રેટ્રો ની મેટ્રો - 33 Shwetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

રેટ્રો ની મેટ્રો - 33

ફ્રેન્ડ્સ, રેટ્રો ની મેટ્રો તમારે માટે કઈ ગિફ્ટ લાવી છે જરા અનુમાન તો લગાવો.
સિલ્વર સ્ક્રીન પર અભિનયનો પરચમ લહેરાવતી,
ક્યારેક નાગીન બનીને નજરે પડતી,તો ક્યારેક આશા બનીને ઝગમગતી,અને ક્યારેક disco station થનગનાવતી,કારકિર્દીની શરૂઆતમાં જ 'ઝરૂરત ગર્લ' તરીકે પ્રસિદ્ધિ મેળવતી,સહજ અભિનય અને રોમ રોમ નર્તન લઈને સિલ્વર સ્ક્રીન પર છવાઈ જનાર અભિનેત્રી જેનો જન્મદિવસ આવે છે 7 મી જાન્યુ આરીએ .. જાણો છો ને એ અભિનેત્રી કોણ?....
અરે હું પણ કમાલ છું તમને હું આ તે કેવાં સવાલ પૂછું છું ?અરે તમે તો છો રેટ્રો ભક્તો એટલે સાચો જવાબ જ આપવાના.બિલકુલ સાચો જવાબ છે તમારો.....રીના રોય.
૧૯૭૨ માં રીના રોયની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ ફિલ્મ "ઝરૂરત" સાથે ,અને આ જ વર્ષમાં તેમની બીજી બે ફિલ્મો મિલાપ અને જંગલ મે મંગલ પણ રજુ થઇ. જંગલ મે મંગલ ના હીરો હતા કિરણકુમાર અને ફિલ્મના મુખ્ય વિલન હતા ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ કલાકાર, અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી.
"અપનાપન"ફિલ્મમાં શાનદાર અભિનય કરીને
ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર રીના રોય નું મૂળ નામ સાયરા અલી હતું. તેમના પિતા સાદીક અલી અને માતા શારદા રાયના લગ્ન વિચ્છેદ પછી માતાએ સાયરા નું નામ બદલીને રૂપા રાય કર્યું અને પ્રથમ ફિલ્મ "ઝરૂરત" નાં નિર્માતા એ તેનું સ્ક્રીન નેઇમ રીના રોય આપ્યું.
તમને શું લાગે છે,રીના રોયે કયા અભિનેતા સાથે વધુ ફિલ્મો કરી છે? ઘણા બધા ના મનમાં શત્રુઘ્ન સિન્હા નું નામ ઝબક્યું હશે.જો કે હકીકતમાં રીના રોયે સૌથી વધુ ફિલ્મો જીતેન્દ્ર સાથે કરી છે 22 ફિલ્મો મા તેમણે અભિનય કર્યો છે જેમાંથી 17 ફિલ્મોમાં રીના રોયના હીરો જીતેન્દ્ર હતા અને તેમાંથી બાર ફિલ્મો સુપરહિટ હતી.
રીના રોયે શત્રુઘ્ન સિન્હા સાથે 16 ફિલ્મોમાં જોડી જમાવી તેમાંથી 11 ફિલ્મ સુપરહીટ રહી.
શત્રુઘ્ન સિન્હા સાથે રીના રોયની ફિલ્મો ના નામ યાદ કરીએ તો મને સૌથી પહેલા ફિલ્મ કાલીચરણ યાદ આવે.
ભારતીય શાસ્ત્રીય નૃત્ય થી લઈને ડિસ્કો ડાન્સ સહજતાથી કરી શકનાર રીના રોયે ,ફિલ્મ લેડીઝ ટેલર માં ડબલ રોલ ઉપરાંત ફિલ્મ કરિશ્માની મોર્ડન મોડેલ થી લઈને ધરમ કાંટાની ગામડાની-ગોરી જેવી વિવિધ ભૂમિકાઓ સફળતા થી ભજવી,રેખા અને હેમા માલિની સામે જબરજસ્ત વ્યવસાયિક ટક્કર આપી. સિલ્વર સ્ક્રીન પર રેખા સાથે વ્યવસાયિક ટક્કર લેતા રીના રોય, રેખાના મિત્ર છે. રીના રોયને વસ્ત્રોની પસંદગી અને હેર સ્ટાઇલ માટે રેખાએ ઘણી ટિપ્સ આપી હતી.નાગીન, પ્રેમ તપસ્યા, આશા જ્યોતિ, કર્મયોગી અને જાની દુશ્મન જેવી ફિલ્મ માં આ બંને અભિનેત્રીઓ એ અપોઝિટ રોલ્સ કર્યા.
