Lagn.com - 3 books and stories free download online pdf in Gujarati

લગ્ન.com - ભાગ 3

: ૐ શ્રી ગણેશાય નમઃ

લગ્ન.com ર્વાતા : ૩


" એક Grilled સેન્ડવીચ વીથ એક્સ્ટ્રા ચીઝ " તન્વી એ વડોદરાના અલકાપુરી એરિયામાં આવેલી Tea Point હોટલના વેટરને ઓર્ડર આપ્યો.


બે ટેબલ દૂર લેપટોપ લઈને બેસેલા છોકરાએ આશ્ચર્યથી તન્વી સામે જોયું "તારા બાપનું નથી ખાતી " એવો લુક તન્વીએ એને આપ્યો અને મોબાઈલ પર વજન ઘટાડવાના વિડીયો જોવા લાગી .


" હાય… તમે તનવી છો ? " એક જીન્સ ટીશર્ટમાં સ્માર્ટ દેખાતા છોકરાએ તન્વીને પૂછ્યું તન્વીની નજરો મોબાઇલ થી એની તરફ ગઈ એણે કાન માંથી Airbuds કાઢ્યા અને બોલી " સોરી શું કહ્યુ ? "


" તમે તન્વી છો ? તન્વી દેસાઈ ? લગ્ન ડોટ કોમ…" છોકરાએ ફરી પૂછ્યું.


" ઓ…. હા.. હા.. સોરી પ્લીઝ બેસોને મે તમને ઓળખ્યા નહીં ફોટામાં ચહરો થોડો જુદો લાગે છે " તન્વી થોડી સરપ્રાઈઝ હતી.


" હા એ ફોટો જરા બે વર્ષ પહેલાનો છે ત્યારે જરા હું ગોળ મટોળ હતો .બાય ધ વે આઈ એમ મીત " મીત ટેબલ પર બેસતા બોલ્યો અને તન્વી સાથે હાથ મિલાવ્યો.


થોડી ક્ષણો સુધી બંને ચુપ રહ્યા . બંને એકબીજાને જોઈ હલકી સ્માઈલ કરી રહ્યા હતા અને તન્વી થોડી કન્ફ્યુઝ હતી. મીતે વાતની શરૂઆત કરતા પૂછયુ " તમે જલ્દી આવી ગયા ?"


" હા… તમે પણ તો જલ્દી આવી ગયા એક્ચ્યુલી આપણે છ વાગે મળવાનું હતું. અત્યારે તો પાંચ જ વાગ્યા છે " તનવી એ ખચકાતા જવાબ આપ્યો.


" વેલ.. ટ્રેન નો ટાઈમ જ એવો હતો આ ટ્રેન મિસ કરત તો પછી મોડું થઈ જાત અમદાવાદ થી વડોદરા માટે આ સમયે ખૂબ ઓછી ટ્રેન હોય છે અને આ જગ્યા સ્ટેશનથી ઘણી નજીક છે તો જલ્દી આવી ગયો ..તમે પણ અહીં નજીકમાં જ રહો છો ? " મિતે સફાઈ આપી પ્રશ્ન કર્યો .


" હા …એટલે હું વડોદરા માંજ રહું છું અને વડોદરા આખું લગભગ સાત કિલોમીટરના રેડિયસમાં છે તો ગમે ત્યાં જવું હોય તો 10 15 મિનિટમાં પહોંચી જવાય અને આજે તો સન્ડે છે એટલે ટ્રાફિક પણ નથી અને સ્કુટી ઉપર હજી જલ્દી પહોંચી જવાય "તન્વી સાચું બોલતા થોડીક ખચકાતી હતી " વેલ… સાચું કહું તો મને અહીંની ગ્રીલ સેન્ડવીચ ખૂબ ભાવે છે એટલે કોઈ પણ છોકરાને મળવાનું હોય તો હું એને અહીં જ બોલાવું છું અને એની સામે આટલી મોટી સેન્ડવીચ ખાતા મને થોડું ઓડ લાગે છે એટલે હું જલ્દી આવી જાવું છું. તમને સાચું કહેવામાં કોઈ વાંધો નથી કેમકે આ મીટીંગ જલ્દી પૂરી થઈ જશે અને તમને છ વાગ્યાની અમદાવાદની ઇન્ટરસિટી મળી જશે ."


" કેમ આવું બોલો છો? આપણે તો હજી કોઈ વાતો પણ નથી કરી " મિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.


" મને લાગે છે કે લગ્ન ડોટ કોમ વાળાની કોઈ ભૂલ થઈ ગઈ છે . દસ માંથી સાત ગુણ મળે તો એ લોકો મિટિંગ કરાવે છે પણ અહીં તો કોઈ મેચ જ નથી .તમે મારો બાયોડેટા બરાબર વાંચ્યો નથી લાગતો. મારું વજન ૧૧૭ કિલો છે અને તમે જોઈ શકો છો હું જરા વધારે પડતી હેલ્ધી છું. પણ એક મિનિટ તમે તો તમારા બાયોડેટા માં તમારુ વજન 93 કેજી લખ્યું છે .તમને જોઈને લાગતું નથી કે તમારું વજન આટલુ હશે " તન્વી પાછી કન્ફ્યુઝ થઇ.


