~~~~~~~
વિસામો.. 5
~~~~~~~
છેલ્લા આઠ વર્ષમાં આસ્થા એક વિચિત્ર પ્રકૃતિની બની ગઈ હતી,.. લોકોથી તદ્દન ઊંધું કામ કરતી,.. લોકો દિવસે ટીવી જુએ, તૈયાર થાય, બ્રેકફાસ્ટ અને લન્ચ કરે,.. એ આ બધું જ રાત શરુ થતા કરતી,..
રોજ સાંજે સાત-આઠ વાગે એ નાહીને તૈયાર થઇ સંધ્યા આરતી કરતી,.. ભગવાનને ભોગ પણ એ રાત્રે ધરતી,.. ઘરના કામકાજ પતાવીને લગભગ એ દસ વાગ્યા સુધીમાં તો વરંડાના મૂખ્ય ઝાંપાને તાળું મારી દેતી,.. પછી એનો દિવસ શરૂ થતો,.. ક્યારેક મૂવી જોવી કે ક્યારેક રાતના બે વાગે જમવું,.. એનું કોઈ વાત નું ઠેકાણું જ ના હોતું
આઠ વર્ષમા આટલા બધા પરિવર્તન,.. ? ... આસ્થાને પોતાને નવાઈ લગતી હતી,..
ધારીને આઇનામાં પોતાની જાતને જાણે વર્ષો પછી જોઈ રહી હતી,..
એક હાથ આગળ કરીને પોતાના ચહેરાને એણે અરીસામાં અડવાની કોશિશ કરી,..
આંખોમાં ઝળઝળિયાં સાથે એને પોતાની જ છબી ધૂંધળી લાગવા લાગી,..
આવું તો એ અવાર નવાર કરતી,..
અરીસામાં પોતાને ક્યાંય સુધી જોતા ઉભા રહેવું અને સમય નું ભાન ભૂલીને પુરાની યાદો માં સારી જવું એ એની પ્રકૃતિનો એક ભાગ બની ગયો હતો..
જયારે જયારે પૂનમ અને પૃથ્વી ના સબંધ માટે ગોરલબા ની સાથે કરેલો વાર્તાલાપ એને યાદ આવતો, ત્યારે ત્યારે એને વિશાલની ગેર હાજરી નો અનૂભવ તીવ્ર થઇ આવતો..
પૂનમ ના સંબંધ ની મીઠી જુબાન, ગોળ-ધાણા, લગ્ન ના સ્વીકાર સાથે સૂકનની થાળી, અને કિંમતી ઘરેણાં નો સૌગાત એને વિશાલ ની સાથે ભેગા મળીને માણવા હતા,.. એકલે હાથે કરેલા બધા જ કાર્યો એને વિશાલ વિના ના ખાલીપાનો અહેસાસ કરાવ્યા કરતા..
પૂનમ પરણીને જાણે હજી હમણાં જ સાસરે ગઈ હતી,..
હજી વર્ષ પણ પૂરું થયું નહોતું,..
પૂનમના લગ્નના દિવસે થયેલો પૂનમ સાથેનો વાર્તાલાપ એને ફરીથી સંભળાઈ રહ્યો
"હું કેવી રીતે આ ઋણ ચૂકવી શકીશ ? મારા માટે આટલું તો મારો સગો ભાઈ પણ ના કરી શક્યો હોત,.." - પૂનમે રડતા રડતા પૂછ્યું હતું
પૂનમના ચહેરાને પોતાની બન્ને હથેળીઓની વચ્ચે લઈને ભીની આંખે આસ્થાએ પણ સામે પૂછ્યું -
"ભાઈને બહુ મિસ કરે છે ?"
પૂનમે રડતી આંખે જ હકાર માં માથું ધુણાવ્યું,..
"હું પણ,.." આસ્થા લિટરલી રડી પડી
દરવાજો નૉક થતા બન્નેએ એ તરફ જોયું,..
"અંદર આવી શકું ?" પૃથ્વીનો અવાજ સાંભળીને બન્નેએ પોતપોતાના આંસૂ લૂછયા,..
