Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2

ઇવાન નું માથું સીટ સાથે અથડાયું. અને ડ્રાઈવર વગર ની બસ ફુલ સ્પીડે દોડવા મંડી.હવે આગળ.....

ચેપ્ટર-2 રહસ્યમયી સફર

રાત ના 2:30 વાગ્યા હતા. ડ્રાઈવર વગર ની બસ 100કિમિ/કલાક ની ઝડપ એ દોડી રહી હતી. ઇવાન સીટ પર બેભાન પડ્યો હતો. માથા પર લોહી વહી રહ્યું હતું. બસ આડા અવળા વળાંકો મા પણ રસ્તો કાઢી ચાલી રહી હતી. અચાનક બસ એક ઝાટકે ઉભી રહી અને ઇવાન સીટ પરથી પડી ગયો અને તેની આંખ ખુલી

આઉચ.. બહુ કરી"

"અરે આતો...."

ઇવાન ની આંખો માં ચમક આવી ગઈ. ઇવાન ધીરે ધીરે માથા પર નું લોહી લૂછતાં લૂછતા ઉભો થયો બસ ના બારણાં આપ આપ ખુલી ગયા. ઇવાન જલ્દી થી બારીએ જોવા લાગો.

"અરે.. આતો જૂની નદી નો રસ્તો છે. જ્યાં અમે બધા ન્હાવા જતા હતા. પણ અહીં સુધી આવતા તો 12 કલાક થાય છે. અને અહીંયા બસ કેમ....?'

ઓહોહો આતો સામે ની ઝાડી પાછળ 2 જણ છુપાઈ ને બેઠા હતા. ઇવાન તે જોઈને ખુશ થઈ ગયો

.

"કેવિન...રોહિત.....ઓ રોહિત....... ઓઈઈ....."ઇવાન હાથ હલાવી અને ઠેકડા મારી તેઓ નુ ધ્યાન ખેંચવા નો પ્રયત્ન કરવા લાગ્યો.અચાનક રોહિતે સામું જોઈ બેય બસ ની અંદર આવવા લાગ્યા. ઇવાન એક નવી આશા સાથે જોઈ રહ્યો. બન્ને અંદર આવતા જ બસ ના બારણાં પહેલાની જેમ જ બંદ થઈ ગયા. અને બેય પાછા ડરી ને બારણાં પાસે ભાગી ને ખોલવા મેહનત કરવા લાગ્યા.

'રહેવા દો કાઈ નહિ થાય!!!" ઇવાને નિરાશા સાથે કહ્યું.

'ઓઈઈ ઇવાન આ બસ ક્યાં જાય છે? યાર"

કોને ખબર"

"તો આ બસ કોણ ચલાવે છે?" રોહિતે પૂછ્યું

'કોઈ નહિ”આવો રુક્ષ જવાબ સાંભળી બેય ગુસ્સે થઈ ગયા.

"તો કેમ બેઠો છે આમાં?" રોહિતે ગુસ્સામાં કહ્યું.

ઇવાને રાત્રે 1:30 વાગ્યે બનેલી ઘટના ની બધી વાત કરી.

“ઇવાન હવે તો સમજાય છે ને કે હું મજાક નહોતો કરતો" રોહિતે કહ્યું

સોરી યાર મને એમ લાગ્યું કે

'કાઈ વાંધો નહિ' કેવીને વાત વચ્ચે થી કાપતા કહ્યું. હું જ્યારે રાત્રે ઉઠ્યો ત્યારે અગાશી પર મોટો ધડાકો જેવો અવાજ આવ્યો હું અગાશી પર ગયો તો આકાશ માં શૉ-પીસ જેવા લાલ કલર ના ચમકારા થતા હતા. પછી હું નીચે ગયો ત્યારે મારા ઘર ના સભ્યો એક બીજા સાથે ઝઘડતા, મારતા હોઈ તેવું લાગ્યું. ત્યાર બાદ હું નીચે આવ્યો. અને જોયું તો બધા ની આંખો લાલ ચમકતી હતી હું સમજી ગયો કે..... હા મેં પણ એક પુસ્તક માં વાંચેલ છે કે લાલ આખો દુષ્પ્રભાવ ની નિશાની છે.' રોહિત બોલ્યો

ત્યાર બાદ હું ઘેલા માં કપડાં ભરી રોહિત ને ફોન કર્યો કેમ રોહિત

હા મારા ઘરે પણ આવું જોવા મળ્યું એટલે અમે બંને બચી ને ઘરે થઈ નીકળી ગયા અને આ બાજુ ભાગતા હતા, ત્યાં તે બોલાવ્યા.

