સાઈટ વિઝિટ - 25 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 25

25.

હોટેલ પર પોલીસ ફોર્સ તરત પહોંચ્યો. અત્યારે ત્યાં શું થયું એ કહેતો નથી. એટલું તમે સમજી શકો છો કે તે અબ્રાહમ કે અબ્બાસ રેડ હેન્ડેડ ઝડપાયો અને સાંજના ઘણી છોકરીઓ ત્યાં હોઈ સાબિતી પણ મળી. કોઈ પાસે પાસપોર્ટ કે, નવાઈ છે, એન્ટ્રી visa ની પ્રૂફ ન હતાં. બધું જ લઈ લેવાયેલું. કોઈને તેઓ કઈ જગ્યાએ છે અને ક્યાં જશે તેની સાચી ખબર નહોતી.

બે દિવસ પછી તો અખબારોમાં હેડલાઇન ચમકી હતી "Brave muscat girl unearths human traffic scandal."

"Architect cracks design of big criminal scandal" વગેરે. એક અખબારે મારો ફોટો અને બધાં જ અખબારોએ ગરિમાનો ફોટો છાપ્યો. સાથે અબ્રાહમનો તો ખરો જ.

આજે, હવે તો અમે સાચે જ ઘેર જવા નીકળ્યાં.

અમે હવે સાચે જ રિલેક્સ હતાં. મેં કારમાં ચાલુ કરવા ગમતાં ગીતોની પેન ડ્રાઇવ ગોતી. પેલાઓએ એ પણ નહોતી છોડી લાગતી! અમે સામાન્ય વાતો કરતાં રસ્તો થાય એટલી ઝડપથી કાપે રાખ્યો.

અંધારું થઈ ગયું હતું. પાછળથી અને સામેથી આવતાં વાહનોની લાઈટ આંખો આંજી નાખતી હતી.

મિરરમાં જોતાં પાછળથી કોઈ કારોનો કાફલો ઝડપથી આવતો લાગ્યો. સામેથી પણ ટ્રાફિક ભલે ઓછો પણ ખૂબ ઝડપી ગતિએ આવતો હતો. સહેજ પણ ચૂક ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું.

પોલીસ કાર અમને પાછળથી એસ્કોર્ટ કરતી હશે એમ લાગ્યું પણ કારો તો નજીક આવવા લાગી. સામેનો ટ્રાફિક સંભાળતાં આ પાછળથી 'બંબાટ' આવતી કારોથી સાચવવું અઘરું હતું. મેં કાર એકદમ સાઈડમાં ચલાવવા માંડી. મેં ગરિમાને હું મિરરમાં તો જોઉં છું છતાં રસ્તાની સાઈડે કોઈ ખડક પર અથડાઈ ન જાઉં તેનું ધ્યાન રાખતા રહેવા કહ્યું.

કારો તો એકદમ ઝડપથી અમારી પાછળ આવી પહોંચી. મારી ઝડપ કલાકે 140ની હતી છતાં તેમણે અમને લગભગ પકડી પાડ્યાં. એક કાર ડાબેથી અને બીજી જમણેથી ત્રાંસી થતી ખૂણા દાબતી અમને ઘેરવા લાગી. આ પોલીસની એસ્કોર્ટ કાર તો નહોતી જ. એક કાર હજી ઝડપ પકડી મારી આગળ થવા લાગી. હું ડાબે જઈ તેને તારવું ત્યાં ડાબે ત્રીજી કાર આવી મારી બાજુની, ગરિમા તરફ એકદમ નજીક આવી ગઈ. આગલી કારે જોરથી બ્રેક મારી. મેં ખેંચીને બ્રેક મારી. 140 માંથી હું 120 પર તો આવી ગયેલો. હવે 65 કે 70 સુધી થોડી સેકન્ડમાં પહોંચી ગયો. કારે એકદમ સ્ક્રિચ અવાજ કર્યો. હું આગલી કાર સાથે અથડાતો સહેજમાં બચ્યો. મારે મગજ પર સંપૂર્ણ સમતુલન રાખવું પડે તેમ હતું. સાઈડની બેય કાર આગળનાં ડોર તરફ દબાઈ. આગલી કારે ઝડપ લઈ ફરી બ્રેક મારી.

એટલો ખ્યાલ આવ્યો કે તેઓ મને મારી નાખવાની હદે નુકસાન પહોંચાડવા માંગે છે.

જેને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહે છે તેમ એ પરિસ્થિતિમાં મારાથી મારી કાર આટલી ખતરનાક સ્પિડેથી સીધી ન્યુટ્રલમાં લેવાઈ ગઈ. મેં બ્રેક અને પાર્કિંગ બ્રેક પણ એક સાથે મારી. પેલી પડખાં દબાવતી કારો અત્યંત ગતિમાં હોઈ આગળ જતી રહી. તે એક બીજા સાથે અથડાતી જરામાં બચી. મારી આગલી કારે જોરથી કાવો માર્યો. મેં એની વિરુદ્ધ દિશાએ. મારી કાર ચીસ પાડી ઉઠી. પાછલું ટાયર હજી સ્પેરવ્હીલનું હતું. તે ધણધણ્યું. આગલી કાર ભાગી પણ મેં સ્પીડ લીધી નહીં. તેણે ઓચિંતી રિવર્સમાં લીધી. કાઈં પણ વિચાર્યા વગર જે રીતે ડ્યુન પર પાર્કિગમાં નેવું અંશે વાળીને પાર્કિગમાં નાખેલી તેમ અહીં પણ મેં રિવર્સમાં ડાબે ફંટાતાં એકદમ ઝડપથી લીધી. પેલી રિવર્સમાં આવતી કાર સ્કીડ થઈ અને મને ડાબેથી દબાવતી કારની જમણી લાઈટ ફોડતી અથડાઈ. એ કારનું બેલેન્સ ગયું. તે આમથી તેમ ફંટાઈ. મેં લગભગ આડી રહેલી મારી કાર થોડી સેકંડ થોભાવી દીધી.