"આ જ પ્રોગ્રામ ચાલતો હતો ક્યારનો ? કમ સે કમ આજે તો રડવાનું બંધ રાખ્યું હોત બન્નેએ... "
પૃથ્વીએ હસીને કહ્યું
પૂનમ લાડ કરતા આસ્થા સામે જોઈને પૃથ્વીને કહી રહી હતી -
"હું દરેક વિકેન્ડમાં પિયર આવવાની છું પૃથ્વી,.. કહી દઉં છું અત્યારથી જ ... ."
પૃથ્વીએ પૂનમને પોતાની નજીક ખેંચી લીધી,..
"ડન,... પણ, મન્ડે થી ફ્રાયડે મારા,.. માત્ર મારા,... " પૃથ્વીએ પૂનમને છાતી સાથે વળગાડતા કહ્યું
"પૂનમ - હવે મારુ લોહી પીવાનું બંધ કર,.. અને પૃથ્વીનું માથું ખા,.. "
આસ્થાએ વાતાવરણ ને હળવું બનાવવા હસતા હસતા કહ્યું,..
પૂનમને વળગીને ઉભેલા પૃથ્વીએ પૂનમની પીઠ પાછળ ઉભેલી આસ્થાની આંખોમાં આંખો નાખી પોતાની બન્ને આખો બંધ કરી,.. જાણે ઈશારામાં કહી રહ્યો હતો,.. " હું છું ને,.. !! પૂનમની ચિંતા તમે હવે છોડી દો,.."
આસ્થાએ પાણી ભરેલી આંખો સાથે સ્માઈલ કરી, અને પોતાના બન્ને હાથે પોતાના આંસૂ લૂછયા,..
પૂનમના વિચારોમાં અરીસાની સામે ઉભી રહીને પોતાને વર્ષો પછી નિહાળી રહેલી આસ્થાને પોતાની ધૂંધળી લાગી રહેલી છબી હવે સ્પષ્ટ દેખાવા લાગી,..
ચહેરા ઉપર કમજોરી સાફ દેખાઈ આવતી હતી,..
જુવાનીમાં પણ જાણે એ વૃદ્ધ થઇ ગઈ હોય એવું એને લાગતું હતું,..
~~~~~~~~~
આઠ વર્ષ પછી ભાગતા ભાગતા વિશાલ એ જ રસ્તે ગામમાં આવી રહ્યો હતો જ્યાંથી એ આઠ વર્ષ પહેલા ભાગી ને ગામમાંથી બહાર નીકળી ગયો હતો,.. એકએક દિવસ એણે પોતાની બહેન પૂનમ અને જિંદગી આસ્થાના વિયોગમાં કાઢ્યા હતા,..
આઠ વર્ષ પછી હીરાપુર પાછા જતા જતા આખા રસ્તે એણે પોતાના છેલ્લા આઠ વર્ષનું સરવૈયું કાઢવા માંડ્યું,.. આંખ સામે એ જ પગદંડી,.. એ જ ખેતરો,.. એ જ ચૉળો અને એ જ ભાગોળ ધીરે ધીરે આવવા લાગ્યું
24 - 25 વર્ષનો એ જુવાન છોકરો ગિરિજાશંકર જેવા ઠાકુરને એની જ હવેલીમાં ઘૂસીને એની ઉપર હુમલો કરીને ભાગી છૂટ્યો હતો તેમ છતાં એની વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી થઇ નહોતી
વિશાલ વિચારી રહ્યો હતો,..
કેટલા બધા ઉતાર-ચડાવ આવી ગયા જિંદગીમાં,..
બત્રીસ વર્ષમાં જ પોતાના કાન પાસેના વાળમાં ક્યાંક ક્યાંક સફેદી દેખાવા લાગી હતી, જે જનરલી લોકોને ચાલીસ વયમાં દેખાતી હોય છે.. શરીરનો કલર પણ થોડો વધારે ડાર્ક થઇ ગયો હતો,.. ગાલ બેસી ગયા હતા,.. દાઢી હંમેશા વધેલી જ રહેતી,.. શરીર કસાયેલું બની ગયું હતું,.. અને બન્ને હાથના બાવડાં પહેલા કરતા વધારે મજબૂત બની ગયા હતા,..
