Addbhut Charshma, Dilni vashma - 4 - Last Part books and stories free download online pdf in Gujarati

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 - અંતિમ ભાગ

અદભૂત ચશ્મા, દિલની વશમાં -

4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)


કહાની અબ તક: પ્રોફેસર પ્રચાર અને વિશાલના ચશ્મા લેવા મટે પ્રોફેસરનું મર્ડર કરવાય છે, પણ એ પહેલાં જ વિશાલ પાસે ચશ્મા આવી જાય છે. વિશાલ એ પછી નવી જગ્યા એ રહેવા જાય છે અને ત્યાં જ એને જાનકી મળે છે કે જે એને પ્યાર કરે છે. વિશાલ પણ એને પ્યાર કરતો હોય છે. પ્રોફેસરનો અવાજ સાંભળીને વિશાલ જાનકી સાથે પ્રોફેસરના કોલ પછી જાય છે તો ત્યાં બંને ને ચેર પર બાંધી દેવામાં આવે છે. ગુંડા એ એના છોકરાના સાઈકલ માટે બોસ પાસે પૈસા જોઈએ છે અને જાનકી ને એવું લાગે છે કે માંડ તો એને પ્રપોઝ કર્યું છે અને હવે આ કઈ નવી મુસીબત માં બંને ફસાઈ ગયા હતા!

હવે આગળ: એક વ્યક્તિ અંદર એન્ટર થયો...

"ક્યાં છે એ ડીવાઇસ?! જેનાથી મનની વાત જણાઈ જાય છે?! આપી દે મને!" એ વ્યક્તિ તાડુક્યો.

"અરે આ આમ નહી માને... ક્યારેય આને ફાઇટ તો એમ પણ કરી જ નથી... મારાથી તો બહુ ખાતો માર એક મહિના માં ભૂલી પણ ગયો!" એ માસ્ક પહેરેલ વ્યક્તિ વિચારી રહ્યો હતો તો વિશાલ સમજી જ ગયો કે આ તો એનો જ એક કલાસમેટ હતો! એ એણે કારણ વિના જ મારતો હતો એ પણ એણે યાદ છે.

"અરે મે એ લોકો ને પ્રોમિસ આપ્યું છે કે હું ડીવાઇસ એમને આપીશ... આ માની જાય તો સારું!" એણે ફરી મનમાં વિચાર કર્યો.

"અરે યાર... અમારા જ પ્યારના બધા દુશ્મન બન્યા છે!!!" જાનકી વિચારી રહી હતી.

"અરે એક વાર હું ચોરીથી પ્રચાર સરની લેબ માં આવી ગયો હતો તો મે તમારી વાતો સાંભળી લીધી હતી!" અભિરાજ વિચારી રહ્યો હતો.

"અરે બધા ના વિચાર સાંભળવાથી કઈ હું નહી બચું... મારે જ કઈક વિચારવું પડશે..." વિશાલ વિચારી રહ્યો હતો.

"રામભાઈ પ્રસાદ! તમારું નામ રામપ્રસાદ છે ને?! તમારે તમારા બીટ્ટુ ની સાઈકલ લેવા મટે પૈસા જોઈએ છે! હું આપીશ તમને! બસ મને અહીંથી છોડી દો!" એ વ્યક્તિ નું નામ અભીરાજ વિચારી રહ્યો હતો કે - "આ રામપ્રસાદ ને મે પૈસા તો આપ્યા નથી એ કામ કરે તો સારું!"

"અરે ઓકે... તો તો હમણાં જ છોડુ છું!" કહી એ છોડવા લાગ્યો અને એણે રસ્સી છોડી પણ દીધી!

"અરે મોહનદાસ, તમારે તમારી સ્વીટી માટે સિલ્વર નેકલેસ જોઈતો હતો ને જાનકી પાસે તો ગોલ્ડન છે! એ ખુશ થઈ જશે! જાનકી આપી દે તો આ નેક્લેસ!" વિશાલે કહ્યું.

"હા... હા..." કહી એણે એનો નેક્લેસ છૂટો ઘા કર્યો અને મોહન દાસે એણે લઈ લીધો!

"રામપ્રસાદ, મોહનદાસ પકડી લો આ વ્યક્તિ ને!!!" વિશાલે કહ્યું તો બંને એ અભિરાજને પકડી લીધો.

"બસ પોલીસ આવે એટલી જ વાર... પછી તમારે સાઈકલ પાક્કી હો!" વિશાલે કહ્યું.

થોડીવારમાં જ પોલીસ પણ આવી ગઈ અને વિશાલે એમને બધું જ કહી દીધું. અભિરાજે પોતે જ પ્રચાર સરનું મર્ડર કરાવ્યા નું પણ કબૂલી લીધું.

"જો... એ આપણા ગુરુ હતા... પૈસા માટે તું આટલો નીચે ગીરી ગયો! તુંયે પોતાના જ સર નું આમ મર્ડર કરાવ્યું! શેમ ઓન યુ!" વિશાલે કહ્યું.

"અરે હું લાલચમાં આવી ગયો હતો! બાકી હું આવી હરકત ક્યારેય નહોતો કરતો, પણ એકવાર પેલા લોકોને મે કહી દીધા પછી મારે એ ડીવાઇસ તો આપવું જ પડત!" ઉદાસી માં અફસોસ સાથે એ બોલી ગયો હતો.

"હાઆસાઆઆઆશ... અમે બંને સુરક્ષિત છીએ! અમે હવે ખુશીથી જીવન વિતાવી શકીશું! આઈ જસ્ટ લવ વિશાલ!" જાનકી વિચારી રહી હતી.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED