સથવારો.....સંબંધો ભાગ્યનાં - 11 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 11

પારકાં- પોતાનાં

●●●●●○○○○○●●●●●●●○○○○

સાકરમા જેવી સ્થિતપ્રગ્ન સ્ત્રી ,આજે ડહોળાયેલાં મનને

શાતા નહોતી આપી શકતી. પાછલી રાતોનાં

ઉજાગરા,અમોઘાની ચિંતા એમાય વળી છઠ્ઠી ઈન્દ્રીયનાં

અણસારો.

જે સપનું હવે આશિર્વાદ જેવું લાગતું હતું એ પાછું

ડરાવી ગયું જાણે જુદાઈનો અણસાર,મનમાં ખબર જ

હતી કે જરૂર કોઈ મોટું કારણ હોવું જોઈએ

માસ્તરાણીનાં ગુસ્સા પાછળ ,તોય ઉભરો ઠલવાઈ

ગયો.અસલ મિજાજમાં "આપણી દિકરી બીવાંમાં

(ડરમાં) સમજતી નહોતી..એને તે દબડાવી. હવે એ

ડરવાનું શીખી ગઈ"..

અશ્ર્વિનીબહેન થોડીવાર ચૂપ રહ્યાં,એમણે

શાળામાં ફોન કરી જાણ કરી કે પોતે આજે જરૂરી કામ

સબબ આવી નહીં શકે.પછી હાથથી દોરીને સાકરમાંને

અંદર લઈ ગયાં અને કબાટ ખોલી આઠ-દસ પત્રનો ઢગલો

કરી દીધો.

" મેં તમને એ તો કીધેલું કે કોઈ જવાબ નથી

આવ્યો,પણ એ જલ્દી જવાબ આપી શકે તેવી સ્થિતી

પણ નહોય,એનો જવાબ આવે તે પહેલાં નિકળી જવું

એવો વિચાર પણ ખરો.". "આપણાં કાગળ પછી એટલું

સમજાઈ ગયેલું હશે કે અંગ્રેજીમાં પત્ર વ્યવહાર શક્ય છે

મહિનાં પછી ઉતર આવ્યો",

અશ્ર્વિનીબહેને પે'લાં કાગળનો અર્થ ટુંકાણમાં કહ્યો.

"હું ખુશ છું ,મારી દિકરી સુરક્ષિત હાથમાં છે ,મારી

મજબુરીઓ અને એની સુરક્ષા માટે માટે આ પગલું

ભર્યું આભાર,હું જિંદગીભર તમારી ઋણી રહીશ."

" બીજા કાગળમાં એનો જન્મ સમય ,સ્થળની સાથે

જન્મની કાચી નોંધની પાવતી આવી. મારે વળતાં જવાબો

નહોતાં આપવાં તોય અપાતાં રહ્યાં અને વિશ્ર્વાસનો બંધ

રચાઈ ગયો. એની ભાષા એનાં ઉચ્ચ શિક્ષણ નો પુરાવો

હતી અને ભાવ મા હોવાનો"...

સાકરમા થોડા ગુંચવાયાં હજી મનમાં ઉગતાં પ્રશ્ર્નોનો

તાળો નહોતો મળતો એણે પુછી લીધું"તે આપણી

ઓળખ ને આયાં રયે (રહીએ) તે કહ્યું નથી ને?

અશ્ર્વિનીબહેને નકારમાં શિર હલાવ્યું એટલે તેમની

અગત્યની ચિંતા ઓછી થઈ.એમનાં ચહેરા પર આગળની

વાત સાંભળવાની સહમતિ જોઈ અશ્ર્વિનીબહેનને વાત

આગળ ધપાવી.

"થોડી આત્મિયતાં કે વિશ્ર્વાસ પછી એણે ત્યાગનાં

કારણો આપ્યાં,જોકે એની મજબુરી કે નિસ્પૃહતાં એણે

અમોઘા વિષે નથી પુછ્યું કે ન ભલામણ કરી.ટુકડે ટુકડે

જે એની જીવનવાર્તા સમજાઈ એ એજ સદીઓ જુની

કથા અલગ રૂપે. 'તે ઉચ્ચ શિક્ષીત મા બાપનું એકમાત્ર

સંતાન દાદા- દાદી વિધવા ફોઈ એમ છ જણનું

કુટુંબ ,ઉચ્ચ સંસ્કાર ને આંશિક રઢીચુસ્ત.નાનપણથી જ

શાસ્ત્રિય સંગીત અને નૃત્યની ઋચી જાગે તેવું

વાતાવરણ.શાસ્ત્રીય નૃત્યમાં વિસારદની તાલિમ.એકધારું

જીવન ચાલતું હતું.