આપણા પરિવાર ને શુ થયું છે? એજ ખબર નથી પડતો, કેવીને કહ્યું.

"એ બધું તે કહ્યું એમ લાલ ધડાકા થી થયું છે.”


"આપણો પરિવાર જ નહીં આખી દુનિયા લોહી પીનારા દાનવો માં બદલી ગઈ છે.' ઇવાને કહ્યું.

"કેવિન, ઇવાન યાર, મને તો વિશ્વાસ નથી આવતો કે આપણે જે ઝોમ્બી ફિલ્મ્સ, ગેમ્સ રમીએ છેએ તે આપણી સાથે રીયલ માં થઈ રહ્યું છે. અને આખી દુનિયા તેના પ્રભાવ માં છે."

"કાશ, એલીના તેના પ્રભાવ માં ના હોઈ" ઇવાને ઉંચુ જોઈ નિરાશા થી બોલ્યો.

'એલીન જ નહીં જાસ્મીન અને લિઝા પણ...

કેવિન બોલ્યો અને ત્રણેય મિત્ર હસી પડ્યા.

હવે સવાર ના 6 વાગ્યા હતા ઇવાન અને કેવિન પોતાના બધા મિત્રો સંબંધી ને ફોન જોડવાનો પ્રયત્ન કરતા હતા. પણ ફોન લાગતો ન હતો રોહિત ધસધસાટ ઊંઘી ગયો હતો.

"આ રોહિત ને તો આવા સમય માં પણ નીંદર આવે છે.' કેવોને કહ્યું.

'ઊંધ તો મને પણ આવે છે. પણ તારી મદદ કરવા જાગુ છું. મારી ઊંધ પણ બહુ વધારે છે." ઇવાને મોટું બગાસું ખાતા કહ્યું.

હા, તું કુંભકર્ણ નો વંશજ છે ને એટલે... કેવીને મજાક માં કહ્યું

"શ્રી કૃષ્ણે કુંભકર્ણ ને વીર કહ્યો હતો એનું કારણ ખબર છે? દરેક વીર પુરુષ નું લક્ષણ તેનો સત્વગુણ એટલે કે ઊંઘ વધુ હોય છે."

'બસ બસ મારા જ્ઞાની આપનું જ્ઞાન અહીં જ સમાપ્ત કરો તો તે વધુ હિતાવહ રહેશે' કેવીને કહ્યું અને બંને મિત્ર હસી પડ્યા

કેવિન, મારા મમ્મી પપ્પા શુ કરતા હશે, તે મારા ઘરે જોયુ હતું?”

હવાન તારો આખો પરિવાર રાક્ષસીય પ્રભાવ માં છે.

"એક મિનિટ રોબર્ટ નો ફોન આવ્યો... કેવીને ફોન રિસીવ કર્યો.

"હલ્લો, કોણ બોલે છે

"હા યાર હું રોબર્ટ તું ક્યાં છો યાર મારી સોસાયટી, શહેર માં લોકો.....

"મને ખબર છે રોબર્ટ એ એકલા તારી સાથે નહિ આખી દુનિયા માં થયું છે. મને માત્ર એટલું કહે કે તું કયાં છો?"

'હા કેવિન હું અને જોની નાળી પાસે ઉભા છે"

"શુ નાળી પાસે?"

કેવીને જેવું પૂછ્યું કે બસ જેમ કોઈ ડ્રાઈવરે આદેશ સ્વીકાર્યો હોઈ તે રીતે ઓટોમેટિક ટર્ન લીધો. ત્રણેય મિત્રો હલબલી ગયા.

