગે છે.

પણ, ખબર નહી આ જ રીતે દુર થયા છીએ

છતાં પણ મીઠી યાદો થકી ખુશ જ રાખે છે તું.

***


વિજય ફાઈલ લઈને chair પરથી ઉભો થાય છે, officeની બહાર નીકળે છે અને ચાલતા ચાલતા ફાઈલને hug કરે છે.



રશું તને ખબર છે, કે જયારે તું ઉદાસ હોય છે ને ત્યારે હું પણ ઉદાસ થઈ જાવ છું,

પણ તું જયારે મને તારા અટપટા જવાબો આપે છે ને ત્યારે confuse થઈ જાવ છું,

છતાં confusaionમાં પણ મજા આવે છે.

એટલે જ દરેક જગ્યા એ બસ તું જ દેખાય છે, બસ તું જ.

હવે તો તારી વાતોને જ યાદ કર્યા કરું છુ,

અને એ યાદમાં જોયા કરું છું તારી અણીદાર આંખો.

***


રશ્મિકા સોફા પર ફોન અને કૉફી લઈને બેસે છે....



તારી સાથે વાતો કરવાની બહુ જ ઈચ્છા થાય છે,

પણ સાથે નથી આ સમય અને સંજોગો

પણ તું જયારે કહે છે ને કે,

I am always with you

બસ ત્યારે જીતી જાઉ છું આ હારેલી જીંદગીથી,

અને હા, આ કૉફી સાથે આનંદ અનુભવું છું કે,

સમય અને સફરને ભલે લાંબી ક્ષણ સુધી માણી ન શક્યા,

પણ મારા હૃદય સુધી પહોંચ્યા એ જ કાફી છે.

***


વિજય coffee shop પર જઈ 2 coffeeનો order આપે છે અને એક coffee પીતા પીતા બીજા coffee cup તરફ જોઈને લાગણીસભર આંખો સાથે વાતો કરવા લાગે છે...



તું જયારે મારી સાથે કૉફી પીવા આવે છે ને ,

ત્યારે તારી સાથે જન્નતની શેર પર જતો હોય એવું feel થાય છે.

બસ, જ્યાં માત્ર તું , કૉફી મારી અને વાતો તારી હોય.

અરે yaar પાગલ છે તારી યાદો, બધે તું જ દેખાય છે.

અને તારા વગર.......???

તારા વગર કશું જ નહી, બસ બધું જ શૂન્ય.....!!!!

રડવું આવે છે રશું પણ તું રડવા નથી દેતી,

કારણ કે જો હું રડીશને તો તું દુઃખી થઈશ,

અને દુઃખી હું તને જોઈ નહી શકું.

***

રશ્મિકા બહાર બાલ્કનીમાં observation કરતાં કરતાં bike પર કોઈ કપલને જોવે છે અને વિજય સાથે તે bike પર જાય છે તેવું feel કરે છે અને એનું હૃદય બોલી ઉઠે છે ...




આ nature મને બહુ વહાલું લાગે છે અને તને પણ,

એટલે જ હંમેશા આ nature જોઇને હું ખુશ થઇ જાઉ છું,

પણ આજે...???

આજે આ nature છે, પણ એની સુંદરતા ખોવાઈ જતી લાગે છે.

હા, મને એકાંત વહાલું લાગતું હતું, પણ હવે તારા વગર

એકાંત પણ એકલું અટુલું લાગે છે,

તું પૂછે છે ને જયારે , કે રહી શકાશે ?

ત્યારે બસ ઉદાસીનતા સિવાય કોઈ જવાબ જ નથી મળતો.

કારણ કે, જે તારો જીવ છે એને જ તું પૂછે છે , કે રહી શકાશે?

રહેવું નથી તારા વગર છતાં પણ રહેવું પડે છે.

સમજતું નથી આ હૃદય છતાં પણ સમજાવવું પડે છે.

***


વિજય bike પરથી ઘરે જાય છે ત્યારે તેની પાછળ રશ્મિકા બેઠી છે તેવું feel કરે છે.


તને ખબર છે આ બાઈક પર પણ એકાંત જ ગમતું

પણ તારા આવ્યા પછી આ બાઈક પણ વધારે ગમવા લાગી છે.

કારણ કે, તું જયારે મારી પાછળ બેસે છે ને

ત્યારે કૉફી શોપની સામે બ્રેક મારવાની મજા જ અલગ છે yaar,

જાણું છું તું દુર છે અને તારી limitations ને પણ જાણું છું.

પણ yaar believe me તને ક્યારેય દુઃખી નહી જોઈ શકું,

કારણ કે મારી રશું મારી જિંદગી છે.

હા dear trust me, હવે જીવવાનું કારણ જ તું છે

તું, તારી વાતો અને તારી યાદો...

***



રશ્મિકા રસોડામાંથી બહાર નીકળતા નીકળતા વિજયને hii નો msg કરે છે પણ ત્યાં પ્રેમ ઘરમાં દાખલ થાય છે અને રશ્મિકા પ્રેમનો અવાજ સાંભળીને ફોન ટેબલ પર મૂકી ત્યાં બેગ લેવા માટે જાય છે અને પ્રેમ બોલી ઉઠે છે

"રશ્મિકા...આ બેગ.."

"હા...લાવો હું મૂકી આવું તમે ફ્રેશ થઇ જાવ ..."

પ્રેમ બેડરૂમમાં જાય છે અને થોડી વાર પછી fresh થઈને આવે છે અને સોફા પર બેસે છે


*****


વિજય પોતાના રૂમમાં બેસીને ફોન પર રશ્મિકા સાથેની chatscreen ખોલીને બે-ત્રણ વાર type કરે છે અને પછી અટકી જાય છે અને થોડા સમય પછી msg કરે છે

"Hi, rashu ….."

"શું કરે છે?"

"Are you happy?"

"Hello, dear plz reply me.."


*****


પ્રેમ સોફા પર બેઠો છે અને રશ્મિકા રોટલીનું બાઉલ લઈને જાય છે અને ફોનમાં msg ના બે-ત્રણ notifiacation સંભળાય છે અને રશ્મિકાનું ધ્યાન ફોન તરફ જાય છે અને પ્રેમ ફોન હાથમાં લઈ અને msg seen કરે છે અને તેની આંખો ચોંકી જાય છે.

It’s not a ENDs

તું અને તારી વાતો".




# hemali gohil " Ruh"

To be continue....


*********************


શું રશ્મિકા અને વિજય ફરી એકબીજાને મળી શકશે?....શું રશ્મિકાના મનની પીડાને પ્રેમ પારખી શકશે...?....શું પ્રેમ એ વિજય અને રશ્મિકાના સંબંધો વિશે જાણી જશે ?....વિજયના મેસેજ વાંચ્યા પછી પ્રેમનું રશ્મિકા પ્રત્યેનું વલણ કેવું હશે..?જુઓ આવતા અંકે....



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED