તું અને તારી વાતો..!! - 15 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું અને તારી વાતો..!! - 15

# પ્રકરણ 15 ખોવાયેલી મારી યાદો...!!

વિજય મનમાં રશ્મિકાનાં વિચારો સાથે જ પોતાનું વર્ક કરવા લાગે છે.....

વિજયના મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે કે રશ્મિકા ક્યાં ગઈ હશે ?
શું કામ ગઈ હશે.? પણ ફરીથી વિજય મનને મનાવી અને પોતાના workમાં જ ગૂંથાઈ જાય છે ....

વિજય પોતાનું વર્ક finish કરે છે અને ફાઈલ હર્ષદભાઈ ને આપવા માટે નીકળી જાય છે.

"May i come in?"

"Yes"

"હર્ષદભાઈ આ ફાઇલ અહીં મૂકું છું"

વિજય ફાઈલ હર્ષદભાઈ ના ટેબલ પર મૂકી નીકળી જાય છે હર્ષદભાઈ પોતાના workમાંથી વિજય સામે જુએ એ પહેલાં જ વિજય ચાલવા લાગે છે અને અંતે હર્ષદભાઈ વિજયને જતા જોઈ રહે છે...

વિજય પોતાના કેબીનમાં આવી અને પોતાની ખુરશી પર બેસી જાય છે.... વિજય વિચારોમાં ખોવાઈ જાય છે કે સવા કલાક ઉપર થઈ ગયું તો પણ રશું રિટર્ન કેમ નહી આવી...

ખૂબ લાંબુ વિચાર્યા પછી વિજય પોતાનો ફોન લઈને ફોન કરે છે લગભગ બેથી ત્રણ વખત ડાયલ કરે છે પણ રશ્મિકા ફોન રિસીવ કરતી નથી..

છેવટે વિજય પોતાનો ફોન પર મૂકી પોતાની ડાયરી કાઢે છે અને શબ્દોને ગૂંથવા લાગે છે..


" તારા વિના મારી
દરેક સાંજ અધુરી,
તારા વિના મારી
દરેક રાહ અધુરી.

શબ્દો ખુટતા નથી
તું સાથે હોય તો ,
તારા વિના મારી
દરેક વાત અધૂરી.

અધુરો છૂં દરેક રીતે
જો તું ન હોય,
તારા વિના મારી તો
આ જાત અધૂરી .

દિવસની દરેક ક્ષણ
તારાથી મનગમતી,
તારા વિના મારી
દરેક રાત અધુરી.

તારાથી જ જીવું છું
ચહેરો ન જોઉં તો,
જાણી લો આ મારી
સવાર અધુરી."


આટલું લખ્યા પછી વિજયની કલમ અટકી જાય છે . વિજય પેન મૂકી ફરીથી મોબાઇલ લઈ અને રશ્મિકા ને ફોન કરે છે પરંતુ રશ્મિકા ફોન રિસીવ કરતી નથી. આ વખતે વિજય આ જ પ્રયત્ન સાત થી આઠ વખત કરે છે અને ફરીથી પોતાના લાગણીભર્યા શબ્દો પોતાની ડાયરીમાં ઉતારે છે.


"તમે રીસાયા છો તો જાણે જિંદગી રિસાઈ ગઈ છે,
વિરહની ક્ષણોમાં તમારી કિંમત સમજાઈ ગઈ છે.

ફક્ત રહી ગયા છે આંસુ તમારા વિના હવે અહીં,
ને હાસ્યની રેખાઓ મારા ચહેરા પરથી ભૂંસાઈ ગઈ છે.

જીવ આપવા તૈયાર છું તમને મનાવવા જો કહો,
જાણો તો છો જિંદગી તમારા નામે લખાઈ ગઈ છે.

રાહ છે કે આવશો ફરી મારી પાસે તમે રશું
ફક્ત તમારા સ્મરણોથી આ જિંદગી કપાઈ રહી છે."


ફરીથી વિજયની કલમ ત્યાં જ અટકી જાય છે અને એ ડાયરીના પેજ પર વિજયની ડાબી આંખમાંથી આંસુ સરી પડે છે.

