સાઈટ વિઝિટ - 22 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 22

22

તો મને પોલીસ હોટેલમાં નજરકેદ તરીકે રાખી બહાર ઊભી. અંદર હું માંડ ઊંઘમાં પડેલો. સખત થાકેલો. સતત તાણ, પગમાં પેલી શુળ વાગતાં નીકળેલું લોહી જામી જવું એ બધું એક સાથે રિલેક્સ થયું એટલે મને ગાઢ ઉંઘ આવી ગઈ હતી ત્યાં ડોર નોક કરી મને જગાડ્યો. સામે પોલીસ. પરોઢે ચાર વાગેલા. નીચે મારી ગાડી ઊભી હતી. પોલીસે કહ્યું કે તમારી ગાડી ચોરવાની ફરિયાદ અહીંના વાલીએ પાછી ખેંચાવી છે.

ગુમશુદા છોકરીના કેસ માટે તમને બોલાવે છે.

મને પેલું 'I have one good, one bad news' જેવું થયું. સારા ન્યુઝ તો મળી ગયા કે મેરી કાર સિર્ફ મેરી હૈ. બીજા ન્યુઝે ચિંતા કરાવી. હું તેમની સાથે પોલીસ સ્ટેશન ગયો

હું પહોંચ્યો ત્યાં બહાર જ વિજયી સ્મિત કરતી ગરિમા મારી સામે દોડી. મેં તેને હેમખેમ જોતાં મને એકદમ રાહત થઈ એટલે તેને મારા હાથ પહોળા કરી આલિંગી. તેણે મારી છાતીમાં માથું ઘસ્યું અને તેના વાળ સહેજ પંપાળી હું છૂટો થયો. ત્યાં પેલો મહિષાસુર આવ્યો.

મારી સાથે હાથ મિલાવી કહે "your girl brave. Do good job. અચ્છા કીયા." એ 'she did a good job' એમ કહેવા માંગતા હતા.

પોલીસે મારો ફોટો પાડ્યો. કોમ્પ્યુટરમાં ફીડ કર્યો. છોકરી ઉઠાવી જનાર આરોપી સાથે સરખાવ્યો.

મેં તે જે SUV માં છોકરીઓ જતી જોયેલી એનો નંબર આપ્યો જે નોંધી તેમણે એ કોની છે એની તપાસ શરૂ કરી.

 

મેં કહ્યું તેમ તે મને મળતો આવતો હતો પણ અલગ માણસ છે એમ દેખાઈ આવે તેમ હતું. ગરિમાએ પોલીસને કહ્યું તે તમને ખબર છે. એ રીતે આંખો, ખભા, જડબાંનો નીચેનો આકાર અને આંખોના ખૂણામાં ફેર હતો.

હું ભલે આત્મશ્લાઘા લાગે, ગોરો સપ્રમાણ ચહેરો ધરાવતો છું. મારી આંખો પણ પાણીદાર છે. અમથી ગરિમા અને બીજી સ્ત્રીઓ ખેંચાણ અનુભવતી હશે? જ્યારે આ માણસ ફોટામાં ઉજળો લાગતો હતો તે લાઇટને કારણે. એની ચામડી પીળાશ પડતી ઘઉંવર્ણી હતી. ફિચર્સ પરથી એ ચોક્ખો મલયાલી દેખાતો હતો.

મેં બધું પોલીસ અધિકારીઓને સમજાવ્યું. મારા અંગૂઠો લઈ ભારતની UADAIની સાઇટ પર કંપેર કરવા કહ્યું. કદાચ તેઓ સાઈટ ઍક્સેસ કરી શકે તો મારો અંગૂઠો મળે પણ પેલો તો ભાગી ગયેલો. તેનો અંગુઠો ક્યાંથી હોય?

મગજ કસ્યા પછી મને સૂઝ્યું. જે છોકરીનું અપહરણ થયાની ફરિયાદ થયેલી તેનું નામ અને આ મારી જેવા દેખાવના માણસનું નામ માગ્યું. અબ્રાહમ મથાઈ. એ છોકરીનું નામ માંગી એક બે રીતે પરમ્યુલેશન કોમ્બિનેશન કરી સર્ચ કર્યું. ફેસબુક પર ફોટો મળ્યો. તે કોટ્ટાયમમાં નર્સ હતી. નવું સ્ટેટસ હમણાં જ  મુકાયેલું. દુબઈની કોઈ હોસ્પિટલમાં જોબ શરૂ કરવાનું. એ હોસ્પિટલ સર્ચ કરી. પહેલાં તો દેખાઈ નહીં. એમના સાહેબે કોઈ રીતે સર્ચ કરી. હોસ્પિટલ તો હતી. ત્યાં ફોન કર્યો. આવી કોઈ છોકરીએ જોબ join કરી જ ન હતી!