" એના માટે હું તમારી માફી માગું છું એક્ચ્યુલી મારું વજન 63 કેજી છે બે વર્ષ પહેલા લગભગ 80 કિલો હતું પણ હમણાં થોડું ઘટ્યું છે "મીત અટકી અટકી ને બોલ્યો.


" 17 કિલો વજન ઘટ્યું છે એ તમને થોડું લાગે છે " તન્વીની આંખો મોટી થઈ ગઈ " અને ખોટું વજન લખવાની જરૂર શું છે આને ચીટીંગ કહેવાય " તન્વીને ગુસ્સો આવતો હતો.


" જુઓ મારી વાત સમજો આઈ એમ રીયલી સોરી .હું પાછી તમારી માફી માગું છું .પણ મને એક વાત સાચી કરો . જો મેં મારું વજન 63 કેજી લખ્યું હોત તો તમે મને મળવા આવત ?"


" અફકોર્સ નોટ અરે જ્યારે 100 કિલો ને 125 કિલો વજનવાળા છોકરાઓ મને રિજેક્ટ કરે છે એમને હું જાડી લાગુ છું તો તારા જેવો …આઈ મીન વજનમાં મારા કરતાં અડધો શું કામ મારામાં ઇન્ટરેસ્ટ લેશે અને તને ખબર હતી કે મારું વજન 117 કિલો છે છતાં તું મળવા આવ્યો . તું કાં તો મારી મજાક ઉડાવવા આવ્યો છે કે પછી ટાઇમપાસ કરવા " તન્વી નો ગુસ્સો વધી રહ્યો હતો અને અવાજ મોટો થઈ રહ્યો હતો હોટલમાં વધુ ભીડ નહોતી પણ જેટલા પણ લોકો બેઠા હતા એ બધાની નજર તન્વી તરફ હતી "બે વર્ષ જૂનો ફોટો અને ખોટું વજન તારે લખવું ન જોઈએ હું તારી કમ્પ્લેન કરીશ લગ્ન ડોટ કોમ પર "


" તમે પ્લીઝ શાંત થાઓ આ પાણી પીવો અને મારી વાત શાંતિથી સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. હું અહીં ટાઇમપાસ કરવા કે તમારી મજાક ઉડાવવા નથી આવ્યો . અને તમે પ્લીઝ પોતાના માટે જાડી એવો શબ્દ પ્રયોગ ના કરો . મારો એક પ્રોબ્લેમ છે મને હેલ્ધી છોકરીઓ જ ગમે છે આઈ મીન…" મીત તન્વીને પાણીનો ગ્લાસ હાથમાં આપતા બોલ્યો.


તન્વીને આશ્ચર્ય થયું એને શાંતિથી પાણી પીધું અને ઊંડો શ્વાસ લીધો. "તમને જાડી એટલે કે હેલ્ધી છોકરીઓ ગમે છે ? યુ રીયલી વોન્ટ મી ટુ belive that ? "


" હા બીલકુલ એમાં વિશ્વાસ ન કરવા જેવુ શુ છે ? આજના યુગમાં જ્યારે છોકરાને છાકરાનું આકર્ષણ હાય છે છોકરી ને છાકરીનું આકર્ષણ હોય છે આ વાત પર બધા વિશ્વાસ કરે છે તો એક પાતળા છોકરાને એક હેલ્ધી છાકરી નું આકર્ષણ હોય તો એમાં વિશ્વાસ ન કરવા જેવું શુ છે ? " મીત પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.


તન્વી નો ગુસ્સો શાંત થઇ ગયો હતો અને મીતની વાત સાંભળી એને હસુ આવી રહ્યું હતું જેને એ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.


" mam your Grilled sandwich with extra chess " વઈટર સેન્ડવીચ ટેબલ પર મુક્તા બોલ્યો " enything for you sir ?"


" ભાઈ એક વાટકીમાં થોડુ પાણી લઈ આવ તો એમાં ડુબી મરુ કોઈ ને મારી વાત પર વિશ્વાસ જ નથી થતો "


મીતના મોઢે આ શબ્દો સાંભળી તન્વી હસુ રોકી ના શકી ને ખડખડાટ હસવા લાગી એને હસ્તી જોઈ મીત પણ હસ્વા લાગ્યો.


થોડી વધુ વાતો થઈ ને બેન્ને નુ ટ્યુનીંગ જામી ગયું . ક્યારેક તન્વી અમદાવાદ જતી તો ક્યારેક મીત વડોદરા આવતો થોડા સમય બાદ તન્વી સાથે રહી મીત પાછો ૮૦ કિલોનો થઈ ગયો ને મીતની ડાયટ ટિપ્સ થી તન્વી ૧૧૦ કિલો થઈ ગઈ ને એક દિવસ લગ્ન.com ના ઓફિસ adress પર બન્નેની કંકોત્રી આવી .


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED