રેટ્રો ની મેટ્રો - 12 Shwetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

રેટ્રો ની મેટ્રો - 12

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિને જગત ની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. અને દોસ્તો તમે મને પૂછો કે આજે આપણે ક્યાં ફરવા જઈશું તે પહેલા હું તમને એક કાવ્ય પંક્તિ સંભળાવું.
"હિમનદ યા ફિર હિમાની,
બસતે જહાં ભોલે બર્ફાની,
જહાં ખુશીયાં હૈ હરપલ,
યહી હૈ મેરા હિમાચલ"
હં...તો ફ્રેન્ડ સમજી ગયા ને કે આજે હિમાચલ પ્રદેશની સફર કરીશું અને હિમાચલ પ્રદેશની વાત હોય તો સૌથી પહેલાં શું યાદ આવે? એ જ ને કે જેને "પહાડો કી રાની" નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ બોલિવુડને પણ ખૂબ આકર્ષે છે.તમને યાદ હશે જ ફિલ્મ "મુકદ્દર કા સિકંદર".એનું એક દ્રશ્ય,એક સંવાદ યાદ કરીએ જેમાં છુપાયો છે "આજે આપણે ક્યાં ફરવા જઈશું" પ્રશ્નનો જવાબ. હં... તો,"નાનો સિકંદર, એક શ્રીમંત રામનાથ ના ઘરે કામ કરે છે. રામનાથ ની પુત્રી કામના એક દિવસ મજાકમાં સિકંદર ને પૂછે છે તારા ગાલ ટામેટા જેવા લાલ કેમ છે? સિકંદર જવાબ આપે છે કારણકે હું શિમલાથી આવું છું. તો શિમલા તરફ આગળ વધીએ રેટ્રો ની મેટ્રો માં.
ફ્રેન્ડ્ઝ, આમ તો શિમલા જવા માટે ઘણા પરિવહન ઉપલબ્ધ છે, પણ સૌથી આકર્ષક પરિવહન છે કાલકા-શિમલા રેલવે .વર્લ્ડ હેરિટેજ સાઇટ ની યાદી માં યુનેસ્કોએ આ રેલવેને સ્થાન આપ્યું છે. સુંદર પર્વતમાળા ના દ્રશ્યો, ઘણા બધા પુલ, વળાંકો અને લગભગ 102 જેટલી tunnels સફરને રોમાંચક બનાવે છે. તો થઈ જાઓ તૈયાર એ રોમાંચક સફર માટે. આ સફર સાથે કિશોરકુમારના સ્વરમાં ગવાયેલ ફિલ્મ "દોસ્ત" નું ગીત"ગાડી બુલા રહી હૈ..." અને એનું પિક્ચરાઇઝેશન યાદ કરજો. કાલકા-શિમલા રેલવે ની રોમાંચક સફર આ ગીતમાં પણ આબાદ ઝીલાય છે.શિમલાની ગતિવિધિને ચાર ચાંદ લગાવે છે મોલ રોડ.વિવિધ હસ્તકલાની વસ્તુઓ,લાકડાની કલાકૃતિઓ, પુસ્તકો અને ઝવેરાત ની ખરીદી કરવા માટે મોલરોડ પ્રવાસીઓને આકર્ષે છે.શિમલાના કેટલાક જોવાલાયક સ્થળો જેવાકે કાલીબારી ટેમ્પલ,ગેઇટી થિયેટર અને ટાઉન હોલ ,મોલ રોડ થઇને જઇ શકાય છે.
ઘણી બધી હિન્દી ફિલ્મોનાં,મોલ રોડ પર shoot થયેલા દ્રશ્યો અને ગીતો યાદ આવે છે ને? ફિલ્મ "ક્રાંતિવીર"નું મમતા કુલકર્ણી અને અતુલ અગ્નિહોત્રી પર ફિલ્માવેલ "ફુલ, કલી ચાંદ સિતારે..."તરત યાદ આવી જાય.આ ગીત ની શરૂઆત માં મોલ રોડ આબાદ ઝીલાયો છે.
મોલરોડ પાસે,પૂર્વ થી પશ્ચિમ તરફ ફેલાયેલ વિશાળ જગ્યા the ridge તરીકે ઓળખાય છે. ધ રીજને શિમલા નું હૃદય કહેવાય છે.તે પ્રસિદ્ધ સ્કેન્ડલ પોઇન્ટ સાથે જોડાયેલ છે.બરફ આચ્છાદિત પર્વતમાળાઓનાં બેક ડ્રોપ માં ન્યુ ગોથીક શૈલીના, ક્રાઇસ્ટ ચર્ચ અને ન્યુ ટ્યુડર પુસ્તકાલય,ધ રીજ ની સુંદરતામાં વધારો કરે છે.શિમલા ના મોલ રોડ અને ધ રીજ ની સુંદરતાને દર્શાવતું,અજય દેવગન અને એશા દેઓલ પર ફિલ્માવાયેલું એક ગીત મને યાદ આવે છે ફિલ્મ"મૈં ઐસા હી હુ" નું "દીવાનાપન દીવાનગી.." જો તમે ઇતિહાસના ચાહકો છો, તો તમને શિમલા ના મોલ રોડ પર આવેલ "હિમાચલ રાજ્ય સંગ્રહાલય"ની મુલાકાત લેવાનું ચોક્કસ ગમશે. આ મ્યુઝિયમમાં પેઇન્ટિંગ્સ, પથ્થર નાં શિલ્પ, સિક્કા, શસ્ત્રો, બખ્તર, ઢીંગલીઓ, ઝવેરાત, હસ્તકલા અને સંખ્યાબંધ લેખોનો સમૃદ્ધ સંગ્રહ છે જેના દ્વારા રાજ્ય નાં ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાણકારી મળી શકશે. હિમાલયમાં ફેલાયેલા વિવિધ મંદિરોમાંથી એકત્રિત કરેલી કાંસ્ય મૂર્તિઓનો સમૃદ્ધ સંગ્રહ આ મ્યુઝિયમમાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે. અત્યારે મને યાદ આવી રહી છે સાધના અને જૉય મુખર્જી ની ફિલ્મ જેનાં ટાઈટલમાં જ શિમલા નો ઉલ્લેખ છે.જી હાં રેટ્રો ભક્તો એ ફિલ્મ એટલે "લવ ઇન શિમલા" જેનું ઘણું ખરું શૂટિંગ શિમલાનાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું.શિમલાથી ત્રણેક કિલોમીટર દૂર વિશ્વપ્રસિદ્ધ,ખૂબસૂરત ઐતિહાસિક મેદાન અનાડેલ આવેલું છે. કહેવાય છે કે આ સ્થળની શોધ કેપ્ટન ચાર્લ્સ કેનેડીએ કરી હતી.આ સ્થળની સુંદરતાથી અભિભૂત થઇને તેમણે પોતાની પ્રેમિકા ના નામ પરથી આ સ્થળનું નામ એના ડેલ પાડ્યું,જે પાછળથી અનાડેલ કહેવાયું. આ મેદાન ખૂબ જૂનું છે અને એંગ્લો-ઇન્ડિયન મનોરંજક કાર્યક્રમો માટે 1830થી તે ઉપયોગમાં લેવાતું હતું.1839માં પહેલો ફેન્સી ફેર પણ અહીં યોજાયો હતો.દર વર્ષે અહીં નેશનલ પોલો ચેમ્પિયનશિપ પણ યોજાતી હતી,જેને પાછળથી કોલકત્તા શિફ્ટ કરવામાં આવી. અંગ્રેજોએ આ મેદાન નો ઉપયોગ ક્રિકેટ જેવી રમતો માટે કર્યો. અંગ્રેજી શાસન કાળ પછી આ મેદાન ભારતીય સેનાને સોંપવામાં આવ્યું છે જ્યાં સેનાની પરેડ યોજાય છે.તો હવે આ મેદાન ની વિશાળતા અને ખૂબસૂરતીને આંખોમાં સમાવી લો સાથે દેવઆનંદ અને નૂતન ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ"તેરે ઘર કે સામને"નું ગીત "તું કહા યે બતા..." યાદ કરો જેમાં શિમલા નાં ઘરો અને જન જીવન ની ઝલક જોવા મળે છે.અનાડેલ જેવી જ પ્રાકૃતિક સુંદરતા ધરાવે છે ચેડવિક વોટરફોલ.પ્રકૃતિની હરિયાળી ગોદમાં લગભગ 86 મીટરની ઉંચાઈએથી છલાંગ લગાવતું ઝરણું ખૂબ જ મનમોહક લાગે છે. ચોમાસામાં તો અહીંનો નજારો સોળે કળાએ ખીલી ઊઠે છે. શું આ ઝરણામાં ડૂબકી લગાવવાની ઈચ્છા થાય છે પણ તેના ઠંડા પાણીને કારણે હિંમત નથી થતી?... તો વાંધો નહીં બોલીવુડ ના શૂટિંગ લોકેશન ની રસપ્રદ વાતો ના ઝરણાંમાં ડુબકી લગાવો.