વિજયના હાથમાંથી પેન પડી જાય છે અને તે એકદમ લાગણીશીલ બની ટેબલ પર પડેલી ડાયરી પર માથું ઢાળીને પડી જાય છે.... અને એની આંખો લાગણીવશ છલકાય પડે છે. વિજય આમ જ બેસી રહે છે. ઑફિસના એ કેબિનમાં એકદમ શાંતિ છવાઈ જાય છે.... પણ આ શાંતિ જાણે દેહમાંથી પ્રાણ જતો રહ્યો હોય અને આવી પડે એવી રીતે છવાય ગઈ છે. અચાનક વિજયની ખુરશી પાછળની બારીમાંથી ધીમા ધીમા સુસવાટા સાથેનો પવન અંદર પ્રવેશે છે અને કેબિન એકદમ ઠંડી હવાથી ભરાય જાય છે.... બારીના પડદાઓ પણ પવનની સાથે ઝુમવા લાગે છે, એટલામાં જ જાણે વિજયના શોકમાં પણ આ પ્રકૃતિ એને હસાવવા માટે પ્રયત્ન કરતી હોય તેમ વરસાદ મન મૂકીને વરસી પડે છે, અને એ બારી બહાર પ્રકૃતિ અદ્ભૂત સુંદરતા સાથે નૃત્ય કરી રહી છે..... આવા મનમોહક વાતાવરણને અનુભવીને વિજયની આંખો સુકાવા લાગે છે અને એ સફાળો ટેબલ પરથી માથું ઊંચું કરી બેઠો થઈ જાય છે. અચાનક બારી બહાર પલટાયેલું વાતાવરણ જોઈને વિજય હેબતાઈ જાય છે અને ઝડપથી કેબિનની બહાર નીકળી હર્ષદભાઈની કેબિનમાં જતો રહે છે......

"May I come in sir...?? હર્ષદભાઈ, રશું..... રશુને પંદરથી વીસ Call કર્યા પણ, પણ એ રિસીવ જ નથી કરતી.... બહાર કેટલો બધો વરસાદ છે...."

હર્ષદભાઈ અંદર આવવા માટે કહે એ પહેલા જ વિજય અંદર આવીને એક સાથે બધું જ બોલી જાય છે. હર્ષદભાઈ પણ વિજયની આવી હાલત જોઇને દંગ રહી જાય છે. હર્ષદભાઈ નવાઈ સાથે બોલે છે.

" વિજય ....વિજય ....શું થયું ?"

"કંઈ નહિ.... હર્ષદભાઈ .."

વિજયને તરત હર્ષદભાઈનો ચહેરો જોઈને યાદ આવી જાય છે અને રશ્મિકાની યાદોમાંથી બહાર આવીને વ્યવસ્થિત થવા લાગે છે અને પોતાની વાતને બદલવા પ્રયત્ન કરે છે.

" વિજય...?"

"હર્ષદભાઈ... કંઈ નહીં... તો રશ્મિકાને ઘણી બધી વખત કોલ કર્યો પણ ઉપાડતી જ નથી..."

"વિજય.... કદાચ એ કામમાં હશે..."

" પણ હર્ષદભાઈ, બહુ જ વરસાદ છે... તો ચિંતા થાય છે .."

"આવી જશે એ...તું શું કામ ચિંતા કરે છે..."

હર્ષદભાઈ ને પોતાના કામમાં મશગુલ અને રશ્મિકા પ્રત્યે careless જોઈ વિજય પોતાના ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેસે છે અને જોરથી બોલી ઊઠે છે.

" હા... તો તમારી ક્યાં દીકરી છે તમને તો ચિંતા નહી થતી... મને તો થાય છે આખરે મેં બેસ્ટ ફ્રેન્ડ છું .."

"વિજય... શાંતિ રાખ.. આવી જશે.."

" બહાર ખૂબ જ પવન છે અને એટલો વરસાદ પણ છે અને એ કહ્યા વગર જતી રહેશે એટલે કીધું.."

" બસ... વિજય.. ..you cross your limit.."

"Limit તો તમે cross કરી છે હર્ષદભાઈ..... પિતા થઈને પોતાની દીકરીની ચિંતા જ નથી."

" Enough, વિજય ...it's not your matter... And એ મારી દીકરી છે તારે શું છે ...?"