તેમણે સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના બદલી. તેમણે ત્રણે કારો એકદમ ધીમી કરી દીધી. હું આગળ વધ્યો અને તેમનાથી ઓછી ઝડપે જવા લાગ્યો. તેમને મારી આગળ હોઈ સામેથી આવતો ટ્રાફિક નડતો હશે એટલે હજી ધીમા પડ્યા. મારી પાછળ એ ત્રણ સિવાયની કોઈ કાર, ના, ઓમાનની આપણી એસટી જેવી મસલત સર્વિસની બસ આવી પહોંચી. તે ડાબેથી રસ્તો કાપવા લાગી. આગલી અને ડાબેની કારને એક લાઈનમાં થવું પડ્યું. Come what may. મે ભગવાનનું નામ લેતાં જમણે તેમની કાર ટસોટસ હોવા છતાં  ઝડપથી ખોટી સાઇડે આગળ લઈ ભર હાઇવે પર યુ ટર્ન મારવા માંડ્યો. જમણી કારને થયું ચાલો સારો લાગ મળ્યો તેણે ધસાવી. મેં ઊંધી બાજુ થતી મારી કાર ફરી રસ્તા વચ્ચે રિવર્સમાં લઈ રસ્તાની નીચે ઉતારી દીધી અને એક અહીંના દૂધના કેન જેવા દેખાતા ગેસના બાટલાની ટ્રક પાછળ લઈ લીધી. તેની ફૂલ લાઈટ મારી કારની છે એમ માની એ જમણી કારે આગળ ધસાવી. તેનું ગેસ લઈ જતી ટ્રક સાથે પડખું ઘસાયું અને કર્કશ ચીં.. અવાજ સાથે તેના વ્હીલ પાસેથી તણખા ઝર્યા. તેને પડતી મૂકી ડ્રાઈવરે બહાર છલાંગ લગાવી અને રસ્તાની સાઈડે મોં ભર પડ્યો. કાર ચાલુ હતી એટલે આગળ જઈ ફંટાઈ અને એક રેલવેના પાટા જેવાં ડીવાઈડર સાથે અથડાતી સામે ખડક પર અથડાઈ ઊભી રહી ગઈ. એક બાટલો પેલી ટ્રકમાંથી પડ્યો અને લીક થયો. આગળની કાર તેમાંથી બચવા ઊભી રહી અને ડાબેથી પાછળ આવતી તેમની જ કાર એની સાથે એકદમ ઓચિંતી ઊભી શકી નહીં એટલે તેમાં ઘૂસી જ ગઈ. એનું બોનેટ ધડાકા સાથે હવામાં ઉડ્યું. બિચારા એના ડ્રાઈવરનું શું થયું હશે? એ કાર માં આગથી વિસ્ફોટ થાય એમ હતું તે પહેલાં ડ્રાઈવર કૂદીને ભાગ્યો. બાટલો ધડાકા સાથે ફાટ્યો અને એ કાર જોતજોતામાં ભડથું થઈ ગઈ.

પવન સામે ખડકો તરફ હોઈ અમને કે આગળથી આવતી કારોને કાઈં થયું નહીં.

મેં આસપાસ લાઈટ મારી જોયું. રસ્તો અંધારો પણ સપાટ હતો. મેં કાર બીજી સાઇડ પર યોગ્ય સપાટ જગ્યા મળતાં ઊભાડી દીધી.

તરત પાછળ પોલીસની એક કાર આવી પહોંચી. તેમને ખબર મળેલા કે અબ્બાસ મોહસીનના સાગરીતોને તેના રિસોર્ટ પર રેઇડ પડવાની અને ધરપકડની ખબર પડી, અમે ભાગ્યાં તે પણ ખબર હતી એટલે અમારો છૂંદો કરી નાખવા ત્રણ ત્રણ કાર મોકલેલી. એકના તો અમારી સામે રામ રમી ગયા, બીજો ઊંધા માથે પડેલો અને ત્રીજો ખડક સાથે અથડાઈ બેઠેલો.

અમે આબાદ બચી ગયેલાં. પોલીસ કારની સાથે સાથે અમે મિરાબાત બીચથી આગળના પ્રમાણમાં એકાંત બીચ પર પહોંચ્યાં અને બીજી કાર તે રિસોર્ટથી આવે ત્યાં સુધી અહીં થોડું રોકાઈ જવું સલામતી ભર્યું છે તેમ પોલીસે કહેતાં ત્યાં રોકાયાં. નજીક રેસ્ટરૂમ હતો ત્યાં વોશરૂમ જવા ગરિમા ગઈ અને હું શ્વાસ ખાવા રોકાયો.

ક્રમશઃ