વિરહની વેદના Anjana Lodhari ..Bachu.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરહની વેદના

(આ મારી પહેલી લઘુકથા લખવાનો પ્રયાસ છે.જ્યાથી હું શરુઆત કરુ છું મારા વાર્તા પ્રવાસની. આશા રાખું છું બધા ને ગમશે. તમારા પ્રતિભાવો અચૂક જણાવજો. જેથી મને મારા કામ માં સુધારો કરવાની ખબર પડે અને હું વધું સારૂ લખી તમારી સમક્ષ રજૂ કરી શકુ. આ વાર્તા સ્વરચિત અને કાલ્પનિક છે. સર્વેનો આભાર 🙏)


હે પણ કેમ રાહુલ? શું થયું એ તો કહે પેલા. કેમ આમ વાત કરે છે? શા માટે પણ તારે દૂર જવું છે મારા થી? ગભરાહટ સાથે જાનવી કોલ પર રાહુલ ને કેટલાય સવાલો પૂછવા લાગી.

રાહુલ - બસ યાર! તું મને પ્રેમ કરે છે સાચું ,હું તને પ્રેમ કરૂ છુ સાચું બટ પોસિબલ નહિ યાર. હું મારી લીધે તારી લાઈફ ખરાબ કઈ રીતે કરી શકું? હું કેટલો ટાઈમ છું કોને ખબર. આજ છું કાલ નહી. અને તારી સામે તો આખી લાઈફ પડી છે. યાર પ્લીઝ સમજ જાનવી.

જાનવી- પ્લીઝ પેલાં તું સમજ. ભલે જે હોય એ મે તને બધી જ રીતે સ્વીકાર્યો છે તો પછી યાર. હું મારાં મમ્મી પપ્પા સાથે પણ આપણી વાત કરવાની છું. શું તું નહી કરે તારા ઘરે વાત ? રડમસ અવાજે જાનવી બોલી.

રાહુલ- મારે કંઈ જ સંભાળવું નથી અને તારે કોઈ ને કંઈ જ કહેવાનું નથી સમજી. મને બીમારી છે એ તને ખબર છે તો કેમ તું તારી આખી લાઈફ ખરાબ કરવા માંગે છે?

જાનવી- પણ....જાનવી થી હવે રડાઈ ગયું.

રાહુલ- પણ વણ કંઈ નહીં... આજ થી આપણી વચ્ચે જે છે એ બધું જ પૂરું. નો કોલ, નો ચેટ્સ. જાનવી ને બોલતા અટકાવી રાહુલ વચ્ચે જ બોલ્યો. અને એમ પણ આપણી વચ્ચે ક્યારેય કોઈ હદ પાર થઈ નથી કે કોઈ સીમાઓ તૂટી નથી. તો બસ સારું રહેશે કે તું તારા રસ્તે અને હું મારા રસ્તે...

જાનવી- પણ... સંભાળ તો યાર.. આપણે એકવાર મળી લેવું ન જોઈએ? જાનવી રડતાં રડતાં પૂછવા લાગી.

રાહુલ - જાનવી તને કંઈ સમજાતું નથી હે કે ક્યારનો હું શું કહું છું? હવે થી બધું પૂરું આપણી વચ્ચે. જીવતા શીખી જા મારી વગર. તારી સાથે લગ્ન કરી ને તને મારી ના શકું સો પ્લીઝ બધું એક સપનું સમજી ભૂલી જજે.

જાનવી- તો હવે... તું જવા જ માંગે છે એમ ને?
રાહુલ- હા.
જાનવી- પાક્કું જ ને?
રાહુલ- હા.
જાનવી- મારી વગર ખુશ રહીશ તું?
રાહુલ- હા..હા..હા..
જાનવી- ઓકે તો..શું મારી લાઈફ ખરાબ ન થાય એટલે તું જવા માંગે છે કે બીજું કંઈ છે?

રાહુલે જાનવી ના આ પ્રશ્નને અવગણ્યો અને બોલ્યો, -
તને મારી બધી જ ખબર છે.. બીજું કંઈ?

જાનવી- હા..

રાહુલ- શું? બોલ.

જાનવી- તે એકવાર કહેલું ને કે બીજું કંઈ ના કરી શકું તારી માટે તો કંઈ નહી.. પણ ભગવાન પાસે તારી મુક્તિ ની હું પ્રાર્થના કરું?

રાહુલ- હા, તો?

જાનવી- ભગવાન તને જલ્દી મુક્તિ આપી દે, અને મારા ક્રિષ્ના હંમેશા તારી સાથે રહે.

રાહુલ- ઓકે, થાન્ક્યુ. ગુડ બાય.

જાનવી કંઈ બોલી ના શકી બસ એ રડતી રહી... ફોન કટ થઇ ગયો.. અને રૂમ માં બસ જાનવી ના રડવાનો અવાજ ગુંજતો હતો.
બધું પૂરું થઈ ગયું હતું...

આ વાત ને આજ ૧વર્ષ થઈ ગયું. છતાં રાહુલ ના દૂર જવાનું દુઃખ જાનવી પોતાની અંદર જ રાખતી. ગુમસુમ રહેવું, ગુસ્સો કરવો, નાની નાની વાતે એકલતામાં રડી લેવું. ઘણાં પરિવર્તનો આવ્યાં હતાં.

છતાં પણ આજ એણે લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. વિરાજ એક સારા ઘરનો છોકરો હતો. સારું એવું કમાતો હતો. તેનું પરિવાર ખાધે પીધે સુખી સંપન્ન હતું. આ સંબંધથી ઘરનાં બધાં જ રાજી હતાં. તેથી જાનવી એ પણ અંતે હા કરી દીધી.

જાનવીએ પણ સમય જતાં ધીરે ધીરે બધું સ્વીકારી લીધું. એમતો ભૂતકાળ ક્યારેય ભૂંસાતો નથી પણ જાનવી એના ભૂતકાળની અસર એના વર્તમાન પર પાડવા દેવા ઈચ્છતી નહતી. પણ કહેવાય છે ને કે જિંદગમાં લાગેલાં ઘાવ સમય ભરી દે છે. બસ એવું જ થતું હતું. તે વિરાજ સાથે ખુશ રહેવા લાગ. વિરાજ સાથે ભવિષ્યના સપનાઓ જોવા લાગી.

વિરાજ પણ જાનવીને ખુશ રાખવાના બધાજ પ્રયત્નો કરતો.જાનવીને પૂરતો સમય પણ આપતો.આમ ને આમ હજી તો ૪ મહિના જ વિત્યા હતાં. હજી તો આખી જિંદગી જીવવાની બાકી હતી. આ બધાં વચ્ચે તે ધીરે ધીરે નોર્મલ થવા લાગી. ફરી હસતાં શીખી ગઈ હતી. ત્યાં અચાનક જાનવી માટે બહુજ ખરાબ સમાચાર આવ્યાં.

એક દિવસ એના મમ્મી ના ફોનમાં કોઈ સંબંધીનો ફોન આવ્યો. જાનવીના મમ્મી મીરાં બેન ફોન પર વાત કરતા કરતા બઉ ખરાબ રીતે રડી પડ્યા.

જાનવી મમ્મી ને આમ રડતી જોઈને એકદમ ગભરાઈ ગઈ. અને પૂછવા લાગી .. મમ્મી કેમ આમ રડે છે?. મમ્મી..મમ્મી શું થયું? બોલ... બોલને..

મીરાં બેન- બેટા..બેટા..વિરાજ...

હે મમ્મી વિરાજ શું? ને કેમ તું આમ રડે છે? વિરાજ ને શું થયુ? ડરી ગયેલી જાનવી બોલી.

મીરાં બેન- વિરાજ નું મૃત્યુ.. થઈ ગયું..

જાનવી એક શબ્દ પણ બોલી ના શકી. થોડી વાર પછી .. શું મમ્મી? ના મમ્મી સાંભળવામાં તારી ભૂલ થઈ હશે. વિ... વિરાજ નું... ના.. ના.. આટલું બોલતાં તો તે ત્યાં જ ફસડાઈ પડી અને તેની આંખો માંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા.

