લગ્ન.com - ભાગ 6 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન.com - ભાગ 6

ૐ સરસ્વતી નમો નમઃ

લગ્ન.com વાર્તા ૬


જામનગરની સાઈઝ ઝીરો કેફેમા નીખીલ અને દિવ્યા લગ્ન.com. પર નક્કી થયેલી મીટીંગ માટે મળ્યા હતા . બન્ને ના હાથમાં કોલ્ડ કોફી હતી .


" MBA કર્યા પછી હવે ખેતીવાડી કરો છો અજીબ નથી લાગતુ ? " દિવ્યાએ વાત આગળ વધારતા પ્રશ્ન કર્યો .


" સાચુ કહું તો મેં MBA કર્યું એ મને વધારે અજીબ લાગે છે . તમારે જીવનમાં શું કરવું છે ક્યુ કામ કરવું ગમે છે આ શોધવામાં અને સમજવામાં ઘણીવાર ટાઇમ લાગે છે. મારા દાદા ખેડુત હતા અને મને પણ એ કામ ગમતું પણ એને કેરીયર તરીકે ક્યારે જોયું નહી . મારા બધા મિત્રો MBA કરી રહ્યા હતા ને એ કરવાથી સારી નોકરી મળશે પછી સારી છોકરી મળશે સ્ટેબલ લાઇફ હશે આ બધા વિચારો સાથે MBA કર્યું અને અમદાવાદમા એક કોર્પોરેટ કંપનીમાં સારુ પેકેજ પણ મળી ગયું . કામ પર જતો ત્યારે થોડી થોડી વારે ઘળીયાલ તરફ જોયા કરતો કે ક્યારે ૬ વાગે અને ઘરે જાઉ એટલે બે મહીનામાં સમજ આવી ગયું કે ઓફીસમાં બેસી રેહવાનું કામ મારાથી નહિ થાય " નીખીલે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો .


" તો ખેતેવાડી જ કેમ ? બીજા પણ કામ છે જેમાં ઑફિસમાં બેસ્વુ જરૂરી નથી હોતુ ? " દિવ્યા એ બીજો પ્રશ્ન કર્યો .


" ઘણા બધા કારણો છે પણ સૌથી મહત્વનું એ છે કે મને એ કામ કરવામાં મજા આવે છે . મારે ઘળીયાલ તરફ જોવું પડતુ નથી સુરજ આથમે ત્યારે ખબર પડે કે સાન્જ થઈ ગઈ . બીજુ કારણ મારુ ગામ અહીથી ૨૦ કિલોમીટર દૂર છે જ્યા અમારી ૩૦ એકર જમીન છે . મેનેજમેન્ટ કરતા એગરીકલચર ભણ્યો હોત તો વધારે ફાયદો થાત પણ હવે રોજ પ્રેકટીકલ કરી શીખું છે ને આગળ વધુ છું " નીખીલના અવાજમાં આત્મવિશ્વાસ જાણતો હતો.


" wow…..હુ તમારા માટે ખુશ છુ કે તમને તમારી પેશન મળી ગઈ અને તમે તમારુ કામ એન્જોય કરો છો પણ મને નથી લાગતું આપણું જામશે કેમકે મને શેહરની લાઇફ સ્ટાઇલ ફાવે છે અને મારે એક બીઝનેસવુમન બનવું છે આઇ હોપ યુ અન્ડરસેટન્ડ " દિવ્યા એ પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો .


" નો પ્રોબ્લેમ હુ બીલકુલ સમજી શકુ છું . પણ તમે જો ખોટુ ઇમેજીન કરી રહ્યા હો તો હુ ક્લીયર કરવાનો પ્રયત્ન કરુ છું . પેહલી વાત હુ અહીં જામનગરમાં મારા મમ્મી પપ્પા સાથે રહુ છું મારા પપ્પા સારસ્વત બેન્કનાં મેનેજર છે . બીજી વાત મે કહ્યું તેમ મારુ ફાર્મ હાઉસ અહીંથી માત્ર ૨૦ કિલોમીટર દુર છે એટલે હુ રોજ સવારે ટીફીન લઈ ને જાઉં છું ને રાત્રે પાછો આવું છું ક્યારેક જરુર પડે તો ત્યાં ફાર્મ વચ્ચે મારુ સુંદર ઘર છે ત્યા રોકાઇ જાઉં છું ..એ ઘરમાં મારી એરકન્ડીસન ઓફીસ છે મોર્ડન કીચન છે અને હા પેહલા માળે હોમ થીયેટર પણ છે . ૪૦ માણસોનો મારો સ્ટાફ છે હુ બને એટલી ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું અને મોટા મોટા મોલમાં સપ્લાય કરું છું .આ બધું તમને એટલા માટે કહું છું કેમ કે તમને લાગતું હશે કે હું ધોતિયું અને ગંજી પહેરી ખેતરમાં કામ કરતો હોઈશ અને તમારે સાડી પહેરી ભર બપોરે મારા માટે ભાણું લઈને આવું પડશે .જો કે મને કેન્ડલ લાઈટ ડીનર કરતા એ વધારે રોમાન્ટિક લાગે છે ."


" ના … ના… તમે પ્લીઝ ખોટુ ના સમજશો મારો કેહવાનો અર્થ એવો ન હોતો . મે તમને કહ્યું ને કે માટે બીઝનેસવુમન બનવું છે "


"તો તમને લાગે છે ખેતીવાડી એ બિઝનેસ નથી ? મેડમ આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે આ અહીંનો સૌથી મોટો બિઝનેસ છે "


" ના એવું નથી હું સમજુ છું પણ હું તો માર્કેટિંગ કરું છું અને મારે મારું કેરિયર માર્કેટિંગમાં બનાવુ છે "


"અરે વાહ… આ મિટિંગનો એક ફાયદો તો થઈ જ ગયો . તમે માર્કેટિંગ કરશો ? મારે મારા ઓર્ગેનિક ફાર્મ ના બિઝનેસને વધારવો છે અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવો છે અને ક્લાઈન્ટ વધારવા છે તમે માર્કેટિંગ કરી શકો છો "


"આર યુ સિરિયસ ?"


"બિલકુલ … હું તો કહું છું અત્યારે જ મારા ફાર્મ ઉપર ચાલો. હું તમને બધી ડિટેલ આપું છું અને પછી વર્કઆઉટ કરી તમે મને કોટેશન આપજો "


બંને જણ ફાર્મ ઉપર ગયા . ફાર્મ જોઈ દિવ્યા ત્યાંની જ બની ગઈ . છ મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા . નિખિલ પ્રોડક્શન ઉપર ધ્યાન આપે છે અને દિવ્યા સેલ્સ પર . 200 જેટલા માણસો ને રોજગાર મળે છે . પૈસા કમાવાની સાથે સમાજને ઉપયોગી થવાનો એમને આનંદ છે.


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ .