અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 5 કાળુજી મફાજી રાજપુત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 5

આમ બેઠા બેઠા મને મારું મોસાળ યાદ આવ્યું મારું મોસાળ રાજસ્થાનના ધાનોલ માં છે સુંદર પર્વતોથી ઘેરાયેલું પ્રકૃતિથી હર્યું ભર્યું આમ તો રાજસ્થાનમાં પાણીની અછત છે.       પણ મારા મોસાળમાં કુદરતની દયા થી પુષ્કળ પાણી છે.


સવારે વહેલા ઉઠી આ દરરોજ એક પાહડ ચડવાનો બહુ મજા આવી જતી હો એની તો તમને વાત જ શું કરું ક્રિકેટ હોય કે પછી ગીલી ડંડો કે પછી કબડી બહુ મજા આવી જતી હું ખાસ કરીને ઉનાળા વેકેશનમાં મામાને ઘેર જતો હતો.


                     મારા મમ્મી ના મમ્મી એટલે કે મારા નાની  મને ઘણીવાર ભૂત પ્રેતો ની લગતી વાર્તાઓ સંભળાવતા અને મને પણ ખૂબ મજા આવતી આજે આજે હું ખરેખર અનુભવી રહ્યો છું હવે તો ભગવાન સિવાય કોઈનો સહારો નથી આમ વિચારતા વિચારતા ખરેખર રડવું આવી ગયું કારણકે ઘરમાં કોઈને કહી ન શકું ખાલી આ વાત મમ્મીને ખબર હતી અને મમ્મી વિશ્વાસ પણ કરતી હતી આ બધી વાતોમાં જ્યારે મારા પપ્પા અને કાકા ક્યારે વિશ્વાસ નહીં કરે જો હું કહું તો એમને એમ થશે આ બોર્ડની પરીક્ષા વખતે રાત દિવસ વાંચતો હતો એટલે એ લોકો કહેતા પણ હતા ક્યાંક ગાંડો ન નથી જાય  એ લોકોને જરૂર આમ જ લાગશે  આ માનસિક સંતુલન કોઈ બેઠો છે.આ બીક થી આ વાતની મેં મમ્મી સિવાય બીજાને કોઈને જાણ ન કરી.

મારી નાની સાથે બનેલી એક સત્ય ઘટના ની વાત કરું છું નાની ના કહેવા મુજબ તેમની ઉંમર લગભગ 17 એક વર્ષની હશે ત્યારે તેમના મમ્મી અને તેમના સાથે બનેલી એક ઘટના ખૂબ ખોફનાક હતી. 

તેના ના સમયગાળા દરમિયાન લોકો પાસે ઘડિયાળ કે ટાઈમ દેખવા નું કઈ સાધન નહોતું પણ લોકો સવારમાં સૂર્ય કઈ બાજુ ઢળે છે છાયડો કઈ બાજુ જાય છે એ જોઈને ટાઈમ જોતા એ પરફેક્ટ ટાઈમ જોતા  અને રાતના ચંદ્રમાં તથા તારા ઓનો જોઈને ટાઈમ જોતા  ક્યારેક રાતના સમયમાં ટાઈમ જોવામાં ભૂલ થઈ જતી  એ ભૂલ ઘણી મોંઘી પડતી .આવી જ ભૂલ મારા નાની તથા તેમની મમ્મીએ કરી હતી

                      ગામડામાં લોકો ગામમાં રહે ગાયો ભેસો ને ખેતરમાં રાખે અત્યારે પણ આજ સિસ્ટમ છે 
એટલે મારા નાની અને તેમની મમ્મી  સવારે ચાર વાગે ગાયો ભેસો દોવા  દરરોજ ખેતરે જવા રવાના થતા એક વખત બન્યું એવું મારા નાની ના મમ્મી મધરાતે જ ઉઠી ગયા એમને લાગ્યું બસ હવે થોડીવારમાં સવાર થઈ જશે દરરોજ જેટલો ટાઈમ થઈ ગયો છે તેમને ખબર ના રહી રાત્રે લગભગ બારેક વાગ્યાનો સમય હશે મારા નાની ને લઈને તેમના મમ્મી ખેતર તરફ રવાના થયા ગામથી ખેતર લગભગ બારે એક કિલોમીટર જેટલું હશે .

