Sathvaro - 15 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 15


સચ્ચાઈ અને નિયતી
●●●●○○○○●●●●●○○○○○●●●●●

અમોઘા સાથે વાત કરવાં માટે પહેલીવાર સાકરમા શબ્દો ગોઠવવાં લાગ્યાં. કેટલું કહેવું કેમ કહેવું એ વિચારતાં વિચારતાં બોલતાં એટલે વચ્ચે અટકવું પડતું.

પોતાનાં જીવન વિશે કહ્યું નાનપણમાં લગ્ન,નિઃસંતાન લગ્નજીવન ,પરંતું બાઘીનો કે બચપનની યાતનાઓનો
ઉલ્લેખ ન કર્યો એ જાણતાં હતાં કે પોતાનાં વિતેલા દુઃખો એ સંવેદનશીલ જીવને અત્યારે દુઃખી કરશે.

કેવી રીતે કેવાં સંજોગોમાં મળી અને એમને અને અશ્ર્વિનીબહેને સંયુક્ત રીતે ઉછેરવાનું નક્કી કર્યું ,.એ કહેતાં સાકરમાનું હૈયું ભરાઈ ગયું,"તારા આઈવા પે'લા કોઈ'દી જિંદગી વા'લી નો'તી લાગી ને તું આવી તારથી કોઈ ફરિયાદ જ નથ." અમોઘાની આંખોપણ ઉભરાઈ આ શબ્દો એણે કાયમ અનુભવ્યાં હતાં,એ સ્પર્શ એ અવિરત હેતની હાજરી પુર્યાં કરતો. શબ્દોમાં ન વ્યક્ત થતી લાગણી વ્યવહારમાં કાયમ રહેતી.

સાકરમાએ એ લીલો ટુકડો ધરતાં કીધું"આમાં વિટેંલી તું મળી તાર મને લાયગું જાણે મારો કાનો જ નવાં વાઘા પહેરીને પધાર્યો."." મને કોણ મુકી ગયું હતું મારી માનું નામ
શું હતું? કેમ મને છોડી દીધી?

સાકરમા બોલ્યાં " તારા સંધાય સવાલનો જવાબ મારી પાસે નય મલે છોડી,ને કોઈ કાળજાનાં કટકાને છોડે તો એમનમ તો ન હોયને ,ઈનેય પગે બેડીયું હસે"."આ કાગળીયું પરદેશી ભાષાનું ઈ તો માસ્તરાણીનેય નો ઉયકલું,તને આયાં કાંય દુઃખ છે? કાના પર ભરોહો રાયે,ઈ સારામાં સારું જ કરે.

"ના મા તમે બેઉઁ મને ખુબ વહાલા,મારે બસ જાણવું છે,મારાં મા બાપ કોણ હતાં,મને કેમ છોડી?તમને ન મળી હોત તો મારૂં શું થાત?"લાવોને આ કાગળ હું કોમ્પ્યુટરમાં
ઉકેલીશ."

અશ્ર્વિનીબહેન આવ્યાં અને વાતનું અનુસંધાન તુટ્યું.
અમોઘા દોડીને એમને વળગી પડી" મમ્મી થેન્ક યું,તમે અને માએ મને સાચવી ન હોત તો! તમે મારા માટે વતન પણ છોડી દીધુ,સોરી મારી ભુલ થઈ ગઈ,હું વાતે વાતે
તમારાથી નારાજ થઈ જતી રીસાઈ જતી."

અશ્ર્વિનીબહેન વહાલથી એનાં ગાલ પર હાથ ફેરવતાં
બોલ્યાં"તું તો અમારી જિંદગી છો,જીવવાનું મકસદ છો,માને સોરી કે થેન્કયું ન કહેવાનું હોય.""અમુક વખતે બાળકોની સલામતી અને ભલાઈ માટે માએ કડક થવું પડે.""અને મને તો બીક પણ ખરી"

" હવે ચાલ જન્મદિનની તૈયારી નથી કરવી? આ વખતે છાત્રાલયમાં તારા મનપસંદ પુસ્તકો આપશું" " મમ્મી મારે
બધાંને પોકેટ ગીતા આપવી છે." અશ્ર્વિનીબહેન બોલ્યાં
" દિકરા વાંચશે કેટલાં? સહું પાસે થોડાં તારી જેમ સાકરમા હોય.તોય તારી ઈચ્છા છે તો એમ કરીશું.

