તું અને તારી વાતો..!! - 7 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું અને તારી વાતો..!! - 7

પ્રકરણ 7 શબ્દ તારો ને શ્વાસ મારો...!!

પ્રેમ સાંજે ઓફિસેથી આવી ફ્રેશ થઈ સોફા પર બેઠો છે અને રશ્મિકા ડાઈનિંગ ટેબલ પર સાંજનું ડિનર તૈયાર કરી રહી છે અને એ જ સમયે ફોનના નોટિફિકેશન સંભળાય છે અને રશ્મિકાનું ધ્યાન ફોન તરફ જાય છે અને પ્રેમ ફોન હાથમાં લઈ અને મેસેજ seen કરે છે અને તેની આંખો ચોકી જાય છે...

રશ્મિકા પણ પ્રેમની સામે થોડી ક્ષણ માટે જોઈ રહે છે અને પછી એ પ્રેમને ડિનર માટે બોલાવે છે.

" પ્રેમ, ચાલો ડિનર તૈયાર છે .....પ્રેમ "

" હા "

પ્રેમ સહેજ ચિંતાતુર અવાજે જવાબ આપે છે અને હાથમાં બંને ફોન લઈ ડાઈનિંગ ટેબલ પર જઈ બેસી જાય છે અને રશ્મિકા પણ વિચારોમાં ખોવાઈ જાય છે કે વિજયનો મેસેજ તો નહીં આવ્યો હોય ને ..? અને એનો જ મેસેજ હશે તો...?? પ્રેમે જોયો હશે તો..? ત્યાં જ રશ્મિકાને વિચારોમાં ખોવાયેલી જોઈને પ્રેમ બોલી ઊઠે છે.

“ રશ્મિકા .... આપણે ડિનર કરી લઈએ ...? ક્યાં ખોવાઈ ગઈ છે? “

“ હા ..ક્યાય નહીં પ્રેમ “

રશ્મિકા પ્રેમની બાજુની chair પર બેસી જાય છે અને પીરસવા લાગે છે.

“ રશ્મિકા , sorry ..”

“ કેમ શું થયું , પ્રેમ?”

“ રશ્મિકા મારે ઓફિસનું કામ છે તો મારે દિલ્લી જ્વું પડશે અને 2-3 દિવસ તો રોકાવું જ પડશે ..પણ ત્યાં ગયા પછી ખબર પડે ...રશ્મિકા કદાચ વધારે સમય પણ રોકાવું પડશે મારે...મને just હમણાં જ મેસેજથી ખબર પડી અને સવારે વહેલા નીકળવું પડશે...સવારની ફ્લાઇટ છે ...તો રશ્મિકા મારી એક વાત માનીશ ...?”

“ હા...પ્રેમ ..બોલો ને “

“ હું જાણું છુ રશ્મિકા કે મારા ગયા પછી તું એકલી પડી જઈશ અને મારા મતે એકલા રહેવા કરતાં તું ફરીથી તારા પપ્પાને ત્યાં જતી રહે તો સારું, ...... તને એકલું પણ નહીં લાગે અને જો મારે વધારે રોકાવાનું થાય તો તારે વધારે સમય એકલું રહેવું પણ ના પડે “

પ્રેમના શબ્દો સાંભળી એ શાયરી પોતાના હૃદયમાં ધ્રૂજતા શબ્દોને અંદર જ પંપાળે છે.


"તું શું જાણે એકલતાપણાનો અહેસાસ…??

જેના માટે જીવતી હતી એ

પોતાને દૂર લઈ જાય છે...

અને જીવવાનું જે કારણ મળ્યું છે

એને જિંદગી દૂર લઈ જાય છે..."


રશ્મિકા.... રશ્મિકા ...શું વિચારે છે ...??તારી ઇચ્છા હોય તો જતી રહેજે ..”

“ હા ...પ્રેમ ...”

“ રશ્મિકા , એક કામ કર કાલે સવારમાં જ મારી સાથે આવજે ને આપણે થોડા વહેલા નીકળી જઈશું...”

“ હા “

“ શું રશ્મિકા ? તું કઈ બોલતી પણ નથી અને જમતી પણ નથી....તો જલ્દીથી જમી લે અને મે જમી લીધું છે ..અને રશ્મિકા બહુ વિચારો ના કર...મારે જવાનું છે તો મારી બેગ પેક કરી આપને ...plz...ત્યાં સુધીમાં હું મારા documents તૈયાર કરી લઉં અને મેનેજર પાસેથી ફાઈલો મંગાવી લઉં ...”