ચાલો,આપણે શિમલા ની સફર આગળ વધારીએ અને મુલાકાત લઇએ ,એક સમયે રંગમંચનું મક્કા કહેવાતું હતું તેવા ગેઈટી થિયેટર ની.૧૮૮૭ માં,મનોરંજન અને સામાજિક કાર્યક્રમો માટે આ થીયેટર ખુલ્લુ મુકાયું.વાઇસરોય લોર્ડ લીટન અને રુડયાર્ડ કીપલિંગ ઉપરાંત ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારો કે.એલ. સાયગલ, પૃથ્વીરાજ કપૂર, બલરાજ સહાની, પ્રાણ, શશી કપૂર,અનુપમ ખેર, નસિરુદ્દીન શાહ, ઉદિત નારાયણ, શ્રેયા ઘોષાલ, સોનુ નિગમ ,જેવા ઘણાં ખ્યાતનામ કલાકારોએ આ થિયેટરમાં કાર્યક્રમો રજુ કર્યા છે. એક્ઝિબિશન હોલ, આર્ટ ગેલેરી, મલ્ટીપર્પઝ હોલ અને એમ્ફી થિયેટર જોતા અત્યંત રોમાંચક અનુભવ થઈ રહ્યો છે ને? તો સાથે આ હોલમાં shoot થયેલું એક હીન્દી ગીત પણ ગુજરા હુઆ જમાના ના ચાહકોને યાદ આવ્યું જ હશે.એ સરસ મજાનું ગીત એટલે ફિલ્મ "કુદરત" નું "હમે તુમસે પ્યાર કિતના..." જે પરવીન સુલતાના ના સ્વરમાં છે.આપણે કોઈપણ સ્થળે ફરવા જઇએ તો સેલ્ફી તો લેવી જ પડે ને સેલ્ફી વગર તો બધું જ અધુરૂં ખરું કે નહીં?ચાલો જઈએ એક એવા સ્થળે કે જ્યાં આપણે જુદી જુદી સેલિબ્રિટીઝ જોડે સેલ્ફી લઇ શકીએ. આ છે શિમલા નું વેક્સ મ્યુઝીયમ. જ્યાં મહાત્મા ગાંધી, બરાક ઓબામા, સ્ટિવ જોબ્સ, માઇકલ જેકસન, સોકર પ્લેયર મેસી,ભારતીય સિનેમાના અભિનેતાઓ આમિર ખાન, સલમાનખાન, જેવી ઘણી બધી સેલિબ્રિટીઝના સ્ટેચ્યુ તમને અભિભૂત કરી દેશે.મનગમતી સેલિબ્રિટીઝના સ્ટેચ્યુ સાથે સરસ મજાનો પોઝ આપી ,લઈ લો એક યાદગાર સેલ્ફી અને પછી ચાલો મારી સાથે શિમલાના એક જબરજસ્ત આકર્ષક સ્થળે.મશોબરા એક વિશાળ હરિયાળુ ઢોળાવવાળુ મેદાન છે જે શિયાળામાં બરફથી ઢંકાઈ જાય છે અને સ્કીઈંગ માટે અદભુત લેન્ડસ્કેપ માં ફેરવાઈ જાય છે. શાંત,રમણીય વાતાવરણ અને ઘણી બધી ફન એક્ટિવિટી મશોબરા ને વિન્ટર સીઝનના માં વધુ આકર્ષક બનાવે છે. તમે બર્ફીલા ઢોળાવ ઉપર સ્કીઈંગ કરીને, મિત્રો સાથે સ્નો ફાઇટ કરીને કે પછી બાળકો સાથે સ્નોમેન બનાવીને રોમાંચક અને યાદગાર સમય વિતાવી શકો છો તો મશોબરા માં મનગમતી fun એક્ટિવિટી કરતા કરતા યાદ કરીએ 1942 -અ લવ સ્ટોરી કે જેના કેટલાક દૃશ્યોમાં શિમલા નાં સુંદર સ્થળો ઝીલાયા છે.અને હવે શિમલા ની મજેદાર સફર કરીને રેટ્રો ની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતીના પ્લેટફોર્મ પર.
ફરી મુલાકાત થશે ત્યાં સુધી bye bye.