તે ફરીવાર તૂટી ગઈ. ફરીવાર એ જ વિરહ... ફરીવાર એ જ વેદના...
સગાસંબંધીઓ, કુટુંબીજનો, પરિવારના લોકો જાનવીને સમજાવવા લાગ્યાં. આગળ વધો, જિંદગી બઉ જાજી છે, જે થયું એ થયું , એ આવ્યો આપણી પાસે કંઇક કર્જ બાકી હશે એને .. આવું તો કેટકેટલું એણે સાંભળ્યું હતું પણ કહેવાય ને કે.. જેની પર વિતે એને જ વેદના સમજાય બાકી તો એ ફક્ત એક ઘટના જ લાગે.
આ વાતને ૨ મહિના વિતી ગયા. જાનવી એનાં રૂમમાં શાંત વાતાવરણમાં કંઇક લખી રહી હતી. ત્યાં તેની મોટી બહેન કોમલ આવી અને તેની પાસેથી બુક ઝુંટવી લીધી અને વાંચવા લાગી.

કવિતા શીર્ષક : વિરહની વેદના...


તું ને તારી સાથે વિતાવેલી દરેક પળ...
બઉ ખાસ હતાં મારી માટે...
ખબર ન હતી અચાનક આમ...
ભોગવવી પડશે વિરહ ની વેદના...


કોમલે આટલું માંડ વાંચ્યું ત્યાં જાનવીએ બુક ખેંચી લીધી. બંધ કરીને એની જગ્યા પર મૂકી દીધી. અને ગંભીર સ્વરમાં બોલી..
જાનવી- બોલ કંઈ કામ હતું તારે? અહીં મારા રૂમમાં કેમ?

કોમલ- જો જાનવી લાઇફ કંઈ નાની નથી. તું આગળ વધી જા મારી પ્યારી બેન.

જાનવી- બસ હવે તું પણ એ જ સમજાવા આવી છે? તો તું રહેવા દે દી. તું પણ કંઈ સમજતી નથી.

કોમલ- સમજું છું ત્યારેજ સમજાવું છું તને. આમ જ રહીશ તો તું તારી જાતને પણ ખોઈ બેસીશ. મને તારી દરેક વાતની ખબર છે. તે મારાથી કંઈ જ છુપાવ્યું નથી. બસ તું સમજી જા. જો એક ખુબજ સારો છોકરો છે. સમજુ છે. તને ખુશ રાખશે. એકવાર તેને મળી લે અને એને જાણી લે, સમજી લે. બધીરીતે સુખી પરિવાર છે.

જાનવી- મમ્મીએ કહ્યું ને આ બધું તને? કે મને આવીને સમજાવ. પણ દી માફ કર મને એને ના કહી દે.

કોમલ- સાંજે ઘરે મહેમાન આવશે. તૈયાર થઈ જજે. જિંદગીમાં ક્યારેક તો આગળ વધવું પડશે ને..

જાનવી- હું કંઈ સાંભળવા નથી માંગતી. ના એટલે ના. જો જબરદસ્તી થશે તો જોવાઈ જશે.

કોઈની નહી મમ્મી પપ્પા ની તો ઈજ્જત રાખ. પછી તારી ઈચ્છા. ગુસ્સો આવતા કોમલ બોલી. અને પછી તે જતી રહે છે.

સાંજ થતાં એ છોકરો અને તેનું પરિવાર જાનવીને જોવા એના ઘરે આવે છે.કોમલ જાનવી ને લેવા રૂમમાં જાય છે. ત્યારે જાનવી ખૂબ મોટા અવાજે કહી દે છે કે... બસ બઉ થયું. હું માણસ છું. મારામાં સહનશક્તિ નથી હવે. બહાર બેઠેલાં મહેમાનો ને હાથ જોડી જવાનું કહી દો. અને એ છોકરાને કહી દો.. જાનવી હવે વિરહની વેદના સહન નહિ કરી શકે. માટે અહીં થી જતાં રહે.

આ વાત બહાર બેઠેલાં તમામ લોકોએ સાંભળી અને છેલ્લે ઘરે આવેલાં મહેમાનો ઉદાસ ચહેરે પાછાં જતાં રહ્યાં.

આ બાજુ રૂમ માં જાનવી પોતાના મનના મનોમંથન થી થાકી હતી. થોડીવાર પહેલાં બોલાયેલા શબ્દોનો ઘોંઘાટ અને તેના પડઘા શમી ગયા હતા. રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. અને હવે ફક્ત જાનવીના રુદનનો ધીમો અવાજ સંભળાવા લાગ્યો..


- અંજના લોઢારી..બચુ..