વિસામો.. - 4 ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિસામો.. - 4

 

~~~~~~~

વિસામો.. 4

~~~~~~~

 

એ 13 વર્ષની બાળકી પોતાના સાથી પૃથ્વીને જોઈને એક એવા ભરોસે એની તરફ ભાગી જાણે એ ક્યારની એની હૂંફ માટે ઝંખતી હતી,..

 

પૃથ્વી પોતાની માં સામે હોવા છતાં એટલી જ હૂંફથી જવાબદારી પૂર્ણ વર્તન સાથે પૂનમના વાળમાં હાથ ફેરવતો રહ્યો,..  

 

ગોરલબા અને વિક્રમે એકબીજાની આંખોમાં જોયું,.. 

કોઈને ના સમજાય એવી ભાષા એ ચાર આંખોમાં આસ્થાએ જોઈ,.. 

કેટલો વિશ્વાસુ માણસ હતો વિક્રમસિંહ એ તો આસ્થા જાણતી હતી પણ ઠાકુર ગિરિજાશંકર કરતાંયે વધારે ભરોસો ગોરલબા આ વિક્રમસિંહ નો કરતા હતા,.. એ એને સમજાઈ ગયું હતું,.. આસ્થાને એ પણ મહેસૂસ થઇ ગયું કે વિક્રમસિંહ ગિરિજાશંકર કરતા પણ વધારે ગોરલબાને વફાદાર હતો,.. 

 

"પૂનમ,.... હું છું ને તારી સાથે,.. ? તું ડરીશ નહિ,.. " 

પૃથ્વીનો સધિયારા ભર્યો અવાજ અચાનક 15 વર્ષના બાળકને બદલે એક પૂખ્ત વયના મર્દ જેવો બની રહ્યો,.. 

 

"પણ તારા બાપૂ,.." માંડ માંડ આટલું બોલીને પૂનમ ફરીથી હીબકા ભરવા લાગી,.. 

 

પૃથ્વીથી જરાય અળગી નહિ થવા ઇચ્છતી  પૂનમ એને છોડતી જ નહોતી અને કેમેય ચૂપ થતી નહોતી.  પૃથ્વીને સમજાતું નહોતું કે શું હતું જે આટલું ડરાવનું હતું,.. પૂનમને કેમની ચૂપ કરવી,.. એનો ડર કેમનો દૂર કરવો,.. વિચાર કરતો પૃથ્વી ગોરલબા તરફ જોવા .લાગ્યો,. 

 

ગોરલબાના મમતાળુ આંખમાં પાણી જોઈને પૃથ્વીમાં ફરી થોડી હિમ્મત આવી,.. 

 

એણે પોતાના બન્ને હાથ પૂનમની આસપાસ થોડા જોરથી ભીસતાં હળવેથી પૂછ્યું,

"બાપૂના ઓરડામાં શું કામ ગઈ,..? કશું કામ હતું  તારે બાપૂનું ...  ? "  

 

"હું ક્યાં ગઈ હતી?" વાતો કરતી હોય એવા લય સાથે આંસૂ લૂછતી એ પૃથ્વીને કહેવા લાગી,.. 

 

"તો,.. ? બાપુએ બોલાવી તને ?" વાતો વાતોમાં બધી વાત કઢાવી લેવી હોય એમ એ પૂછવા લાગ્યો 

 

"હાસ્તો,.." 

 

"તેં ના ના પાડી,.. ? તારે કહી દેવું જોઈએ ને કે પૃથ્વીએ તમારી સાથે વાત કરવાની ના પાડી છે,.." 

 

પૃથ્વીના આ વાક્ય સાથે આસ્થા સહિત વિક્રમસિંહ અને ગોરલબા પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા,..

દરેક ના મનમાં એક જ વાત ઘૂમરાવા લાગી કે આ બે છોકરા આટલી સભાન વાતો કરતા હતા,.. 

 

પૃથ્વીના સવાલનો જવાબ પૂનમેં મૌન રહીને આપ્યો,.. 

 

પૃથ્વીએ એને ફરીથી સમજાવી,

"પૂનમ, મેં તને કેટલા દિવસ પહેલા જ કહ્યું હતું,.. કે હું ઘેર ના હોઉં તો હવેલીમાં નહિ જવાનું,.. બાપૂ સાથે તો વાત પણ નહિ કરવાની,.. સમજાવી હતી કે નહિ  તને .. ? મેં તને શીખવાડ્યું હતુંને કે બાપૂ બોલાવે તો કહી દેવાનું કે પૃથ્વીએ ના પાડી છે તમારી સાથે વાત નહિ કરવાની,.. " 

 

"પણ, પણ પૃથ્વી,... જો હું એવું કહી દઉં  ને કદાચ ને એ તને બંધૂક મારી દે તો  ?  હું શું કરત તારા વિના ?? મને એમનો બઉ ડર લાગતો હતો,.. એટલે હું તો,.. ,..."   એ આગળ બોલી ના શકી,.. અને નીચું જોઈ ગઈ,..  

 

"એમણે બીજું શું શું કર્યું તારી સાથે ?" 

 

"પૃથ્વી,.. બાપૂને આવી આદત કેમ છે?" 

