વિસામો.. - 3 ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિસામો.. - 3

~~~~~~~~~~

વિસામો.. 3

~~~~~~~~~~

 

લીલીના ફૉનથી હવેલીમાં નીચેના હૉલ સુધી પહોંચેલી પોલીસ ઉપર વિક્ર્મનું ધ્યાન ગયું,.. 

ગોળીનો અવાજ સાંભળીને પૉલીસ ઉપરની તરફ ભાગતી આવવા લાગી,.. 

 

પૉલિસ જોઈને વિક્રમ ની પક્કડ ઢીલી થતા જ ગોરલબાના હાથમાંથી રાઇફલ ઝુંટવીને વિશાલે કશું જ વિચાર્યા વિના ગિરિજાશંકરના માથાંમાં જોર જોરથી મારવા માંડ્યું,.. 

ઉપર પહોંચી ગયેલા બધાજ અફસરોએ વિશાલને ગૂનેગાર સમજીને પકડી લીધો,..

 

ગોરલબાએ પૂનમના બચાવ માટે ગિરિજા શંકર ઉપર ગોળી ચલાવી હતી એ વાત ના ખુલાસા પહેલા તો વિશાલ આ બધું છોડીને પોલીસના હાથમાંથી ભાગી ચૂક્યો હતો,.. 

 

"કામ્બલે,... પીછો કર એનો,.. "  એક અફસરે બીજાને સંબોધતા કહ્યું 

 

"ઑફિસર,..." ગોરલબાનો સત્તાવહી અવાજ સાંભળીને બન્ને ઑફિસર ત્યાંજ અટકીને ઉભા રહી ગયા  

 

"હુકૂમ ગોરલબા,.."

 

"છોડી દો એને,..." 

 

"પણ બા,.. એણે બાપૂને,... " 

 

"તારા બાપૂ પણ દૂધના ધોયેલા નથી, આ બધું અહીં જ દબાઈ જવું જોઈએ,.. રફાદફા કર બધું,.. "

 

"હુકૂમ, ગોરલબા,... " 

 

અડધા જ કલાક માં અસ્તવ્યસ્ત થયેલું રૂમનું બધું જ  હતું એવું ને એવું જ ગોઠવાઈ ગયું,.. 

 

આસ્થા તું પૂનમને મારા રૂમમાં લઇ આવ,..

વિક્રમ તું પૃથ્વીને સંભાળ,..

ઑફિસર,  વિશાલને કાંઈ ના થવું જોઈએ,.. 

 

ગોરલ બા ના આદેશ પછી પળવારમાં જ બધું વિખરાઈ ગયું... 

