સાઈટ વિઝિટ - 21 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 21

21.

મહિષાસુર કહે મારા નાક નીચે આવું રેકેટ ચાલતું હોય તો હું તપાસમાં સહકાર આપીશ. ખુદા હાફિઝ.

અધિકારીએ 'મહિષાસુર'ને કહ્યું, "અમે તમારી ઈજ્જત કરીએ છીએ પણ એ વેપારીને અમારી મુવની ખબર ન પડે એટલે અમે તમને અહીં જ રાત રોકશું. બહાર વિઝીટર્સ રૂમમાં આરામ ફરમાવો. તમે બહુ ઇજ્જતદાર ઇન્સાન છો પણ આજે આ સ્ટેશન છોડી શકશો નહીં."

મારી તરફ જોઈ કહે

"તો તું પણ ક્યાંય નહીં જાય. તું આજની રાત અહીં જ રહે. લોકઅપમાં નહીં, સૂવું હોય તો મારે ફ્રેશ થવા અંદર એન્કલોઝર અને સોફા છે એમાં પડી રહે. કાલે આપણે હું નક્કી કરું એમ રેડ પાડીએ છીએ.

બધી જ કાર્યવાહી ચૂપચાપ અને નીઝવા હેડક્વાર્ટરને ઇન્ફોર્મ કરીને કરીએ છીએ. બહુ મોટો કેસ નીકળ્યો અને એનાં પગલાં મીનિસ્ટ્રી લેવલે પહોંચશે. સવાર સુધીમાં પુરતો ફોર્સ આવે એટલે ત્રાટકીએ."

મેં રિકવેસ્ટ કરી કે થાય તો હમણાં જ રેડ પાડો. મેં વહેલી સવારે છોકરીઓને લઈ જવાતી જોયેલી.

તેમણે થોડો વિચાર કર્યો. પછી અમને બહાર જવા કહી બીજા અધિકારીને બોલાવી વાયરલેસ અને ફોન સાથે ફેક્સ ધણધણાવ્યા. એકાદ કલાકમાં તો આર્મ્ડ પોલીસ ફોર્સ આવી પહોંચ્યો. મને ડ્રાઈવર સાથે બેસાડી સાહેબ પાછળ બેઠા. અમે પેટ્રોલપંપ ક્રોસ કર્યો એ સાથે મેં ડાબે ઢાળ ચડી બે ખજૂરી વચ્ચે થઈ એ શેરીમાં જીપ લેવરાવી અને બે માળનાં સફેદ મકાન પાસે કોઈ આડશ લઈ જીપ ઊભી રખાવી.

એ મકાનની બહાર મોટો લોખંડી ગેટ હતો. તેની ઉપર મોટા ભા જેવા સળિયાઓ હતા. ગેટની અંદર કેડે ખંજર બાંધેલા ચોકીદારોનો પહેરો હતો. બહારથી કોઈ સામાન્ય મોટી વીલા લાગે. બેલ મારતાં દરવાજો ખોલવાને બદલે બે પહેરેદારો ઉપર દાદર ચડવા લાગ્યા. પોલીસે પહેરેદારોને ઉપર જતા રોક્યા. આગળ રહેલા પોલીસે ગેટનું બારણું હચમચાવ્યું. પહેલાં ખૂલ્યું નહીં. પોલીસે ધક્કાથી ખોલ્યું. ઉપર તરફ ઝડપથી જતા પહેરેગીરોને પકડ્યા.

ઉપર લાઈટ થઈ અને નીચે ઝરોખામાંથી ત્રણ છોકરી, કદાચ બાંગ્લાદેશી અને ઉપરથી અબાયાવાળી બીજી બે ઓમાની યુવતીઓ દેખાઈ. પાછળ એક ટૂંકા સ્કર્ટ અને ફીટ ટીશર્ટ વાળી blonde પણ આવી ઊભી. તેઓને એમ હતું કે લેવા વાહન આવ્યું. પોલીસ જીપ જોઈ તેઓ નવાઈ પામી.

હું જીપમાં બેસી રહી શકી હોત પણ પોલીસોની આગળ થતી તેમને અંદર લઇ ગઈ. બારણું ખોલું ત્યાં તેની પાછળ કાઈંક લાગ્યું. હું ખસી જાઉં ત્યાં પોલીસના બેલ્ટ પરનાં પેટમાં બારણાં પાછળથી એક ખંજર જોરથી ભોંકાયું.

તે એ હુમલા માટે તૈયાર ન હતો. તેના પેટમાંથી લોહીનો ફુવારો છૂટ્યો. મેં તેને મારે ખભે લીધો અને બેય પગથિયાં કૂદી ગઈ. તેના પેટ આડે મારો દુપટ્ટો વીંટવા ગઈ. તેણે પોતાનું શર્ટ કાઢી દાબવા ઈશારો કર્યો. મેં તેમ કર્યું

પોલીસો હવે એકશનમાં આવ્યા. અંદર ધસે ત્યાં ઉપર હું કુદેલી તે રાંગના બુરજોમાંથી ગોળીઓ છૂટી. પોલીસે સામું ફાયરિંગ કર્યું. મકાનને ઘેરી લીધું. પોલીસ આગળ વધી દાદરો ચડે ત્યાં એક છોકરીની આડશ લઈ એક પુરુષ દોડ્યો અને તેણે છૂટી કટાર ફેંકી. ઉપર આવતો પોલીસ સાવધ હતો. તે દાદર પર સૂઈને નીચે સરક્યો. કટાર પેલી કાચની બારીમાં અથડાઈ. ખણણ.. કરતા અવાજ સાથે કાચ ફૂટ્યો. ઉપર ઝરુખામાંથી એક પુરુષ ડાઇવ મારી હું ડાળી પર થઈ કૂદેલી તે જ રસ્તે ભાગી જવા ગયો અને મેં 'There. Catch him.' કહ્યું. પેલા સાહેબોના સાહેબ એ પાછળ તરફની પતરાની ડેલી પાસે ઊભા હતા. મેં ફરી એ છજા પર સરકી બૂમ પાડી, 'Catch him. He will jump out.'

