અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2

કહાની અબ તક: વિશાળ દૂરથી બીએસસી કરવા માટે આવે છે. પ્રોફેસર પ્રચાર સાથે બંને એક રિસર્ચ કરે છે, કે જેમાં બંને સફળ પણ થાય છે, પ્રોફેસર એને બતાવે છે કે આ એક અદ્ભુત ચશ્મા છે કે જે પહેરીને કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની મનની વાત જાણી શકે છે, હા, કોણ શું વિચારે છે, એ આ ચશ્માથી જાણી શકાય છે, પ્રોફેસર આ ચશ્મા વિશાલને આપે છે અને કહે છે કે એમના આ પ્રયોગની જાણ કોઈને થઈ ગઈ છે અને એ એને ફોર્મ્યુલા પણ કહી દે છે, સમજાવે છે કે કઈ વસ્તુ ક્યાં છે.

હવે આગળ: "હા... સર! આપને જ તો ચશ્મા બનાવ્યા છે! પણ તમે કેમ આ રીતે મને બધું સમજાવી રહ્યા છો?! મારે આ ચશ્મા નથી જોઈતા! આ તો તમારી જીવનભર ની મહેનત નું પરિણામ છે!" વિશાલે કહ્યું.

"અરે એ જ ને તો મને ખુદ માટે ખતરો મહેસૂસ થઇ રહ્યો છે... તું આ તારી પાસે રાખ... કોઈ ને પણ આના વિશે કઈ પણ કહેતો જ ના! જો મને કઈ થઈ જાય ને તો આ કેસ થી દૂર... આ શહેરથી દૂર બીજે ક્યાંય ચાલ્યો જજે!" પ્રોફેસર એ એણે ચશ્મા એક બોકસમાં આપ્યા અને ને જલ્દી ત્યાંથી ચાલ્યા જવા કહ્યું.

"જો ચશ્મા ની ડીઝાઈન તું પહેર એવી જ મે કરી દીધી છે... મહેનત બંને ની હતી! તું ધ્યાન રાખજે તારું... હવે હું રહું ના રહું!" પ્રોફેસર કહી રહ્યા હતા તો એમની આંખોમાં આંસુ આવી ગયા.

"અરે... સર!" કહી વિશાલે એમને ભેટી લીધા!

🔵🔵🔵🔵🔵

"પ્રોફેસર પ્રચારની લેબમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ એ કર્યું પ્રોફેસરનું મર્ડર!" ટીવી પર ન્યુઝ ચાલી રહ્યા હતા... ન્યુઝ સાંભળી ને વિશાલ ના તો આંસુ જ નહોતા રોકાઈ રહ્યા.

"ચાલ... આપને અહીં એક સેકંડ પણ નહી રહીએ!" કહીને વિશાલ ની મમ્મી એ કારમાં બેસાડી સૌ એ શહેરથી દૂર બહુ જ દૂર એક બીજા શહેરમાં રહેવા લાગ્યા.

🔵🔵🔵🔵🔵

લગભગ એક મહિના બાદ વિશાલે એ ચશ્મા નું બોક્સ ઓપન કર્યું, બોકસમાં જ એક ચીઠ પણ હતી.

"માય ડિયર વિશાલ, આપની આ મહેનત ને તું કોઈ ગલત હાથમાં ક્યારેય જવા જ ના દેતો! તારો પ્રોફેસર પ્રચાર!" વાંચી ને એની આંખોમાં પ્રોફેસર નું એ ભોળું માયાળુ મુખડું તરવરવા લાગ્યું.

"હું એ લોકો ને ક્યારેય નહિ માફ કરું..." વિશાલે એક વિચાર મનમાં કર્યો.

એણે પોતાના ઑર્ડીનરી (સામાન્ય) ચશ્મા ઉતર્યા અને પ્રોફેસર પ્રચારના એ ચશ્મા પહેરી લીધા.

દૂર થી જ કોફી લઈને આવેલી એની મમ્મી ના મન ની વાતો ચશ્મા ના સ્પીકર થી એના કાનમાં સાંભળવા લાગી - "અરે હજી તો કેટલું કામ બાકી છે... રાંધવાનું પણ છે! રૂમ પણ ઠીક કરવા નો છે! એક તો આ મહિને સેલરી પણ ઓછી મળી છે!"

એટલા માં જ એમની પડોશમાં રહેતી જાનકી પણ એના રૂમમાં એન્ટર થઈ ગઈ!

"આજે તો મારે કહી જ દેવું છે... ઓહ ગોડ એ મને હા કહી દે! અરે ના કહ્યું તો તો હું તો પણ હું તો એણે જ લવ કરીશ ને! ભલે એ ના કરતો!" જાનકી ના મનની વાતો વિશાલ ના દિલમાં જઈ રહી હતી.

"અરે યાર કેવી રીતે કહીશ... કેવી રીતે શુરુઆત કરું?! બહુ જ ડર લાગે છે!" દરવાજે જ ઊભી રહીને એ આ બધું વિચારી રહી હતી.

"ઓહ અંદર આવ ને બેસ બેટા... પોતાનું જ ઘર સમજ! તારી માટે પણ હું કોફી લઈ ને આવું!" કહી ને વિશાલ ની મમ્મી કિચન માં કોફી લેવા ચાલી ગઈ.

"ક્યારેય લવ કર્યો છે?!" વિશાલે એક શકભરી નજર ચશ્મા ની આરપાર થી જ જાનકી તરફ કરી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: જાનકી એ તો એની આંખો જ બંધ કરી દીધી! "અરે વિશાલ... હું બસ એક જ વ્યક્તિ ને લવ કરું છું... અને એ બસ તું જ છું! બસ તું જ છું એ! આઈ લવ યુ... આઈ લવ યુ!" આંખો બંધ રાખી ને જ એ બોલી ગઈ તો કોફી લઈ આવેલ વિશાલ ની મમ્મી પણ સ્તબ્ધ થઈ ગઈ!

"ઓહ વાહ! મને તો મારી વહુ મળી ગઈ!" એ બોલ્યાં તો આ બંને ને કોઈ ચોરી કરતા પકડાઈ ગયા હોય એવું લાગ્યું!

કોફીની પ્લેટ ટેબલ પર મૂકી, એમને જાનકી ને એમના ગળે લગાવી લીધી!