અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3
કહાની અબ તક: પ્રોફેસર એમના એક સ્ટુડન્ટ વિશાળ સાથે બહુ મહેનત બાદ એક અદ્ભુત ચશ્મા બનાવવામાં કામિયાબ થઈ જ જાય છે કે જેનાથી કોઈ પણ શું વિચારે છે એ જાણી શકાય છે. પ્રોફેસરની વાત કોઈને ખબર પડી જાય છે તો એ સમજી જાય છે કે હવે એમની જાનને જોખમ છે અને એ એના ઉપાય માટે વિશાલને જ એના જ ચશ્માની ફ્રેમ જેવા એ ચશ્મા કરીને આપે છે. અજાણ્યા વ્યક્તિઓએ જ્યારે એમનું મર્ડર કરી દીધું, વિશાલ બીજા શહેરમાં હોય છે, પાસેની જ જાનકી ના મનની વાત એ જાણે છે કે એ એને લવ કરે છે.
હવે આગળ: "ના... હા... ના... હા! અરે હા, ના ના ના!" એણે ખુદ ને જ એક ટપલી મારી અને કહેવા લાગી.
"ડ્રામેબાઝ... હું તારી આંખોમાં જોઈ ને કહી શકું છું કે તું... તું કોઈના પ્યારમાં છું!" વિશાલ કોઈ પંડિત ની અદાથી બોલ્યો.
જાનકી એ તો એની આંખો જ બંધ કરી દીધી! "અરે વિશાલ... હું બસ એક જ વ્યક્તિ ને લવ કરું છું... અને એ બસ તું જ છું! બસ તું જ છું એ! આઈ લવ યુ... આઈ લવ યુ!" આંખો બંધ રાખી ને જ એ બોલી ગઈ તો કોફી લઈ આવેલ વિશાલ ની મમ્મી પણ સ્તબ્ધ થઈ ગઈ!
"ઓહ વાહ! મને તો મારી વહુ મળી ગઈ!" એ બોલ્યાં તો આ બંને ને કોઈ ચોરી કરતા પકડાઈ ગયા હોય એવું લાગ્યું!
કોફીની પ્લેટ ટેબલ પર મૂકી, એમને જાનકી ને એમના ગળે લગાવી લીધી!
"એ શું તને ના કહેતો... હું જ તને મારું વહુ બનાવું છ ને!" એ બોલ્યાં તો જાનકી તો શરમથી વધારે જ એમની બાહોમાં ભીંસાઈ ગઈ.
"આઈ લવ યુ ટુ, જાનકી!" વિશાલ પણ બોલી ગયો.
એટલામાં જ વિશાલ નો ફોન રણક્યો એણે કોલ રીસિવ કર્યો, અવાજ સાંભળી ને એની ખુશી નું તો કોઈ ઠેકાણું જ ના રહ્યું! એ અવાજ પ્રોફેસર પ્રચારનો જ હતો!
"ચાલ બેટા, આપને મળીએ! એ લોકો ને ચકમો આપવા માટે મેં જૂઠું મરવાનું નાટક કર્યું હતું! હું કહું એ જગ્યા એ આવી જા!" એ અવાજે એણે કહ્યું તો એ ત્યાં જવા તૈયાર થઈ ગયો.
"તારે ક્યાંય નથી જવાનું!" વિશાલ ની મમ્મી એ સીધી જ તાકીદ કરી.
"મોમ પ્લીઝ... જાનકી પણ આવશે મારી સાથે!" વિશાલે કહ્યું.
"અરે પણ... આમ સાવ અલગ જગ્યા એ..." ધીમેથી એ બોલી ગયા તો આ બંનેને પરમિશન પણ મળી ગઈ.
🔵🔵🔵🔵🔵
જગ્યા બહુ જ અજીબ લાગી રહી હતી... જાણે કે કોઈ અડ્ડો ના હોય!
બંને અંદર ગયા તો અમુક લોકોએ એમને પકડી લીધા અને બે ચેર ઉપર બેસાડી, બાંધી દીધા.
"બૉસ પણ ખરું કરે છે... હજી પણ મને પૈસા આપ્યા નથી, બીટ્ટુ ને નવી સાઈકલ જોઈએ છે!" એ ગુંડા ના મનની વાત વિશાલ સાંભળી રહ્યો હતો.
"અરે ગુંડાઓ પણ તો છેવટે માણસ જ હોય છે ને!" એ વિચારી રહ્યો.
"અરે આ કઈ નવી મુસીબત માં આવી ગયા! માંડ હું પ્રપોઝ કરી શકી અને મારે હજી વિશાલ સાથે આખી લાઇફ જીવવાનું છે!" બાજુમાં જ બંધાયેલ જાનકી વિચારી રહી હતી!
આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 4(અંતિમ ભાગ - કલાઇમેકસ)માં જોશો: "અરે બધા ના વિચાર સાંભળવાથી કઈ હું નહી બચું... મારે જ કઈક વિચારવું પડશે..." વિશાલ વિચારી રહ્યો હતો.
"રામભાઈ પ્રસાદ! તમારું નામ રામપ્રસાદ છે ને?! તમારે તમારા બીટ્ટુ ની સાઈકલ લેવા મટે પૈસા જોઈએ છે! હું આપીશ તમને! બસ મને અહીંથી છોડી દો!" એ વ્યક્તિ નું નામ અભીરાજ વિચારી રહ્યો હતો કે - "આ રામપ્રસાદ ને મે પૈસા તો આપ્યા નથી એ કામ કરે તો સારું!"
"અરે ઓકે... તો તો હમણાં જ છોડુ છું!" કહી એ છોડવા લાગ્યો અને એણે રસ્સી છોડી પણ દીધી!