અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 4 કાળુજી મફાજી રાજપુત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 4

આમ કરીને મેં મમ્મીને સઘળી વાત કરી નાખી મમ્મીના ચહેરા પર ખુશી અને મજાક ગાયબ થઈ ગયો હતો અને ચિંતા ની લહેર લહેરાઈ ગઈ હતી .
ત્યારે સમય લગભગ
સવારના 10:30 નો હતો ત્યાં જ પપ્પા આવી ગયા અને મને કહેવા લાગ્યા તું હજી શું કરે છે ? નાસ્તો પણ નથી કર્યો આ કમજોરી ને લીધે તો તું રોડ ઉપર પડી ગયો હતો ખબર નથી તને એ તો સારું થાય એ મહેશદાસ પંડિતનું એ રાત્રે મોડેથી લગ્ન વિધિ પતાવી ત્યાં આગળ થી નીકળ્યા અને તને દવાખાને લઈ ગયા....
નહિતર અમારું શું ?થા ઓત તને કંઈક ભાન છે કે નહીં ગામમાં આટલું મોડું કરાય અક્કલ વગરનો પપ્પાએ મને ગુસ્સો અને ચિંતા કરતા કયું હું એમની ચિંતા અને ગુસ્સો સમજી શકતો હતો એટલે હું માથું નીચું કરી ને ઊભો રહ્યો.

એટલામાં તો મારી નજર મમ્મી પર ગઈ મમ્મી એકદમ સ્ટેચ્યુ થઈને બેઠી હતી મેં મમ્મીને બોલાવી શું વિચારમાં ડૂબી છે શું થયું માં મમ્મી મને કંઈ ન બોલી
ને પાછું આગ્રહ કરતાં પૂછ્યું તું તું પછી આવાત પપ્પાને ના કરતી પપ્પા મને બોલશે મમ્મીએ મારા સામે ગુસ્સા ભરેલા નજરે જોઈને બોલી છાનુમાનુ બેસીને નાસ્તો કર ને પછી મેં પૂછવાનું બંધ કરી નાખ્યું મમ્મીને ગુસ્સાને હું જાણું છું કેમ બોલે નહીં ત્યારે કંઈ ન બોલે અને જ્યારે તે ગુસ્સે થાય ત્યારે બધું પૂરું કરી દે હું મનોમન બબડયો ભાઈ કાળુ ન બોલવામાં નવ ગુણ આપણે બોલ્યા જેવું કંઈ હતું જ નહીં કારણ કે ભૂલ જ મારી હતી.
એ સમયે મને કંઈ સમજાતું નથી નાસ્તો પતાવી પપ્પાની સાથે દવાખાને જવા નીકળી ગયો હું અને પપ્પા બંને ચાલતા ચાલતા દવાખાને ગયા ડોક્ટર માળી સાહેબે મને ઇન્જેક્શન આપ્યું મને ચેક કરતા બોલ્યા બેટા હવે ખાવાપીવામાં ધ્યાન રાખજે અને કઠોળ ખાવાનું જેમ કે મગ ચણા ચોળા વગેરે ખાવાથી શરીરને પ્રોટીન મળે તે શરીર માટે સારુ હું આ બે ગોળી આપું છું જેમાં એક તો pain માટે છે ‌ અને બીજી ગેસ એસીડીટી માટે છે paracetamol 650 mg & Omperazol 10 mg ઠીક છે હવે એકદમ સારું થઈ જશે
મેં કહ્યું: Thank you doctor uncle

ડૉક્ટર બોલ્યા :welcome my dear

હું હસતા હસતા બોલ્યો :no no sir

આટલામાં તો પપ્પા બોલ્યા . તમારા બંનેનું અંગ્રેજી પૂરું થઈ ગયું હોય તો શું હું આને ઘેર લઈ જઈ શકું છું

ડોક્ટર સર બોલ્યા: હા હા બાપુ લઈ જાઓ આ રાજકુમાર ને ઘેર
હસીને બોલ્યો : okay sir good morning good day

ડોક્ટર બોલ્યા : same to you dear

પપ્પા બોલ્યા : આ સાલ દસમું છે કેવું રિઝલ્ટ આવે છે દેખીએ છીએ નહિતર માળી સાહેબ પાસે નર્સ બની રહેવું પડશે.

ડોક્ટર માળી બોલ્યા : નહિ છોકરો બહુ મહેનતુ છે રિઝલ્ટ સારું આવશે

રીઝલ્ટ નું નામ આવતા મારા ચહેરાના જાણે હોશ ઉડી ગયા ના હોય એવું મનમાં હું વિચારવા લાગ્યો આ સાલ કેવું રીઝલ્ટ આવશે ?.

હું સારા માર્કેસ પાસ થવું કે નહીં આ બધા વિચારો હું ચિંતિત થઈ ગયો મારી ચિંતા વધવા લાગી મારું મૂડ પણ મરી ગયું હતું મારું મોઢું જોઈને માળી સાહેબ

બોલ્યા: બેટા ટેન્શન લેવા માં સારું રિઝલ્ટ નહીં આવે
તને આત્મવિશ્વાસ છે કે પેપર સારા ગયા છે.

હું બોલ્યો : હા હા સર !

માળી સર બોલ્યા :પેપર સોલ્યુશન કર્યા છે ?

