નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને? વાર્તાઓ તો આપણે ઘણી બધી સાંભળતા હોઈએ છીએ પણ આજે હું તમારા માટે એક અનોખી જ વાર્તા લાવી છું. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવશે આ વાર્તા માત્ર કાલ્પનિક છે. આનું અંગત જીવન સાથે લેવા દેવાનું નથી. આ વાર્તા ના મુખ્ય પાત્રો નીચે મુજબ છે.
મુખ્ય પાત્ર - વિશાલ
માતા - દક્ષાબેન
પિતા - મહેશભાઈ
પ્રેમિકા - રિંકલ
કાકા - રાહુલભાઈ
કાકી - સોનલબેન
દોસ્ત - જય
અન્ય પણ પાત્રો હશે જેની મુલાકાત વાર્તામાં થશે. આ વાર્તા ની શરૂઆત ત્રિવેદી કુટુંબથી થાય છે.જેમનું નામ એક ઉચ્ચ જ્ઞાતિમાં સમાવેશ થાય છે. આપણા પાત્રોના પરિચયની શરૂઆત આપણે મહેશભાઈ થી કરીએ કે જેઓ આ ઘરના વડીલ છે. આ ધરનો પાયો એટલે મહેશભાઈ. તેઓ અમદાવાદમાં પોતાનો ધંધો કરે છે. બહુ મોટી ઘરેણાની દુકાન છે. તેઓ સ્વભાવે ઉદાર અને દિલમાં સૌ પ્રત્યે માન રાખે છે.
આપણી વાર્તા નું બીજુ પાત્ર છે દક્ષાબેન મહેશભાઈ ત્રિવેદી એટલે કે મહેશભાઈના ધર્મ પત્ની. જ્યારથી વિશાલ મોટો થયો છે ત્યારથી પત્ની તરીકે ઓછું અને એક માં તરીકે વધુ પાત્ર રહ્યું છે. આ માત્ર તેમના એકની જ નહીં પણ દુનિયાની બધી જ માની કહાની છે.
પછી આવે છે રાહુલભાઈ અને સોનલબેન એટલે કે વિશાલના કાકા અને કાકી. રાહુલ કાકાએ જેટલા પણ ધંધા શરૂ કર્યા છે એમાં તેમને નુકસાન જ થયું છે અને આ બધા નુકસાન ની ભરપાઈ અંતે મહેશભાઈ ને જ કરવી પડતી. રાહુલભાઈ અને મહેશભાઈ તો એકબીજા સમજી લેતા પણ આ વાત ગળે ના ઉતરતી. કંઈક ને કંઈક કાવતરા બેઠા બેઠા ઘડીએ જ રાખતા.
સોનલબેન ને ખાસ રીંકલ પ્રત્યે નફરત છે કેમ કે રીંકલ જો આ ઘરમાં વિશાલ સાથે લગ્ન કરીને આવે તો મહેશભાઈ અને દક્ષાબેન બધી જ જવાબદારી તેમને સોંપી દે. સોનલ કાકી એક વાર રીંકલનું ખૂબ જ અપમાન કર્યું હતું અને આ દિવસ પછી વિશાલ ને સોનલ કાકી પ્રત્યેની બધી જ લાગણી ખતમ થઈ ગઈ.
વિશાલ અને રિંકલ જ્યારે તેમના પ્રેમ અંગે ની વાત તેમના પરિવારને કરવા આવ્યા હતા ત્યારે સોનલ કાકી એ રીંકલના સંસ્કાર ઉપર આંગળી ચિંધી હતી. રીંકલ ના પપ્પા જેવો સોની જ્વેલર્સ ના માલિક હતા. થોડા જ મહિના પહેલા તેમનો એક કાર એકસીડન્ટમાં અવસાન થયું. થોડા પૈસા ઉધાર આપેલા અને રાહુલ કાકા એ પૈસા સમયસર ના ચૂકવતા પોલીસ કેસ થયો હતો. આ વાતને વર્ષો વીતી ગયા અને રિંકલ ના પપ્પા તો મહેશભાઈના ખાસ દોસ્ત હતા. આ વાત સોનલ કાકી ને પસંદ ના હતી.
સોનલ કાકી એ રીંકલ પર આક્ષેપ લગાવતા કહ્યું, " જો આ ઘરની વહુ બનશે તો આખા ઘર પર પોતાનો કબજો કરી લેશે. આના પપ્પા આટલા ખતરનાક હતા તો દીકરીમાં થોડા પણ સંસ્કાર નહીં હોય અને સંસ્કાર નથી જ એટલે આટલું થયા પછી પણ આ જ ઘરમાં પાછી આવી. એ પણ જીન્સ અને ટોપ પહેરીને!!! " ત્યારે રિંકલ રડી ને જતી રહી પણ અંતે મહેશભાઈ અને વિશાલ વચ્ચે વાતચીત થતા તેમના જલ્દી લગ્ન કરવાની વાત થઈ.
જય જે આ પરિવારનો સભ્ય તો નથી પણ આ પરિવારના સભ્ય કરતા ઓછો પણ નથી. તે સવારે આવે અને રાત્રે તેના ઘરે જાય ત્યાં સુધી તે વિશાલ ના ઘરે જ રહેતો. વિશાલના સુખ દુઃખનો સાથે એટલે જ્ય. તેઓ નાનપણથી જ ખાસ દોસ્ત છે.
અરે! એક મિનિટ હું મુખ્ય પાત્રનો પરિચય આપતા તો ભૂલી જ ગઈ. આ વાર્તા નો મુખ્ય પાત્ર તો તમને પણ ખબર જ છે!! વિશાલ એ ખ્યાતનામ લેખક છે. તેને નાનપણથી જ લખવામાં શોખ હતો એટલે મહેશભાઈ એ તેને પોતાના ધ્યેય તરફ જવા દીધો. વિશાલ કોઈપણ વાર્તા લખવામાં એટલો અંદર પહોંચી જતો કે તેને સમય અને હકીકત બંને થોડીવાર માટે ભુલાઈ જતા. હાલ તે એક બુક લખતો હતો. જે થોડી તેના અંગત જીવનને લગતી હતી પણ પાત્ર અલગ હતા. આ એક પ્યાર ની વાર્તા હતી.
પ્રિયા તલાટી