આશા અમર છે Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

આશા અમર છે

**********

સાહિલ અને રાહિલ બે ભાઈ ઉંમરમાં માત્ર ત્રણ વર્ષનો ફરક હતો. રાહિલ તોફાની બારકસ અને સાહિલ શાંત. સાહિલ નાનાભાઈ રાહિલ સાથે બહુ માથું ફોડતો નહી.

ક્યારે વિકરાળ સ્વરુપ ધારણ કરે કહેવાય નહી. પ્રેમ ખૂબ હતો સાહિલ હંમેશા રાહિલ માટે 'ભાગ' રાખતો. મમ્મી કે પપ્પા કાંઇ પણ આપે સાહિલ મોટો એટલે તેને પોતાનમાંથી થોડું અવશ્ય આપે. સાહિલ દરરોજ રાહિલનો હાથ પક્ડી રસ્તો ઓળંગે. મમ્મી અને પપ્પા બે ભાઈઓનો પ્રેમ જોઈ ખુશ થાય. સ્વભાવે ઉત્તર અને દક્ષિણ પણ પ્રેમ અતૂટ.

'મમ્મી, આજે દાખલા જરા અઘરા છે'. રાહિલે પોતાના રુમમાંથી બૂમ પાડી.

'સાહિલ તને મદદ કરશે'.

સાહિલ તેનું શાળાનું કામ કરવામાં મશગુલ હતો. રાહિલ દોડતો આવ્યો,

'ભાઈ મને જરા ગણિતમાં મદદ કરીશ' ?

સાહિલે કહ્યું, 'જો, હમણાં હું કામમાં વ્યસ્ત છું. થોડીવાર પછી આવ. '

બસ રાહિલનો પારો છટક્યો, ' ભાઇ તને શું વાંધો છે, મારે ઘરકામ કરી ટેનિસ ના વર્ગમાં જવાનું છે. આટલી મદદ કરીશ તો હું આરામથી રમી શકીશ.'

તું ટેનિસના વર્ગમાંથી આવ પછી તને મદદ કરીશ, ત્યાં સુધીમાં મારું ઘરકામ પુરું થઈ જશે.

રાહિલ રાહ જોવા તૈયાર ન હતો. એને જોરથી હાથમાં પકડેલી પેનસિલવાળો હાથ ઉંચો કર્યો. અકસ્માત સર્જાયો. પેનસિલ સીધી સાહિલની આંખમાં ઘુસી ગઈ.

સાહિલે મોટી ચીસ પાડી. મમ્મી ગભરાઈને દોડી આવી. સાહિલ આંખ દબાવીને રડતો હતો. રાહિલને દાદી પાસે મૂકી મમ્મી સાહિલને લઈને હોસ્પિટલ ગઈ. પપ્પા ઓફિસેથી સિધા ત્યાં આવ્યા.

હવે યાદ રહે, જીવનમાં ક્યારે પણ અકસ્માત જણાવતા નથી કે,' ચેતો, કંઈક ખોટું થશે ! ' એ તો બસ થઈ જાય છે.

ડોકટરે સાહિલની ઈમરજન્સીમાં આંખ તપાસી. એક્સરે કાઢ્યા, આંખના નિષ્ણાત ડોક્ટરને બોલાવ્યા. બરાબર તપાસ કરી. નિરાશા સાંપડી. લગભગ છ મહિના પ્રયાસ જારી રહ્યો. જાત જાતની તપાસ કરાવી. ડોક્ટરો બદલીને થાકી ગયા. પરિણામ ન બદલાયું. સાહિલ ડાબી આંખ ગુમાવી ચૂક્યો હતો.

રાહિલ પોતાની આ ભૂલ બદલ ખૂબ પસ્તાયો. હજારવાર માફી માગી ચૂક્યો. સાહિલે ક્યારેય પણ તેમાં રાહિલનો વાંક ભાળ્યો ન હતો. આમ જોવા જઈએ તો બન્ને નાના હતા.

સાહિલ માંડ દસ વર્ષનો અને રાહિલ સાત.

આજે બન્ને ભાઈ ૫૫ વર્ષને વટાવી ચૂક્યા છે. રામ લક્ષ્મણ જેવી પ્રીત છે. માત્ર જમણી આંખ વડે સાહિલે પી.એચ.ડી. કર્યું. રાહિલ આંખનો નિષ્ણાત ડોક્ટર બન્યો. હંમેશા તે આંખ માટેના કોઈ નવા ઉપકરણ વિશે વિચારતો. કંઈક નવું યંત્ર શોધે જે પોતાના વહાલા મોટાભાઈને

*******