Marriage Anniversary books and stories free download online pdf in Gujarati

Marriage Anniversary

Second Marriage Anniversary ની તૈયારી માટે લગ્નની તારીખ નજીક છે અને બંનેના દિલમાં અલગ જ ઉમંગ છે મારી પત્ની રશુ એ મારા માટે Surprise નું planning કરીને Philips ના Headphones મંગાવ્યા.... પણ અફસોસ કે તે 1400 રૂપિયાનો ખાડો પડ્યો, કેમકે તેની Return request online વાળા cancel કરતા હતા.... તો બીજી તરફ તે repair જ ના થયું.

આ પહેલા રશુ એ જ્યારે પણ surprise આપી છે એ બધી જ Successful થઈ છે, અને સાચું કહું તો મને આજ સુધી રશુ સિવાય કોઈએ પણ surprise ક્યારેય પણ નથી આપી..... રશુ અવારનવાર મને અઠવાડિયામાં એકાદ વખત તો surpriseમા કંઈક ને કંઈક આપ્યા જ કરે છે.... એટલે તેની સરપ્રાઈઝ માટે હું Always wait કરતો હોઉં છું.... અત્યાર સુધીની તેની બધી જ surprise successful થઈ છે પણ ખબર નહીં કેમ, 16 નવેમ્બર 2023 થી 8 ડિસેમ્બર 2023 વચ્ચે રશુને શું થયું હતું....!!?? કે તે સમયગાળામાં મને તે દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ, ખરાબ પતિ, સૌથી વ્યસ્ત માણસમાનીને મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હતી...... અને બસ ત્યારથી જ તેની surprise આપવાની આદત છૂટી ગઈ.... જે મને સૌથી વધુ પીડા આપે છે.. આ તો થઈ મારી રશુની વાત... એમાં કદાચ મહદ-અંશે મારી જ ભૂલ હશે..... એમ છતાં હવે હું મારી વાત કરું, મારી વાત જરા જુદી જ છે....Wait જુદી એટલા માટે કે, હું તેને કહીને જ Surprise આપું છું, means મને Surprise આપતા જ નથી આવડતું....

In fact એક બે વાર try પણ કર્યો કે surprise આપું, પણ તે ફ્લોપ જ જાય છે... પણ રશુની ખુશી આગળ ફ્લોપ થયેલ સરપ્રાઈઝની પણ મજા.... અને તે મજા સમયની ફીલિંગ..... માત્ર હું જ સમજી શકું છું.. એટલે મને પણ સરપ્રાઈઝ ફ્લોપ કરાવવામાં મજા આવે છે....

જ્યારે અમારી દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ત્યારે 1 ડિસેમ્બરે લીધેલ સેલ્ફીનો સ્કેચ બનાવવા માટે મેં મારા વિદ્યાર્થીઓને કીધું હતું. હાલાકી રશુ એ પણ ચાલાકીથી એ જાણી લીધું હતું કે હું તેને સ્કેચ ગીફ્ટ કરવાનો છું... પણ સ્કેચમાં શું હશે તેનો તેને અંદાજ પણ નહોતો..... જ્યારે મેં તેને સ્કેચ બતાવ્યો On that time she jumped and hug me tightly... I also hug her tightly and I really happy to see her happy face..

પત્નીને કોઈ પહોંચી ના શકે તે કહેવતને સાચી કરનાર મારી પત્ની રશુ એ તે સ્કેચની ફ્રેમ કરાવીને મને જ surprise આપી..... આવી અઘરી અને સરળ તેમજ સમજવી મુશ્કેલ, પણ નાદાન અને મારી વ્હાલી ઢીંગલી.... એવી છે મારી રશુ.... હા માત્રને માત્ર મારી રશુ.....
પાર્ટી કરાવવાનો મારો મૂડ હતો પણ પૈસાની તંગી હતી.... પગાર થયેલ નહોતો અને માથા પર 2.5 લાખનું દેવું.... છતાં mood હતો કે રશુને પીઝા ખાવા લઈ લાવ... કેમ કે તેની ઈચ્છા હતી.. અને મેં ક્યારેય તેની ઈચ્છા અધૂરી નથી રહેવા દીધી... કારણ કે "તેના માટે તો કંઈ પણ"....

બહેન પાસે 300 રૂપિયા લીધા અને બીજી બહેને બે દિવસ પહેલા જ મને 200 રૂપિયા આપ્યા હતા.... રશુને ઘરની હાલતની જાણ હતી, એટલે તેની લાખ આના-કાની છતાં મેં તેને મનાવી લીધી અને અંતે અમે પ્રેમી યુગલ તૈયાર થઈને પહોંચી ગયા પીઝાની મજા લેવા.....

"ભાઈ, Hotel Open છે.."
"હા સર, welcome"
"Thanks"
"બેસો..."
"હા, પણ પહેલા Hand wash કરી લઈએ..??"
"હા, ચાલો ભૂત..."
"વાંદરી, અહીંયા તો સરખું બોલ..."
"ના નહીં બોલુ.... પહેલા રૂમાલ આપો..."
"ચાલો હવે ક્યાં બેસવું છે??..."
"મેડમ ટેબલ નંબર 3 પર બેસો... અહીં A.C.નું Cooling પણ આવશે..."
"સારું ઠીક છે...."
"રશું, Unlimited ને??"
"હા, ભૂત Unlimited જ હોય ને પાગલ...!!"
"ભાઈ, Unlimited.."
"સર, સ્ટાર્ટર સેલ્ફ છે."
"Ok... "
બંને ઊભાં થઈને ડીશ લઈ પોત-પોતાની રીતે મનગમતી વાનગી ડીશમાં મુકવા લાગીએ છીએ ત્યાં જ રશુંનો અવાજ આવે છે....
"ફ્રેન્ચ ફ્રાઈઝ ક્યાં છે?"
"આવે છે મેડમ"
"જલ્દી લાવો ને...!"

મસ્તીખોર રશુની નાદાનગી આગળ હું તો ઘાયલ જ છું પણ વેઈટર પણ આવા અંદાજ આગળ ઝૂકી ગયો અને બીજી જ મિનિટે મારી રશુની મનગમતી વાનગી લઈને આવી ગયો....

સ્ટાર્ટર પૂર્ણ કરી pizza નો ઓર્ડર કર્યો પણ રશું pizza ની સાથે ફ્રેન્ચ ફરાઈઝની મજા માણતી હતી અને હું તેને જોયા જ કરતો હતો... pizza માં મને મનગમતા pizza ની વેરાઈટીઝ એટલે માર્ગેટા pizza...

"ભાઈ, આ ભુખ્ખડ ,ભૂતને માર્ગેટા પિઝા આપજો.."
"હાયલા, તું મને ભુખ્ખડ કહે છે..!??"
"હા, તો..!!"

આ રીતે બંનેની પ્રેમ ભરી નોક-જોકથી વેઈટર અને સ્ટાફનો સમય પસાર થઈ ગયો અને અમે બંન્ને પ્રેમી યુગલે ભરપેટ જમી bill pay કરીને ઘર તરફ પ્રસ્થાન કર્યું.....

આ રીતે મસ્ત મસાલેદાર નટખટ રશુના અવનવા કિસ્સાઓ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો... આભાર..

@The_Hemaksh_Pandya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED