પારિવારિક સ્નેહ મિલન SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારિવારિક સ્નેહ મિલન

"રાધિકા, આ વર્ષે પણ તમારી વાર્ષિક ફેમિલી રિયુનિયન પાર્ટી કેન્સલ કરવી પડશે. હવે બધા વ્યસ્ત રહે છે અને કોઈની પાસે આ બાલિશ ગેટ-ટુગેધર માટે સમય નથી."
મારો સત્તર વર્ષનો જોડિયો ભાઈ રોહન અને હું આશ્ચર્યચકિત થઈ ગયા. એક તો મમ્મીએ અમને પાર્ટી કેન્સલ કરવાનું કહ્યું અને તેને બાલિશ કરાર પણ આપ્યો.

અમે તેર વર્ષના હતા ત્યારથી, હું અને રોહન દર વર્ષે ૩૦મી ડિસેમ્બરે ફેમિલી સ્નેહ મિલન પાર્ટીનું આયોજન કરીએ છીએ. અમે અમારા ખિસ્સા ખર્ચમાંથી ૩૬૫ દિવસ બચત કરીએ, જેથી બાર મહિનાના અંતે, અમે બધા કઝીન, અને કાકા/કાકીને એક ભવ્ય કૌટુંબિક ઉજવણી માટે ભેગા કરી શકીએ; રમતો રમીએ, ઈનામ આપીએ અને નાસ્તો પણ રાખીએ, બધું અમારા પોતાના ખર્ચે. વધુમાં, અમારી મહેનત માટે પ્રશંસા રૂપે, અમને ઘણી ભેટ પણ મળે.

ગયા વર્ષે, દાદીની બીમારીના લીધે અમે પાર્ટી ન રાખી શક્યા, હવે આ વર્ષે મમ્મી અમને ફરીથી રદ કરવાનું કહે છે! કોઈ સંજોગે અમે પાર્ટી કેન્સલ નહીં કરીશું. હું અને રોહન અમારા રૂમમાં ગયા અને દરવાજો બંધ કરી દીધો. “આખું વર્ષ બધા વ્યસ્ત જ હોય છે. શું આપણા માટે તેઓ એક સાંજ ન ફાળવી શકે?" રોહન ભડકી ઉઠ્યો અને હું પણ એટલા જ ગુસ્સામાં હતી. એક મિનિટ મૌન રહીને મેં મોટેથી વિચારવાનું શરૂ કર્યું, “રોહન, આ વર્ષે કંઈક અલગ કરીએ. એવી નોંધ સાથે આમંત્રણ મોકલીશું કે તેઓ નકારી ન શકે.”

વિવિધ વિકલ્પો પર વિચાર કર્યા પછી, અમે વ્યક્તિગત કાર્ડ બનાવ્યા. દરેક સભ્યના ફોટા સહિત ફેમિલી ટ્રીનું કવર બનાવ્યું. અંદર, સમય અને સ્થળની મૂળભૂત માહિતી સાથે, એક મજબૂત સંદેશ લખ્યો: ધ્યાન રહે કે આપણી વચ્ચેના સ્થાનીય અંતર તમને આવવાથી અને અમૂલ્ય યાદો બનાવવાથી ન અટકાવે. દરેક સભ્ય માટે એક સરપ્રાઈઝ છે.

સદભાગ્યે બધા હાજર થયા. રંગબેરંગી સાંજ માટે અમારા બંગલાની ટેરેસ સંપૂર્ણ રીતે સુશોભિત, કાર્પેટ અને સારી રીતે પ્રકાશિત હતી. "હું ફક્ત તારી સરપ્રાઈઝ માટે આવ્યો છું રાધિકા, નહીંતર, આ વર્ષે મારો કોઈ ઈરાદો નહોતો."
ઉપસ્થિત દરેક વ્યક્તિ તરફથી સમાન ટિપ્પણીઓ મળી, પરંતુ હાજરી ૧૦૦% હતી!
"ધીરજ રાખો અને સ્નેહ મિલનની મજા લ્યો, સરપ્રાઈઝ પણ ધીમે ધીમે પ્રગટ થશે."