'આ શું થયું?" કેવીને પૂછ્યું.

'અરેરે કોઈ તો સુવા દો યાર' રોહિતે બગાસું ખાતા કહ્યું.

ઇવાને ખૂબ ઝીણી નજર કરી ને બારીમાં જોયું.

"અરે આ બસ પાછી કેમ ચાલવા લાગી?!!!! આ તો નાળી વાળો રસ્તો છે."

"પણ તે નાળી વાળા રસ્તે કેમ જાય છે? અને તેને કેમ ખબર પડી કે.... કેવીને કહ્યું.

"મને તો લાગે છે કે આ બસ ને કંટ્રોલ કરવા વાળો સામાન્ય નથી આ ભૂરા રંગ ના ચમકારા ને કોઈ કંટ્રોલ કરે છે" રોહિતે કહ્યું.

'હા રોહિત મને લાગે છે કે બસ ને કંટ્રોલ કરનાર આપણને બચાવવા માંગે છે," ઇવાને કહ્યું.

“પણ કોણ?કેમ?ક્યાં? કેવીને અકળાતા એક સાથે પ્રશ્નાર્થ ચિન્હ ખડા કરી દીધા.

બસ નો એકદમ ઝાટકો લાગ્યો અને ત્રણેય મિત્રો એકબીજા સાથે અથડાતા ઉઠી ગયા. સામે નાળી હતી અને આ બાજુ મોટી મોટી ઝાડી અને જંગલ. ઇવાને આખો ચોળતા ચોળતા બારી બહાર જોયું તો કોઈ ન હતું.

રોબર્ટ અને જોની ક્યાં છે એણે તો અહીં જ ઉભા હતા એમ કહ્યું હતું!!!' ઇવાને કહ્યું.

કૈવીને ફરિથી ફોન કર્યો પણ કોઈ ઉપાડતું ન હતું .

'અરે ક્યાં ગયા એ લોકો' રોહિતે કહ્યું.

'એક મિનિટ ' કેવીને પોતાની સ્માર્ટ વોચ માં નંબર ડાયલ કરી લોકેશન જોયું અને ત્રણેય મિત્રો ઉપડ્યા.

"અરે આપણે હથિયાર તો લઈ લઈએ ઇવાને કહ્યું.

“હા તેમ કરીએ'

ઇવાને કુહાડી લીધી, કેવીને મોટી લાકડી લીધી અને રોહિતે પોતાની પાસે રહેલી એક પિસ્તોલ લીધી જેને તેના પપ્પા એ આપી

હતી.

સ્માર્ટવોચ ની લોકેશન માં જોતા નજીક પહોંચતા પહેલા ત્રણેય ને દૂર ઝાડીમાં કૈક અવાજ આવતો હતો.ત્રણેય ડરતા ડરતા

આગળ વધતા હતા.

કેવીને સ્માર્ટવોચ માં કૈક બટનો દબાવ્યા, અને વોચ માંથી કૈક નાનું કૃત્રિમ મચ્છર જેવું નીકળ્યું અને તોંચ. માં કન્ટ્રોલ કરવા લાગ્યો.

"આ શુ છે?' ઇવાને પુછયુ.

"આ ટ્રાન્સમિટર વાળો ડ્રોન કૅમેરો છે આપણે જોઈએ તે લોકો શુ કરે છે"

ત્રણેય મિત્રો કેવિન ની વોચ માં જોવા મંડ્યા.

રોબર્ટ, જોની અને બે અજાણી છોકરીઓ ઉભા હતા. તેની ફરતેય બાજુ ઘાયલ અર્ધલાશ જેવા રાક્ષસો ટોળું વળી ને આગળ વધી રહ્યા હતા. ત્યાં અચાનક એક મડદું જોની ને અડવા જતો હતો ત્યાં ક્યાક થઈ એને ગોળી વાગી. મડદા ના ગળા મા લોહી છૂટવા માંડ્યું, પણ એને કોઈ અસર ન થઈ તેણે પાછળ જોયું. અને રાક્ષસો નું એક ટોળું ઉંચી જાળ માં બંધાઈ ને લટકવા માંડ્યું. જોની અને રોબર્ટ ને ખબર પડતી ન હતી કે કોણ એને બચાવી રહ્યું છે. બસ તે ચારેય બબુચક ની જેમ બધી ધમાલ જોઈ રહ્યા હતા. પછી એકઝાટકે ઇવાન, રોહિત અને કેવિન ઝાડ પરથી ઉતર્યા.

