વાર્તા કે હકીકત? - 2 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાર્તા કે હકીકત? - 2

વાર્તાની શરૂઆત વિશાલ ની બુક પરથી થાય છે. આ બુકમાં તે પોતાના અને રીંકલના પ્યાર વિશે જણાવે છે. રીંકલના પપ્પા નું એક્સિડન્ટ અને પ્યારમાં આવતી અડચણ તથા કાકી ના કાવતરા જણાવે છે.

લાખ મુસીબત આવ્યા બાદ પણ અંતે તેમનો પ્યાર જીતી જાય છે અને તેઓ બંને બહુ જ જલ્દી એક થઈ જવાના હોય છે. વિશાલ આ બુકને લઈને બહુ ઉત્સાહી હોય છે. પણ તેને એક અડચણ વાર્તા લખતા લખતા આવે છે. તે અડચણનો નિવારણ શોધતો જ હોય છે ત્યાં રીંકલ આવી જાય છે.

રીંકલ વિશાલના ચહેરા પર ઉદાસી જોઈને કહે છે," અરે!શું થયું વિશાલ તું આટલો ઉદાસ કેમ છો?"

વિશાલ રીંકલના સવાલનો જવાબ નથી આપતો. માત્ર ડોકી ધુણાવી દે છે. રીંકલ વિશાલ ની વાત ને સમજી જાય છે કે પાક્કું વિશાલ કંઈક તો ચિંતામાં છે. રીંકલ તેને આગળ સવાલ ન કરતા તેની બુક વિશે પૂછે છે.

વિશાલ બુક વિશે જણાવે છે કે, " બુક અહીંયા સુધી તો લખાઈ ગઈ છે પણ હવે આગળ શું લખવું? હજુ આપણા લગ્ન થયા નથી અને આ બુક તો આપણા અંગત જીવન વિશે છે.

રીંકલ તેનું સરળ નીરાકરણ લાવે છે. થોડા દિવસોમાં તો આપણા લગ્ન થઈ જવાના છે તો પછી જેમ લગ્ન પછીની બધી વિધિ આવે એમ તું એક પછી એક લખતો જા. જે તારી સાથે હકીકત માં થતું હોય એ લખ અને થોડુંક તો વિચારીને બીજું લખ.

વિશાલે અત્યાર સુધીમાં તેમને લવ સ્ટોરી લખી હોય છે. આગળ સગાઈ અને લગ્ન વિશે પણ લખવાનો હોય છે પણ તેને આ સગાઈ અને લગ્ન એક સાદા અને સરળ લાગે છે. તે વિચારે છે કે આનાથી હું કોઈ પણ દર્શક મિત્રોનું દિલ નહીં જીતી શકું. વળાંક હોય તો જ દર્શક મિત્રોને પસંદ આવે છે.

આમ તો મારે વાર્તા કોઈને પસંદ નહિ આવે પણ બીજી બાજુ તે પોતાના અને રીંકલ ના લગ્ન કોઈપણ અડચણ વિના પૂરા થઈ જાય એવું ઇચ્છતો હતો.

વિશાલ ને આ વાત બરાબર લાગતી નથી પણ તો પણ તે હા માં હા કરી દે છે. રીંકલ વિશાલ માટે એક ગિફ્ટ લઈને આવી હોય છે. તે વિશાલ ને આંખો બંધ કરવા માટે કહે છે અને તેની આંખો પર પટ્ટી બાંધે છે. રીંકલ વિશાલ ને બહાર લઈ જાય છે. આ વાત વિશાલના પરિવારને ખબર હોય છે કે રીંકલ વિશાલ ને શું ગિફ્ટ આપવાની હોય છે એટલે એ તેઓ પણ રિંકલનો સાથ આપે છે.

રીંકલ વિશાલ ને બહાર લાવે છે ત્યારે તેમનો પરિવાર બહાર જ હોય છે. રીંકલ જેવી જ વિશાલ ના આંખો પરથી પટ્ટી હટાવે છે વિશાલ નો પરિવાર અભિનંદન આપવાનું શરૂ કરી દે છે.

વિશાલ આ બધું જોઈને હેરાન હોય છે અને વિશાલ મનોમંથન કરે છે કે , "આટલા ટૂંક સમયમાં આટલી બધી તૈયારી અને એ પણ મને ખબર વિના ગુપ્ત રીતે આ લોકોએ કરી કઈ રીતે? "

રીંકલ ને વિશાલના મનની વાત ખબર પડી જાય છે એટલે તે તેને આખી વાત જણાવે છે. વિશાલ આ વાતથી ચકીત અને બીજી તરફ ખુશ પણ હોય છે. વિશાલની આંખમાં આંસુ આવી જાય છે અને બીજી તરફ રીંકલ ની આંખ પણ ભરાઈ આવે છે.

તમને શું લાગે છે કે રીંકલે એવું તો શું ગિફ્ટ કર્યું હશે વિશાલ ને કે તેઓની આંખમાં હરખના આંસુ સમાતા જ ન હતા?

~ પ્રિયા તલાટી