આમ ભાગીને કુદાય એ માત્ર મને જ ખબર હતી. સર ની ભૂમિકા એ મોટા સરે ભજવી. પેલાને ત્યાં જ કૂદ્યા ભેગો પકડી લીધો. ઇન્ચાર્જ અચંબામાં કુદનાર સામે જોઈ રહ્યા. એ તો ઉસ્માન કબીબ પોતે હતો! અહીંનો કહેવાતો ખમતીધર વેપારી.

મોટા સાહેબે મારી પીઠ થાબડી અને ઇન્ડિયન એમ્બસીને લખી તને બ્રેવરી નું ઈનામ આપશું એમ કહ્યું.

છોકરીઓને નીચે ઉતારી પેક કરી. આ વખતે પોલીસ વાહનોમાં. પોલીસ સ્ટેશન એ કાબરોના કલબલાટથી ગાજી રહ્યું.

દરેકને એક પછી એક બોલાવી તેમનાં નામ અને વતન પૂછ્યાં. તેમને શું કામ અહીં લાવેલા તેની ખબર છે કે કેમ એ પૂછ્યું. ઘણીખરી થોડું ભણેલી હતી. તેમને નર્સરી ટીચર, રિસેપ્શનિસ્ટ, હોટેલ કાઉન્ટર ક્લાર્ક અને એવી આકર્ષક જોબની લાલચ અપાયેલી અને તેમના પાસપોર્ટ જે તે જગ્યાએ જઈ આપશે તેમ કહેલું. બધી જવાની હતી હાઉસ મેડ, ક્લીનર કે ક્યાંક તો કોલગર્લ ને નામે વેશ્યા તરીકે.

હું આટલી સારી જોબ કરું છું અને એકલી રહું છું જાણી તે બધીઓ આંખો ફાડી જોઈ રહી.

આવડત ઉપરાંત નશીબ.

મેં તેમને પાછા જઈ પોતાના મૂળ ધંધાઓમાં જોડાઈ જવા અથવા યોગ્ય કામ ગોતવા કહ્યું. સારું હતું અહીથી બધી અટકી ગઈ.

સાહેબે પહેલાં તો ઉસ્માન કબીબને કહ્યું કે ઇસ્માઇલ ગનીને મસ્કત ફોન લગાવ. એનું મોં પડી ગયું. સરને મારનારા તેમના લાફા એક્સપર્ટએ એનો હાથ અજમાવી ફરી તેને ફોન લગાવવા અથવા મસ્કત પોલીસને તેનું એડ્રેસ કહેવા કહ્યું.

હું નહોતી કહેતી? ઇસ્માઇલ ગની નામનો કોઈ હતો જ નહીં. ચોરેલી કારના માલિક બની એ ચોરાવાની ફરિયાદ કરવા તેણે બોગસ દસ્તાવેજ બનાવેલો.

મહિષાસુર વાલી પોલીસ સ્ટેશનમાં જ હતા. તેમણે જાતે ફરિયાદ પાછી ખેંચાવી. અમારી કાર મુક્ત કરાવી. હું પેલાં ટ્રાવેલ સ્ટીકરના રહ્યા સહ્યા અવશેષો પાણીની સ્પ્રે બોટલ અને કપડું લઈ ઉખાડી રહી.

મહિષાસુર મારી પાસે આવ્યા અને 'ડોટર' કહી મને ખેંચી મારે માથે હાથ ફેરવ્યો. મને મારા ઇન્દોર સ્થિત પાપા યાદ આવી ગયા.

ભયંકર દેખાતા માણસો બધે વખતે ભયંકર નથી હોતા.

તો સર પાસે તેઓ ગર્જના કરતા કેમ ગયેલા? હા. તેમના કબીલા એટલે કે પચાસ સો ઘરની વસાહતના વડા તરીકે ત્યાંની છોકરી ઉઠાવી જનાર તરીકે સરને જોતા હતા. પછી એમણે જ ખાતરી કરી છોડી મૂકવા કહેલું.

હજી અમારું કામ પૂરું થયું ન હતું. કઈ 'દીકરી' ઉપાડી જવાઈ અને સાચે કોણે ઉઠાવી એની તપાસ ચાલી. એ માટે સરને બોલાવવા અમારી જ કારમાં પોલીસ નીકળી. હું હાશ.. કરતી પોલીસ સ્ટેશનની બહાર ઊભી આકાશ સામે હાથ જોડી 'બસ થયું ભગવાન. હવે મસ્કત પહોંચાડ' કહી રહી."

**

ક્રમશઃ