           નાની ને તેમના મમ્મી પાંચ કિલોમીટર ચાલ્યા હશે અને તેમને અનુભવ થઈ ગયો આપણે બહુ વહેલું કરી નાખ્યું આ તો ચાર નહીં પણ મધરાતનો સમય છે પણ નાની કઈ ન સમજી પણ તેમના મમ્મી સમજી ગયા હતા નાની ને ડર ન લાગે તે માટે તેમના મમ્મી એકબીજાનો હાથ પકડી લીધો મધરાતના સમયમાં દૂર દૂરથી શિયાળનો રડવાનો અવાજ કુતરા ઓનો રડવાનો અવાજ વાતાવરણ બહુ ગંભીર બની ગયુ હતુ આ રાત પણ અંધારીયા ની રાત હતી મારા નાની ના મમ્મી ડરવા લાગ્યા પણ તેમની દીકરીને કઈ જણાવ્યું નહીં  થોડા જ આગળ ચાલતા એક પીપળાનું વૃક્ષ આવ્યું ત્યાં જઈને તો જોયું તો તેમની આંખો ફાટી ની ફાટી રહી ગઈ  એક વગર માથાનો માણસ ઘોડા ઉપર અસવાર થઈ તેમની પાસે આવી રહ્યો છે આ દ્રશ્ય જોઈને નાની તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી ન જાણે તેમના મમ્મી માં ક્યાંથી હિંમત નાની ને પાછળ સંતાડી દીધી એ વ્યક્તિ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો . હવે નાની અને તેમના મમ્મી હિંમત ન હતી હવે તેમણે પરિસ્થિતિ આગળ હારી ગયા હતા 


        નાની ના મમ્મી બોલી ઉઠ્યા  હવે તો મારો તો પણ આપ તારો તો પણ આપ 

આ સાંભળી એ વ્યક્તિ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને અટ હાસ્ય હસીને બોલી ઉઠ્યો  ડર ના દીકરા 
હું બેન દીકરીઓની ઈજ્જત આબરૂ બચાવ વાળો કા દીકરા તું મને નથી ઓળખતી હું કર્મવીર સિંહ ગાયોના વારે ચડ્યો છું. 


આ સાંભળી મારા નાની ના મમ્મી એ થોડી રાહતની સાહસ લીધી મારા નાની તથા તેમના મમ્મીએ બે હાથ જોડી કર્મવીર સિંહ ને પ્રણામ કર્યા  


મધરાતે શું કામ નીકળી છે દીકરા 


નાની ના મમ્મી . દાતા ખેતરે ગાયો ભેંસો દુવા 
અમને ખબર ના રહ્યો કે આ મધરાત નું ટાણું છે. 

કર્મવીર સિંહ. દીકરા જરાય ગભરાઈ શ નહિ  હું તારા સાથે છું માંગ દીકરા હું   માંગે એ આપીશ 

નાની ની મમ્મી  અન્નદાતા છા બાજરી ના ક્યારે ભુખા ન રાખશો  અન્ન ધનના ખૂટે એવી પ્રાર્થના આપને 

કર્મવીર સિંહ  હું વીર થઈને તને વરદાન આપું છું ધન ધન્ય તારે ક્યારેય નહી ખૂટે  પણ દીકરા કોઈ રખડતું ભટકતું માણસ આવે તો તેને રોટલો અને આશરો આપજે 


નાની અને તેમના મમ્મી તેમને હાથ જોડી ને પ્રણામ કર્યા 

અને પછી ખેતર તરફ ગયા આજ સુધી મારા નાની ના પિયરમાં ધન ધાન્યની ક્યારે ખોટ ના પડી આ કર્મવીર સિંહ  જેવી પુણ્ય આત્માના વરદાન ના લીધ આજ સુધી સહ કુશળ છે બધા

         એ વાત યાદ કરીને  મારા માં પણ  થોડો જુસ્સામાં આવી ગયો શું ખબર ફરીદા પણ એવી કોઈ પુણ્ય આત્મા હોઈ શકે છે ?

અનુસરે ભાગ ૬ માં 


                         લેખક કાળુજી મફાજી રાજપુત