 

~~~~~~~~~~

 

બાર કલાકથી ભાગતો ભાગતો અને હાંફતો હાંફતો વિશાલ એક જંગલના વડલા નીચે ઢળી પડ્યો

પરોઢ થતા થતા એની આંખો ધીરેથી ખૂલી,.. 

 

"બાદશાહ,.. આ સાલો હીરાપુર બાજૂથી જ આવ્યો લાગે છે,.. જો આ સમાચારમાં પણ એ જ લખ્યું છે,.."

 

નવો નવો સવાર સવારમાજ બાદશાહની ગેંગમાં ભરતી થયેલો પ્રભાતસિંહ બાદશાહ તરફ જોઈને ન્યુઝ પેપર બતાવતા બોલી ઉઠ્યો,.. 

 

"ઍય,... શું ચોર્યું ?" પ્રભાતસિંહે ફરીથી વિશાલ સામે જોઈને સવાલ કર્યો,..

 

અડધી ખુલેલી આંખો વિશાલે ફરીથી બંધ કરી લીધી 

 

"સરદાર, આ તો સાલો બેફિકર થઇ ને ઘોરવા લાગ્યો,.. " પ્રભાતને ગુસ્સો આવ્યો 

 

"દરબાર,.. જરાક આમ જુઓ તો,.. " 

ડાકૂ જેવો દેખાવ છતાં બાદશાહ નો પ્રેમાળ અવાજ સાંભળીને વિશાલે બાદશાહ તરફ જોયું,.. 

પોતાની બાજુમાં વડને ટેકે ઉભેલા બાદશાહને પ્રેમથી બોલતો જોઈને વિશાલને નવાઈ લાગી 

 

ગૂંઠણીએ બેસતા બન્ને હાથ પોતાના ઢીંચણ ઉપર ગોઠવીને બાદશાહે ન્યૂઝ પૅપર વિશાલના હાથમાં થમાવતા અને બન્ને ભ્રમરો ઉલાળતા પૂછ્યું 

"શું ચોર્યું તે ?"

 

સવાલ તરફ બેધ્યાન થઈ વિશાલ પેપરમાં આવેલો આખો આર્ટિકલ વાંચવા લાગ્યો 

"હીરાપુર ગામના નામી ઠાકુર ગિરિજાશંકર ઉપર હૂમલો,.. સૂત્રો અનુસાર ચાર ડાકુઓની પહેચાન ગોરલબા સહિત એમને ત્યાં રોકાયેલી ગામની બે દીકરીઓ આસ્થા અને પૂનમે, ઉપરાંત એમના

વફાદાર વિક્રમસિંહે, એમના દીકરા પૃથ્વીએ, અને એમની નોકર લીલીએ કરી હતી,..  

જાણવા મળ્યું છે કે પૂનમના ભાઈ વિશાલને શહેરમાં નોકરી મળી હોવાથી એણે પોતાની બહેન પૂનમને એણે ગોરલબાના હાથમાં સોંપી હોતી,.. 

એ રાત્રે પૂનમ, આસ્થા વિક્રમસિંહ, લીલી અને પૃથ્વી હવેલીમાં ગોરલબાની સાથે જ હોવાથી ડાકૂઓ લૂંટમાં બહુ મોટી રકમ મેળવી શક્યા નહોતા,.. 

ડાકૂઓની ગોળીના ઘાવને લીધે ગિરિજા શંકરને હાલમાં શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,..

ગિરિજા શંકરને કૉમામાં પહોંચાડનાર ચારેય ડાકૂઓ ભાગી છૂટવામાં સફળ થઇ ગયા છે, પણ પોલીસ તપાસ ચાલુ જ છે,.." 

 

ગોરલબાએ ઠાકુર ને એમના ગંદા કૃત્ય માટે ગોળી મારી હતી એ વાત એ જાણતો હતો અને એ સિવાય એટલું તો વિશાલ સમજી જ શક્યો હતો કે  ગોરલબાએ એને પોલીસમાં સોંપવા ને બદલે ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો એ વાત બહાર પાડી હતી, અને આમ કરવાથી એમણે એક રીતે એનો બચાવ જ કર્યો હતો,.. વિશાલ ને એ બરાબર સમજાઈ ગયું હતું કે એના ભાગ્યા પછી પણ ગોરલબાએ એને પોલીસ ઝંઝાળ માંથી છુટકારો અપાવી દીધો હતો. પરંતુ પોલીસ થી સચ્ચાઈ છુપાવીને એમણે ઠાકુર ની હકીકત ને પણ સરેઆમ ખુલ્લી નહોતી પાડી, અને એ વાતનો બદલો એ ઠાકૂર પાસેથી ચોક્કસ લેશે.. એણે મનમાં જ નક્કી કરી લીધું 

 

"સાચે સાચું કહીદે બચ્ચા,.. બાકીના ત્રણ ક્યાં ગયા ? અને માલ ક્યાં છે ?" 

બાદશાહે ન્યુઝ વાંચી રહેલા વિશાલને ફરીથી પ્રેમથી પૂછ્યું 

 

ગોરલબાની જૂઠી દર્જ કરેલી પોલીસ રિપોર્ટ જોઈને વિશાલ પણ બાદશાહની સામે ચાલુ ગાડીમાં ચઢી બેઠો  "મારી નાખ્યા,... ત્રણેયને ... અને વહેંચી દીધો માલ ગરીબોમાં,.. શું કરશો ?" 

 

પ્રભાતસિંહને હસવું આવી ગયું પણ હસ્યો નહિ,.. 

 

"માળો ભડનો દીકરો છે,... હાલ હાલ,.. કામ કરવું છે અમારી સાથે ? " 

બાદશાહે ઈમ્પ્રેસ થતા પૂછ્યું 

 

અને ગિરિજા શંકર ને જાનથી મારવાના મનસૂબા સાથે વિશાલે બાદશાહ સાથે પોતાની નવી સફર શરુ કરી,.. 

 

~~~~~~~~~~~~~

 

માંડ 13 વર્ષની વયમાં પહોંચેલી એક નાદાન બાળકીને પાસે બેસાડીને ગોરલબાએ પૂછ્યું 

"પૂનમ,... તું ઠીક છે,.. ?" 

 

સહેમી ગયેલી પૂનમને ગોરલબાની હૂંફ હંમેશા વસુમાં જેવી જ લાગતી,..

પોતાના એકના એક દીકરા પૃથ્વીના દિલમાં પૂનમ માટેનો અતિશય લગાવ જોઈને વસુમાના ગયા પછી ગોરલબાએ પૂનમનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું,.. એ જાણતા હતા કે પૃથ્વી અને પૂનમ વચ્ચેની ગહેરી આત્મીયતા ઉંમરના દરેક પડાવે ઔર ગહેરી થવાની હતી,.. ગોરલબાની નજરમાં પૂનમ એમના ભવિષ્યની આશા હતી.. એમને અહેસાસ હતો કે પૃથ્વી ના દિલમાં પૂનમનું ધડકતું હૃદય હતું,..  

 

"પૂનમ,.. બોલ દીકરા,... તું બાપૂના ઓરડામાં શું કરવા ગઈ હતી ?" 

એમણે પૂનમના માથે હાથ ફેરવ્યો અને ફરીથી પૂછ્યું   

 

પૂનમે પોતાનું માથું એમના હાથ નીચેથી હટાવી લીધું,.. ડરેલી પૂનમે સુકાઈ ગયેલા પોતાના હોઠ ઉપર જીભ ફેરવી,.. કશુંક માંડ માંડ જાણે ગાળા નીચે ઉતારતી હોય એવા ભાવ સાથે એ પોતાના બન્ને હાથના ટેકે ધીરે ધીરે ગોરલબા અને આસ્થાથી થોડે દૂર પલંગના બીજા ખૂણા સૂધી જતી રહી,.. પોતાના બન્ને હાથને પોતાનાજ બન્ને પગ ની આસપાસ વીંટાળી એ ખૂણામાં લપાઈ ને ક્યાંય સુધી બોલ્યા વિના ભરાઈ રહી,.. 

 

પોતાનો ભાઈ વિશાલ ક્યાંક તો ભાગી ગયો છે અને પોતે હવે એકલી પડી ગઈ છે એ અહેસાસથી પૂનમ થોડી વધારે સહેમી ગઈ હતી..   

 

"પૂનું, બોલને બચ્ચા,... બાપૂના ઓરડામાં કેમ ગઈ હતી ? "

આસ્થાએ એની નજીક જઈને પૂનમના ઢીંચણ ઉપર હાથ મૂકતા પૂછ્યું 

 

ડરેલી પૂનમ હજીયે સદમામાં હોવાથી એણે ઝબકીને આસ્થાનો હાથ ઝાટકો મારીને પોતાના પગ પરથી હટાવી દીધો,.. આસ્થા સ્તબ્ધ થઇ ગઈ,.. એ સમજતી હતી કે પૂનમ ભયથી અતિશય ધ્રૂજતી હતી,.. ગોરલબાને પણ પૂનમની હાલત જોઈને દયા આવતી હતી,.. સાથે સાથે ગિરિજાશંકર ઉપર ક્રોધ,.. 

 

ગોરલબાએ આસ્થા સામે જોઈને ઈશારો કર્યો,..

આસ્થા ઓરડો છોડીને બહાર નીકળી ગઈ

 

"પૂનમ,   કશું કામ હતું  તારે બાપૂનું ...  ?"

 

ગોરલબાને એકલા જોઈને પૂનમે થોડી હિંમત ભેગી કરીને ડોકું ધુણાવી ના પાડી,.. 

 

 "તો બોલને દીકરા,... બાપૂના ઓરડામાં શું કામ ગઈ,..?"

 

ગોરલબાના બીજા સવાલથી એણે થોડું ઉપર જોયું,.. 

ગોરલબાના ઈશારા મુજબ આસ્થા વિક્રમસિંહ અને પૃથ્વીને લઈને આવી પહોંચી,.. 

 

 

~~~~~~~