"ઓહ ઇવાન, રોહિત, કેવિન તમે!!"

"હા અમે..

ત્યાંતો ઉંચી જાળ ને ચિરી ને તૂટી ગઈ. બધા મિત્રો ભાગવા માંડયા. અને દોડતા દોડતા બસ પાસે આવી ગયા અને અંદર બેસી ગયા બસ ચાલુ થઈ પણ બધા રાક્ષસો બસ ને આંબી ગયા. એક ઝાટકે બસ એ સ્પીડ પકડી અને બધા રાક્ષસો બસ ની બારીઓ પકડી ને ટીંગાયેલા હતા અને બારીઓ તોડવા લાગ્યા. ઇવાને બારી ખોલી કુહાડી મારી રાક્ષસ ત્યાજ ફંગોળાઈ ગયો.અને તેની પાછળ ના બધા રાક્ષસો પણ ભાર આવવા થી પડી ગયા. બસે અચાનક ટર્ન લીધો અને એક સિવાય ના બધા પડી ગયા. છેલ્લા વધેલા એક રાક્ષસે બારી તોડી રોબર્ટ ના મોઢા પર નખ માર્યા

"શું થયું રોબર્ટ?" બધા દોડ્યા

'અરે......અરે... મને શું....થાય છે....?"

રોબર્ટ નું શરીર પણ જોતજોતા મા ઝોમ્બી જેવું થઈ ગયું. બધા ડરી ગયા હતા. હવે શું? કરવું. અને રોબર્ટ પણ બધા ને મારવા નજીક આવવા લાગ્યો. ઇવાન કૈક વિચારી રહ્યો હતો. રોબર્ટ ઇવાન ની નજીક આવી રહ્યો હતો. બધા ખૂબ ડરી ગયા હતા. ઇવાન ના દિમાગ માં હજી કૈક રમી રહ્યું હતું. પેલો જેમ નજીક આવતો અને જેમ ઇવાન ને જોર થી મારવા ગયો ત્યાં ઇવાન ઓચિંતો હટી ગર્યો. અને રોબર્ટ પડી ગયો. ઇવાને ઝડપથી રોબર્ટ ના હાથ પકડ્યા રોબર્ટ ખૂબ બળ કરતો હતો. બધા ઇવાન ની પાસે પહોંચી ગયા..

"કેવિન આને બેભાન કરવો પડશે તો જ કંઈક થશે"

"જોની તારો રૂમાલ આપ...જલ્દી"

"કેમ શુ કરવું છે?"

'પ્રશ્નો ના પૂછ રૂમાલ આપ' ઇવાને મૉટે થી કહ્યું.

જોની એ રૂમાલ આપ્યો. ઇવાને પકડી ને સીધો નાક પર દબાવી દીધો...

'અરે આ મારા હાથ માં નથી રહેતો આને પકડવો પડશે" ઇવાને કહ્યું.

ગૂંગળામણ થવાથી તે વધુ ધમાલ કરવા લાગ્યો. ઇવાન નું બળ ન ચાલ્યું.

'જોની પેલી દોરી લય આવ....જલ્દી"

“તારે શુ કરવું છે..?" કેવીને પૂછ્યું

કેવિન જલ્દી આને પકડ"

"મારાથી નહિ પકડાય" કેવીને પેલાની હાલત જોતા કહ્યું.

'તો તું અને રોહિત પકડો પણ ધ્યાન રહે એના હાથ તમને ના અડે જો અડ્યા તો તમે પણ આના જેવા..."

"હા તું જલ્દી કર."

કેવિન અને રોહિતે મહામહેનતે પેલાને પકડ્યો. ઇવાને સિલિન્ડર લય તેનું લોખંડ નું સીલ તોડવા પ્રયત્ન કર્યો પણ ના ખુલ્યું. બહુ બળ કર્યું પણ ના ખુલ્યું. છેવટે ઇવાને કુહાડી ના એ......બે અને ત્રણ ઘા માં સીલ તોડી નાખ્યું. અને ગેસ નીકળવા મંડ્યો તરત જ સિલિન્ડર એના નાક પાસે લઈ અને પૂરું બળ કરીને રોબર્ટ નું નાક સિલિન્ડર ની અંદર જવા દીધું. પેલો પુરૂ બળ કરી ધમપછાડા કરવા લાગ્યો.

'અરે તમે ચાલો શુ જુઓ છો પકડવા માં મદદ તો કરો જલ્દી ચાલો"

અને બધા એ થઈ તેને બળપૂર્વક પકડી રાખ્યો અને થોડી વારમાં તેનુ બળ ઢીલુ પડતુ ગયું અને તે બેભાન યઇ ગયો..... બધા એ નિરાંત ની સ્વાસ લીધો.

'હાશ હવે નિરાંત'

“હજી નિરાંત નથી કેવિન. માત્ર બેભાન કર્યો છે. કોઈપણ રીતે તેમાંથી રોબર્ટ પાછો બદલવો પડશે" ઇવાને કહ્યું

હવે શું કરીશું બધા વિચારવા મંડ્યા રોબર્ટ ને ઉંચકીને સીટ પર સુવડાવી દીધો.

'જોની આ બંને કોણ છે?" રોહિતે પૂછ્યું.

"આ જેસિકા છે. અને પેલી વિનસ છે ".

'મેં નામ નહિ કોણ થાય એ પૂછ્યું છે."

'ઓહ એ તો માત્ર.....બધા હસી પડ્યા.

બધા બેઠા હતા. રાત પડી બધા ને ભૂખ લાગી હતી. જોની અને રોહિતે ઘોડો નાસ્તો કાઢ્યો. અને બધા એ ખાવા મંડ્યા

'ઇવાન યાર આ તારી કોલેજ નો ડ્રાઈવર સારો કહેવાય, આવા સમયે પણ તને સાથ આપી બચાવવા આવ્યો. પણ બસ બહુ ફાસ્ટ ચલાવે છે. જોની એ કહ્યું

"હા..હા..હા..હા..હા.'ઇવાન બીજા ની સામે મૉટે થી હસવા લાગ્યો જોની, જેસિકા અને વિનસ તેની સામે સમજ્યા ન હોઈ તેવી રીતે જોઈ રહયા.

"જોની તુ ડ્રાઈવર કેબીન માં જા તું ડ્રાઈવ કર." કેવીને કહ્યું. જોની ગયો અને તરત જ હાફળી ફાફળો થઈ બહાર આવ્યો.

'આ કેવી બસ છે? ડ્રાઈવર જ દેખાતો નથી. બસ પોતાની રીતે જાય છે. આ બસ ક્યાં લય જાય છે!!"

“કોને ખબર?"ઇવાને કહ્યું

'એ બધું ઠીક પણ રોબર્ટ નું શું કરીશું?' રોહિતે સળગતી સમસ્યા મુકી.

"તો એનો અર્થ એમ કે આ બસ જ્યાં જાય છે. એની પાસે રોબર્ટ નો પણ ઈલાજ હશે જ જેસિકા એ કહ્યું.

"હા યુ આર રાઈટ" ઇવાને કહ્યું.

રાત ના 8 વાગ્યા હતા. બધા અડધી નીંદર મા હતા. બસ આપમેળે ચાલી રહી હતી. અચાનક બસ એક ઝાટકે ઉભી રહી. અને બધા સીટ સાથે અથડાતા જાગી ગયા.

“આ બસ ને શુ થયું છે? " રોહિત કંટાળ્યો હતો.

*હવે કેમ ઉભી રહી?" કેવિન બોલ્યો.