આઠ વર્ષમાં દુનિયા આટલી બધી બદલાઈ જશે એની એને ખબર જ નહોતી,..
જંગલની એક ગૂફા જેવા એન્ટ્રન્સ માં પ્રવેશીને એણે પોતાનાથી દસેક વર્ષ મોટા એક માણસ સામે જઈને ધીમેથી કહ્યું,.. "બાદશાહ,.. પાક્કી ખબર છે,... એ આ જ ગામમાં છે"
કોણ જાણે કેમ,.. હીરાપુર નું નામ પડતાજ વિશાલની આંખોમાં એક ચમક આવી ગઈ હતી,..
મનમાં ને મનમાં આઠ વર્ષથી હિરાપુરને યાદ કરતો વિશાલ ક્યારેય એ ગામમાં ફરક્યો નહોતો,.. કે ના તો એણે એ ગામનું નામ સુધ્ધાં લીધું હતું,..
"બાદશાહ,.. બસ એક મોકો આપો,.. જો હું ખાલી હાથ પાછો આવું તો માથું વાઢી નાખજો મારુ,.. કાઠી દરબાર નું વચન છે,.." - વિશાલે કહ્યું
"બાદશાહ, કોઈ દિવસ નહીંને આજે કેમ આટલા થનગની રહ્યા છે વિશાલસિંહ ?"
પ્રભાતે જાહેરમાં ગૅન્ગના સરદારને પૂછ્યું,..
"કેમ કે હું ભોમિયો છું આ ગામનો,.. મને ખબર છે આ ગામનો ખૂણેખૂણો,.. એટલે કહું છું,.. " વિશાલે બાદશાહના રિએક્શન ની રાહ જોયા વિના જ પ્રભાતની સામે આંખો ઝીણી કરીને દાંત ભીંસતાં જવાબ આપ્યો
"વિશાલસિંહ, આઠ વર્ષમાં ઘણું બદલાઈ જાય છે,.. માણસો પણ,... "
પ્રભાતે વિશાલની દુખતી રગ ધીરેથી દબાવી,..
"પ્રભાતસિંહ, ઔકાદમાં જ રહેજે તારી,... નહીંતર હું ભૂલી જઈશ કે તું એક જમાનામાં દોસ્ત હતો મારો,.. "
"બાદશાહ,... તમે જ નક્કી કરો,... સરદાર તમે છો,.. આ દરબાર નો દીકરો નહિ,.. જો ગામમાં ગયો તો ક્યાંયનો નહિ રહે, માશૂકાના મોહમાંજ ત્યાં જવાની જીદ્દ કરે છે,.. તમે કેમ સમજતા નથી,.." – પ્રભાતે કહ્યું
જંગલની એ ગુફામાં અજીબ સન્નાટો ફેલાઈ ગયો,..
ગૅન્ગના દરેક સભ્યો બાદશાહ શું નિર્ણય લેશે એની રાહ જોઈ રહ્યા હતા,..
બાદશાહ પોતાની લાંબી દાઢીને પસવારતા ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,..
પ્રભાતસિંહ અને વિશાલસિંહ કાતરીયા ખાતા ખુન્નસ ભરી નજરે એકબીજાની સામે જોઈ રહ્યા હતા,..
જે વિશાલની સાથે જીવવા-મારવાના સપના જોયા હતા એ ક્યારેય વિશાલ સમક્ષ રજુ કરવાનો મોકો એને આજ સુધી મળ્યો જ નહોતો,..
આંખો આંખો માં જ જાણે કેટલીયે વાતો કરી લેતા એ બંનેએ એકબીજાને જાણે વણકહ્યું વચન આપેલું હતું કે એકબીજાના થઇ ને જીવનભર રહીશું..
~~~~~~~