~~~~~~~~
વિસામો.. 2
~~~~~~~~
સાંજ ના સમયે બહારના બગીચા તરફ જતા જતા ગોરલબાએ લીલીને સાદ કર્યો
"લીલી,.... ગઈ કાલે શહેર થી લાવેલો બધો જ સામાન વિક્રમે સ્ટોરમાં મુકાવ્યો હતો,... જરા જોઈ લેજે,.. બધું આવી ગયુંને,.. "
"જી,.. બા,... "
બગીચાની બેઠક ઉપર એ ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,..
વિક્રમસિંહ પણ ક્યારનો થોડે દૂર ઉભો ઉભો કોઈને કશુંક સમજાવી રહ્યો હતો, પણ એની નજર સતત ગોરલબા ઉપર મંડરાયેલી હતી,..
સાંજ વધી રહી હતી,.. લીલી રસોઈ ની તૈયારી કરાવી રહી હતી,..
હવેલીમાં અચાનક વીજળી જતી રહી,..
ચારે બાજુ ના અંધારાને દૂર કરવા થોડે થોડે અંતરે મુકેલા ફાનસને લીધે હળવું અજવાળું પથરાયેલૂ હતું,થઇ ..
ચાવીઓનો ઝુમખો ગોરલબા ને આપીને પૂનમને શોધતી આસ્થા બૂમો પાડી રહી હતી,..
"પૂનમ,... ક્યાં ગઈ,... "
હવેલીમાં થોડું આગળ ચાલીને એણે ફરીથી બૂમ પાડી "પૂનમ,... મોડું થાય છે ક્યાં છું તું ?"
અચાનક એના પગમાં કાચનો ટુકડો ઘૂસી ગયો અને એની ચીસ નીકળી ગઈ,..
પોતાના પગની પરવાહ કર્યા વિના એ ભાગતી બહાર બેઠેલા ગોરલબા પાસે પહોંચી,...
"પૂનમ્મમમમમમમમમ ........ "
વિક્રમ ત્યાં સુધી તો પોતાને ઓરડે પહોંચી ગયો હતો
ગોરલબાએ આસ્થા સાથે પોતાના વફાદાર વિક્રમસિંહ નો દરવાજો ખખડાવ્યો,...
"બા, તમે,.. ?? અત્યારે ... ?? અહીંયા,... ??? ખૈરિયાત તો છે ને ??" - વિક્રમસિંહે ચિંતાતૂર થઇ પૂછ્યું
"વિક્રમ,.. પૂનમને જોઈ ક્યાંય ? આસ્થા સાથે બપોરની અહીં આવી હતી,.. પૃથ્વીની રાહ જોતી અહીં જ રહી ગઈ હતી,.. તું એક કામ કર જીપ લઈને વિશાલ અને પૃથ્વીને પાછા લઇ આવ,.. કદાચ રસ્તામાં ક્યાંય પૂનમ દેખાય તો,... "
"ફિકર નહિ કરો,.. બંનેને લઇ આવીશ,.. "
ગોરલબા અને આસ્થા ઘરમાં આવ્યા,..
અચાનક હવેલીમાં ક્યારની ગયેલી લાઈટ પાછી આવી,..
હવેલીના રસોડામાંથી લીલી ભાગતી બહાર આવી ફટાફટ એ કાચના ટુકડા સમેટતી સમેટતી ક્યારેક ગોરલબા સામે તો ક્યારેક ઉપર ના બેડરૂમ તરફ વારાફરતી નજર કરી રહી હતી,..
ડરની મારી એ કશું બોલી શકતી નહોતી,..
ગોરલબા ના ચહેરાના ભાવ બદલાવા લાગ્યા,..
એમણે એની નજીક જઈને કહ્યું,"લીલી,... તું કિચનમાં જા,.. પોલીસને કૉલ કર,.."
ચિંતિત આસ્થા કશું જ સમજતી નહોતી પરંતુ ભય થી ધ્રૂજતી હતી,..
ગોરલબાએ હળવેથી આસ્થાનો હાથ દબાવ્યો,.. આંખના ઈશારે ચૂપચાપ એને દૉરીને હવેલીના વિશાળ દાદરા ચઢતા ગયા,.. આસ્થા એમની પાછળ એમના હાથના જોરે ખેંચાતી ગઈ,..
પોતાની કમર ઉપર લટકાવેલા ચાવીઓના ઝુમખામાંથી એમણે એક કબાટમાંથી આર્મી રિવૉલ્વર બહાર કાઢી,..
આસ્થાની ઘભરામણ ઔર વધવા લાગી,..
