હેપ્પી એપ્રિલ ફૂલ ડે Anjana Lodhari ..Bachu.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેપ્પી એપ્રિલ ફૂલ ડે

કહેવાય છે કે માણસ ગમે તેટલો સૂઝ બુજ ધરાવે. ગમે તેટલો સમજદાર હોય પણ જ્યારે એની લગણીઓ પર પ્રહાર થાયને ત્યારે તે પોતાનું શાન ભાન સૂઝ બુજ બધુજ ભૂલી જાય છે. તો ચાલો એક એવી જ લઘુકથા આપણ બધા માણીયે.

અરે બંસી! ચલ ચલ જવા દે તારી મજાક.. મને ખબર છે આજ ૧ લી એપ્રિલ છે. ફોન પર બંસી સાથે વાત કરતાં કરતાં સંજના બોલી.


લે સાચું? ચલ જવા દે.. મને એમ કે તું એપ્રિલ ફૂલ બની જઈશ પણ તું તો બઉ શાણી નીકળી...હસતા હસતા બંસી બોલી.

ઓકે ઓકે ચલ સારું તો ફોન રાખીએ. મારે લાઈબ્રેરી જવાનું છે. થોડી ઘણી વાતો પછી સંજના બોલી.


હા, સારું ચલ પછી મળીયે. આવજે. બંસી બોલી.

સંજના એ ફોન મૂક્યો અને લાઇબ્રેરી જવા તૈયાર થઈ. અચાનક કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

સામે થી - હેલ્લો! મિસ સંજના???

સંજના - યસ! તમે કોણ???

સામે થી - અહીં એક માણસ નું એક્સીડન્ટ થયું છે. એ વારે વારે તમારું નામ લે છે. અને આ નંબર તેમના આઈ.ડી. કાર્ડ માંથી મળીયા છે. એમનું નામ મિસ્ટર રાજ છે.

રાજ સાંભળતા ની સાથે જ સંજના નું હ્રદય જાણે ધબકાર ચૂકી ગયું. તેનો શ્વાસ રુંધાય ગયો,આંખો પલકવાનું ભૂલી ગઈ. થોડી વાર તેને કંઈ સુજ્યું‌ નહીં. હમણાં જ સવારે તો અમારી મળવાની વાત થઈ હતી. અચાનક તેને ભાન આવતાં, તે બોલી....

સંજના - ત... તમે ક... ક્યાંથી બોલો???... ગભરાહટ ની લીધે સંજના થી સરખું બોલી પણ શકાતું નહોતું.

સામે થી - હું અહીં માણેક ચોક માંથી... પણ પાંચ મિનિટ માં પહોંચી શકો તો જલ્દી આવી જાવ. એમ્બ્યુલન્સ હમણાં આવશે જ.

સંજના - હું રસ્તા માં જ છું...આવું જ છું.. અને પછી ફોન કટ કરી દે છે.

મન માં ને મન માં સંજના ને અણગમતા હજારો વિચારો આવ્યાં ને જતા રહ્યા. તે રડતી નહોતી પણ બસ હ્રદય જાણે હમણાં બહાર આવી જશે એ રીતે જોર જોર થી ધબકવા લાગ્યું હતું.

સંજના થોડી મિનીટ માં તો પેલાં માણસે કહેલાં એડ્રેસ પર પહોંચી ગઈ. ચારે તરફ જોયું પણ ક્યાંય કશું જ દેખાયું નહીં. ના માણસો ની ભીડ, ના એમ્બ્યુલન્સ. બસ બજાર માં જેમ રોજ ની અવર જવર હોય એમ બધું જ સામાન્ય.

અચાનક પાછળ થી ડરાવી દેનાર જોર થી અવાજ આવ્યો...
હેપ્પી એપ્રિલ ફૂલ ડે.... એપ્રિલ ફૂલ બનાયા.... બડા મજા આયા... એપ્રિલ ફૂલ બનાયા.... બડા મજા આયા....

સંજના એ પાછળ ફરી જોયું તો તે રાજ હતો.
એક પળ તો સંજના ચોંકી, અને ભગવાન નો ખુબ ખુબ પાર માન્યો કે રાજ ને કંઈ જ થયું નથી. તેના જીવ માં જીવ આવ્યો.
પણ બીજી જ પળે રાજ ને એક જોરદાર તમાચો સીધો તેના ગાલ પર આવ્યો, એ ગીત ગાતો બંધ થયો. એની સાથે રહેલાં એના બીજાં મિત્રો પણ હાંસી ઉડાવતા બંધ થઈ ગયા.

સંજના ની આંખો માંથી ચોધાર આંસુ સરી પડ્યાં. એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી અને રાજ ને વળગી પડી અને બસ એટલું જ બોલી શકી કે.....
હવે ભૂલ થી કે સપના માં પણ આવી મજાક ના કરતાં... અને આંખો બંધ કરી રાજ ને ફરી ભેટી પડી.
રાજ પણ કશું બોલ્યા વગર સંજના ને પોતાની બાથ માં ભીડી દીધી અને પોતાની આંખો બંધ કરી દીધી.


[આ રચના સ્વરચિત અને કાલ્પનિક છે. કોઈના કે મારા અંગત જીવન સાથે આનો કોઈ સંબંધ નથી.આ વાર્તા બસ મારી કલ્પનાનું પરિણામ છે. તમારાપ્રતિભાવ જણાવશો. આભાર.🙏🙏🙏]