"હર્ષદભાઈ ...તમને હજુ પણ ચિંતા નથી..?"

" પ્લીઝ... વિજય it's nof your matter.... i say..get out in my cabin..get out..."

વિજય કંઈ બોલ્યા વગર જ કેબિનની બહાર નીકળી જાય છે.ગુસ્સા અને નિરાશા સાથે વિજય પોતાની કેબીનમાં આવી ને પોતાની chair પર બેસી જાય છે ....

વિજય રશ્મિકા પ્રત્યેનું હર્ષદભાઈ નું આવું વલણ જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ફરીથી રશ્મિકા ને ફોન કરવા લાગે છે.. વિજયના ઘણા પ્રયત્નો છતાં કોઈ રિસ્પોન્સ મળતો નથી ....

આખરે વિજય ફરીથી આંખમાં આંસુ સાથે પોતાની ડાયરી પંપાળવા લાગે છે...


ના દેખાઉં ક્યાંક
તો તારા પ્રતિબિંબમાં જોજે

ના હોઉં હું સાથે
તો તારા પડછાયાને પૂછજે

જોવો હોય મને તો,
થોડી ગરદન ઝુકાવી તારા દિલમાં જોજે

રાખીને તારા હૈયા પર હાથ
ધડકનમાં મને અનૂભવજે

જ્યારે કોઈ ના હોય સાથે
ત્યારે મને યાદ કરજે.

જ્યારે એકાંતમાં જો તું હોય ને
તો આંખ બંધ કરીને મારો તું અહેસાસ કરજે.

બસ ક્ષણે ક્ષણે સૂકૂન ભરી નજરોથી
હર હંમેશની જેમ મને વધાવી તું લેજે.


આખરે વિજય પોતાની બેચેની અને ચિંતાથી કંટાળી જાય છે. પોતાની ડાયરી બેગમાં મૂકી દે છે અને બેગ ત્યાં જ મૂકી પોતાની બાઇકની કી લઈને નીકળી જાય છે.

વિજય ઑફિસના પાર્કિંગમાં આવી પોતાની બાઈક લઈને નીકળી જાય છે. આંખોમાં આવતા આંસુને તે અટકાવી શકતો નથી તે પોતાની બાઈક લઈ નીકળી જાય છે. પોતે ક્યાં જાય છે. તેની તેને ખબર જ નથી તેવી હાલતમાં તે નીકળી પડે છે. આંખોમાંથી વરસતો વરસાદ પણ પવન સાથે આવતા વરસાદમાં ભળી જાય છે. અને તે રશ્મિકાની યાદોમાં ખોવાઈ જાય છે. તેને રશ્મિકા સાથેની દરેક ક્ષણ યાદ આવે છે. સાથે કૉફી પીવાની આદત, એના અટપટા સવાલો, એની હસવાની અદાઓ અને એની તડપાવવાની ખોટી નખરાળી ટેવો...... બસ, વિજય એ યાદોમાં ખોવાઈ જાય છે....

વિજય બાઈક લઈને કૉફી શોપમાં પહોંચી જાય છે. કૉફી શોપમાં આવીને વિજય અંદર દાખલ થતો નથી પણ ત્યાં જ બહાર વિજય પોતાના ઘૂંટણ પર બેસી જાય છે અને જોરથી બૂમો પાડે છે અને કૉફીશોપના લોકો તેની સામે જોઈ રહે છે....


I Love You Rashu
I Miss You Rashu
Where Are You...?
I Want to Hug You
RASHU....


To be Continue...
#Hemali Gohil 'Ruh'


***************


રશ્મિકા ક્યાં ગઈ હશે? શું રશ્મિકાના વિયોગથી લાગણીશીલ બનેલા વિજયનું વર્તન જોઈને હર્ષદભાઈના મનમાં કંઈક શંકા જાગી હશે? જો હા, તેમના સંબંધોમાં કોઈ તિરાડ પડશે? જો રશ્મિકા નહી મળે તો વિજયની હાલત શુ થશે? શુ વિજય પોતાને સંભાળી શકશે? શુ રશ્મિકા અને વિજયનું મિલન થશે? જુઓ આવતા અંકે....