ગોરલબાએ જોયું તો જે દરવાજો લીલી ડરની મારી જોઈ રહી હતી બેડરૂમનો એ દરવાજો અંદરથી બંધ હતો. બારીને થોડી ઠેલીને એની તિરાડમાંથી નજર કરી,.. એમની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ,.. એમના શ્વાસ જોર જોરથી ચાલવા લાગ્યા,.. મોં પહોળું થઇ ગયું અને આંખો માંથી પાણીની ધાર સતત વહેવા લાગી,.. શું કરવું સમજાતું નહોતું,..
આસ્થા એ એમને હચમચાવીને જ અવાજ કર્યા વિના ઈશારામાં પૂછ્યું "શું થયું?"
એ ચૂપચાપ જરાક ખસ્યા,.. આસ્થાને જગ્યા મળતા એણે એ તિરાડ માંથી અંદર જોવાની કોશિશ કરી,.. એના મોંમાંથીયે એક પણ શબ્દ નીકળી ના શક્યો,.. એનું મોં પણ પહોળું થઇ ગયું...
પોતાની સાથે હવેલીએ આવવા માટે પૂનમને ફૉર્સ કરતી આસ્થાને પોતાના ઘરનું દ્રશ્ય યાદ આવી ગયું,..
~~~
"ચાલને પૂનમ,.. ગોરલબાની હવેલીમાં મોગરાના ફૂલો આવ્યા છે,.. આપણે ચૂંટી આવીએ,.. થોડાક જ જોઈએ છે,.. જલ્દી પાછા આવી જઈશું,.. "
"ના રે,.. તારે જવું હોય તો તું જા,.. મને હવેલી જવું નથી ગમતું,.. એ બહુ ગંદા લોકો છે,.. "
"અચ્છા, તો પૃથ્વી પણ ગોરલબાનો દીકરો છે... એ પણ હવેલી માં જ રહે છે... એ પણ ગંદો હોય તો એની સાથે રમવાનું છોડી દઈશ ?"
"સારું મારી માં,..... ચાલ આવું છું,.. હું તો પૃથ્વીને કહી જ દેવાની છું કે લગન કરીને શહેરમાં જતા રહીશું,... પણ અત્યારે બહારથી જ ફૂલ લઈને પાછા સીધા ઘેર,.. સમજી ગઈ ?"
"સમજી ગઈ માં,.. સમજી ગઈ,.. ચાલ હવે,.."
~~~
બારી પાસે ઉભેલી આસ્થાને લાગ્યું આ કારણ હતું કે પૂનમ હવેલીમાં આવવાની ના પાડતી હતી,..
મતલબ એની સાથે પહેલા પણ આવું કશુંક,... એ વિચાર પણ કરી શકતી નહોતી,..
વિશાલ અને વિક્રમસિંહ સાથે પૃથ્વી પણ ત્યાં આવી પહોંચ્યો,..
વિક્રમસિંહે ધીરેથી અવાજ કર્યો,.. "બાપૂ,..."
વિક્રમસિંહ નો અવાજ સાંભળીને કશું જ વિચાર્યા વિના, બહારની સ્થિતિથી અજાણ ઠાકુર ગિરિજા શંકરે બારણાં ખોલી નાખ્યા
સ્તબ્ધ થઇ ગયેલા બધાને એ દ્રશ્ય જોયા વિના છૂટકો નહોતો,..
આવક થઇ ગયેલા ગિરિજાશંકર ના ગળામાં લટકતા એ વિદેશી કૅમેરાનો બૅલ્ટ બધાની સામે વિશાલે જોરથી દબાવ્યો,..
વિક્રમસિંહે વિશાલને જોરથી પકડીને ગિરિજાશંકરને છોડાવ્યા,..
આસ્થા ભાગીને પલંગમાં નિર્વસ્ત્ર બેઠેલી પૂનમ તરફ દોડી,..
પૃથ્વીએ પોતે ઓઢેલી શૉલ આસ્થા અને પૂનમ તરફ ફેંકી,..
પહાડી બાંધો ધરાવતા વિક્રમસિંહની મજબૂત પક્કડને લીધે વિશાલના હાથમાંથી ગિરિજાશંકર બચી તો ગયા પરંતુ બીજી જ ક્ષણે આર્મી રાઇફલ લઈને ઉભેલા ગોરલબાના હાથમાંથી એક ગોળી છૂટી ગઈ, જે સીધી ગિરિજા શંકરના ગળાને ઘસાઈને નીકળી ગઈ,..
બેહોશ થઈને લોહીની ધાર સાથે ગિરિજાશંકર જમીન પર ફસડાઈ પડ્યા,..
~~~~~~~~~~~~~~~~~~