મેં કહ્યું : હા સર બધા પેપર મારે પેપર સોલ્યુશન કરતા સારા એવા માર્ક પણ આવ્યા હતા મને વિશ્વાસ છે સર હું સારા નંબરે પાસ થઈશ .

માળી સર બોલ્યા : I proud of you all the best my child

હું સ્માઇલ કરતા બોલ્યો. Thanks sir ☺️

આમ આ બધા વિચાર કરતા કરતા હું અને પપ્પા બંને ઘેર આવ્યા પણ મમ્મી હજીએ ત્યાંની ત્યાં જ બેઠી હતી અને પપ્પા બોલ્યા શું થયું હજી સુધી અહીં બેઠી છે?.
મમ્મી બોલી: નાના કઈ નહી આમ અમસ્તી.

પપ્પા બોલ્યા : હું છોકરાને બાટલો ચડાવ્યવી ને અમે બંને બાપ-દીકરો ચાલતા આવ્યા અને ચાલતા ગયા લગભગ કલાકથી તું અહીંયા બેઠી છે.

મમ્મી બોલી: કંઈ નહીં બેઠા બેઠા વિચાર કરતી હતી

પપ્પા બોલ્યા: શાના વિચાર

મને લાગ્યું કે મમ્મી પપ્પાને બધું જણાવી દેશે આ માટે ને વચમાં બોલતા મેં કહ્યું પપ્પા મમ્મી એ બધું પછી વાત કરજો મને બહુ જ ભૂખ લાગી છે.

મમ્મી કંઈક ખાવાનું હોય તો આપને

મમ્મી બોલી : હા બેટા તૈયાર જ છે લાવ તને પરોસી
દઉ.
આમ કરી મમ્મીએ મને જમવાનું પરોસયુ અને હું ખાવા લાગ્યો પરંતુ મારા મનમાં હજી સુધી ડરઅને બીક હતી કે મમ્મી પપ્પાને સઘળી વાત ના કરી લે

મેં જમતા જમતા મમ્મીને કહ્યું મમ્મી પ્લીઝ પપ્પાને મત કહેજે પ્લીઝ મમા

મમ્મી ગુસ્સે થઈને બોલી: તું તો કંઈ બોલો જ નહીં ઠીક છે

મેં કહ્યું સોરી મમ્મી પણ મને બહુ જ ડર‌ લાગે છે કે મારી સાથે શું થાશે

મમ્મી બોલી : એટલે જ તો કહું છું બેટા તારા પપ્પાને કહેવા દે

મેં કહ્યું ના ના મમ્મી હું લડી લઈશ

મમ્મી બોલી : ઠીક છે કરીલે મનમાની

મેં કહ્યું ઓકે

હું ત્યાર પછી મારા રૂમમાં ગયો અને આમતેમ ફરવા લાગ્યો પણ મને કહીજ સુઝતું ન હતો કે હું શું કરું આમ કરતા કરતા લગભગ બપોરના બે વાગ્યા નો ટાઈમ થયો હશે હું મારા રૂમમાં અમસ્તો જ પડ્યો હતો આમાં ને આમાં થોડી વાર મારી આંખ લાગી ગઈ પછી થોડીવારમાં હું ભરપૂર નિંદ્રામાં પહોંચી ગયો મને લાગ્યું કે હું જાણે કંઈક અલગ જ અનુભવી રહ્યો હતો જાણે મને અચાનક ઠંડી લાગવા માંડી મારું શરીર જાણે જકડાઈ ગયું હોય તેવું મને લાગ્યું ઠંડીના કારણે મારી આંગળીઓ અને હાથ શુન પડી ગયા હોય એવું મને લાગી રહ્યું હતું. ઘણી કોશિશ પછી હું પથારીમાંથી ઊભો થયો મેં આમતેમ નજર કરી મને કઈ જ દેખાયું ના પણ બપોરના બે વાગ્યા નો તડકો આવા તડકામાં મને કડકડતી ઠંડીનો અહેસાસ હજુ પણ થઇ રહ્યો હતો મને કંઈ જ ખબર ન પડતી કે આ બધું શું થઇ રહ્યું છે બળબળતા બપોરમાં ઠંડીનો અહેસાસ જાણે સિમલામાં હોઈએ ને એવો અહેસાસ હવે આગળ મારી સાથે શું થશે એની મને કંઈ જાણ નહોતી પણ મેં નક્કી કરી લીધું હતું.

આજે પણ વસ્તુ છે ભૂત પ્રેત આત્મા હવે મારે તેને આમને-સામને પ્રશ્નો અને વાત કરવી જ પડશે હું એક રાજપૂત છું મારે નીડર બનીને એનો સામનો કરવો પડશે હવે જે થાય દેખ્યું જાય પણ આમ ડરી ડરીને તો નહીં જ જીવાય હું સંપૂર્ણ રીતે ફરીદા નામની આત્માને એની સામે વાતો કરવા તથા એની ફરિયાદ સાંભળવા તૈયાર હતો મારા ઇષ્ટદેવો ને તથા સંકટમોચન શ્રી બજરંગ બલીને મનમાં સ્મરણ કર્યું કે મને હિંમત આપે ફરીદા ની વાત સાંભળવાની અને તેની મદદ કરવાની.

અજાણી જગ્યા ની મુલાકાત અનુસરે ભાગ ૫
લેખક કાળુજી મફાજી રાજપુત
ફોન નં 7016492576