“ હા...પ્રેમ “

આટલામાં તો પ્રેમ ઉતાવળમાં જ ફોન ડાયલ કરી નીકળી જાય છે અને રશ્મિકા દુઃખી થઈ જમ્યા વગર જ ઊભી થઈ ટેબલ સાફ કરવા લાગે છે ....ટેબલ સાફ કરતાં કરતાં રશ્મિકાની નજર ટેબલ પર પડેલા ફોન પર જાય છે અને વિજયની યાદમાં રશ્મિકાની ડાબી આંખમાં છુપાઈને તર્યા કરતું એ આસુંનું બુંદ નીચે સરી પડે છે અને એ શાયરી પોતાને સાચવતી સાચવતી ટેબલ સાફ કરી પોતાના બેડરૂમમાં ફોન લઈને જતી રહે છે ....

રશ્મિકા ફોન ચેક કરે છે અને notification bar માં પડેલા વિજયના મેસેજ seen કરે છે ...અને થોડી ક્ષણ માટે અટકી મેસેજ type કરે છે પણ એ ફરી અટકી જાય છે ...અને વિચારો સાથે એ ફોન lock screen ઓફ કરી ત્યાં જ બેડ પર ફોન મૂકી દે છે .. અને એ કબાટમાંથી બેગ કાઢી પ્રેમ માટે બેગ તૈયાર કરવા લાગે છે....


************


વિજય પણ પોતાના બેડરૂમમાં હાથમાં ફોન લઈ ઘણા સમયથી રાહ જુએ છે...પણ વિજયના મેસેજનો કોઈ reply આવતો નથી.. વિજય ઉદાસીનતા સાથે રશ્મિકના મેસેજની રાહ જુએ છે એ વારંવાર રશ્મિકા સાથેની chat screen જોયા કરે છે ...થોડી ક્ષણોમાં સામે છેડે typing જોઈ વિજયના ચહેરા પરની ઉદાસીનતા રાહમાં ફેરવાઇ જાય છે....પણ થોડી ક્ષણોમાં રશ્મિકાને અટકી જતાં જોઈ વિજયના ચહેરા પર ફરી એ જ તડપ દેખાઈ છે...

વિજય રશ્મિકાને મેસેજ કરવાનું વિચારે છે ...પણ રશ્મિકાનો વિચાર કરી એ પણ અટકી જાય છે ...


*********


રશ્મિકા બેગ તૈયાર કરી રહી છે અને પ્રેમ આવે છે

“ રશ્મિકા , બેગ તૈયાર છે ?”

“હા , પ્રેમ બસ તૈયાર છે બસ તમારા document બાકી છે ..”

“ હા ... પણ રશ્મિકા મારે અત્યારે જ જવું પડશે ....”

“ કેમ ?”

“ રશ્મિકા , ઓફિસનું કામ પણ અધૂરું છે અને આમ પણ જરૂરી ફાઈલો આપવા મેનેજર આવી શકે તેમ નથી ...”

પ્રેમ તેના કબાટમાંથી document કાઢી રશ્મિકાને આપે છે...

“ આ લે રશ્મિકા , આ documents મૂકી દે બેગમાં ...હું તૈયાર થઈને નીકળું છું ...”

“ હા..”

પ્રેમ બાથરૂમ તરફ જાય છે અને રશ્મિકા બેગમાં document મૂકી બેડ પર અનેક વિચારો સાથે બેસી જાય છે ...થોડી વારમાં પ્રેમ આવે છે ...

“ રશ્મિકા , હું નીકળું છું ...કાલે તું તારા પપ્પાને ત્યાં જતી રહેજે plz ...અને હા મે હમણાં જ એમને ફોન કરી દીધો છે..”

“ હા, પ્રેમ “

રશ્મિકાના ટૂંકા અને ઉદાસ સવાલો સાંભળી પ્રેમને નવાઈ લાગે છે પણ નવાઈ સાથે હંમેશની જેમ જ પ્રેમ ધ્યાન આપ્યા વગર જ નીકળી જાય છે રશ્મિકા દરવાજા સુધી પ્રેમની સાથે જાય છે ..અને થોડી વાર સુધી પ્રેમને જતાં જોઈ રહે છે અને ફરી એ શાયરી બેડરૂમમાં આવી બેડ પર બારીની સામે મોં રાખી બેસી જાય છે ...થોડી વાર પછી ફોન હાથમાં લઈ મનમાં મથામણ કરે છે કે વિજયને મેસેજ કરવો કે નહીં ?