 

"આવી એટલે કેવી  ... ? " પૃથ્વીએ બધાની હાજરી ભૂલીને પૂનમને પૂછ્યું 

 

"નાની નાની છોકરીઓના કપડાં,..... " પૃથ્વીએ પૂનમના મોઢે હાથ દઈ દીધો 

 

"બીજી કોઈ છોકરીઓ પણ .....  ??  "  પૃથ્વી  આખો સવાલ તો પૂછીજ ના શક્યો પણ પૂનમ ડરની મારી બોલી રહી હતી,.. 

 

"હાસ્તો,.. લલિતા, રેવા, મંજૂ અને કોકિલા બધાએ બાપૂ પાસે ફોટા પડાવ્યા હતા,.. "

 

"તને કેમની ખબર ?" 

 

"એ લોકોએ જ મને કીધું હતું,.. પણ કોઈને કહેવાની ના પાડી હતી,.. "

 

"તું પણ ફોટો પડાવવા ગઈ હતી,.. ?"

 

"ના રે,..   બાપૂ ક્યાં કોઈને પાડેલા ફોટા આપવાના હતા,.. અને આપે તોયે કપડાં વિનાના ગંદા ફોટા,... છી,...  "

 

પૂનમની વાત કાપતા એણે બીજો સવાલ કર્યો, 

"બીજું શું કર્યું બાપુએ તારી સાથે પૂનમ ... ?" 

 

પૂનમની આંખમાંથી દડ દડ આંસૂ પડવા લાગ્યા,.. 

 

ગોરલબા ની આંખમાંથી અંગારા વરસી રહ્યા,.. 

 

"મારે તો નતું જવું, એમણે ઊંચકી લીધી મને,.. મારાથી સીડી ઉપરનું ફાનસ પણ તૂટી ગયું,.. લીલીને પુછીજો એણે જોઈ હતી મને બાપૂ લઇ જતા હતા ત્યારે,... મેં જવાની ના પાડી તો એમણે પ્રોમિસ કરી હતી કે બધાની જેમ એ મને ક્યાંય અડશે નહિ,... મારે તો તોયે નતું જ જવું,... પણ શું કરું ?? એમના હાથમાંથી છૂટવા કેટલી મહેનત કરી હતી મેં,.. તને ખબર છે ? ,..  " 

 

ગોરલબા સ્થિર થઇ ગયા,..

 

"આજે આસ્થાની સાથે અહીં આવવાની ના હું એટલેજ પાડતી હતી  ... મારે તો તું હવેલીમાં હોય ત્યારે જ આવવું હોય .. તારી સાથે રમવા,  મને ખબર હતી કે તું  અને વિશાલભાઈ તો હતા જ નહિ,... આતો મોગરાના ફૂલ ચૂંટવા,...... ......... ..... "

 

ગોરલબા જડવત નીચે જોઈ રહ્યા,.. એમની કશીક બહુ મોટી શંકા નું સમાધાન થઇ રહ્યું હતું.. એમના કાને પૂનમના વાક્યો પડતા જ નહોતા પણ પૂનમ બેધ્યાન બોલી રહી હતી,   

 

અત્યાર સૂધી પૂનમની વાતોથી ઉકળી રહેલો વિક્રમ ગુસ્સાથી ધુંઆપુંઆ થઇ ગયો હતો,..   

 

"એ ક્યાંય અડ્યા હતા તને ?.... " પૃથ્વીએ દાંત કચકચાવીને ફરીથી પૂનમની વાત કાપતા પૂછ્યું 

 

"બધે જ, . ... અહીં,... અહીં,... અહીં,... અહીં,.. હિય પણ,..  નહીં અડવાની પ્રોમિસ પણ કરી હતી તોયે,.. " પૂનમ બતાવતી ગઈ અને ગોરલબા અને આસ્થા રડતા ગયા,.. 

 

"પૂનમ,... બાપૂને હવે હું આ હવેલીમાં નહિ આવવા દઉં,.... ઑકે,... આમ સામે જો,... " કહીને પૃથ્વીએ પૂનમનો ચહેરો પોતાની તરફ કર્યો અને એની આંખમાં આંખ નાખી કહ્યું ,.. "પ્રૉમિસ,.." 

 

પૂનમના ચહેરા ઉપર માંડ માંડ હળવી સ્માઈલ આવી,..  

છેલ્લા ચાર પાંચ કલાકથી મથી રહેલો પૃથ્વી આખરે પૂનમનો ડર હળવો કરવામાં કામિયાબ થયો,.. 

 

આસ્થાએ ગોરલબા સામું જોયું,.. 

 

ગોરલબા વિક્રમસિંહની આંખોમાં ભાવવિભોર થઇ ને આભારવશ નજરે જોઈ રહ્યા હતા,..

વિક્રમસિંહ પણ એ આદરને શિર ચઢાવતો નતમસ્તક સ્વીકારી રહ્યો હતો,..

વિક્રમ સિંહની ગોરલબા અને પૃથ્વી માટેની આટલી વફાદારી, આટલી નિષ્ઠા, આટલી ઈમાનદારી જોઈ ને આસ્થા ને વિક્રમસિંહ માટે માન થઇ આવ્યું..  

 

કશુંક એવું જે તદ્દન અલગ જ હતું એ આંખોમાં,.. આસ્થા સમજી શકતી હતી,.. 

 

~~~~~~~