દર્દી બની ડોક્ટર Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દર્દી બની ડોક્ટર

ભગવાનમાં ન માનતો અજય આજે ભગવાન પાસે ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો હતો. આજે એવું તો શું બન્યું એનો અહેસાસ અજયનું અંતર અનુભવી રહ્યું હતું. પાંચ વર્ષની નિર્દોષ સુંદર બાળાએ તેના અંતરને વલોવી નાખ્યું. અંજુના બચવાની કોઈ ઉમ્મીદ ન હતી. અંજુની માતા અનિતાને પોતાના કનૈયા પર ખૂબ વિશ્વાસ હતો.

ઘણા ડોક્ટરોને પોતાની આવડત પર ગર્વ હોય છે. કુશળ ડોક્ટર હોવું એ તો તેની વિદ્યાનું ગૌરવ છે. અહંકાર અને ગૌરવ એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમાન છે. અજયને પોતાની હોંશિયારી પર ગર્વ મિશ્રિત અહંકાર હતો. જેને કારણે હમેશા યશ પોતાને શિરે લેતો.

નાનીશી બાળા અંજુ જ્યારે દર્દ અનુભવતી હોય ત્યારે માતાના શબ્દો યાદ આવતા. ” બાલ કૃષ્ણને હમેશા યાદ કરજે”. તને ડર પણ નહીં લાગે. તારી સહાય કરશે. ‘અંજુના બાળ માનસ પર આની ધારી અસર થઈ. કાનો તેનો મિત્ર હોય એમ આખો દિવસ વાત કરે. એની ઉમરના બધા બાળકો શાળાએ જતા હોય. એની સખી અમી,

સમય મળ્યે તેના માતા અને પિતા સાથે મળવા આવતી ત્યારે અંજુ કિલકિલાટ હસતી સંભળાતી.  ભલેને કોઈ અંજુના રૂમમાં હોય કે ન હોય અંજુ એના કાના સાથે દિવસભર વ્યસ્ત રહેતી,

‘અરે, કાના તું ક્યારેક તો મારી સાથે બોલ’?

અંજુ ને થતું ભલે એ બોલે કે ન બોલે સાંભળે તો છે ને !

ગમે તેટલો દુખાવો હોય તો પણ અંજુ સહન કરતી. તેને ખબર હતી તેની માતાને ખૂબ દુઃખ થાય છે. પિતાજી કામકાજમાં વ્યસ્ત હોય. અંજુની ચાકરી માટે બે નોકરી પણ કરતા. પૈસા વગર કેમ ગાડું ચાલે ? આજે સવારે માતાને લાગ્યું અંજુને જરા વધારે દર્દ થાય છે. હવે અંજેને શેનું દર્દ હતું એ ડોક્ટરોથી  કળાતું નહી. ‘વાયરસ’ નામ આપીને છૂટી પડતા.

અંજુની માતા એ કહ્યું ,બેટા નાહીને તને સુંદર નાસ્તો ખવડાવું, તારાથી ખવાય તેટલો ખાજે. પછી ડોક્ટર પાસે જઈશું’.

મા દીકરી બન્ને તૈયાર થઈને ડોક્ટરના દવાખાને જવા નિકળ્યા. રિક્ષા બોલાવી. અંજુને હાથ પકડી પ્રેમથી રિક્ષામાં બેસાડી. મા બો;ઈ,’ ભૈયા જરા સંભલકે ચલાના, મેરી બેટીઓ દર્દ હોતા હૈ’.

રિક્ષાવાળો અંજુને એકીટશે નિહાળિ રહ્યો. આવી સુંદર પરી જેવી બિટિયાને શું થાય છે. ખૂબ સાચવીને રિક્ષા ચલાવી.

અંજુની સાથે તેનો કાનો તો હોય જ ! પોતાનો વારો આવે તેની રાહ જોતા મા અને દીકરી બેઠા હતા. ત્યાં બેસીને મોટેથી વાત ન થાય એટલે આંખોથી અને ઈશારાથી અંજુ કાના સાથે વાર્તાલાપ કરી રહી હતી. આજે તેને કાનો અલગ લાગ્યો. અંજુની સામે મંદ મંદ મુસ્કુરાતો હતો.

તેનો વારો આવ્યો એટલે અંજુ માતા સાથે ડોક્ટરની કેબીનમાં દાખલ થઈ. અંજુને તપાસતા ડોક્ટર બોલ્યા,’ અંજુ આજે ખૂબ દર્દ થાય છે’ ?

‘જી, ડોક્ટર કાકા’. પણ–

ડોક્ટરે પૂછ્યું,’ પણ શું’ ?

‘આ મારો કાનો છે ને મારી સામે જુએ છે ત્યારે દર્દ ગાયબ થતું હોય એવું લાગે છે’.

ડોક્ટરની આંખો પહોળી થઈ ગઈ. આટલી નાની બાળાને જો ઈશ્વર પર શ્રદ્ધા છે તો મને શામાટે માત્ર મારા પર ગર્વ છે ! અરે જો મારામાં તાકાત હોય તો ,મારી વિદ્યા મૃત આદમીને કેમ જિંદા નથી કરી શકતી’.

‘હે પ્રભુ આજથી તારામાં વિશ્વાસ અને શ્રદ્ધા જે મને મારી વિદ્યામાં પ્રાણ પૂરવા  સહાય કરશે’. આ નાનીશી બાળાની તકલિફ દૂર કરવાની મને શક્તિ જરૂર આપજે.

કાના માટે અને અંજુ માટે ડોક્ટરે લોલીપોપ આપી.

*****************