દરવાજો ખુલી ગયો હતો.

"મને લાગે છે આપણે બહાર જવું જોઈએ ઇવાન બોલ્યો.

"ના જો અત્યારે આપણે ઝડપાઇ ગયા તો આપણે પણ...."

રોહિત મને લાગે છે આપણી મદદ ની કોઈને જરૂર છે. કોઈ આપણને બોલાવે છે,

આ બસ ક્યાં લય જાય છે આપણને ખબર નથી!!" જોની એ મૉટે થી કહ્યું,

"જવું તો પડશે જ, મારુ મન કહે છે કોઈ ને મારી જરૂર છે. ઇવાને પોતાનો વિચાર રજૂ કરી દીધો

"સાંભળી ને જજે યાર' રોહિતે ચિતા થી કહ્યું.

હું ક્યાં એકલો જાવ છું, તારે મારી સાથે આવવાનું છે જાડિયા,

"ઓય મારે નથી આવવું" રોહિત પાછળ હટતા બોલ્યો. પણ ઇવાન એને હાથ પકડી લઈ ગયો.

"જોની, કેવીન તમે અહીં જેસિકા અને વિનસ સાથે રહી રોબર્ટ નું ધ્યાન રાખો કાઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરજો" ઇવાન કહેતો ગયો.

રોહિતે પોતાની પિસ્તોલ અને બસ માં પડેલો મોટો સ્ક્રુ ડાયવર લીધો. બેય બહાર નીકળ્યા. રાત ની કાતિલ ઠંડી માં નીકળ્યા.

"કેવી ઠંડી છે. આમાં કોણ આપણને બોલાવતું હશે?"

પણ જો એને બચાવશુ નહી તો બસ આગળ પણ નહીં ચાલે” ઇવાને કહ્યું.

કેવિન પાસેથી જો ડ્રોન લય લીધું હોત તો સારું રહેત" "એ સ્માર્ટફોન સાથે કનેક્ટ થતું હશે?" રોહિતે પૂછ્યું.

ઇવાને કેવિન ને ફોન કર્યો.

"હેલ્લો કેવિન"

'હા શુ થયું.?" .

"તારું ડ્રોન મારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય?"

'ટ્રાય કરી જોવ છું. હા તેમ થઈ જશે. હું મારા ડ્રોન અને સેન્સર ને ગૂગલ માં તારા એકાઉન્ટ માં કનેક્ટ કરું છું. પછી તે તારા ફોન માં એકાઉન્ટ માં ખોલ એટલે એમાં ડ્રોન ના કોન્ટ્રોલ આવી જશે." કેવીને કહ્યું.

ઇવાને એકાઉન્ટ ઓપન કર્યું. અને કંટ્રોલ આવી ગયા. કંટ્રોલ દ્વારા એને ટ્રાન્સમિટર અને મેપ દેખાયો બને સિગ્નલ ની દિશા માં ચાલવા મંડ્યા.સિગ્નલ ના દર્શાવ્યા સ્થળ પર પહોંચતા જ ઉંચા ઝાડ સિવાય કશું દેખાતું ન હતું. વાતાવરણ ખૂબ ડરવાનું લાગતું

હતું.

“અહીં તો કઈ નથી” રોહિતે નિસાસો નાખતા કહ્યું.

"આમ કેમ બની શકે? મારા ખ્યાલ મુજબ કેવિન ની ટેકનોલોજી ક્યારેય ખોટું ન બતાવે.' ઇવાને કહ્યું

ઇવાને કેવિનને ફોન કર્યો "હલ્લો ઓ...ટેકબોય તારી ટેકનોલોજી કેમ કાઈ બતાવતી નથી?"

"હા યાર હું એજ જોવ છું મારા સાધન ક્યારેય મને દગો આપે હું તપાસ કરી જોવ છું. તમે સિગ્નલ જ્યાં બતાવે ત્યાં પહોં કૈક મળી જાય." કેવીને કહ્યું

બેય આગળ ચાલ્યા અને ઉભા રહેતા જ... ઇવાન થોડો બચી ગયો ઉંચી ડાળી પરથી કોઈ અર્ચરી ના તીર કામઠા લય બેઠું હતું. એણે ઇવાન પર વાર કર્યો,

"અરે આ કોણ હતું?!!! ઇવાન ખૂબ ડરી ગયો હતો.

બેય ડરીને બીજા ઝાડ નીચે આવીને બેસી ગયા.

અચાનક પેલો ઝાડ પરથી ઠેકડો મારી ઉતર્યો. બંને જોઈ રહ્યા, પાછળ ના બંને ઝાડ પરથી બે જણ નીચે ઉતર્યા. દૂર થી યુવતીઓ લાગતી હતી.ઇવાનએ કુહાડી તૈયાર રાખી રોહિતે પિસ્તોલ નો ઘોડો ચડાવ્યો.

"આ તો આગળ જ વધે છે."રોહિતે કહ્યું

"મને તો બોવજ બીક લાગે છે યાર"

"ખરેખર મને આજે વિશ્વાસ થઈ ગયો કે દોસ્ત થી મોટો દુશ્મન કોઈ નથી હોતો, ત્યાં મોટો સુપરમેન થવા ગયો!!" રોહિત ગુસ્સા માં બોલતો હતો

"જે થવાનું હશે તે થાય છે.હવે તો લડી લેવું જ પડશે" ઇવાને કહ્યું.

બંને ડઘાઈ ગયા હતા. પોતાનું મોત સમજી જ લીધું હતું. જાણે ત્રણેય સુંદરીઓ પોતાનું મોત બની સામે આવી રહી હતી મફલર થી અડધું મોઢું અને ગળું ઢાંકેલું હતું. અને કાળા ડ્રેસ માં આગળ વધી રહી હતી. ઇવાન અને રોહિત પણ હેબતા હતા. ઇવાન મનોમન જે યાદ આવે તે ભગવાન ના નામ લેવા મંડ્યો હતો. એક ના હાથ માં બાણ એક ના હાથ માં મોટો અને એક રાઇફલ લઈને આગળ વધી રહી હતી. અચાનક ઇવાન નો સેલફોન રણક્યો

"હલલો બોલ કેવિન.. શુ છે?”

"હા કાઈ મળ્યું?"

"હા કાળ મળ્યો અમારો"

"શુ?!!!" હલ્લો...હલ્લો..

ઇવાન ના હાથ માંથી એનો ફોન પડી ગયો. ત્રણેય બ્લેક કિલર્સ પાસે પહોંચી ગઈ હતી. ત્રણેય ઇવાન અને રોહિત ને એક જોવા મંડી. ઇવાન અને રોહિત પણ જોઈ રહ્યા.

"ઓઈઈ પાગલ તું?"

“એલીના તું"

એલીના એ મફલર કાઢી નાખ્યું. રોહિત પણ જાસ્મીન ને મળ્યો ચારેય ભેટી પડ્યા.

“આ કોણ છે? એલીના?"

"આ મારી રૂમમેટ લિઝા છે."

"gf છે. કેવિન ની "રોહિતે ઇવાન ના કાન માં કહ્યું.

"ઓહ એવું છે ચાલો બસ લાવ્યા છે તમારી માટે."

પાંચેય સાવધાની થી જવા લાગ્યા ઇવાને કેવિન ને ફોન કર્યો.

"હલ્લો કેવીન"

"હલો શું થયું?"

"બચી તો ગયા પણ એક ખાસ વ્યક્તિ ને સાથે લાવ્યો છું.' ઇવાને કહ્યું

પાંચેય જતા હતા ત્યાં જ રોહિત ના પગે કૈંક અથડાયુ રોહિત લથડાઈ ને પડી ગયો.

'ઓહ આ શું છે?.

આવા ઉંચા પથ્થર એમ જ ગુસ્સામાં રોહિતે એકઝાટકે પથ્થર ને ઉખેડવા ગયો પણ ન ઉખડયું.