રીના રોયે, હેમા માલિની સાથે બગાવત, અંધા કાનૂન, હમ દોનો, રાજતિલક અને નસીબ જેવી ફિલ્મોમાં સબળ ભૂમિકાઓ ભજવી.અમિતાભ બચ્ચન સાથે"સત શ્રી અકાલ" અને "વિલાયતી બાબુ" જેવી પંજાબી ફિલ્મ કરનાર રીના રોય હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના હિરોઈન તરીકે કોઈ પણ ફિલ્મમાં દેખાયા નહીં. જો કે ફિલ્મ નસીબમાં તેમને અમિતાભ બચ્ચનની બહેનની ભૂમિકા કરવાની તક મળી. તરત જ તમને જિંદગી ઈમ્તિહાન લેતી હૈ ગાતાં રીના રોય યાદ આવ્યા ને?
એક સમયે સફળ અભિનેત્રીઓની હરોળમાં મોખરાનું સ્થાન મેળવનાર રીના રોય ની ફિલ્મી કરિયર 1972 થી 1985 સુધી ઝળહળતી રહી. 1982 નું વર્ષ તો તેમની કારકિર્દી નું સુવર્ણ વર્ષ કહી શકાય. આ વર્ષે તેમની 13 ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાંની એક ફિલ્મ તેમની બહેન બરખા રોય નિર્મિત "સનમ તેરી કસમ", જેમાં કમલ હસન સાથે રીના રોયની રોમેન્ટિક જોડી દર્શકો ને ખૂબ પસંદ આવી હતી.
"અપનપન" માં એક સ્વાર્થી પૈસા માટે પતિ અને બાળકને તે હજી દેનાર સ્ત્રીની નેગેટિવ ભૂમિકા તેમણે ભજવી. આ ભૂમિકા માટે તેમને 1979 માં સહાયક અભિનેત્રી નો ફિલ્મ ફેર એવોર્ડ એનાયત થયો પણ તેમણે એમ કહીને એવોર્ડ ઠુકરાવી દીધો કે "તે ફિલ્મની નાયિકા છે, સહાયક અભિનેત્રી નથી!"આ ઉપરાંત
1977 માં ફિલ્મ "નાગિન" માટે તથા 1981 ના ફિલ્મ આશા માટે ફિલ્મફેર એવોર્ડ ફોર ધી બેસ્ટ એક્ટ્રેસ માટે તેઓ નોમિનેટ થયા હતા.
એક મુલાકાતમાં ફિલ્મ "આશા"ના ખૂબ જ લોકપ્રિય થયેલા ગીત ના ફિલ્માંકન વિશે વાત કરતા રીના રોયે કહ્યું હતું કે "આ ગીત મારે માઇક્રોફોન સામે ઉભા રહીને ગાવાનું હતું. ડાન્સ સ્ટેપ્સ કરવાનો કોઈ અવકાશ ન હતો. તેથી મેં લતા મંગેશકર અને આશા ભોંસલેના લાઈવ સ્ટેજ શો જોયા હતા તે યાદ કર્યા અને આ બંને ગાયિકાઓની સ્ટેજ પર ગીત ગાતી વખત ની બોડી લેંગ્વેજ ઝીણવટથી યાદ કરી. ઇન્ટર લ્યુઇડ મ્યુઝિક વખતે ગળું સાફ કરવાની તેમની અદા અને ગીતના શબ્દો મુજબના હાવભાવ શૂટિંગ વખતે મેં મારા અભિનયમાં સમાવી લીધા."
તો સિલ્વર સ્ક્રીન પર વિવિધ ભૂમિકાઓ ભજવી લોક હૃદયમાં સ્થાન પામેલ રીના રોયની ફિલ્મોને યાદ કરતા કરતા ચાલો હવે આપણે પાછા ફરીએ માતૃ ભારતીના પ્લેટફોર્મ પર.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.