Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 1

ચેપ્ટર-૧ એક ભયાનક બદલાવ


ટરિંગ, ટરિંગ, ટરિંગ રાત ના 1:30 વાગે બેડરૂમ પાસે રાખેલા ટેબલ પર ફોન આવ્યો. રિંગ ના ઉંચા અવાજે ઇવાન ને જગાડી દીધો. ઇવાને દિવસભર ના થાક કાંટાળા, મોજ મસ્તી અને સાંજે કરેલી કુસ્તી ના થાક સાથે, ફોન પર જોયું તો સ્ક્રીન પર શહેર માં રહેતો મિત્ર રોહિત નું નામ જોયું. અરે રાત્રે પણ નિરાંત નથી.

"હેલ્લો શુ છે? અત્યારે શુ કામ પડ્યું?" ઇવાન બોલ્યો

"હેલ્લો ઇવાન, ઇવાન આ મારા મમ્મી-પપ્પા બહેન, દાદા-દાદી ને કૈક થઈ ગયું છે." રોહિત ખૂબ ચિંતા માં લાગતો હતો. સાથે આશ્ચર્ય માં પણ હતો.

"શુ થયુ છે?" ઇવાન એ કહ્યું

"એ જ ખબર નથી પડતી ઇવાન અચાનક વિચિત્ર વર્તાવ કરવા લાગ્યા છે.તેઓ મારી પાછળ પડ્યા છે. અને તેનો દેખાવ પણ ભયાનક થઈ ગયો છે. ડોળા ફાટી ગયેલા અને મોઢું અને શરીર લોહીલુહાણ થઈ ગયું છે.

ઇવાને ફોન કાપી નાખ્યો "સાલા ને અત્યારે પણ મજાક સુજે છે. હવે જલ્દી ઊંઘ પણ નહીં આવે"

ઇવાન બહારગામ હોસ્ટેલ માં કોલેજ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતો હતો . રોજ સવારે જીમ અને સાંજે કુસ્તી ની પ્રેકટીસ થી સુંદર ખડતલ શરીર અને સ્નાયુ ના ગંઠોડા જમાવ્યા હતા. કોલેજ ની સ્પોર્ટ્સ ટીમ નો એ લીડર હતો. કોલેજ ની બોડી બિલ્ડીંગ કોમ્પિટિશન માં ઇવાન-ઇવાન ના નારા પડતા હતા. એક સાથે દસ વ્યક્તિઓ ને હરાવી શકે તેવી તેની કુશળતા હતી. ઉપરાંત તેની બુદ્ધિક્ષમતા પણ ઉંચી હતી. કાળો વાન અને તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ. 4 લંગોટી યારો સમય જતાં લંગોટી જિન્સ ટી-શર્ટ માં બદલી ગઈ. પણ દોસ્તી તો એવી જ રહી. ઇવાન હોસ્ટેલ માં ગયો. રોબર્ટ એન્જિનિરિંગ કૉલેજ માં ચાલ્યો ગયો. રોહિત પણ કૉલેજ ના રંગીન સફર માં ગયો. કેવિન બીજા શહેર માં ચાલ્યો ગયો. જોની ને કૉલેજ માં સમય બરબાદ કરવો ઠીક ન લાગ્યો એટલે એ કામે વળગ્યો.

ઇવાન ની નીંદર હવે ઉડી ગઈ હતી. મન માં તો રોહિત પર એટલો ગુસ્સો હતો આવતો હતો "કેટલી વાર કીધું છે એ જડિયા ને કે મને રાતે મને ફોન નહિ કરવાનો પણ......" ત્યાં પાછો ઇવાન નો સેલફોન પાછો રણક્યો.
"શુ છે હવે?"

"સાચું કહું છું યાર પ્લીઝ..."

"ભારે કરી હો તે હવે , હવે તો સુવા દે"

"હેલૌ......ઇવાન ........ઇવાન..."

ઇવાને ફોન કાપી નાખ્યો
ઇવાન પાણી પીવા ગયો ત્યાં રસ્તા માં હોસ્ટેલ ની રૂમ માં મૉટે-મૉટેથી લડવાનો ઝઘડવાનો અવાજ આવ્યો. અરેરે કેમ લડો છો. તેમ બોલતા બોલતા ઇવાને જરા બારણાં ને ધક્કો માર્યો તો લાઈટ બંદ હતી. અને બધા લોકો ની આંખો લાલ લાલ ચમકતી હતી. તેઓ બધા એકબીજા ને મોટી મોટી વસ્તુ પાઇપ થી એક બીજા ને મારી રહ્યા હતા.