ઘણાં સમયથી મનમાં હતું તે અમોઘાએ પુછી લીધું" મમ્મી નૃત્ય સાથે મારો કોઈ નાતો છે? એનાથી મને કોઈ નુકસાન છે? એટલે તમને નથી ગમતું?"અશ્ર્વિનીબહેન થોડીવાર માટે અવાચક થઈ ગયાં." બાળકોને અણગમતી
વાત કેટલી નાની ઉંમરથી યાદ રહી જતી હશે,એ એટલે જ મારાથી થોડી દૂર રહેતી હશે?"આવાં તો કેટલાય વિચારો ક્ષણભરમાં ઝબકી ગયાં ,એમણે લાગણીઓ પર કાબુ રાખતાં કહ્યું " ત્યારે તું ખુબ નાની હતી એટલે તારા પડવાનો અને નાની ઉંમરમાં ટી.વીની ખરાબ અસરનો ડર હતો,તું વિચારે તેવું કંઈ નથી,તારે જે કરવું હોય તે કરજે ,તું અમારી સમજદાર દિકરી છે".

આટલું બોલતાં બોલતાં અશ્ર્વિનીબહેને સાકરમા તરફ પ્રશ્ર્નસૂચક નજરે જોયું,સાકરમાએ નકારસૂચક ઈશારો કર્યો એટલે રાહત થઈ.

અમોઘા થોડાં ઉત્તર મેળવી સંતુષ્ટ થઈ તેમ લાગ્યું, તે
પહેલાની જેમ ઉછળતી કુસ્તી ગઈ તે જોઈ બેઉઁ માને શાંતિ થઈ. જોકે સાકરમાનાં ચહેરાનાં હાવભાવ એમનાં અવાજનાં ચડાવ -ઉતાર અને બંનેનાં એકબીજા સામે અર્થસૂચક હલનચલન જોઈને એ સમજદાર બાળકીને ખ્યાલ આવી ગયેલો કે એણે જાણ્યું તે સત્ય છે,પરંતું સંપુર્ણ નથી.

એનાં જવાની ખાતરી થયાં પછી અશ્ર્વિનીબહેનનાં ચહેરાનાં સવાલ વાંચી ગયેલ સાકરમા તરત જ બોલ્યાં " મે એને નક્કી થ્યું એટલુ જ કીધું છ,હા ઓલા કાગળીયાનું કીધું ને ઈ જોવાય માંગતી'તી". અશ્ર્વિનીબહેન નિરાશ અવાજમાં બોલ્યાં " ક્યારેક તો કહેવું જ પડશે સાચું બસ આપણને સાચું સમજાઈ જાય ત્યાં સુધી રાહ જોવાઈ જાય તો ઘણું પછી તો આપણી સાથે રહેશે કે કેમ કોને ખબર.

સાકરમા હળવાશ ઉમેરતાં બોલ્યાં " માસ્તરાણી આપણે ક્યાં આપણાં માવતર હારે જાજી લેણાંદેણી છે,ઈ તો જેટલાં દી' નો સંગાથ લયખો હશે તે સાથે રેહું બાકી એમ સમજસું(સમજીશું) કે વે'લી વળાવી દીધી છોરીને".

રાત્રે જ અમોઘાએ પત્ર માંગ્યો અને સાકરમાથી ઈનકાર ન થઈ શક્યો.પોતાની લાગણીઓનું હીત અહીત ક્યાં ક્યારેય વિચાર્યું હતું.એમણે સમયનાં હાથમાં લગામ સોંપી દીધી.

હવે જોવું રહ્યું લોહીનો રંગ ઘાટો કે લોહીનો!

@ ડો.ચાંદની અગ્રાવત










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED