વાર્તા કે હકીકત? - 3 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

વાર્તા કે હકીકત? - 3

રીંકલ અને વિશાલ ની સગાઈ થવા જઈ રહી હોય છે. આ વાતની જાણ માત્ર રિંકલ અને વિશાલના પરિવારને જ હતી. તેઓ વિશાલ ને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. વિશાલ આ જોઈને આશ્રય ચકિત થઈ જાય છે. આખરે લાખ અડચણ બાદ તેઓ એક થવા જઈ રહ્યા હતા.

મહેશભાઈ એ ડીજે વાળા ને બોલાવ્યા હતા. તેઓ આ ફંકશન ને શાનદાર બનાવવા માંગતા હતા. તેઓએ સગાઈ એ માત્ર પરિવાર પૂરતી જ રાખી હતી અને થોડા મહેમાનને બોલાવ્યા હતા. વિશાલ અને રીંકલ માટેનું કેક તૈયાર થઈને આવી ચૂક્યું હતું. બંને કેક કાપે છે અને એકબીજાને પછી રીંગ પહેરાવે છે.

રીંગ પહેરાવ્યા બાદ ડીજે પાર્ટી શરૂ થાય છે. થોડીવાર સૌ કોઈ રોમેન્ટિક સોંગ પર કપલ ડાન્સ કરે છે. રીંકલે વિશાલ માટે એક સરપ્રાઈઝ ડાન્સનો પણ આયોજન કર્યું હોય છે. જે માટે પોતાની અને વિશાલની તસવીરો તાજા કરે છે. તેની પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધીની વાતો જણાવે છે.

વિશાલા બધું જોઈને ખુશ થઈ જાય છે. તે પોતાના ઘૂંટણ બેસીને રીંકલ ને લગ્ન માટે પ્રપોઝ કરે છે, " મારી જિંદગીમાં જો કોઈ મારા મમ્મી પપ્પા પછી મને સમજવા વાળું હોય તો એક તું છે. તારા વિના હવે મારી જિંદગી નો એક પલ પણ વિચારવો મુશ્કેલ છે. હવે નથી રહેવાતું આ લોંગ રિલેશનશિપમાં તો શું તું મારી હમસફર બનીશ? રીંકલ પણ ખુશી ખુશી હા પાડી દે છે.

મહેશભાઈ આ સગાઈ ના ફંકશન માં વિશાલ અને રિંકલના લગ્નની વાત કરે છે. રીંકલ ના પપ્પા ના ગયા બાદ તે એકલી રહેતી હોય છે એટલે મહેશભાઈ બે અઠવાડિયામાં જ તેઓના લગ્ન કરાવવાની વાત કરે છે. કોઈ આ વાતમાં હા પાડતું નથી. આટલા ટૂંક સમયમાં બંનેના લગ્ન કઈ રીતે શક્ય બને? લગ્નના કાર્ડ છપાવવા, તો રીશ્તેદાર ને આમંત્રણ આપવું અને બીજા કપડાની વ્યવસ્થા કરવી.

મહેશભાઈ સૌને સમજાવે છે કે, " આ લગ્નની તમામ તૈયારી હોટેલ ના સ્ટાફ ને સોંપી દઈશું. જ્યાં સુધી કપડા ની વાત તો એ આપણે ટૂંક સમયમાં કરી લઈશું. રિશ્તેદારોને પણ ઓનલાઇન કંકોત્રી મોકલી દઈશું. આજકાલ બધું ઓનલાઇન થઇ ગયું છે અને વિશાલ અને રીંકલ ના લગ્ન કરવામાં આપણે હવે થોડી ઉતાવળ કરવી જોઈએ.

જો એ બંનેના લગ્ન થઈ જાય પછી આપણે આરામ કરી શકીએ. "અંતે સૌ મહેશભાઈ ની વાત માની લે છે. રાત બહુ થઈ ગઈ હોય છે એટલે સૌ પોતપોતાના રૂમમાં સુવા માટે જાય છે. કાલ સવાર થતાં જ સૌ લગ્નની તૈયારી શરૂ કરી દેવાની છે. વિશાલ રાતના રીંકલ ને તેના ઘરે મૂકવા જાય છે.

વિશાલ પ્રેમથી રીંકલ સામું જોવે છે," થેન્ક્યુ રીંકલ. મારા માટે આ સૌથી યાદગાર પળો બનાવવા માટે. હું ક્યારેય આ શાનદાર પળને નહીં ભૂલું. "

રીંકલ વિશાલ સામે હસે છે, " આ માત્ર તારી સગાઈ નહિ પણ મારી પણ હતી. મેં આ બધું મારી ખુશી માટે કર્યું છે. જો તું જ ખુશ ના હો તો હું કઈ રીતે ખુશ રહી શકું. મારી ખુશી નું તો કારણ જ તું છે એટલે હંમેશા બસ આમ જ હસતો રહેજે "

વિશાલ મનમાં હસીને, " ખરેખર હું ખૂબ નસીબદાર છું કે મને આવી પત્ની મળવાની છે. બસ હવે રાહ નથી જોવાતી " રીંકલ નો હાથ પકડતા, "બસ હવે એકવાર આપણા લગ્ન થઈ જાય "

રીંકલ વિશાલનું ધ્યાન દોરે છે કે" અરે બસ બસ હવે, થોડા વખાણ બચાવીને રાખો. લગ્ન પછી તમને કામ આવશે અને ગાડી પાછી અહીંથી વાળી દો "

વિશાલ આંખથી ઇશારા કરતાં પ્યારથી,"અરે આટલી જલ્દી તું મારી વાત માની ગઈ.કેમ લગ્ન પહેલા જ મારી સાથે રહેવું છે? અહીંયા થી પાછા વળવાની વાત કરે છે તો"

રીંકલ હસે છે, " અરે બસ લેખક મહોદય, આજ માટે બસ છે.તમારી આ પ્યાર ભરેલી વાતો! થોડા તમારા પ્યાર માંથી બહાર આવીને જુઓ કે તમે વાતો વાતો માં મારા ઘર કરતા આગળ આવી ગયા છો. "

વિશાલ ગાડી પાછી વાળે છે અને રીંકલ ના ઘર આગળ રોકે છે. રીંકલ કારમાંથી નીચે ઉતરીને પોતાના ઘર તરફ જાય છે. રીંકલ વિશાલ ને જોરથી આઇ લવ યુ ની બૂમ પાડે છે. વિશાલ વાત સાંભળીને કારમાંથી તરત નીચે ઉતરે છે. એ રીંકલ ને આઇ લવ યુ ટુ કહેવા જતો જ હોય છે ત્યાં હસીને કહે છે, " હવે રાતના બહુ સપના નહીં જોતા. સવારે વહેલા જાગીને મને લેવા આવજે. કાલે થોડી ખરીદી કરવા જવાની છે. બહુ સપના જોયા તો તારા એ સપના સાથે જ લગ્ન કરી લે છે. " વિશાલ તેને પકડવા જતા તે ઘરે જતી રહે છે....