આજુબાજુ સર્ચ કરતાં તેને ગરિમાએ મેસેજ મોકલ્યો કે હું મસ્કત નર્સ છું અને દુબઈ આવવું છે. તમે કોના દ્વારા ગયાં તે નામ મોકલો તો આભાર. તેણે આ અબ્રાહમ મથાઈનું નામ અને એજન્સી મોકલી. એ એજન્સીએ જ છોકરીનું અપહરણ થયાની ફરિયાદ આ નાનાં શહેરનાં પોલીસ સ્ટેશનમાં આપેલી. ફોટો આસપાસ રહેલા લોકોને બતાવ્યો. એક બાંગ્લાદેશી છોકરી કહે એણે પોતે વેચાવા માટે કેદ હતી ત્યાં આ છોકરીને જોઈ છે. એટલે આબરૂદાર વેપારી ઉસ્માન કબીબનું આ છોકરી ગુમ થવા પાછળ કનેક્શન હતું. એ ફેસબૂક વાળી છોકરી પોતે નર્સ તરીકે જોઈન કરે છે એવા ભ્રમમાં હતી.

પોલીસ ઉસ્માનને અંદર લઇ ગઈ અને એણે સાચે જ થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપતાં કબૂલ્યું કે અબ્રાહમ મથાઈએ  અહીં passport માટેનું ફોર્મ ભરી અપલોડનું કામ કરતા કોઈ સનદ એટલે આપણા ટાઇપ કમ સાઇબર કાફે જેવું હોય તેને ફોડીને બોગસ પાસપોર્ટ બનાવેલો. એ છોકરીઓના વેપારમાં ઉસ્માન જેવાઓ પાસેથી ખરીદી કરી તેમને maid કે odd job, પૈસા મળે તો વેશ્યાગીરી માટે સુદ્ધાં વેંચી દેતો.

અમારી પર શકનું કોઈ કારણ ન હોઈ અમને બા ઈજ્જત બરી કરવામાં આવ્યાં.

અમે આખરે અમારી કારમાં બેઠાં.

મેં શક્રાદયની કેસેટ મૂકી મારી કાર સ્ટાર્ટ કરતાં પહેલાં આકાશ સામે હાથ જોડયા.

ત્યાં તો પેલા મહિષાસુર એના દુભાષિયા સાથે આવ્યા. અમને કહે આમેય તમે નથી સાઇટ પર સમયસર પહોંચ્યા નહીં મસ્કત આઠ દસ કલાક પહેલાં પહોંચો. બેય મળી એક કામ કરો. આ છોકરી ક્યાં છે તેનો પત્તો મેળવી તેને છોડાવવામાં મદદ કરો તો પેલો દેહવ્યાપાર કરનારો પકડાય. મૂળ કાપીએ તો થડ કપાય.

મેં ગરિમા સામે જોયું. તેને મસ્કત પહોંચવાની ઉતાવળ હતી, તે કંટાળી ગઈ હતી. તો પણ કહે "જો થોડો પત્તો મળ્યો છે તો ટ્રાય કરીએ જો કોઈ છોકરી ફસાવામાંથી બચતી હોય તો."

મેં વિચાર્યું. જો એનું ફેસબુક મેસેન્જર પર મુકેલી ચેટનું લોકેશન મળી શકે તો કામ કઇંક આસાન થાય.

એ માટે તો પોલીસ જ મદદ કરી શકે. અમે બે એ સાહેબની સાથે મુખ્ય સાહેબની ઓફિસમાં જવા ગયાં. કોઈ અગત્યની મિટિંગ ચાલુ હતી. અર્ધો કલાક બહાર બેઠાં ત્યાં મિટિંગ પૂરી થઈ. અમે સાહેબને મળી કહીએ ત્યાં તેમણે જ કહ્યું કે મિટિંગ એની જ હતી. એ એક છોકરી મળે તો કદાચ (ગરિમા સામે હાથ કરી) આણે જતી જોઈ હતી એ બધીઓ નો પણ પત્તો મળે.

એમણે લોકેશન સર્ચ કરવા પોલીસના સાઇબર સેલને મેઈલ કર્યો. અમને બહાર બેસવા કહ્યું. કલાકમાં તો લોકેશન મળી ગયું. તે દુબઈ નહીં, અહીં ઓમાનમાં જ હતું! તેમણે ડીટેઈલ સર્ચ કરી. સલાલા શહેરથી ખુબ આગળ મિરાબાત બીચ છે તેની નજીક.

અહીંથી કેમ જવું?

અમને તરત સમજાવવામાં આવ્યું કે મસ્કત થી થોડે દક્ષિણ પૂર્વમાં નીઝવા મોટું શહેર છે ત્યાંથી દક્ષિણે જતાં પૂર્વની રણ પટ્ટી પકડો તો દુક્મ આવે પણ જો દક્ષિણે પૂર્વ તરફ કોસ્ટલ હાઇવે પર સલાલા જવાનું ચાલુ રાખો તો આઠ નવ કલાક પછી મિરબાત બીચનો રસ્તો આવે. એટલે ત્યાંથી દુક્મ જવું વધુ નજીક પડે.

એવી જગ્યાએ આ છોકરી શું કરતી હશે?

અમે ચેલેન્જ ઉપાડી. પોલીસ પણ અમારી સાથે આટલી લાંબી સફર ખેડતી આવી. ગુનાનું પગેરું શોધવા. થડ પકડી મૂળમાં જવું હતું.

ફરી મેં શક્રાદયની કેસેટ મૂકી મારી કાર સ્ટાર્ટ કરી. ગરિમાએ આંખ બંધ કરી કોઈક પ્રાર્થના કરી.

***