ઇવાને જેવું બારણું ખોલ્યું કે બધા ની લાલબત્તી જેવી નજર ઇવાન તરફ ગઈ. ઇવાન ડરી ને એકદમ ભાગી પોતાના રૂમ માં આવી ગયો. અને બારણું બંદ કરી ગયો જલ્દી લાઈટ કરી પલંગ પર બેસી ગયો. જલ્દી ઊંડા શ્વાસ લેવા લાગ્યો. તે પરસેવા માં રેબઝેબ થઈ ગયો હતો. તે તુરંત ઉભો થયો. અને કાચ ની બારી માંથી સ્કૂલ ના કેમ્પસ માં જોવા લાગ્યો. ઇવાન આશ્ચર્યચકિત થઈ ગયો. બધા પ્રોફેસરો, સ્ટુડન્ટસ બધા તોડ ફોડ કરતા પોતાના રૂમ બાજુએ આવી રહ્યા હતા. ઇવાન ને કાઈ સમજાતું ન હતું. તે મોટી દ્વિધા માં મુકાયેલો હતો. ઇવાન ને એટલી તો ખબર તો પડી જ ગઈ હતી કે એ લોકો પોતાને મારવા આગળ આવી રહ્યા છે. તેના બધા મિત્રો માં અને પ્રોફેસરો માં જાણે કોઈ રાક્ષસીય આત્મા એ કબ્જો લીધો હોય એવું લાગતું હતું.બધા ના હાથ માં મોટી મોટી ઘાતક વસ્તુઓ હતી. બધાની આંખો લાલ લાલ અંધારા માં ચમકતી હતી. બધાના મોઢા માથા અને પુરા બોડી પર લોહી નીકળતું હતું. અને ઘાયલ જેવી અવસ્થા માં તેઓ આગળ વધી રહ્યા હતા.

આવી ડરામણી પરિસ્થિતિ માં ઇવાન જીવન અને મૌત ની વચ્ચે હતો. એણે એની બેગ ઉતારી 3 જોડી કપડાં થોડું ખાવાનું અને અમુક ખાસ યાદગીરી ની વસ્તુ ભરી. અને બેગ ખભે નાખી એક મોટું કટાર કમર પાસે રાખી તેના રૂમ પાસે એક બારી હતી જે સ્કૂલ ના મેદાન પર પડતી હતી. ઇવાન એ દોરી ની ગાંઠ બારી એ બાંધી દીધી અને બીજી દોરી નીચે જવા દીધી. ત્યાં અચાનક બારણું જોર જોર થી ખખડવા લાગ્યું. અને ઇવાને જ્યાં દોરી પકડી ઉતરવા જાય ત્યાં બારણું ઓચિંતું તૂટ્યું. અને બધા રાક્ષસો એ છલાંગ લગાવી નીચે પડ્યા. ઇવાન બારી નીચે દોરી ના સહારે લટકી રહ્યો. ઇવાને ઉપર જોયું તો એક રાક્ષસ દોરી કાપી રહ્યો હતો. ઇવાને જલ્દી દોરી છોડી કૂદકો માર્યો અને સીધો મેદાન માં પડ્યો. ઇવાન તરત જ ત્યાં થી ઉભો થઇ ગયો ત્યાં પાર્કિંગ માં રહેલી સ્કૂલબસ માં ગયો અને સીટ નીચે સંતાઈ ગયો. ઇવાન ને હવે વિચાર આવ્યો. તેને રોહિત ને ફોન કર્યો. પણ ફોન બંધ હતો. અચાનક બસમાં કોઈ પ્રવેશતુ હોય તેવું તેને લાગ્યું. ઇવાને કુહાડી લીધી.અને જોયું તો એક રાક્ષસ પોતાની તરફ આવતો જણાયો ઇવાને કુહાડી લીધી અને પોતાની તરક આવતા થોડા નજીક પહોચતા જ પુરા બળથી કુહાડી મારી પેલો રાક્ષસ ત્યાજ ઢળી પડયો. લોહીના કુવારા દૂ્ટયાં. ઇવાને બીજી વાર રોહિત ને ફોન જોડ્યો ફોન જોડતાની સાથે બસના એન્ટેના ગિયર અને સ્ટીરિંગ માં લાલ કલર ના ચમકારા થવા લાગ્યા. જાણે કોઈ જાદુ ન થયું હોય. ચમકારા થતા જ બસ હલવા મંડી અને ગોળ ગોળ ફરવા લાગી એકા એક ભૂરા રંગ નો એક તિખારો બસ ના સ્ટીરિંગ પર પડ્યો. અને લાલ ચમકારો બંદ થઈ ગયો. અને આખી બસ ભૂરા રંગ ના તેજ થી ઝળહળવા લાગી. બસ ના બારી બારણાં આપો આપ બંદ થઈ ગયા. ઇવાન ખૂબ ડરી ગયો હતો. એને કાંઇ સમજાતુ ન હતુ કે આ શુ થઇ રહ્યું છે.ઈવાને બહાર નીકળવાની કોશિર્શ કરી પણ અસકુળ થઇ ગયો. ઇવાન ખૂબ ગભરાયેલ હતો તેને કશી ખબર પડતી ન હતી અચાનક બસમાંથી અવાજ આવ્યો ડ્રાઈવર કેબીન માં થી અવાજ આવ્યો જ્યાં કોઈ હતું જ નહીં. બસ સ્ટાર્ટ થઈ કોઈપણ ડ્રાઇવર વગર આપોઆપ ગિયર પડ્યા. અને બસ ના ટાયર ફરવા મંડ્યા. ડ્રાઈવર કેબીન માં કોઈ હતું નહીં સિવાય કે ભૂરા ચમકારા. ઇવાન નું માથું ઝટકા સાથે સીટ સાથે ભટકાયું. અને બસ દોડવા મંડી ફુલ સ્પીડે....

કોણ ચલાવતું હતુ એ ડ્રાઈવર વગર ની બસ? ઇવાન નું શુ થશે? આગળ ની સ્ટોરી ફાઈટર્સ પાસ્ટ ટુ ફ્યુચર ના આગળ ના અંકે......