"એક મિનિટ રોહિત આ જો"

ઇવાને પથ્થર પર રોહિત નું લોહી નીકળ્યું હતું એ જગ્યા એ વરાળ નીકળતી હતી

"આ છે શું? ઇવાન"

ઇવાને ઍરો થી તેની આસપાસ ખોદવા મંડ્યો, અને જોયું તો એક ચોક્કસ આકાર નો ઘન પદાર્થ લાગ્યો ખૂબ સખત હતો. ઇવાન અને રોહિતે મળીને ખેંચી કાઢ્યો. બધા જોઈ રહ્યા.

"અરે આ શું છે ?!!"

"આ હશે કૈંક કામની વસ્તુ"

"આપણે એને કેવિન પાસે લઈ જઈએ કૈંક ખબર પડશે."

પાંચેય બસ માં આવ્યા કેવિન અને લિઝા ભેટી પડ્યા

‘કેવિન આ બસ ને લેબોરેટરી બનાવી નાખી કે શુ?... ઇવાને કહ્યું.

"ના ના તારા સ્માર્ટફોન સાથે મારુ ડોન કનેક્ટ કર્યું એટલે મારે લેપટોપ થી સેટિંગ્સ કરવા પડ્યા."

"કેવિન આ શું છે?"ઇવાને પેલો પથ્થર કાઢી બતાવ્યો .

"પથ્થર છે. એ પણ ધૂળ વાળો"

'પેલા જોઈ તો જો.' ઇવાને કેવિન ને પથ્થર આપ્યો

કેવીને પાસે કૈંક કાઢ્યું અને એના પર રાખી ફેરવવા મંડ્યો.

*આ શું છે?' જોની એ પૂછ્યું.

"આ રકેનનીંગ સેન્સર છે.એને કોઈ પણ વસ્તુ પર ફેરવો અને બધી જાણકારી મળી જશે. કેવીને કહ્યું. તે પથ્થર પર ફેરવી લેપટોપ માં જોવા મંડ્યો.

"આ ક્યાંથી મળ્યું તમને?"

ઇવાને બધી વાત કરી.

"ઇવાન! આ જે ઘન પદાર્થ છે. એની અનુરચના અન્ય કરતા જુદી છે."

બધા ની અનુરચના તો જુદી જુદી જ હોઈ ને" જોની વચ્ચે બોલ્યો

'ના જોની એમાં થોડુ કોમન હોઈ છે. પણ આ તત્વ એવું છે. જેવી સંરચના ખૂબ જુદી છે. માનો કોઈ બીજા ગ્રહ...

"એવું કંઈ રીતે બની શકે?" ઇવાને હેરાની થી પૂછ્યું.

"ગમે તે રીતે ઉલ્કાપાત કે અન્ય... ગૂગલ માં પણ આના વિશે કાઈ બતાવતા નથી."

હવે બસ નું બારણું જે ખુલ્લું હતું એ બંદ થઈ ગયું. બારી પણ બંદ થઈ ગઈ.

"આ શું થયું?!!!" જોની ડરી ગયો.

"આ તો થાય જ છે," ઇવાને સ્વભાવિક રીતે કહ્યું.

"ના ઇવાન પણ આ નથી થતું!!!!"

બધા નું ધ્યાન ડ્રાઇવર કેબીન માં રહેલા સિલિન્ડર તરફ ગયું. જેના પર ભૂરા ચમકારા થઈ રહ્યા હતા. અને સિલિન્ડર લીક હતો. બધા ડરી ગયા. ધીરે ધીરે ધુમાડો આખી બસ માં ભરાઈ ગયો. બધા ને ચક્કર આવતા હતા. મૃત્યુ નજીક જ હતું.

"આ બસ......આ........

અને બધા બેભાન થઈ પડી ગયા.....

કોના ઈશારે ચાલતી હતી એ બસ, અને શા માટે આ 10 ને જ બચાવવા માં આવ્યા??? શુ થશે આગળ!! જાણવા માટે જ ફાઈટર્સ પાસ્ટ ટુ ફ્યુચર ch-3

વાર્તા અંગે આપના પ્રતિભાવો જરૂર જણાવશો...

અર્જુન લુહાર
wts: 7048645475