આખરે એ શાયરી લાગણીઓના બંધનમાં બંધાઈ જાય છે અને વિજય ને મેસેજ કરે છે

“ hii… I am fine ….you..?”

સામે રાહ જોઈને બેસેલો વિજય એકાએક જવાબ આપે છે “

“ I am fine …rashu “

“ hmm”

“ rashu …શું કરે છે ?”

“ બસ બેઠી છુ ...તમે ?”

“ હું પણ ...”

“ hmm “

“ રશું ...જમ્યા ..?”

વિજયનો આ પ્રશ્ન વાંચી રશ્મિકા થોડી વાર માટે અટકી જાય છે ...વિજય ફરી મેસેજ કરે છે ...

“ રશું ...નથી જમ્યા ને ..!”

“ના ....dear “

“ કેમ ?”

“ કેમ કે મને ખબર છે કે તમે પણ નથી જમ્યા ...!”

“ તમને કોણે કહ્યું ?”

“નથી જમ્યા ને ?”

“ ના ...પણ તમને કઈ રીતે ખબર પડી ?”

“ બસ મને ખબર ..”

“ 🤦🏻‍♂️ તમારા અટપટા જવાબો...!!“

કોઈ લાખ પ્રયત્નો કરે છતાં મન મેળ મળ્યા એ મળ્યા રહે ,
સરે આમ દીવાલો ચણો છતાં હૈયું હૈયાને મળતું રહે....”

“ વાહ ...રશું ..”

“ રશું ...મને નથી ગમતું તારા વગર ..”

એ શાયરી મનમાં જ ઘણા વિચારોને વાગોળે છે અને પછી જવાબ આપે છે

“ મને તમને hug કરીને રડવાની ખૂબ જ ઈચ્છા થાય છે ..!”

"મને પણ hug કરવાની ઈચ્છા છે...રશું.."

થોડી ક્ષણો માટે બંનેની નજર ફોનની chat screen પર સ્થિર થઈ જાય છે એમના શબ્દો પણ સ્થિર થઈ જાય છે અને આખરે વિજય રશ્મિકાની ઉદાસીનતા ઓળખીને વાતને બદલી નાખે છે ...

“ એક વાત પૂછું ?”

“ હા , બોલો ને “

“ રશું ... તમે તમારા ફોનમાં મારું નામ કયા નામથી save કર્યું છે ?”

“ શું કામ કહું ?”

“ બસ મજા આવે એટલે ..”

“ hmm...મે તમારું નામ ભૂત ના નામથી save કર્યું છે “

"વાહ....શબ્દ તારો ને શ્વાસ મારો....!!"

બંનેના ચહેરા પર સ્માઇલ આવી જાય છે પણ બનેના મનમાં ક્યાક ને ક્યાક વિરહ છુપાતો હતો ...

“ રશું ..plz થોડું જમી લો ને “

“ હા ...પછી જમી લઇશ ..”

“ રશું , મને કઈક સંભળાવશો ? “

તને મળ્યા પછી તારા માટે જીવું છુ ,

તારાથી દૂર થયા પછી તારામાં જ રહું છે ..

આ શેની લાગણીઓ છે ખબર નહિ,

પણ તારી જેમ હમેશા તને જ રટયા કરું છુ ..”

“ વાહહ... રશું ...સુપર.”

“ hmm “

“ રશું ...તારી યાદો અને વાતો ,

હરહમેંશ સતાવ્યા કરે છે ...

તારી આંખો અને એની અદાઓ ,

હરહમેંશ દેખાયા કરે છે ...

અને જેના થકી તને મળ્યા કરું છું ,

બસ ,

તું અને તારી વાતો...!!”


#hemali gohil "Ruh"

To be continue.....


*******


શું રશ્મિકા હર્ષદભાઈને ત્યાં જશે..? શુ વિજય અને રશ્મિકા ફરી મળી શકશે એકબીજા ને? શુ પ્રેમને રશ્મિકાના સંબંધો વિશે જાણ થશે? શું રશ્મિકા પોતાના મનમાં આવતા વિચારોના વંટોળને અટકાવી શકશે ? શુ નિયતિએ જ રશ્મિકા અને વિજયના પૂનઃમિલનનો રસ્તો શોધી આપ્યો છે કે પછી હજુ પણ એમને વિરહની વેદના જ મળશે ?જુઓ આવતા અંકે...