જુનિયર કોલેજ માટે એને બેંગલુરુ મોકલવામાં

આવી,શરૂઆતમાં એ વાતાવરણ અલગ લાગતું એમાં

ગોઠવાવાની મથામણમાં સ્વછંદતા અને સ્વતંત્રતાનો ભેદ

ભુલાઈ ગયો,આર્થિક સદ્ધરતાએ મિત્રો બનાવવાંમાં

અનુકુળતાં કરી આપી.ને ત્યાંથી જ ફિલ્મોમાં જવાનું

સપનું પાંગર્યુ.મા બાપે સારી તકની રાહ જોવાં સમજાવી

પણએકની બે ન થઈ,ઘર સાથે નાતો તુટ્યો એટલે


સારાનરસાંનું ભાન પણ ભુલાયું. સી ગ્રેડ ફિલ્મો અને ભદ્દા

નૃત્યો,શાસ્ત્રીય નૃત્યની તાલીમનું અપમાન,કેટલાય તુટેલાં

વાયદાઓ અને છુટેલાં સંબંધોમાં એકાદ દસકો નીકળી

ગયો.

કેફ ઉતરતાં ગુમાવેલું મેળવવાનાં હવાતિયાં શરૂ થયાં

અને એક આ દુનિયાનાં ભાગ એવાં વ્યક્તિ સાથે

લગ્નજીવન શરૂ થયું. થોડા સમયમાં અસલી રંગ દેખાવા

લાગ્યાં કે અહીં ખાલી ધનલાલસા છે.પછી તો સામા પક્ષે

બે આંખોની શરમ પણ છોડી.અમોઘા વખતે ખ્યાલ

આવ્યોકે એ વ્યક્તિનો એક પરિવાર પહેલાંથી છે,અને

પોતાને જીવનું જોખમ છે.સામે પગલે સામનો કરવાં

જેટલો આત્મવિશ્વાસ હતો નહીં એટલે છુપાવાનો અને

અમોઘાને છોડવાનો નિર્ણય લેવાયો.

અશ્ર્વિનીબહેન બોલતાં હતાં ત્યારે એ સ્ત્રીની પીડા તેમનાં

મોઢાં પર છલકાતી હતી."પછી થોડાં મહિના તો એમ જ

ગયાં પછી સંદેશો આવ્યો કે હું ગંભીર બીમારીથી પીડાઉઁ

છું આ મારો છેલ્લો પત્રસમજવો".

"હવે ચિંતાની વાત એ છે કે એ પછી લાંબા સમયે એક પત્ર

આવ્યો ,એમાં અમારૂં સંતાન અમે લેવાં આવીએ તેવો

સંદેશ હતો.આ મને શંકા છે કે એ કોઈ

બીજાએ લખ્યો છે.પત્ર ટાઈપ કરેલો હતો અને આટલાં

પત્ર વ્યવહાર પછી એટલી ખબર પડે કે ભલે આ

અંગ્રેજીમાં હોય પણ એ સ્ત્રીનાં શબ્દો નથી."

આટલું બોલતાં જાણે જીભમાં થાક ભરાઈ ગયો.

સાકરમાંનો ગુસ્સો તો ઓગળી ગયો ,ચિંતાનાં કારણે

કાળજે ડુમો ભરાઈ ગયો.હવે એમને સમજાયું કે કેમ

માસ્તરાણીએ વતનનું ઘર ખાલી કરી નાખ્યું

અચાનક,પિયર સાથે નાતો સાવ આછો પાતળો,એ પણ

તુટી જાય એ માટે સબંધો પ્રત્યે સાવ ઉદાસીનતાં સેવવા

લાગી. કઠોરતા ઓઢીને જ ફરતી કાયમ એને સહાનુભૂતિ

અને પોતાનાં વર્તન માટે અફસોસ થયો.

એ બે સ્ત્રીઓનું બંધન ખુલાસાઓનું મહોતાજ ન

હતું.

અમોઘાથી અલગ થવાનાં ડર કરતાં હવે એની

સલામતીની ચિંતા વધારે હતી.ફરી એકવાર નિર્ણયો

લેવાનાં હતાં,અને એક પણ નિર્ણય ખોટો પડે એવું

જોખમ પોષાય તેમ નહોતું.

@ડો.ચાંદની અગ્રાવત

વાચકમિત્રો આવનારી સફરનાં હમસફર બનવાં

જોડાયેલાં રહો.