પ્રથમ બે કલાક ઉત્સાહપૂર્ણ રમતો, નાસ્તો, ગપસપ અને હાસ્યથી ભરેલા રહ્યા. પછી અમે બધાને આરામથી બેસીને શોનો આનંદ માણવા વિનંતી કરી. રોહને કેન્દ્ર સ્થાન લઈ શરૂ કર્યું, “હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન. આ વાર્ષિક પારિવારિક સ્નેહ મિલન પાર્ટીને ભવ્ય સફળતા આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ વિના તે શક્ય નહોતું. હવે પ્રોમિસ કરેલ સરપ્રાઈઝનો વારો. આ વર્ષે અમે વિવિધ કેટેગરી હેઠળ શ્રેષ્ઠ પરિવારના સભ્યોને પ્રમાણપત્રો આપી રહ્યા છીએ."
અમે મેટાલિક ગોલ્ડમાં એમ્બોસ કરેલા દરેકના નામ સાથે અપૂર્વ પ્રમાણપત્રો ડિઝાઇન અને પ્રિન્ટ કર્યા હતા.
“જજ અલબત્ત હું અને રાધિકા હતા. તો શું તમે બધા સર્ટિફિકેટ વિશે જાણવા માટે ઉત્સાહિત છો?"

તાળીઓ અને સિસોટીઓથી અમારું ટેરેસ ગુંજી ઉઠ્યું. "કૌટુંબિક ઇતિહાસકાર એવોર્ડ આપણા સૌથી પ્રિય દાદાજીને જાય છે." બધાએ તાળીઓ પાડી અને પપ્પાએ તેમને પ્રમાણપત્ર આપવાનું સન્માન કર્યું.
"આગળ, શ્રેષ્ઠ વાર્તાકારનો એવોર્ડ આપણા પ્રિય દાદીમાને આપવામાં આવે છે."
દાદીમા ગર્વથી તેમનું પ્રમાણપત્ર મેળવવા આગળ આવ્યા અને બધાએ ચીયર્સ સાથે એમનું સ્વાગત કર્યું.

હવે દરેકજણ આગામી ઘોષણાઓ સાંભળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોઈને નિરાશ કરવાની અમારી જરાય મંશા નહોતી. અમે પરિવારના દરેક સભ્ય માટે એવોર્ડ વિચાર્યા હતા. તેમાંના કેટલાક આનંદી પણ હતા, જેમ કે મોસ્ટ ફેશનેબલ, ચેટરબોક્સ, ગ્રીલ માસ્ટર, પાર્ટી એનિમલ વગેરે. જો કે, શ્રેષ્ઠ આયોજકનો એવોર્ડ મમ્મીને અને સૌથી વધુ મદદરૂપ પપ્પાને આપવામાં આવ્યો.

અંતમાં દાદાજીએ આવીને રોહન અને મને બાથમાં લેતા આત્મસંતોષ સાથે જાહેર કર્યું, “મને મારા બચ્ચાઓ પર ખૂબ ગર્વ છે. સ્નેહ મિલન માટે આખા કુટુંબને ભેગા કરવાનો તેમનો વિચાર ખૂબ સરાહનીય છે. વધુમાં, આ વર્ષે દરેક સભ્યને પ્રમાણપત્ર આપીને તેઓએ તમામ અપેક્ષાઓ વટાવી દીધી છે. હું મારી વસિયતનામામાં ઉમેરવાનો છું કે આ પાર્ટીઓ દર વર્ષે ચાલુ રહેવી જોઈએ અને હું દરેક વ્યક્તિ માટે તેમાં હાજરી આપવી ફરજિયાત બનાવીશ."

દાદાજીએ અમને બંનેને કપાળે ચુંબન કર્યું. “ભગવાન તમને હંમેશા ખુશ રાખે. મારે તમારા બંને માટે વિશેષ ઇનામ વિચારવું પડશે.”

પારિવારિક સ્નેહ મિલન મહત્વપૂર્ણ હોય છે; તેઓ માત્ર પ્રેમ અને સંવાદિતાને નથી વધારતા, પણ આપણને આપણા મૂળ સાથે જોડાયેલા રાખે છે!

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
__________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=